તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • IPL's 'bio bubble' Will Have Its Own World For 80 Days, No One Can Go Outside, Players Have To Take 5 Tests Before Coming Inside

ભાસ્કર એનાલિસિસ:80 દિવસ સુધી IPLની 'બાયો-બબલ'ની પોતાની અલગ દુનિયા હશે, તેની બહાર કોઈ જઈ નહિ શકે, અંદર આવ્યા પહેલા ખેલાડીઓએ 5 ટેસ્ટ આપવા પડ્યા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બબલમાં સામેલ કોઈપણ ખેલાડી ટૂર્નામેન્ટ સમાપ્ત થાય ત્યાં સુધી તેની બહાર નહિ જઈ શકે
  • બબલ તોડશે તો રમવા પર પ્રતિબંધ, બેંગ્લોરની ટીમે કોન્ટ્રાકટ કેન્સલ કરવાની ચેતવણી આપી

રવિવારે IPLનું શેડયૂલ જાહેર કરવામાં આવ્યું હતું. બધી ટીમો લગભગ 20 ઓગસ્ટની આસપાસ દુબઈ પહોંચી ગઈ હતી. તમામ ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફ અને મેચ ઓફિશિયલ્સને બાયો-સિક્યુર વાતાવરણ (બબલ)માં રાખવામાં આવ્યા છે. 80 દિવસ સુધી બધાએ આ બબલમાં જ રહેવાનું છે.

તો ચલો સમજીએ કે બાયો-બબલ શું છે? કામ કેવી રીતે કરે છે? કોરોનાથી કેવી રીતે બચાવશે? જો કોઈ ખેલાડી બાયો-બબલ તોડીને બહાર જાય તો શું થશે?સવાલોના જવાબ જાણીએ.

1. બાયો-બબલ શું છે?

  • સરળ ભાષામાં, તે એક એવું વાતાવરણ છે જેમાં રહેનાર બહારની દુનિયાથી એકદમ અલગ થઈ જાય છે.
  • એટલે કે, IPLમાં ભાગ લેનારા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, મેચ અધિકારી, હોટલ સ્ટાફ અને કોરોના ટેસ્ટ કરનાર મેડિકલ ટીમને પણ બહાર જવાની મંજૂરી નથી.
  • કોઈ પણ વ્યક્તિ બહારની દુનિયાના સંપર્કમાં આવી શકતો નથી.

2. આ કેવી રીતે કામ કરે છે?

  • IPLમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફનો દુબઈ પહોંચતા પહેલા બે વાર કોરોના ટેસ્ટ થયો હતો.
  • દુબઈ પહોંચ્યા પછી, દરેકને સાત દિવસ માટે કવોરન્ટીન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, ત્રણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
  • ત્રણેય રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બાયો-બબલમાં એન્ટ્રી મળી હતી.
  • ચેન્નાઇની ટીમમાં 13 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામનો કવોરન્ટીન પીરિયડ 7 દિવસ માટે વધારવામાં આવ્યો હતો.
  • બબલમાં સામેલ દરેક સભ્યને ફક્ત ગ્રાઉન્ડ અને તેમની હોટલની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે.
  • આ સિવાય તેઓ કોઈને પણ મળી શકશે નહીં. તેમના ચાહકો, મિત્રો અને સંબંધીઓને પણ નહીં.
  • ટીવી પ્રસારણમાં સામેલ લોકો અને બાકીના સ્ટાફને પણ એક અલગ બબલ રાખવામાં આવ્યા છે.
  • ટૂર્નામેન્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી બબલમાંથી કોઈપણ વ્યક્તિને બહાર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

3. કોઈ બાયો-બબલ તોડીને બહાર તો આવ્યું તો?

  • BCCI અનુસાર, બાયો બબલ તોડીને બહાર આવનારને IPL કોડ ઓફ કંડક્ટ હેઠળ સજા આપવામાં આવશે.
  • ખેલાડીઓને અમુક મેચ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. ટીમોએ પણ આ બાબતે કડક વલણ અપનાવ્યું છે.
  • ઉદાહરણ તરીકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલેથી જ ચેતવણી આપી છે કે જો કોઈ ખેલાડી બાયો-બબલ તોડશે તો તે પોતાનો કરાર ગુમાવવી શકે છે.

4. શું ક્યારેય બાયો-બબલ તોડવાનો મામલો સામે આવ્યો છે?

  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો બે ખેલાડીઓ બાયો-બબલ તોડી ચૂક્યા છે.
  • જોફરા આર્ચર ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી દરમિયાન બાયો-બબલ તોડીને મિત્રને મળ્યો હતો. તે પછી તેને સેલ્ફ કવોરન્ટીન થવું પડ્યું હતું.
  • ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટે તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર કરી દીધો હતો.
  • ઇંગ્લેન્ડના પ્રવાસ પર ગયેલા પાકિસ્તાનની ટીમના ખેલાડી મોહમ્મદ હાફીઝ બાયો-બબલ તોડી પરિવારને મળ્યો હતો અને પાંચ દિવસ માટે તેને કવોરન્ટીનમાં રાખવામાં આવ્યો હતો.
  • આ પછી, બે વાર કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેને ટીમમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી હતી.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો