તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:IPL સસ્પેન્ડ થવાથી તેની બ્રાંડ વેલ્યૂને થઈ શકે છે નુકાસાન, 2020માં પણ 3.6% ઘટી હતી IPLની શાખ

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IPL રદ થશે તો બોર્ડને તેનાથી લગભગ 2000 કરોડનું નુકસાન થઈ શકે છે.
  • T-20 WCનું યજમાન પદ છીનવાઈ શકે છે, જેના કારણે BCCIને કરોડોનું નુકસાન થશે.

કોરોનાના સતત વધતા જતા કેસને પગલે BCCIએ IPL સ્થગિત કરવાની જાહેરાત કરી છે પહેલાંથી જ દર્શકો વિના રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટને હવે સ્થગિત કરવાથી તેની બ્રાંડ વેલ્યૂને પણ નુકસાન થઈ શકે છે. ગત વર્ષે અબુધાબીમાં આખી ટૂર્નામેન્ટ દર્શકો વગર જ રમાઈ હતી જેના કારણે IPLની બ્રાંડ વેલ્યૂ 3.6% જેટલી ઘટી ગઈ હતી. જ્યારે દર્શકો અને મેદાન પર મેચ દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓના વેચાણને કારણે IPLની ટીમોને લગભગ 20% સુધીનું રેવન્યૂ મળતું હતું.

છેલ્લાં સાત વર્ષથી IPLની બ્રાંડ વેલ્યૂ રિપોર્ટ જાહેર કરનારી ડફ એન્ડ ફેલપ્સના જણાવ્યા મુજબ ક્લોઝ ડોર મેચ રમાતી હોવા છતાં IPL અને તેમની ટીમને રેવન્યૂ લોસ ઘણું જ ઓછું થયું હતું. કોરોનાને કારણે લોકો ઘરમાં હતા તેનાથી બ્રોડકાસ્ટર્સને ઘણો જ ફાયદો થયો અને IPLની વ્યૂવરશિપ અને એડ રેવન્યૂમાં રેકોર્ડ સ્તરે વધારો નોંધયો હતો.

IPL કેન્સલ થશે તો 2000 કરોડ રૂપિયાનું થશે નુકસાન
હાલ આ ટૂર્નામેન્ટને સંપૂર્ણપણે રદ નથી કરવામાં આવી માત્ર સ્થગિત જ કરાઈ છે. જો IPL રદ થશે તો બોર્ડને તેનાથી લગભગ 2000 કરોડનું નુકસાન થશે. સાથે જ આ વર્ષે ભારતના યજમાનપદે રમાનારી ટી-20 વર્લ્ડ કપ પર પણ ખતરો જોવા મળશે. ભારત પાસેથી યજમાન પદ છીનવાઈ શકે છે. તેનાથી પણ BCCIને કરોડોનું નુકસાન થશે.

2020માં ચેન્નાઈ, KKRની બ્રાંડ વેલ્યૂને સૌથી વધુ નુકસાન થયું
ટીમની બ્રાંડ વેલ્યૂની વાત કરવામાં આવે તો સૌથી વધુ નુકસાન ચેન્નાઈ અને KKRને થયું. ચેન્નાઈની બ્રાંડ વેલ્યૂ ગત વર્ષની તુલનાએ જ્યાં 16.5% ઘટી તો KKRની બ્રાંડ વેલ્યૂ 13.7% ઘટી. જો કે તેમાં કોરોનાથી વધુ આ ટીમનું પ્રદર્શન કારણભૂત રહ્યું. ચેન્નાઈ જ્યાં IPLના ઈતિહાસમાં પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું તો કોલકાતાનું પ્રદર્શન આ વર્ષે પણ કંઈ ખાસ રહ્યું નથી. કોલકાતામાં મોટા ભારતીય ચહેરા ન હોવાથી પણ નુકસાન થયું.

ચેન્નાઈને પણ ધોનીના રિટાયરમેન્ટ પછી પોતાની બ્રાંડ વેલ્યૂ બરકરાર રાખવા માટે કેટલાંક નવા માર્કી પ્લેયર શોધવા પડશે. નહીંતર તેમને પણ કોલકાતાની જેમ સંઘર્ષ કરવો પડી શકે છે.

સારા પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલને સૌથી ઓછું નુકસાન
દિલ્હી કેપિટલની બ્રાંડ વેલ્યૂ પર ગત વર્ષે સૌથી ઓછી અસર જોવા મળી. તેની બ્રાંડ વેલ્યૂ 2019ની તુલનાએ માત્ર 1% જ ઘટી. 2018માં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા ક્રમાંકે રહેલી આ ટીમ 2020માં ફાઈનલમાં પહોંચી હતી. આ સાથે જ ટીમને રિષભ પંત, શ્રેયસ અય્યર જેવા ટીમ ઈન્ડિયાના નવા સ્ટાર્સ હોવાનો પણ ફાયદો મળ્યો.

આગામી બે વર્ષમાં IPLની બ્રાંડ વેલ્યૂમાં થઈ શકે છે મોટો વધારો
2022માં IPLમાં બે નવી ટીમ જોડાવવાની છે. તો 2023ના IPL પહેલા નવેસરથી મીડિયા રાઈટ્સની બોલી લગાવવામાં આવશે. એવામાં આશા છે કે આગામી બે વર્ષમાં IPLની બ્રાંડ વેલ્યૂમાં મોટો વધારો થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો