• Gujarati News
  • Dvb original
  • Inter Crop Farming In Banaskantha District, Planting 15 Varieties Of Crops In A Single Farm Is Expected To Earn Rs 5 Lakh Per Year.

આજની પોઝિટિવ સ્ટોરી:બનાસકાંઠા જિલ્લામાં ઈન્ટર ક્રોપ ખેતી, એક જ ખેતરમાં 15 જાતના પાક વાવતાં વર્ષે 5 લાખ રૂપિયાની કમાણીની થવાની આશા

પાલનપુર10 મહિનો પહેલાલેખક:  મુકેશ ઠાકોર
શિક્ષકે વર્ષ દરમિયાન સતત આવક ચાલુ રહે એ પ્રકારે પાકનું વાવેતર કર્યું છે.
  • સીઝનેબલ પાક હોવાથી ગમે ત્યારે પાક વેચીને પૈસા કરાઈ શકાય તેવું આયોજન

બનાસકાંઠા જિલ્લો ભલે રણને અડીને આવેલો હોય. પરંતુ ખેડૂતો ઓછા પાણીમાં સૌથી વધુ ફળદ્રુપ ખેતી કઈ રીતે કરી શકે તે પ્રકારે મહેનત કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાંમાં એક શિક્ષકે શિક્ષણની જ્ઞાનધારા વિદ્યાર્થીઓમાં વહાવવાની સાથે સાથે ખેતીમાં પણ કાઠું કાઢ્યું છે. આસપાસના પંથકના લોકો માટે પથદર્શક સમાન શિક્ષકે એક જ એક, બે કે પાંચ નહીં પરંતુ પૂરા 15 જેટલા ઈન્ટર ક્રોપનું વાવેતર કર્યું છે, જેના થકી તેઓ ભવિષ્યમાં એટીએમની જેમ ગમે ત્યારે પાક વેચીને પૈસા કમાઈ શકશે. સાથે જ એક વર્ષમાં અંદાજે તેમને 5 લાખ રૂપિયાની કમાણી થાય તેવી આશા સેવી રહ્યાં છે.

મગફળીનો પાક લીધા બાદ અન્ય પાક વાવવામાં આવ્યાં છે.
મગફળીનો પાક લીધા બાદ અન્ય પાક વાવવામાં આવ્યાં છે.

6 મહિના પહેલા વાવેતર કર્યુ
ઓછા પાણીએ ખેતી કરવાનું બનાસકાંઠા જિલ્લાના લોકો સારી રીતે જાણે છે. લાખણીના સાણીયાળી પુરા વિસ્તારના એક શિક્ષકે 15 જેટલા ઈન્ટર ક્રોપ પાકનું વાવેતર કરી ખેતીમાં કાઠું કાઢ્યું છે. આમ તો ખેડૂતો પોતાના ખેતરમાં બે-ચાર ઈન્ટર ક્રોપ પાકનું વાવેતર કરતા હોય છે. પરંતુ આ શિક્ષકે 13 પ્રકારના ઇન્ટર પાકનું વાવેતર કર્યું છે. જોકે આ શિક્ષક દેસાઈ ભગવાનભાઈ અઢીથી ત્રણ વર્ષ જેટલો સમય kvk કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ટચમાં રહી ત્રણ વિઘામા એટીએમ ફૂડ ક્રોપનું વાવેતર કરેલુ છે. છેલ્લા 6 મહિના પહેલા વાવેતર કર્યું છે. અત્યારે તેમાંથી ઈન્ટર કોપિંગ પણ લઈ લેશે.

બાગાયત સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
બાગાયત સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

મગફળીનો પાક લેવાઈ ગયો
ભગવાનભાઈએ ચોમાસામાં સિત્તેર હજાર આજુબાજુની ઇન્ટર ક્રોપીંગ તરીકે મગફળી પણ લીધી હતી. અત્યારે તમને ઘઉં અને તમાકુનું વાવેતર પણ કર્યું છે. જોકે આ ખેડૂતે ખેતરમાં વાવેલા ફ્રૂટ ક્રોપિંગ ભવિષ્યમાં પાણીના પ્રશ્ને બનશે, તો ઓછા પાણીએ પણ આવક પોતાની ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે.

કૃષી નિષ્ણાતોના માર્ગદર્શનમાં ખેતી કરવામાં આવી છે.
કૃષી નિષ્ણાતોના માર્ગદર્શનમાં ખેતી કરવામાં આવી છે.

બાગાયતી પાકો પણ વાવ્યા
ખેડૂત ભગવાનભાઈ દેસાઈએ ત્રણ વીઘામાં આંબાના 150 છોડ, ચીકુના 15 છોડ, ખારેકના 15 છોડ, તાઇવાન પિન્ક જામફળના 60 છોડ, અંજીરના 20 છોડ, મોસંબીના 15 છોડ, સંતરાના 15 છોડ, લીંબુના 15 છોડ, સીતાફળના 20 છોડ, ફાલસાના 50 છોડ, અંબળાના 10 છોડ, ડ્રેગનફ્રુડના 20 છોડ, કેળના 20 છોડ, સરગવાના 20 છોડ, પપૈયાના 20 છોડ, જેવા પંદર અલગ અલગ પ્રકારના છોડનું વાવેતર કર્યું છે. જેમાં ખેડૂતને કુલ અંદાજિત 1 લાખ જેવો ખર્ચ થયો છે.

એક જ ખેતરમાં પાક લેવાતા હોવાથી જમીન વેસ્ટ રહેતી નથી.
એક જ ખેતરમાં પાક લેવાતા હોવાથી જમીન વેસ્ટ રહેતી નથી.

ખેતરમાં ફાજલ જમીન બચતી નથી
શિક્ષક ખેડૂત ભગવાનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મેં ડીસા kvk ડોક્ટર યોગેશ પવારના માર્ગદર્શન પર મારા ફાર્મ પર 3 વીઘાની અંદર ATM ફૂડ કોર્પોનું વાવેતર કરેલુ છે. જે ગયા છેલ્લા 6 મહિના પહેલા જૂનમાં વાવેતર કર્યું હતું અને અત્યારે હું તેમાંથી ઇન્ટર ક્રોપિંગ પણ લઈ રહ્યો છું. ભવિષ્યમાં આ પ્લાન્ટ તૈયાર થશે. ત્યાં સુધી અંદરનું જે ઉત્પાદન છે. તે મારી જે વેસ્ટ જગ્યા પડી રહે છે તેમાં મને મળી રહ્યું છે. અત્યારે મારે જે ત્રણ વર્ષ રાહ જોવાની છે. ત્યાં સુધી મને કોઈ નુકસાન જવાનુ નથી. ભવિષ્યમાં આ પ્લાન્ટ તૈયાર થશે. એનું ઉત્પાદન શરુ થશે ત્યારે મને ચોકકસ ફાયદો આમાંથી મળવાનો છે.

વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે.

13 પ્રકારના ક્રોપ વાવ્યા
તેર પ્રકારના ફ્રૂટ ક્રોપ વાવ્યા છે. જેમાં આંબા, ચીકુ, અંજીર, ખારેક, મોસંબી, સંતરા, લીબુ, સીતાફળ, આંબળા જેવા વિવિધ તેર પ્રકારના ફ્રૂટ ક્રોપ વાવ્યા છે. જે વર્ષ દરમિયાન આ ફાર્મની અંદર ATMની જેમ એની ટાઈમ મની મળતી રહેશે. જેના થકી મને ફ્યુચરમાં ફાયદો થવાનો છે. ભવિષ્યમાં પાણીના પ્રશ્નો બનશે. ત્યારે પણ આ ક્રોપ જો વાવેલા હશે, તો ઓછા પાણીએ આપણી સારી આવક મળતી રહશે. આ ફ્રૂટ ક્રોપ લગાવામાં અંદાજિત 90 હાજર જેવો ખર્ચો થયો છે. 20 હજારની ડ્રિપ અને ખાડા અને ખાતર લાગવાનો ખર્ચો થયો છે. ગત ચોમાસામાં 70 હજારની આજ ખેતરમાંથી ઇન્ટરક્રોપિંગ તરીકે મગફળી લીધી હતી. અત્યારે પણ મેં ઘઉં અને તમાકુનું વાવેતર કરેલું હોવાનું ભગવાનભાઈએ વધુમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...