તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Instead Of The Martyrdom Of One Of Our Jawans After 370 Were Removed, The Army Is Clearing 4 Terrorists

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એનાલિસિસ:આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ આપણાં એક જવાનની શહાદતની સામે સેના 4 આતંકીઓને સાફ કરી રહી છે

7 દિવસ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક
  • ગત વર્ષે 5 ઓગસ્ટે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ને હટાવવામાં આવ્યો હતો
  • મનમોહન સરકારમાં દરરોજ સરેરાશ 2 આતંકી ઘટનાઓ ઘટતી હતી, મોદીના સમયમાં બે દિવસમાં 1 ઘટના ઘટી રહી છે

જમ્મુના નરગોટામાં ગુરૂવારે સવારે સિક્યોરિટી ફોર્સે 4 આતંકીઓને ઠાર કર્યા છે. ચારેય આતંકી ગોળા-બારૂદ અને હથિયારો લઈને શ્રીનગર જઈ રહ્યાં હતા. આતંકીઓ પાસેથી જે હથિયારો મળ્યાં છે, તેનાથી ખ્યાલ આવે છે કે ચારેય કોઈ મોટા હુમલાને પાર પાડવા જઈ રહ્યાં હતા. પરંતુ કોઈ હુમલો થાય તે પહેલાં સેનાએ તેઓને ઠાર કર્યા છે.

આતંકવાદ રોકવા માટે સેનાએ હવે આ જ પેટર્ન અપનાવી લીધી છે. કોઈ પણ ઘટના કે હુમલો થાય તે પહેલાં જ આતંકીઓને ઠાર કરવામાં આવે. પરિણામે, આતંકી ઘટનાઓ ઘટી છે અને આતંકીઓના ઠાર થવાની ઘટના વધી છે. આંકડા પણ તે જ જણાવે છે. મનમોહન સિંહની 10 વર્ષની સરકારના સમયગાળ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં 9,739 આતંકી ઘટનાઓ ઘટી હતી. મોદીના 6 વર્ષમાં 2,302 આતંકી ઘટનાઓ ઘટી.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB) પાસે આ વાતનો ડેટા છે કે 5 ઓગસ્ટ 2019 એટલે કે જે દિવસે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવી, તે બાદ કેટલી આતંકી ઘટનાઓ ઘટી છે અને કેટલા આતંકીઓ ઠાર થયા છે. જો કે આ ડેટા 9 સપ્ટેમ્બર 2020 સુધીનો જ છે. આ ડેટા મુજબ 5 ઓગસ્ટ 2019થી લઈને 9 સપ્ટેમ્બર 2020 સુધી આ 402 દિવસોમાં 211 આતંકી ઘટનાઓ ઘટી છે, જેમાં 194 આતંકીઓ માર્યા ગયા છે. આ ઘટનાઓમાં સેનાના પણ 49 જવાન શહીદ થયા છે. એટલે કે આતંકી એક જવાનને શહીદ કરે છે તો સેના તેનો બદલો લેતા 4 આતંકીઓને ઠાર કરી રહી છે.

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ આતંકી ઘટનાઓમાં પણ 50%થી વધુનો ઘટાડો નોંધાયો છે. 29 જૂન 2018થી 4 ઓગસ્ટ 2019 સુધીના 402 દિવસોમાં આતંકી ઘટનાઓ 455 થઈ હતી. એટલે કે દરરોજ 1થી વધુ ઘટનાઓ. પરંતુ તે બાદ 5 ઓગસ્ટ 2019થી 9 સપ્ટેમ્બર 2020 સુધી 402 દિવવસોમાં 211 ઘટનાઓ ઘટી છે. એટલે કે 2 દિવસમાં 1 વખત.

9 સપ્ટેમ્બર સુધીમાં 168 આતંકીઓ માર્યા ગયા, 2019માં એક વર્ષમાં 157 ઠાર થયા હતા
કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ આતંકી ઘટનાઓ ભલે જ ઘટી હોય, પરંતુ પાકિસ્તાનમાંથી થતી ઘુસણખોરી વધી રહી છે. ગૃહ મંત્રાલય મુજબ, 5 ઓગસ્ટ 2019થી 2 જુલાઈ 2020 સુધી પાકિસ્તાન તરફથી 176 વખત ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાંથી 111માં આતંકી ઘુસણખોરી કરવામાં સફળ રહ્યાં હતા.

આતંકી ભલે જ ઘુસણખોરી કરવામાં સફળ થાય છે, પરંતુ સેના તેને મારી નાખે છે. આ જ કારણ છે કે આ વર્ષે 1 જાન્યુઆરીથી 9 સપ્ટેમ્બર સુધી 252 દિવસોમાં જ સેના 168 આતંકીઓને ઠાર કરી ચુક્યું છે. જ્યારે કે, ગત વર્ષે 365 દિવસોમાં 157 આતંકીઓ માર્યા ગયા હતા.

કાશ્મીરમાં આતંકવાદના 3 દશકામાં 70,380 આતંકી ઘટનાઓ
જમ્મુ કાશ્મીરમાં 1990થી આતંકવાદનો ફેલાવો શરૂ થયો હતો. આ વર્ષે કાશ્મીરમાં 4,158 આતંકી ઘટનાઓ ઘટી હતી. 564 આતંકીઓ ઠાર થયા હતા. 155 જવાન શહીદ થયા હતા. 1990થી લઈને 2019 સુધી કાશ્મીરમાં આતંકની 70,380 ઘટનાઓ ઘટી છે, જેમાં 24,915 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે આપણે 5,294 જવાનોને ગુમાવ્યાં છે. 13,779 સામાન્ય લોકો પણ માર્યા ગયા છે. ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, 1990થી લઈને ડિસેમ્બર 2001 સુધી દર વર્ષે સરેરાશ 4,300 આતંકી ઘટનાઓ ઘટી હતી. 2001 પછી તેમાં ઘટાડો આવવાનું શરૂ થયું હતું.

મનમોહનના 10 વર્ષઃ 9,738 ઘટનાઓ ઘટી, 4005 આતંકી મર્યા
મનમોહન સિંહનો કાર્યકાળ મે 2004થી મે 2014 સુધીનો રહ્યો. 2004થી 2013 સુધીના આંકડા જોવામાં આવે તો આ 10 વર્ષમાં 9,739 આતંકી ઘટનાઓ ઘટી હતી. જેમાં 4,005 આતંકીઓ માર્યા ગયા હતા. 1,055 જવાન શહીદ થયા અને 2,081 નાગરિકોના મોત નિપજ્યા હતા. મનમોહનના 10 વર્ષમાં દરરોજ સરેરાશ 2થી વધુ આતંકી ઘટનાઓ ઘટી અને દરરોજ 1 આતંકી માર્યો ગયો હતો.

મોદીના 6 વર્ષઃ 2,302 ઘટનાઓ ઘટી, 955 આતંકીઓ ઠાર
મે 2014થી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. તેમના અત્યાર સુધીના 6 વર્ષ એટલે કે 2014થી લઈને 2019 સુધી આતંકની 2,302 ઘટનાઓ ઘટી છે, જેમાંથી 995 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે 419 જવાન શહીદ થયા છે અને 177 સામાન્ય નાગરિકોના મોત નિપજ્યા છે. મોદી સરકારના 6 વર્ષમાં દરરોજ સરેરાશ 1 આતંકી ઘટના થઈ અને દર બે દિવસે 1 આતંકી ઠાર થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો