તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજના પોઝિટિવ સમાચારમાં વાત UPના ઈટાવા જિલ્લામાં રહેતા શિવમ તિવારીની છે. શિવમ ટિસ્યૂ કલ્ચર ટેક્નિકની મદદથી 30 એકર જમીન પર કુફરી ફ્રાયોમ વરાઇટીના બટાકા તૈયાર કરે છે. આ બટાકા ચાર ઈંચ લાંબા હોય છે. તેનો ઉપયોગ મોટા પાયે ચિપ્સ તૈયાર કરવા માટે થાય છે. ગયા વર્ષે તેમનું ટર્નઓવર એક કરોડ રૂપિયા રહ્યું છે. તાજેતરમાં જ તેમણે કૃષિ સંશોધન કેન્દ્ર શિમલા સાથે પણ એક કરાર કર્યો છે. તે હેઠળ તેઓ 1000 વીધા જમીન માટે બિયારણ તૈયાર કરશે. ત્યારબાદ આ બિયારણ દેશભરમાં ખેડૂતોને મોકલવામાં આવશે.
21 વર્ષના શિવમે એન્જિનિયરિંગનો આભ્યાસ કર્યો છે, જોકે તેઓ શરૂઆતથી જ ખેતી તરફ વલણ ધરાવતા હતા. જેથી અભ્યાસ બાદ તેમણે નોકરી માટે ક્યાંય અરજી કરી ન હતી. પિતા ખેતી કરતા હતા તો શિવમ પણ એન્જીનિયરિંગ બાદ તેમને કામમાં મદદ કરવા લાગ્યા.
તે કહે છે કે પપ્પા અગાઉ પણ બટાકાની ખેતી કરતા હતા, પણ સામાન્ય પદ્ધતિથી. તે સમયે વધારે ઊપજ થતી ન હતી. ત્યારબાદ પપ્પા મેરઠના બટાકા સંશોધન કેન્દ્ર ગયા. અહીં તેઓ ટિસ્યૂ કલ્ચર વિધિથી ખેતી કરવા અંગે જાણકારી મેળવી. ત્યારબાદ વર્ષ 2018માં અમે નિષ્ણાતોને બોલાવ્યા અને ટિસ્યૂ કલ્ચરની ખેતી અંગે લેબ તૈયાર કરાવી.
શિવમ હજુ પણ ગામમાં આવતા તો ખેતર પર ચોક્કસપણે જતો હતો. તે લેબ તૈયાર કરી રહેલા નિષ્ણાતોને મળ્યો હતો અને તેમના કામને સમજવાનો પ્રયત્ન કરતો હતો. વર્ષ 2019માં અભ્યાસ પૂરો કર્યાં બાદ ગામ પરત આવ્યો અને પપ્પા સાથે ખેતી કરવા લાગ્યો.
શિવમ સાથે અત્યારે 15થી 20 લોકો નિયમિતપણે કામ કરે છે. જ્યારે સીઝનમાં 50 લોકો નિયમિત રીતે જોડાયેલા છે. જ્યારે સીઝનમાં 50 લોકો સુધી તેમના ખેતરોમાં કામ કરે છે. આ ખાસ વેરાયટી માટે તેમને લાઈસન્સ પણ મળી ચૂક્યું છે. તેઓ UP સાથે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ બીજનો સપ્લાઈ કરે છે.
ટિસ્યૂ કલ્ચરની વિધિથી ખેતી કેવી રીતે થાય છે?
આ ટેકનિકમાં પ્લાન્ટ્સના ટિસ્યૂને કાઢવામાં આવે છે. ત્યાર બાદ તેને લેબમાં પ્લાન્ટ્સ હોર્મોનની મદદથી ગ્રો કરવામાં આવે છે. તેમા ખૂબ જ ઓછા સમયમાં એક ટિસ્યૂથી અનેક પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. શિવમ સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CPRI)શિમલાથી કલ્ચર ટ્યૂબ લાવી પોતાની લેબમાં છોડ તૈયાર કરે છે. એક કલ્ચર ટ્યૂબ પાંચ હજાર રૂપિયાની આવે છે અને તેનાથી 20થી 30 હજાર છોડ તૈયાર કરવામાં આવે છે. આ છોડથી આશરે અઢી લાખ બટાકા (બીજ) તૈયાર કરવામાં આવે છે.
શિવમ ફેબ્રુઆરીમાં શિમલાથી બટાકાના ટ્યુબર લાવે છે અને ઓક્ટોબર સુધી તેને લેબમાં રાખે છે. ત્યારબાદ જે પ્લાન્ટ્સ તૈયાર થાય છે તેને કેતરમાં લગાવવામાં આવે છે. આશરે 2થી અઢી મહિના બાદ તેમાંથી બીજ તૈયાર થઈ જાય છે. જેથી તેઓ મશીનથી કાઢે છે.
ટિસ્યૂ કલ્ચર ખેતીના ફાયદા
ટિસ્યૂ કલ્ચર વિધિથી કયા-કયા પ્લાન્ટ્સની ખેતી થાય છે?
અત્યારે દેશમાં આ વિધિ એટલી વધારે લોકપ્રિય નથી. તેને લગાવવાનો ખર્ચ પણ લાખોમાં આવે છે. તેમ છતાં અનેક ખેડૂત આ વિધિથી ખેતી કરી રહ્યા છે. નર્સરીમાં લાગતા ફૂલ, સજાવટના ફૂલ, કેળા, મેડિસિનલ પ્લાન્ટ્સ, બટાકા, બિટ્સ, કેરી, જામફળ સહિત અનેક શાકભાજી અને ફળોના બીજ આ વિધિથી તૈયાર કરી શકાય છે.
ક્યાંથી લઈ શકાય છે તાલીમ?
દેશની અનેક સંસ્થાઓમાં તેની તાલીમ આપવામાં આવે છે. આ માટે સર્ટિફિકેટ લેવલથી લઈ ડીગ્રી લેવલના કોર્સ થતા હોય છે. ખેડૂતો નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી આ અંગે જાણકારી મેળવી શકે છે. શિમલા સ્થિત કેન્દ્રીય બટાકા સંશોધન કેન્દ્ર અને મેરઠ સ્થિત બટાકા સંશોધન કેન્દ્રમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. આ સાથે જ અનેક ખેડૂતો વ્યક્તિગત રીતે પણ તાલીમ આપવામાં આવે છે. જો કોઈ ખેડૂત ટિશ્યૂ કલ્ચરનો સેટઅપ લગાવવા ઈચ્છે છે તો સંશોધન કેન્દ્ર મદદ કરે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.