માર્કેટ વ્યૂ:આ સપ્તાહે ઇન્ફોસિસ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, ટાટા મોટર્સ, ગ્લેનમાર્ક ફાર્મામાં સુધારો જોવા મળી શકે છે

અમદાવાદ2 મહિનો પહેલા
 • બજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી માહોલ યથાવત્ રહેશે
 • રોકાણકારો તબક્કાવાર ફન્ડામેન્ટલ સ્ટોકમાં રોકાણ કરે

એક તબક્કે જોઈએ તો દરેક ઉછાળે વેચવાલી તો સામે ઘટાડે સ્ટોક સ્પેસિફિક ખરીદી તરફી માહોલ બની રહ્યો છે બજારના અમુક સ્થાનિક ફંડોએ લાર્જ કેપ શેરોમાં તેજી તરફી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્થાનિક મ્યુચલ ફંડોની રાહબરી હેઠળ હાઈ નેટવર્થ ધરાવતાં રોકાણકારોએ બજારમાં SIPનાં માધ્યમથી લિક્વિડિટી તરીકે નાણાં પ્રવાહ ઠાલવી રહ્યા છે. જેમ તેજીનો તબક્કો પૂરો થયો અને મંદી તરફી માહોલ જોવા મળ્યો તેવી રીતે મંદી અને મોંઘવારી પૂરી થતા જ તોફાની તેજીનો જુવાળ જોવા મળશે અને ત્યારે લાર્જ કેપ શેરો બજારનું પ્રતિનિધિત્વ કરશે. કંપનીનાં ફન્ડામેન્ટલ ક્યારેય મૃતપ્રાય થતાં નથી એ યાદ રાખો હાલમાં જે ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો છે ત્યારે તબક્કાવાર ફન્ડામેન્ટલ સ્ટોક માં રોકાણ કરવાનો આગ્રહ રાખો.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

 • ભારતી એરટેલ (673): ટેલિકોમ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.660 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.644ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.683થી રૂ.690નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.707 ઉપર તેજી તરફી ધ્યાન.
 • ટાટા મોટર્સ (409): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.397 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.388ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.423થી રૂ.430નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • ગ્લેનમાર્ક ફાર્મા (377): રૂ.363નો પ્રથમ તેમજ રૂ.350ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.388થી રૂ.404 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
 • વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ (217): હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.232થી રૂ.240ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ.202નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
 • રેઈન ઈન્ડસ્ટ્રીઝ (140): રૂ.133નો પ્રથમ તેમજ રૂ.127ના સપોર્ટથી પેટ્રોકેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.148થી રૂ.155 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
 • જમના ઓટો (110): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.102 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.117થી રૂ.122ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
 • ઇઝી ટ્રીપ પ્લાનર્સ (382): આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.363 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.393થી રૂ.404ના સંભવિત ભાવની શક્યતા છે.
 • ઓરિયનપ્રો સોલ્યુશન્સ (264): ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.247 આસપાસ રોકાણકારે રૂ.277થી રૂ.290ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.230 સ્ટોપલોસ ધ્યાને લેવો.

વૈશ્વિક પરિબળોની અસર ભારતીય બજાર પર રહેશે
ભારત ક્રૂડ ઓઇલ, પેટ્રોલ-ડીઝલ માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે અને તે ફુગાવો વધવા પાછળનું મુખ્ય કારણ પણ છે. ઉપરાંત કોલસાની અછતને કારણે ભારતમાં ફરી વીજ કટોકટી સર્જાવાની દહેશત પણ વ્યક્ત કરાઇ રહી છે તેમજ ભારત વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો વપરાશકાર અને આયાતકાર દેશ છે. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ ચાલુ નાણાંકીય વર્ષ માટેના કન્ઝયુમર પ્રાઇસ ઇન્ફ્લેશન એટલે કે રિટેલ ફુગાવાનો લક્ષ્યાંક વધારીને 6.7% નક્કી કર્યો છે, જે સંકેત આપે છે કે આગામી સમયમાં મોંઘવારી હજી વધી શકે છે અને કડક નાણાંકીય પગલાં લેવાઇ શકે છે અને વૈશ્વિક સ્તર પર થનારી અસર સીધી ભારતીય શેરબજાર પર પણ જોવા મળશે.

ફ્યુચર સ્ટોક સ્પેસિફિક ટેકનિકલ લેવલ

 • ઇન્ફોસિસ લિમિટેડ (1445): ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1420ના સપોર્ટથી ખરીદવાલાયક. ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.1460થી રૂ.1477નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ (1324): આ સ્ટોક રૂ.1303નો પ્રથમ તેમજ રૂ.1288 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1344થી રૂ.1350 સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે.
 • આઈસીઆઈસીઆઈ બેન્ક (714): 1375 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.696નો પ્રથમ તેમજ રૂ.688ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક. પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.727 થી રૂ.740 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
 • એચડીએફસી બેન્ક (1356): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1380 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1388ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1344થી રૂ.1330નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1393 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
 • હેવલ્સ ઇન્ડિયા (1110): રૂ.1147 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1160ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકાગાળે રૂ.1094થી રૂ.1080નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1173 ઉપર તેજી તરફી ધ્યાન.
 • સિપ્લા લિમિટેડ (935): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.950 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.963ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.919થી રૂ.909નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.970 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.

ભારત 3 લાખ કરોડ ડોલરની માર્કેટકેપ ક્લબમાંથી બહાર
મહામારી બાદ મોંઘવારી અને વ્યાજદરોમાં વૃદ્ધિ તેમજ વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજારની માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 2.99 લાખ કરોડ ડોલર આસપાસ છે, જે છેલ્લા 13 મહિનામાં સૌથી ઓછી છે. ચાલુ વર્ષની શરૂઆતમાં સૌથી વધારે માર્કેટકેપ ધરાવતા વૈશ્વિક બજારોની યાદીમાં ભારત પાંચમાં ક્રમે હતુ જ્યારે તાજેતરના ધોવાણને પગલે હાલ છઠ્ઠા ક્રમે આવી ગયુ છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીના પરિણામે ભારતીય શેરબજારની માર્કેટકેપમાં જાન્યુઆરીની 3.67 લાખ કરોડ ડોલરની ઉંચાઇથી અત્યાર સુધીમાં 676 અબજ ડોલરનું ધોવાણ થયુ છે. ચાલુ વર્ષે સેન્સેક્સ-નિફ્ટી તેમના ઉંચા સ્તરેથી અંદાજીત 18% જેટલા તૂટયા છે. 3 લાખ કરોડ ડોલરની માર્કેટકેપ ક્લબમાંથી માત્ર ભારત જ નહી પણ બ્રિટન, કેનેડા અને ફ્રાંસ પણ બહાર નીકળી ગયુ છે.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ

 • નિફ્ટી ફ્યુચર બંધ (15718): આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 15606 પોઇન્ટના પ્રથમ અને 15474 પોઇન્ટના મહત્વના સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 15808 પોઇન્ટથી 15878 પોઇન્ટ, 15909 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 15909 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ

 • બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ (33700): આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 33303 પોઇન્ટના પ્રથમ અને 33008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 33808 પોઇન્ટથી 34008 પોઇન્ટ, 34303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 34303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

આર્થિક મંદીની જોખમથી શેરબજારોમાં મોટુ કરેક્શન આવ્યુ
જર્મનીના બજારની માર્કેટકેપ બે લાખ કરોડ ડોલરની નીચે જવાની તૈયારી છે કારણ કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે યુરોપિયન શેરબજારો પણ દબાણ વધી રહ્યુ છે અને સપ્લાય ઘટતા મોંઘવારીની સમસ્યા સર્જાઇ રહી છે. ક્રૂડ ઓઇલમાં આવેલી તેજીનો લાભ મળતા સાઉદી અરબ સૌથી વધારે માર્કેટકેપ ધરાવતા વૈશ્વિક બજારોની યાદીમાં પાંચમાં ક્રમે પહોંચ્યુ છે અને તેની માર્કેટકેપ 15% વધી છે. મહામારી બાદ મંદીના ડામવા માટે દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહ્યા છે, જેના પગલે આર્થિક મંદીની જોખમ વધતા મોટાભાગના શેરબજારોમાં મોટુ કરેક્શન આવ્યુ છે.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્ય ભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...