તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:લદાખ સરહદે 10 મહિના પછી ભારત-ચીન વચ્ચે ડિસએંગેજમેન્ટ સમજૂતી; આ કોની જીત છે?

19 દિવસ પહેલાલેખક: લે.જનરલ (રિટા.) સતીશ દુઆ
 • કૉપી લિંક

ભારત-ચીન સરહદ પર 10 મહિનાથી જારી ટક્કર વચ્ચે ભારતીય સેનાએ એક વીડિયો જારી કર્યો, જેમાં જોવા મળતું હતું કે લદાખમાં બંને દેશ પોતપોતાની ટેન્ક પાછી હટાવી રહ્યા છે. તેના પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ સંસદમાં જાણકારી આપી હતી કે ભારત અને ચીન વચ્ચે પોતાની સેનાઓને પાછળ હટાવવા અંગે સહમતિ બની છે. તેમણે કહ્યું હતું કે બંને દેશોએ એપ્રિલ 2020થી પેગોંગ લેકના નોર્થ અને સાઉથ બેંક પર જે પણ કન્સ્ટ્રક્શન કર્યા છે, તેમને હટાવવામાં આવશે અને અગાઉની સ્થિતિ સર્જવામાં આવશે.

તમને યાદ હશે, ગત વર્ષે ચાઈનીઝ સૈનિકોએ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે LAC પર કેટલાક સ્થળો પર જબરદસ્તીથી કબજો કરવાની કોશિશ કરી હતી. તેનો ભારતીય સેનાએ વિરોધ કર્યો. તેના પછી બંને દેશોની સેનાઓ આમને સામને આવી ગઈ હતી. કેટલાક સ્થળોએ હિંસક અથડામણ થઈ હતી. લગભગ 45 વર્ષ પછી બંને દેશો વચ્ચે લોહિયાળ સંઘર્ષ જોવા મળ્યો, જેમાં બંને તરફથી અનેક જવાનો ઘાયલ પણ થયા. ત્યારબાદ ભારતે LAC પાસે અનેક ટોચ પર કબજો કર્યો. હવે બંને દેશોએ પાછા હટવાનો નિર્ણય લીધો છે તો આ પહેલની પ્રશંસા થવી જોઈએ. હાઈ એલ્ટીટ્યુડ પર બરફવર્ષા વચ્ચે, જ્યાં તાપમાન શૂન્યથી પણ નીચે જાય છે, ત્યાં સ્થિતિ બદથી બદતર થઈ શકે છે. બે પરમાણુ હથિયાર સંપન્ન પડોશી દેશો વચ્ચે ક્યારેક હિંસક સંઘર્ષ થઈ શકતો હતો.

ડિસએંગેજમેન્ટ પ્રોસેસ શું છે?
આ એક લાંહી પ્રક્રિયા હોય છે. જ્યારે બે દેશો વચ્ચે નક્કી થાય છે કે કોઈ પોસ્ટને ખાલી કરવાની છે તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આગળ વધે છે. શરૂઆતમાં એક દેશ પ્રથમ પોતાના એક કે તેથી વધુ બંકરો હટાવે છે. જેને બીજો દેશ વેરિફાઈ કરે છે. આ માટે સેટેલાઈટ ઈમેજ અને ડ્રોન દ્વારા ખેંચાયેલી તસવીરોની મદદ લેવામાં આવે છે. આ સાથે જ એ જગ્યાએ પેટ્રોલિંગ કરીને પણ વેરિફાઈ કરવામાં આવે છે કે સામેવાળાએ પોસ્ટ ખાલી કરી છે કે નહીં. પરંતુ આ વખતે એ નિર્ણય લેવાયો છે કે હાલ પેટ્રોલિંગ નહીં થાય, જેથી ફરીથી અથડામણ જેવી સ્થિતિ પેદા ન થાય.

જ્યારે એકવાર વેરિફાઈ થઈ જાય છે, ત્યારે બીજી સાઈડથી પણ અગાઉથી નક્કી કરાયેલી જગ્યાએથી બંકર પાછળ હટાવાય છે. આથી સમગ્ર પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે. આ દરમિયાન જો કોઈ અપ્રિય ઘટના બને તો આ પ્રોસેસ વધુ લાંબી થઈ જાય છે. તેના પછી આ વિવાદોને દૂર કરવા માટે હાઈ લેવલ મીટિંગ્સની પણ જરૂરિયાત રહે છે.

ગલવાનમાં પેટ્રોલિંગ દરમિયાન જ બગડી હતી સ્થિતિ
ગત વર્ષે લદાખની ગલવાન ખીણમાં 15-16 જૂનની રાતે ભારત-ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં આપણા 20 સૈનિકો શહીદ થયા હતા. ચીનના પણ 40 સૈનિકો માર્યા ગયા હતા. આ અથડામણનું કારણ વેરિફિકેશન પેટ્રોલિંગ જ હતું.

ડિસએંગેજમેન્ટતી કોની જીત થઈ?
બંનેમાંથી કોઈપણ દેશ કોઈપણ સમયે યુદ્ધ ઈચ્છતું નથી એ પણ ત્યારે કે જ્યારે દુનિયા એક મહામારી સામે લડી રહી છે. સૈન્ય, કૂટનીતિ અને રાજદ્વારી સ્તરો પર બંને વચ્ચે વાતચીત થતી રહી છે. આનું જ પરિણામ છે કે ચીનને પાછળ હટવું પડી રહ્યું છે. આ એક પ્રકારે ભારતની જીત છે, કેમકે ચીનની સેનાએ થોડી જગ્યાઓ પર પોતાની હાજરી સ્થાપિત કરવા વિચાર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો