તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અદાણીના સેક્ટરમાં અંબાણીની એન્ટ્રી:ગ્રીન એનર્જી માટે સ્પર્ધા કરવા જઈ રહ્યા છે ભારતના બે સૌથી અમીર બિઝનેસમેન, શું આ સેક્ટરમાં પણ જિયો જેવો જાદુ કરી શકશે રિલાયન્સ?

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અદાણીનું ફોક્સ ઈન્ફ્રાસ્ટ્રકચર અને યુટિલિટી સેક્ટર પર
  • અંબાણીનું ફોક્સ ટેલિકોમ અને રિટેલ સેક્ટર પર

જુલાઈ 2020ની વાત છે. અદાણી ગ્રીન એનર્જીને વિશ્વનો સૌથી મોટો પાવર પ્રોજેક્ટ લગાવવાનો કોન્ટ્રેક્ટ પ્રાપ્ત થયો. એના માટે કંપનીએ લગભગ 45,300 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ રીતે ટાટા પાવર સોલર સિસ્ટમને આ વર્ષે જાન્યુઆરી અને મેમાં બે સરકારી કોન્ટ્રેક્ટ મળ્યા.

ગ્રીન એનર્જી સેક્ટરમાં ઓછા પ્લેયર હોવાને કારણે આ કંપનીઓ માટે સરકારી કોન્ટ્રેક્ટ પ્રાપ્ત કરવા સરળ હતા, જોકે 24 જૂને રિલાયન્સ AGMમાં મુકેશ અંબાણીએ એવી જાહેરાત કરી કે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં હલચલ થઈ ગઈ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ગ્રીન એનર્જી બિઝનેસમાં ઊતરવાનો મેગા પ્લાન જણાવ્યો. એના માટે આગામી ત્રણ વર્ષમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. અદાણી ગ્રુપ પહેલેથી આ સેક્ટરમાં છે. રિલાયન્સની જાહેરાતથી અંબાણી અને અદાણીની વચ્ચે સીધી ટક્કર થવા જઈ રહી છે.

અહીં અમે તમને જણાવી રહ્યા છે કે ગ્રીન એનર્જી શું છે? અંબાણીના રોકાણથી આ સેક્ટરમાં શું ફેરફાર આવશે? અંબાણી આવવાથી અદાણીનો બિઝનેસ કઈ રીતે પ્રભાવિત થશે? શું ગ્રીન એનર્જી સેક્ટરમાં રિલાયન્સ જિયો જેવો જાદુ ચાલી શકશે?

ગ્રીન એનર્જી શું હોય છે?
ગ્રીન એનર્જી એવી ઊર્જાને કહેવામાં આવે છે, જે પ્રાકૃતિક સંસાધનોમાંથી મળે છે, જેવી કે તાપ, હવા કે પાણી. આ એનર્જીથી પર્યાવરણને નુકસાન થતુ નથી. ગ્રીન એનર્જીને રિન્યુએબલ એનર્જી પણ કહેવામાં આવે છે. ગ્રીન એનર્જીને એટલા માટે પ્રમોટ કરવામાં આવી રહી છે, કારણ કે એનાથી ફોસિલ ફ્યુલ એટલે કે કોલસા અને પેટ્રોલિયમની જેમ હાનિકારિક ગ્રીન હાઉસ ગેસ પેદા થતો નથી.

રિલાયન્સનો 75 હજાર કરોડનો મેગા પ્લાન

  • રિલાયન્સ 60 હજાર કરોડના ખર્ચે ગુજરાતના જામનગરમાં 4 ગીગા ફેક્ટ્રી બનાવશે. અહીં સોલર પેનલ, બેટરી, ગ્રીન હાઈડ્રોજન અને ફ્યુલ સેલ બનાવવામાં આવશે.
  • આ સિવાય 15 હજાર કરોડ રૂપિયા વેલ્યુ ચેન, પાર્ટનરશિપ અને ભવિષ્યની ટેક્નોલોજીમાં રોકવામાં આવશે. ગ્રીન એનર્જી બિઝનેસ માટે આગામી 3 વર્ષમાં કુલ રોકાણ 75 હજાર કરોડ હશે.
  • રિલાયન્સ 2030 સુધી 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માગે છે. રિલાયન્સ 2035 સુધી ઝીરો કાર્બન ટેગ ઈચ્છે છે.

શું અદાણીના રસ્તામાં આવશે અંબાણી?
અંબાણી અને અદાણી અત્યારસુધીમાં અલગ સેક્ટરમાં બિઝનેસ કરતા હતા. અંબાણીનું ફોક્સ ડેટા આધારિત કન્ઝ્યુમર બિઝનેસ પર રહ્યો છે, જેવા કે રિટેલ અને ટેલિકોમ. જ્યારે અદાણીનું ફોક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી સેક્ટર પર રહ્યું છે.

પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે રિલાયન્સ અને અદાણી ગ્રુપની વચ્ચે એક જ સેક્ટરમાં એક-બીજાથી આગળ નીકળવાની હરીફાઈ થશે. અદાણી ગ્રીન એનર્જીએ 2020-21માં 3184 કરોડ રૂપિયાની કમાણી કરી. કંપનીનો નેટ પ્રોફિટ 210 કરોડ રૂપિયા છે, જ્યારે અંબાણીએ હાલ આ સેક્ટરમાં એન્ટ્રી લેવાની જાહેરાત કરી છે.

હાલ રિલાયન્સ ઈ-કોમર્સ સેક્ટરમાં એમેઝોન અને વોલમાર્ટ સાથે લડી રહ્યું છે. જિયો ફોન નેક્સ્ટ લોન્ચ થયા પછી શાઓમી જેવા પ્લેયર્સને પડકારશે. 5G લોન્ચ થયા પછી હુવાઈ જેવા ગ્લોબલ પ્લેયર્સ સાથે મુકાબલો થશે. હવે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અદાણી સાથે અંબાણીની ટક્કર નક્કી છે. ગ્લોબલ પેટ્રોલિયમ કંપની, જેવી કે બીપી પીએલસી, સેવરોન અને ઓક્સિજન મોબિલે પણ સોલર એનર્જીના સેક્ટરમાં રોકાણની જાહેરાત કરી છે.

ગ્રીન એનર્જીમાં પણ રિલાયન્સ જિયો જેવો જાદુ?
ભારતમાં ગ્રીન એનર્જી હાલ ઘણા શરૂઆતના તબક્કામાં છે, જોકે વિશ્વ નવા સેક્ટરમાં પણ અંબાણીના આક્રમક વલણને જોઈ ચૂક્યું છે. પાંચ વર્ષમાં જ અંબાણીના ડિજિટલ સ્ટાર્ટઅપ જિયોએ 42 કરોડ સબ્સક્રાઈબર્સ એકત્રિત કર્યા છે. એના આવવાથી ભારતના અન્ય ટેલિકોમ ઓપરેટર્સ પણ દેવાળિયા થઈ ગયા છે.

રિલાન્સની જાહેરાતે એનર્જી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવ્યો છે, જેવો 2016માં જિયોના લોન્ચિંગથી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં થયો હતો. 2016માં લોન્ચિંગના 1 વર્ષમાં જ જિયો તેની સસ્તી ડેટા પ્રાઈસના કારણે વિશ્વની ટોપ મોબાઈલ કન્ઝ્યુમર બની હતી. રિલાયન્સની એન્ટ્રી પછી દર મહિને એક ભારતીયનું સરેરાશ ડેટા કન્ઝ્પ્શન 11 જીબીએ પહોંચી ગયું.

ઈન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા મુજબ, જિયોના રસ્તે ચાલતા અંબાણીનો ન્યૂ એનર્જી માટે 3-સ્ટેપ પ્લાન હશે...

1. નોલેજ અને ઈનોવેશન દ્વારા એક ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ બની. 2. એવું બિઝનેસ મોડલ, જેમાં ગ્રીન એનર્જીની માંગ વધે અને ખર્ચ ઘટે. 3. સામાનની ક્ષમતા, પ્રદર્શન અને લાઈફ સાઇકલમાં સુધારો કરવો.

2028 સુધી 37 લાખ કરોડ રોકાણની આશા
ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પોતાનો ફોક્સ શિફ્ટ કરનારી રિલાયન્સ ભારતની પ્રથમ કંપની નથી. 2019માં એપ્રિલથી ડિસેમ્બરની વચ્ચે પ્રાઈવેટ કંપનીઓએ 37000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ભારત રિન્યુએબલ સેક્ટર તકથી ભરેલું છે અને સતત પ્રગતિ કરી રહ્યું છે.

ફેબ્રુઆરી 2021 સુધીમાં દેશે 94.43 ગીગાવોટની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે, જેનાથી 2030 સુધી 450 ગીગાવોટ સુધી પહોંચવાનું લક્ષ્ય છે. 2014થી અત્યારસુધીમાં આ સેક્ટરને 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે. IBEFના જણાવ્યા મુજબ, 2028 સુધી 37 લાખ કરોડના રોકાણની આશા છે. 2040 સુધી 49 ટકા ઈલેક્ટ્રિસિટી રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે.