તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:પાકિસ્તાન-ચીન વિરૂદ્ધ ઈન્ડિયન એરફોર્સને વધુ શક્તિશાળી બનાવશે દેશમાં તૈયાર થયેલી પહેલી એન્ટી-રેડિએશન મિસાઈલ 'રૂદ્રમ', જાણો કઈ રીતે?

10 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક
 • મિસાઈલનું નામ સંસ્કૃત શબ્દ રૂદ્રમ છે- જેનો અર્થ છેઃ તમામ દુખ દુર કરનારું
 • આ સ્વદેશી એન્ટી-રેડિએશન મિસાઈલ દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવશે

ભારતે 9 ઓક્ટોબરનાં રોજ પહેલી સ્વદેશી એન્ટી-રેડિએશન મિસાઈલ રૂદ્રમનું ટેસ્ટ કરાયું, જે સફળ રહ્યું. આ મિસાઈલ ઈન્ડિયન એરફોર્સ માટે બનાવવામાં આવી છે. આ ટેસ્ટ સુખોઇ-30 એમકેઆઇ જેટથી ઓરિસ્સાના બાલાસોર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પર કરવામાં આવ્યું.

આ મિસાઈલને ભારતીય પરંપરાને કાયમ રાખત સંસ્કૃત શબ્દ રૂદ્રમ નામ આપવામાં આવ્યું છે, કેમકે તેમાં ARM (એન્ટી-રેડિએશન મિસાઈલ) પણ સામેલ છે. આ શબ્દના અનેક અર્થ છે. જેમાં એક અર્થ દુખોને દૂર કરનારું છે. રૂદ્રમ મિસાઈલ હવાઈ યુદ્ધમાં દુખી કરનારા દુશ્મનના રડારને ઉડાવીને પોતાના નામને યોગ્ય સાબિત કરી શકે છે.

આવો જોણીએ, શું છે રૂદ્રમ? હવાઈ યુદ્ધમાં કઈ રીતે આ મિસાઈલ ઈન્ડિયન એરફોર્સ માટે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે?

આ એન્ટી-રેડિએશન મિસાઈલ શું હોય છે?

 • આ એન્ટી-રેડિએશન મિસાઈલ દુશ્મનના એર ડિફેન્સ રડારને ડિટેક્ટ, લોકેટ અને તબાહ કરે છે. સામાન્ય રીતે આ મિસાઈલ્સને સ્પેશિયાલિસ્ટ એરક્રાફ્ટ સાથે જોડવામાં આવે છે કે જેથી SEAD (સપ્રેશન ઓફ એનીમી એર ડિફેન્સ એટલે કે દુશ્મનના એર ડિફેન્સને નષ્ટ કરવાનું) મિશનમાં ઉપયોગ લેવામાં આવી શકે છે.
 • આ માત્ર રડારને જ ડિટેક્ટ નથી કરતી, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમને અન્ય કમ્પોનેન્ટ્સ કોમ્યુનિકેશન એસેટ્સ અને અન્ય રેડિયો ફ્રીકવન્સી સોર્સેસને પણ ડિટેક્ટ કરીને નુકસાન કરી શકે છે. મિસાઈલમાં ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ હોય છે, જે કોમ્પ્યુટરાઈઝ્ડ હોય છે અને ઓબ્જેક્ટની પોઝિશન મુજબ બદલાતું રહે છે. સાથે જ સેટેલાઈટ-બેઝ્ડ જીપીએસ સાથે પણ જોડાયેલી હોય છે.
 • ડીઆરડીઓના અધિકારીઓનું કહેવું છે કે રૂદ્રમ મિસાઈલે એક વખત ટાર્ગેટ લોક કર્યુ તો તે રેડિએશન સોર્સ બંધ થયા બાદ પણ સટીકતાથી સાથે તેને નિશાન બનાવી શકે છે. જેનાથી 500 મીટરથી 15 કિમીની ઉંચાઈથી લોન્ચ કરવામાં આવી શકે છે. તેમાં ટાર્ગેટને લોન્ચ કરતાં પહેલાં અને બાદમાં લોક કરવાની સુવિધા છે.

રૂદ્રમને કઈ રીતે ડેવલપ કરવામાં આવ્યું છે?

 • રૂદ્રમ એર-ટૂ-સરફેસ મિસાઈલ છે, જેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ બનાવ્યું છે. ડીઆરડીઓએ એન્ટી-રેડિએશન મિસાઈલ બનાવવાનું કામ આઠ વર્ષ પહેલાં શરૂ કર્યુ હ તું. જેના માટે ડીઆરડીઓની અલગ-અલગ ફેસિલિટીની સાથે જ એરફોર્સ અને હિંદુસ્તાન એરોનોટિક્સને પણ જોડવામાં આવ્યું હતું.
 • હાલ તેને સુખોઇ-30 MKIથી ટેસ્ટ કરવામાં આવ્યું છે. તેને રફાલ જેવા અન્ય ફાઈટર જેટ્સ સાથે પણ જોડવામાં આવી શકે છે. જો કે, મિસાઈલને ઘણાં જ કોમ્પ્લેક્સ અને સેન્સિટિવ ફાઈટર જેટ્સથી લોન્ચ કરવામાં આવી શકે છે, જેને બનાવવામાં અનેક પડકારો પણ આવ્યા છે.

હવાઈ યુદ્ધમાં તેનું હોવું કેટલું મહત્વપૂર્ણ છે?

રૂદ્રમને SEAD મિશનની ક્ષમતાને ઉત્કૃષ્ટ બનાવવા માટ તૈયાર કરાયું છે. આ રીતે આ મિશન સામાન્ય રીતે દુશ્મનની રડારને તબાહ કરવા તેમજ આપણાં વિમાનોની મારક ક્ષમતાને વધારવાની સાથે જ તેની સરવાઈવલ વધારવામાં મદદ કરે છે. દુશ્મનના વોર્નિગ રડાર, કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ, રેડિય ફ્રીકવન્સીનો ઉપયોગ કરનારી સર્વિલાંસ સિસ્ટમ તેમજ એન્ટી-એરક્રાફ્ટ હથિયારોથી કનેક્ટેડ કોમ્યુનિકેશન સિસ્ટમને તબાહ કરવાનું કોઈ પણ યુદ્ધમાં જીતની પહેલી સીડી માનવામાં આવે છે.

શું ચીન અને પાકિસ્તાન વિરૂદ્ધ રૂદ્રમ આપણી સ્થિતિને મજબૂત કરશે?

 • એક્સપર્ટ્સની વાત માનવામાં આવે તો ચીન અને પાકિસ્તાન માટે આ કોઈ મોટી ચિંતાનો વિષય ન હોય શકે. ચીન પાસે પહેલેથી જ આ પ્રકારની મિસાઈલ્સ છે. જો કે, એ વાત યથાર્થ છે કે આ સિસ્ટમ ભારતને હવાઈ યુદ્ધમાં વધુ શક્તિશાળી બનાવી દેશે. આ પહેલાં પણ ડીઆરડીઓએ પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે અનેક ટેસ્ટ કર્યા છે.
 • જેમાં સ્વદેશી હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ (HSTDV), વિસ્તારિત રેન્જવાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (400-કિમીની રેન્જ), પરમાણુ હથિયાર લઈ જવામાં કેપેબલ શોર્ય બેલેસ્ટિક મિસાઈલ (750-1,000 કિમી), લેઝર-ગાઈડેડ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ અને સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોરપીડો (SMART) હથિયાર સિસ્ટમ સામેલ છે.

શું ભારત એન્ટી-રેડિએશન મિસાઈલ બનાવનારો પહેલો દેશ છે?

 • ના, અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ઈરાનની પાસે પહેલેથી જ પોતાની એન્ટી-રેડિએશન મિસાઈલ છે. અમેરિકાની પાસે 35 વર્ષથી AGM-88 HARM છે. આ એર ક્રૂથી ઓછામાં ઓછા ઈનપુટની સાથે રડાર એન્ટિનાને તબાહ કરે છે.
 • બ્રિટિશ રોયલ એરફોર્સની એર-લોન્ચ એન્ટી રેડિએશન મિસાઈલ (ALARM)નો ઉપયોગ પણ દુશ્મન વિરૂદ્ધ SEAD મિશનમાં થાય છે. સોવિયત મિસાઈલ kh-58ની રેન્જ 120 કિમીની છે અે તેમાં સ્પેસિફિક એર ડિફેન્સ રડારને ટાર્ગેટ કરવાની ક્ષમતા છે.
 • તાઈવાનની sky કે TC-2 એક મીડિયમ રેન્જ રડાર ગાઈડેડ એર-ટૂ-એર મિસાઈલ છે, જે મલ્ટીપલ ટાર્ગેટ્સને નિશાન બનાવી શકે છે. ઈરાન નેવીની Hormuz-2 બેલેસ્ટિક એન્ટી-રેડિએશન મિસાઈલ સમુદ્રમાં દુશ્મનને તબાહ કરવામાં સક્ષમ છે. જેની રેન્જ લગભગ 300 કિમી રેન્જની છે.
 • ચીને AEW અને AWACS ટાર્ગેટ્સથી મુકાબલો કરવા માટે FT-2000 સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમ HQ-9 પર આધારીત છે, જે S-300 PMUથી સંચાલિત હોય છે. આ એન્ટી-રેડિએશન મિસાઈલની માર્કેટિંગ પાકિસ્તાન સહિત અનેક દેશમાં કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...