તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શું તમને ખબર છે કે અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીમાં દર 5માંથી 1 ભારતીય છે? આવું અમે નથી કહેતા પણ ઓપન ડોર્સનો રિપોર્ટ કહે છે. રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં 10 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં આશરે 20% ભારતીય છે.
એટલું જ નહિ પણ અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં 50%થી વધારે ભારત અને ચીનના છે. એટલે કે અહિ ભણતો દર બીજો વિદેશી ભારત કે ચીનનો છે. જો કે, એ ગયા વર્ષની સરખામણીએ અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીની સંખ્યા 9 હજાર ઘટી ગઈ છે.
વિદેશમાં અભ્યાસ કરનારા પર કોરોનાએ ખરાબ અસર પાડી
આ વર્ષની શરુઆતમાં જ્યારે કોરોના દુનિયામાં ફેલાવાનો શરુ થયો, તો આખી દુનિયામાં યુનિવર્સિટીએ વર્ચ્યુઅલ ક્લાસ શરુ કર્યા. ફેબ્રુઆરીની શરુઆતમાં ઘણા દેશોએ ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર પ્રતિબંધ મૂકી દીધો. તો ઘણા દેશોએ વિઝા અટકાવ્યા. તેની સૌથી ખરાબ અસર વિદેશ જઈને ભણતા વિદ્યાર્થીઓ પર પડી.
ઓપન ડોર્સના 2019-20 રિપોર્ટમાં ભારતથી અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ આંકડાં કોરોનાટાઈમ પહેલાના છે. તેવામાં કોરોના પછી આ તેમાં હજુ વધારે ઘટાડો આવે તેવી શક્યતા છે. આઈસ્કૂલ કનેક્ટના એક સર્વેમાં ખબર પડી છે કે કોરોના પછી પણ દેશમાં દર 100માંથી 91 વિદ્યાર્થીઓ વિદેશ જઈને ભણવા ઈચ્છે છે.
જો કે, હવે વિદ્યાર્થીઓ અમેરિકા અને કેનેડા જેવા દેશમાં જવાને બદલે ન્યૂ ઝીલેન્ડ, આયર્લેન્ડ અને જર્મની જેવા દેશોમાં જઈને ભણવા માગે છે. આઈસ્કૂલ કનેક્ટના હેડ ઓફ સ્ટુડન્ટ સક્સેસ એન્જલ અહમદે કહ્યું કે, 2020ની શરુઆતથી જ વિદેશ જઈને ભણવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થવા લાગી હતી. દુનિયાની દરેક યુનિવર્સિટી ઓનલાઈન એજ્યુકેશન તરફ ગઈ. જો કે, ઘણા અભ્યાસમાં ઓનલાઈન એજ્યુકેશન શક્ય નથી. આથી હવે કોલેજ-યુનિવર્સિટી પ્રયત્નો કરી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓને ફરીથી કેમ્પસમાં બોલાવીને અભ્યાસ કરાવે. જો કે, કોરોના સમયમાં અહમદ ઓનલાઈન અભ્યાસને જ યોગ્ય માને છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.