ભાસ્કર ઓપિનિયનઈન્ડિયા VS ભારત:શહેરની ઝડપથી દોડતી જિંદગીએ શું આપણી સંવેદનાઓને પાછળ તો નથી છોડી દીધી ને?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમુક ઘટનાઓ જે ગત સપ્તાહે બની છે, એ માનવતાનું વરવું રૂપ બતાવે છે. આપણા બદલાતા સ્વભાવ અને ગુસ્સાને દર્શાવે છે, સાથે ગામડું અને ગરીબ તેમજ શહેર તથા અમીરની વ્યાખ્યાને પણ વ્યક્ત કરે છે.

પ્રથમ ઘટના ગુરુગ્રામની છે, જ્યાં એક બિલ્ડિંગની લિફ્ટમાં 4 મિનિટ ફસાઈ ગયેલી ધનવાન વ્યક્તિએ સિક્યોરિટી ગાર્ડ્સને ખરાબ રીતે માર માર્યો. આ ગાર્ડે જ તેને લિફ્ટમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.

બીજી ઘટના નોઈડાની છે, જ્યાં એક સોસાયટીના ગેટ પર આવેલી મહિલા વકીલે ગેટમેનને ખરાબ રીતે માર્યો. વાસ્તવમાં આ જાણીતી મહિલા વકીસની કાર અંદર આવવા દેતાં પહેલાં આ ગેટમેન નામ અને સરનામું પૂછી રહ્યો હતો.

ત્રીજી ઘટના રાંચીની છે. અહીં એક પૂર્વ આઈએએસની પત્ની અને ભાજપનેતા સીમા પાત્રાએ એક આદિવાસી મહિલા સહાયક ત્રણ વર્ષ પોતાના ઘરમાં કેદ રાખી હતી. તેને માર મારતી હતી અને જીભથી ટોઈલેટ સાફ કરાવતી હતી.

આ બધી ઘટના અંગે તમે શું કહેશો? શું આ ગામડું અને શહેરનો ભેદ નથી? શું ભારત અને ઈન્ડિયામાં કોઈ તફાવત છે? શું આ ભારત VS ઈન્ડિયાની લડાઈ છે? નિશ્ચિતપણે કહી શકાય કે શહેરોએ ગામની સાદગીભરી સુંદરતાને ક્યારેય જોઈ જ નથી.

દસમા કે બારમાં માળે ટીંગાયેલા શહેરના લોકો કદાચ જાણતા નથી કે તડકાનો એક ટૂકડો આંગણાના એક ખૂણામાંથી સરકતો ક્યારે જતો રહે છે એનો ખ્યાલ જ આવતો નથી. તેમની સાંજ તો આ પગથિયાં ચડ-ઊતર કરવામાં જ થઈ જાય છે. સિમેન્ટ કોંક્રીટનાં જંગલોમાં રહેતા બિચારા આ લોકો એ પણ નહિ જાણતા હોય કે 36 કરોડ દેવી-દેવતાનો, જેમાં વાસ માનવામાં આવે છે એ પીપળાના વૃક્ષને કેમ પૂજવામાં આવે છે.

ઊંચાં ઊંચાં બિલ્ડિંગોમાં રહેનારા લોકોને શું ખબર કે વરસાદ આવે એ પહેલાં શું શું તૈયારી કરવાની હોય છે. દીવાલની તિરાડોને કેવી રીતે બંધ કરાય છે? કેવી રીતે આંગણામાં લીપણ કરાય છે. બારીમાં જે છાજલી હોય એ કેટલું આરામદાયક હોય છે. આ બધી સંવેદનાઓ જે ગામડાંમાં રહી ગઈ છે એ હવે યાદ રહે છે, કારણ કે અમે ગામડાંના લોકો વરસાદ પહેલાંની તૈયારી નથી કરતા એટલા માટે આપણે ગમતા નથી. એટલા માટે આપણો સ્વાદ જતો રહ્યો છે. આજ કારણથી ગામડાં અને ગરીબો પ્રત્યે આપણી સંવેદના જતી રહી છે.

આજે કહેવાય રહ્યું છે કે આપણે સંવેદનાહીન બની ગયા છીએ. 10 મરે કે 50, અખબારમાં છપાયેલા આ સમાચારોને વાંચી લઈએ છીએ. ગામડાંની વ્યક્તિ પોતાની બીમાર પુત્રીને ખોળામાં લઈને આમ તેમ ડોક્ટરને શોધતી હોય છે, તેને ખ્યાલ નથી કે ખોળામાં જ પુત્રીએ ક્યારે અંતિમશ્વાસ લઈ લીધો. આ સમયે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આપણે સંવેદના ગુમાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...