• Gujarati News
  • Dvb original
  • India Taiwan Relation Three Decades Old Relations But Diplomatic Relations Did Not Develop Due To China's One China Policy

ભારત-તાઈવાનના સંબંધો:ત્રણ દાયકા જૂના સંબંધો પરંતુ ચીનની વન ચાઈના પોલિસીના કારણે ના બન્યા ડિપ્લોમેટિક સંબંધો

15 દિવસ પહેલા

ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં અત્યારે જોઈએ તેટલા સરળ નથી. આ દરમિયાન ભારતે તાઈવાન સાથેના સંબંધો જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. 2020માં ગલવાન વિવાદ પછી ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાના તે સમયના સંયુક્ત સચિવ ગૌરાંગલાલ દાસને તાઈવાનમાં એમ્બેસેડર તરીકે નિમણૂક કર્યા છે.

અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે તાઈવાન મુલાકાતે પહોંચ્યા છે. નેન્સી પેલોસીની આ મુલાકાતના કારણે ચીન ગુસ્સે થઈ ગયું છે. માનવામાં આવે છે કે, અમેરિકન પેલોસીની આ મુલાકાતના કારણે અમેરિકા અને ચીનના સંબંધોમાં તણાવ વધી શકે છે. બીજી બાજુ ભારતની આ સમગ્ર સ્થિતિ પર નજર છે, જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખાસ નિવેદન આપવામાં આવ્યું નથી.

આમ તો ભારતના તાઈવાન સાથે 3 દાયકાના સંબંધો છે પરંતુ તેમ છતાં ભારતે હજી સુધી તાઈવાન સાથે કોઈ ડેપિલોમેટિક સંબંધો બનાવ્યા નથી, કારણકે ભારત ચીનની વન ચાઈના પોલિસીને સમર્થન કરે છે. જોકે ડિસેમ્બર 2020માં તે સમયના વડાપ્રધાન વેન જિયાબાઓએ ભારતની મુલાકાત લીધી હતી ત્યારે નવી દિલ્હીમાં બંને દેશોના સંયુક્ત નિવેદનમાં ચીનની વન ચાઈના પોલિસીના સમર્થનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો.

શું છે ભારતની તાઈવાન માટેની નીતિ?
ભારત સરકારે ડિસેમ્બર 2021માં સંસદમાં ભારતના તાઈવાન સાથેના સંબંધોનો ખુલાસો કર્યો હતો. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધને જણાવ્યું હતું કે, તાઈવન વિશે ભારતની નીતિ સ્પષ્ટ અને સુસંગત છે. ભારત તાઈવાન સાથેના વેપાર, રોકાણ, ટૂરિઝમ અને શિક્ષણ ક્ષેત્રના સંબંધો વઘારશે.

શું તાઈવાન સાથેના ભારતના સંબંધો ગાઢ બની રહ્યા છે?

  • 2014માં વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા ત્યારે તેમણે તેમના શપથ સમારોહમાં તિબ્બતી પ્રશાસનના અધ્યક્ષ લોબસંગ સાંગે સાથે તાઈવાનના એમ્બેસેડર ચુંગ-ક્વાંગ ટીએનને પણ તેમના શપથ ગ્રહણમાં આમંત્રિત કર્યા હતા. વન ચાઈના પોલિસીનું પાલન કરીને ભારતે રાજકિય કાર્યો માટે તાઈપેમાં એક ઓફિસમાં બનાવી છે. અહીં ભારત-તાઈપે એસોસિયેશન (ITA)નું નેતૃત્વ કરે છે. તાઈવાનનું નવી દિલ્હીમાં તાઈપે આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. તેની સ્થાપના 1995માં થઈ છે.
  • ભારત અને તાઈવાનના સંબંધ વાણિજ્ય, સાંસ્કૃતિક અને શિક્ષણ પર કેન્દ્રીત છે. જોકે ચીનની સંવેદનશીલતાને કારણે અત્યાર સુધી આ વિસ્તારોને લો-પ્રોફાઈલ જ રાખવામાં આવ્યા છે. ચીન અને ભારત વચ્ચે ડોકલામ વિવાદ પછી ભારત અને તાઈવાન વચ્ચે સંસંદીય પ્રતિનિધિમંડળની મુલાકાત અને ધારાસભ્ય સ્તરીય સંવાદ 2017માં બંધ થઈ ગયો છે.
  • જોકે છેલ્લાં કેટલાક સમયથી ચીન સાથેના તણાવપૂર્ણ સંબંધોના કારણે ભારતે તાઈવાન સાથે તેમના સંબંધો સાચવવાનો પ્રયત્ન કર્યો છે. 2020માં ગલવાનમાં થયેલા વિવાદ પછી ભારતે વિદેશ મંત્રાલયમાં અમેરિકાના સંયુક્ત સચિવ ગૌરાંગલાલ દાસને તાઈવાનમાં એમ્બેસેડર નિયુક્ત કર્યા છે. મે 2020માં બીજેપીએ તેમના બે સાંસદો મીનાક્ષી લેખી અને રાહુલ કસવાનને તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનના શપથ ગ્રહણમાં વર્ચ્યુલી સામેલ થવા કહ્યું હતું.
  • ઓગસ્ટ 2020માં ભારતે તાઈવાનના પૂર્વ રાષ્ટ્રપતિ લી તેંગના મોત વખતે તેમને મિ. ડેમોક્રેસી ગણાવ્યા હતા. આ ચીનને એક મહત્વનો મેસેજ આપવાનો પ્રયત્ન ગણાવવામાં આવ્યો હતો. ભારત આ વિશે ખૂબ સતર્ક છે અને તેથી જ ભારત દ્વારા તાઈવાન વિશે પોલિટીકલ સ્ટેટમેન્ટ આપવામાં આવતા નથી. લી તેંગના શાસન દરમિયાન જ ભારતે 1995માં ભારત-તાઈપે એસોસિયેશન (ITA)ની સ્થાપના કરી હતી. 1996માં લી તેંગ તાઈવાનના પહેલાં પ્રત્યક્ષ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બીજા કાર્યકાળ માટે ચૂંટાયા હતા.

શું છે વન ચાઈના પોલિસી?
પીપ્લસ રિપબ્લિક ઓફ ચાઈના એટલે કે PRC વર્ષ 1949માં અસ્તિતિવમાં આવ્યું હતું. તેને સામાન્ય રીતે ચીન કહેવામાં આવે છે. તેના અંતર્ગત મેનલેન્ડ ચીન અને હોંગકોંગ-મકાઉ જેવા બે અન્ય વિસ્તાર આવે છે. જ્યારે રિપબ્લિક ઓફ ચાઈના એટલે કે ROCનું વર્ષ 1911થી 1949 વચ્ચે ચીન પર કબજો હતો. પરંતુ હવે તેમની પાસે તાઈવાન અને અન્ય દ્વીપ છે. તેને સામાન્યરીતે તાઈવાન કહેવામાં આવે છે.

  • વન ચાઈના પોલિસીનો અર્થ ચીનની એવી નીતિ છે જે પ્રમાણે ચીન નામનું એક જ રાષ્ટ્ર છે અને તાઈવાન કોઈ અલગ દેશ નથી, પરંતુ ચીનનો જ એક વિસ્તાર છે.
  • આ નીતિ અંતર્ગત ચીનનું કહેવું છે કે, દુનિયાના જે દેશો PRC સાથે રાજકિય સંબંધો ઈચ્છે છે તેને ROC એટલે કે તાઈવાન સાથે બધા ઓફિશિયલ સંબંધો તોડવા પડશે.
  • આમ રાજકિય નીતિમાં એવું જ માનવામાં આવે છે કે, ચીન એક જ છે અને તાઈવાન તેનો હિસ્સો છે.

અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ફરી એકવાર અમેરિકા અને ચીન સામસામે આવી ગયા છે. ચીને નેન્સીની આ વિદેશ યાત્રાનો વિરોધ નોંધાવ્યો છે. પેલોસીની આ યાત્રા ચીન માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે. વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે ચીને દક્ષિણ ચીન સાગર પર તાઈવાન સ્ટ્રેટમાં યુદ્ધભ્યાસ શરૂ કરી દીધો છે. ચીને આ વિસ્તારમાં પેસેન્જર્સ ફ્લાઈટ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી બાજુ અમેરિકાએ તાઈવાનથી સીધા જાપાન અને તેમના નિયંત્રણ વાળા ગુઆમ દ્વીપ પર ફાઈટર જેટ તહેનાત કર્યા છે.

ચીને અમેરિકાને આપી ધમકી
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું છે કે, ચીન અને સંયુક્ત રાજ્ય અમેરિકા દરેક સ્તર પર અને દરેક ચેનલોના માધ્યમથી એક બીજાના સંપર્કમાં છે. ચીને વારંવાર સ્પષ્ટ રીતે અમેરિકન નેન્સી પેલોસીની તાઈવાન યાત્રાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમને આશા છે કે, અમેરિકન અધિકારી આ મુદ્દાના મહત્વ, સંવેદનશીલતા અને જોખમને સ્પષ્ટ રીતે સમજશે.
પેલોસીની યાત્રા વિશે ચીની પ્રવક્તાએ કહ્યું હતું કે, પેલોસીની તાઈવાન મુલાકાતથી ચીનની સંપ્રભુતા અને સુરક્ષાના હિતોમાં જે નુકસાન થશે તેની કિંમત અમેરિકાએ ચૂકવવી પડશે. નોંધનીય છે કે, પેલોસીની તાઈવાન મુલાકાત વિશે ચીને વાંરવાર ચેતવણી આપી હતી. ચીન ઘણાં સમયથી તાઈવાન પર તેમનો દાવો કરે છે. જ્યારે અમેરિકાએ સોમવારે કહ્યું હતું કે,તેઓ ચીનની ધમકીથી ડરશે નહીં.

અન્ય સમાચારો પણ છે...