તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • India Ranks First In Terms Of Highest Internet Shutdowns, Last Year 89,927 Hours Of Net Shutdown, Resulting In A Loss Of Rs 20,000 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:સૌથી વધુ ઇન્ટરનેટ બંધ કરવાના મામલામાં ભારત પ્રથમ સ્થાને, ગત વર્ષે 8927 કલાક બંધ રહ્યું નેટ, જેનાથી 20 હજાર કરોડનું નુકસાન

18 દિવસ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

ઈન્ટરનેટના ઉપયોગ પર ગત વર્ષે 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો આવ્યો હતો. આ નિર્ણય કાશ્મીરમાં ઈન્ટરનેટ શટડાઉન વિરુદ્ધ થયેલી અરજી પર આવ્યો હતો. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટના ઉપયોગને બંધારણના આર્ટિકલ-19 અંતર્ગત જન્મસિદ્ધ અધિકાર માનવામાં આવ્યો હતો, સાથે જ એવું પણ કહ્યું હતું કે લાંબા સમય સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવો મૌલિક અધિકારોનું હનન છે.

પરંતુ એક સત્ય એ પણ છે કે ભારત દુનિયાનો પહેલો દેશ છે, જ્યાં ઈન્ટરનેટ પર સૌથી વધુ કલાકો સુધી પ્રતિબંધ લાગેલો જોવા મળ્યો. ડિજિટલ પ્રાઈવેસી અને સાઈબર સિક્યોરિટી પર કામ કરનારી ટોપ-10 વીપીએન વેબસાઈટે વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, 2020માં આપણા દેશમાં 8 હજાર 927 કલાક સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહ્યો. આ પ્રતિબંધથી દેશને 20 હજાર કરોડ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન પણ સહન કરવું પડ્યું છે. સૌથી વધુ કલાકો સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાના મામલે ભારત દુનિયામાં પહેલા નંબરે છે. 2019માં ત્રીજા નંબરે હતું. 2019માં દેશમાં 4 હજાર 196 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું હતું.

માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ 8,799 કલાક સુધી ઈન્ટરનેટ બંધ

 • 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ 25 જાન્યુઆરીથી કાશ્મીરમાં 2G ઈન્ટરનેટ શરૂ કરવામાં આવ્યું. જોકે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ યથાવત્ રહ્યો. 4 માર્ચે સરકારે આ પ્રતિબંધને પણ હટાવી દીધો. ત્યાં હાલ પણ 2G ઈન્ટરનેટ જ ચાલે છે.
 • ટોપ-10 વીપીએનનો રિપોર્ટ જણાવે છે કે 2020માં જમ્મુ કાશ્મીરમાં 8 હજાર 799 કલાક સુધી ઈન્ટરનેટ પ્રભાવિત રહ્યું, જેમાંથી એક હજાર 527 કલાક સુધી તો ઈન્ટરનેટ સંપૂર્ણ રીતે બેન રહ્યું, જ્યારે 7 હજાર 272 કલાક સુધી ઈન્ટરનેટ પ્રભાવિત રહ્યું, એટલે કે ત્યાં ઈન્ટરનેટ માત્ર ચાલવા ખાતર જ ચાલ્યું. જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ હોવાને કારણે 2.7 અબજ ડોલર એટલે કે 20 હજાર 317 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
 • જમ્મુ-કાશ્મીર ઉપરાંત 2020માં અરુણાચલ, મણિપુર અને મેઘાલયનાં કેટલાં ક્ષેત્રોમાં પણ 128 કલાક સુધી ઈન્ટરનેટ બંધ રહ્યું, જેનાથી આ ત્રણ રાજ્યને લગભગ 54 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ભારત પછી મ્યાનમાર બીજા નંબરે, પરંતુ નુકસાન બેલારુસને વધુ

 • આ રિપોર્ટ મુજબ, સૌથી વધુ કલાક સુધી ઈન્ટરનેટ બંધ કરવાના મામલે ભારત પછી મ્યાનમાર બીજા નંબરે અને ચાડ ત્રીજા નંબરે રહ્યાં. મ્યાનમારમાં 8 હજાર 808 કલાક અને ચાડમાં 4 હજાર 608 કલાક સુધી ઈન્ટરનેટ બંધ રહ્યું, જેમાંથી મ્યાનમારને 1,400 કરોડ અને ચાડને 170 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
 • પરંતુ નુકસાનના મામલે બેલારુસ ભારત પછી બીજા નંબરે છે. બેલારુસમાં 2020માં 218 કલાક સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહ્યો, જેનાથી તેમને લગભગ અઢી હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું.
 • ઈન્ટરનેટ પર પ્રતિબંધને કારણે સૌથી વધુ નુકસાન સહન કરનારા 5 દેશમાં ભારત અને બેલારુસ ઉપરાંત યમન, મ્યાનમાર અને અઝરબૈજાન સામેલ છે. આ પાંચ દેશમાં 27 હજાર કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે.

ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાડવા પાછળ શું કારણ રહ્યું?

 • ગત વર્ષે દુનિયાના 21 દેશમાં 27 હજાર 165 કલાક સુધી ઈન્ટરનેટ પર રોક રહી. જેમાંથી 21 હજાર 613 કલાક ઈન્ટરનેટ પર અને 5 હજાર 552 કલાક સોશિયલ મીડિયા પર પ્રતિબંધ રહ્યો, જેનાથી આ દેશોને 30 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
 • રિપોર્ટ મુજબ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ પાછળ બે સૌથી મોટાં કારણો હતાં, જેમાં પહેલું રાજકીય હતું અને બીજું કારણ તણાવની સ્થિતિ. એમાં પણ સૌથી વધુ 11 હજાર 970 કલાક સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ તણાવની સ્થિતિને કારણે જ રહ્યું.

ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાના મામલે ભારત સૌથી આગળ
ડિજિટલ રાઈટ્સ પર કામ કરનારી સંસ્થા એક્સેસ નાઉના 2019નો રિપોર્ટ જણાવે છે કે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાના મામલે ભારત દુનિયામાં સૌથી આગળ છે. 2019માં ભારતમાં 121 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. 2018માં ભારત પહેલા નંબરે જ હતું. એ વર્ષે 134 વખત ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ બંધ કરવાના મામલે વેનેઝુએલા બીજા નંબરે હતું, જ્યાં 2019માં માત્ર 12 વખત ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો.

ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાડવાને લઈને શું કહે છે ભારતીય કાયદો?
CRPC 1973 અને ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 અંતર્ગત સરકારી એજન્સીઓને ભારતનાં રાજ્યો કે જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસીઝ (પબ્લિક ઈમર્જન્સી કે પબ્લિક સેફ્ટી) રુલ્સ 2017ના આધારે પણ સરકાર ટેલિકોમ કંપનીઓને પોતાની સેવાઓ સસ્પેન્ડ કરવાનું પણ કહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser