ભારત-પાક. બોર્ડર પાસે ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે:પોલીસ અને BSFનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતા પણ અંડરકવર ભાસ્કર રિપોર્ટરે સરળતાથી ડ્રગ્સ ખરીદ્યું

11 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક
  • મારા હાથમાં સફેદ પાઉડરની એક પડીકી હતી, જે મેં 100થી વધુ રૂપિયામાં સરળતાથી મેળવી લીધી

વર્ષ 2016માં એક ફિલ્મ ઉડતા પંજાબ આવી હતી. તેનું નિર્દેશન અભિષેક ચૌબેએ કર્યું હતું. જેમાં પંજાબના અનેક જિલ્લાઓમાં ડ્રગ્સનો કારોબાર અને તેનાથી સમગ્ર પેઢી પ્રભાવિત થઈ રહી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ફિલ્મે પોલિટિકલ કોરિડોરમાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ડ્રગ્સનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. એટલું જ નહીં સરકાર પણ બદલાઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસે વચન આપ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ ડ્રગ્સ પર પ્રતિબંધ મુકવામાં આવશે. હવે 5 વર્ષ પૂર્ણ થવાના છે, વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે.

આવી સ્થિતિમાં પંજાબમાં ડ્રગ્સના ઝેરી કારોબારને કેવી રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે તેની તપાસ કરવા ભાસ્કરની રિપોર્ટર પૂનમ કૌશલે ભારત-પાકિસ્તાન બોર્ડર પરના કેટલાક ગામોની તપાસ કરી. ત્યાંથી ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી. વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ...

રાણીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાઘા-અટારી બોર્ડરથી 3 કિમી દૂર એક ગામ છે. લીલાં ખેતરોથી ઘેરાયેલો સાંકડો રસ્તો ગામ તરફ જાય છે. ખેડૂતો ઘઉંના ખેતરોમાં મબલક પાક માટે કંઈક વસ્તુનો છંટકાવ કરી રહ્યા છે. પીળા સરસવના ફૂલો વાતાવરણને આહલાદક બનાવી રહ્યા છે, પણ મારી ગાડી ગામમાં પ્રવેશતાં જ કંઈક બીજું જ દેખાય છે. એક વૃદ્ધ માતા તેના નશામાં ભાન ભૂલેલા પુત્રને ઘરે લઈ જઈ રહી છે. તેની બાજુમાં બેંચ પર એક આધેડ માણસ બેઠો છે, જેણે સવારથી TT(ચિટ્ટા- ડ્રગ્સનો એક પ્રકાર)નું ઈન્જેક્શન લીધું છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

અહીં આસપાસમાં તમે જેની સાથે પણ વાત કરો છો, બે શબ્દો ચોક્કસપણે સાંભળવા મળે છે - ડ્રગ એડિક્શન અને બેરોજગારી. અટારીમાં નારંગીનો રસ વેચતા બલવીર કહે છે કે થોડા દિવસો પહેલા એક છોકરો સામેના ખેતરમાં ગયો હતો અને નશાનું ઈન્જેક્શન લગાવીને બહાર નીકળ્યો ત્યારે હાંફતા હાંફતા રોડ પર પડી ગયો હતો. તેના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.

કોઈક રીતે તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. તેઓ કહે છે કે અહીં નશો ફ્લોર પર ચાની જેમ જોવા મળે છે. તેઓ હજુ પણ તેમની વાત પૂરી કરી શક્યા નથી કે નજીકમાં બેઠેલા એક વૃદ્ધ બલવીરને સતર્ક નજરે જુએ છે અને ચૂપ થઈ જાય છે.

યુવાન પુત્રના પિતા કહે છે, 'અહીં કોઈ ઘર એવું નથી કે જેને ડ્રગ્સની અસર ન હોય. દરેક ઘરમાં નશો છે. મારો છોકરો નાનો છે, હું આખો દિવસ તેના પર નજર રાખું છું.' સાંજ પડી રહી છે, ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો દોડી રહ્યા છે. પૂછપરછ દરમિયાન એક યુવક કહે છે કે કેટલાક લોકોએ મારા ભાઈને ડ્રગના કેસમાં ફસાવ્યો હતો, તે હવે જેલમાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમારી સાથે સ્કૂલમાં ભણતા ઘણા છોકરાઓ હવે ડ્રગ્સ લે છે, કેટલાક તો ડ્રગ્સ પણ વેચી રહ્યા છે.

ભારત-પાકિસ્તાન બોર્ડરથી થોડે દૂર સ્થિત રાણીકે ગામમાં આ રસ્તેથી જવામાં આવે છે.
ભારત-પાકિસ્તાન બોર્ડરથી થોડે દૂર સ્થિત રાણીકે ગામમાં આ રસ્તેથી જવામાં આવે છે.

શું અહીં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ છે? આ જોઈને હસીને એક યુવક કહે છે, 'તને જોઈએ તેટલું મળશે, પણ કોઈ આપશે નહીં. પૈસા આપો, અહીં પહોંચી જશે. યુવાનોના આ જૂથમાં કોઈ એવું નહોતું કે જે ડ્રગ્સ ન લોતો હોય. તેમના કેટલાક મિત્રો કે સંબંધીઓ ડ્રગ્સની ઝપેટમાં છે.

અહીંના લોકોનો દાવો છે કે સરહદી વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં ડ્રગ્સ સરળતાથી મળી રહે છે. તેઓ કહે છે કે અહીં કેટલાક વ્યસનીઓ TT (ચિટ્ટા- ડ્રગ્સનો એક પ્રકાર) પણ પોતાની પાસે રાખે છે અને અન્ય વ્યસનીઓને ઊંચા ભાવે વેચે છે. સેનાની તૈયારી કરી રહેલા એક છોકરોએ કહ્યું હતું કે 'આ સરહદી વિસ્તાર છે, અહીં ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. જ્યારે ડ્રોન આવે છે, ત્યારે સમગ્ર વિસ્તાર એલર્ટ થઈ જાય છે. અમે સાંજે 7 વાગ્યા પછી ઘરની બહાર પણ નીકળતા નથી. દરેક ખૂણામાં સ્પેશિયલ ડ્યૂટી સૈનિકો હોય છે.

આ દાવાની પુષ્ટિ ડ્રગ્સની ખરીદી દ્વારા જ થઈ શકે છે. તેવામાં આ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે 2 યુવાનો મને મદદ કરવા સંમત થયા છે. તેમાંથી એક કહે છે, 'મારી સાથે સ્કૂલમાં ભણતો એક છોકરો હવે આ કામ કરે છે. તે માત્ર જાણકાર અથવા વિશ્વસનીય લોકોને જ સપ્લાય કરે છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

બીજા દિવસે ડ્રગ્સ ખરીદીને જોઈશું એવું નક્કી થાય છે. અમે પુલ કંજરી ખાતે મળવાનું વચન આપીએ છીએ. (પુલ કંજરી એ ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત એક ઐતિહાસિક સ્થળ છે, જેના પર 1971ના યુદ્ધ દરમિયાન થોડા દિવસો માટે પાકિસ્તાન દ્વારા કબજો કરવામાં આવ્યો હતો અને બાદમાં શીખ રેજિમેન્ટના સૈનિકોએ એને જીતી લીધું હતું) પરંતુ બીજા દિવસે આ બંને યુવકોએ સહાય કરવા માટે પીઠે હઠ કરી હતી. હકીકતમાં, તેના પરિવારને ડર હતો કે પેડલરને ખબર પડી જશે અને પછી તે તેનો બદલો લેશે.

ઓવરડોઝથી માર્યા ગયેલા યુવાનના કાકા અમારા માટે ડ્રગ્સ ખરીદવા નીકળે છે, પરંતુ તે પણ ડ્રગ પેડલરના ડરથી પીછેહઠ કરે છે. પછી કેટલાક વ્યસનીઓ તેમની પાસે રાખેલા ડ્રગ્સ અમને વેચવા માટે સંમત થાય છે, પરંતુ અમે તેને અમારા અંગત ઉપયોગ માટે લઈ રહ્યા છીએ તે શરતે ખરીદીએ છીએ, જેથી અમે રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરીશું નહીં.

ડ્રગ્સનો ધંધો કોણ કરે છે તે અહીં બધા જાણે છે, પણ ડર એવો છે કે કોઈ નામ લેતું નથી. મોટા ભાગના લોકો એક જ વાત કહે છે કે અહીં પોલીસ છે, BSF છે, આર્મી છે, તેમ છતાં ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે, દેખીતી રીતે વેચનારાઓના સંપર્કો ખૂબ વધારે છે. તેમને કંઈ થશે નહીં, પરંતુ જે તમને મદદ કરશે તે ચોક્કસપણે દંડાશે.

આખરે મેં જાતે જ ડ્રગ્સ ખરીદવાનું નક્કી કર્યું. એક સૂત્રએ અમને જણાવ્યું કે અટારી ગામ અને રાણીકે ગામમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ છે. ત્યાર બાદ હું રાણીકે ગામ જવા રવાના થઈ હતી. આ દરમિયાન ઘણું અંધારું હતું. ગામની બહાર 6-7 છોકરાઓ ઉભા હતા. મેં તેને પૂછ્યું - તમારી પાસે કંઈક છે? તેઓ પૂછે છે, 'શું?' હું જવાબ આપું છું, 'તમે જાણો છો કે હું શું બોલું છું.' આ સાંભળીને તે હસવા લાગે છે. મને ધ્યાનથી જુએ છે, મારી ગાડીને ફરતે ચક્કર લગાવે છે અને કારનો નંબર કાળજીપૂર્વક તપાસે છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ત્યારે એક યુવક જવાબ આપે છે, 'અમારી પાસે નથી. ચાલો જોઈએ કે ગોઠવણ થઈ શકે છે કે કેમ. હું પાછી વળીને કહું છું, 'મને કહેવામાં આવ્યું છે કે TT અમે નવા માણસને આપતા નથી. તમે વિશ્વાસુ વ્યક્તિ હશો તો જ આપીશું. જો તું મને ડ્રગ્સ લાવી આપીશ તો હું તને બમણા પૈસા આપીશ. બાકીના રૂપિયા તું તારી પાસે રાખજે.

અમે વાત કરી રહ્યા હતા કે એક 16-17 વર્ષનો છોકરો આવે છે. એક યુવક તેને પૂછે છે, 'તારી પાસે પાંદડું છે?' તે મારી તરફ શંકાની નજરે જુએ છે અને ના પાડે છે. ખરેખર આ લોકો મારી સામે શંકાની નજરે જોઈ રહ્યા હતા, મારી અંદર ડર વધી રહ્યો હતો. વાતાવરણને હળવું કરવા હું કહું છું - વાઘાનો માલ મલાણાની ટક્કરનો છે કે નહીં. આ સાંભળીને તે પૂછે છે કે મલાના શું છે? હું કહું છું કે મલાના હિમાચલમાં એક એવી જગ્યા છે જ્યાં ડ્રગ્સ સરળતાથી મળી રહે છે. આ વાતચીત પછી, તેઓને એવું લાગવા માંડે છે કે હું નક્કર વ્યસની છું.

મને લાગ્યું કે મારા ચહેરા પર ડર દેખાઈ રહ્યો છે. હું પૂછું છું કે પોલીસ નહીં આવે તો તે હસીને કહે, 'એટલા ડરશો નહીં, પોલીસ અહીં નથી આવતી.' આ છોકરાઓ એક-બે ફોન કરે છે અને કહે છે કે અત્યારે ડ્રગ્સનો મેળ નહીં પડે. વાસ્તવમાં તેઓ અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે શું હું ખરેખર ગ્રાહક છું કે એજન્ટ કે બાતમીદાર તો નથી?

જ્યારે હું તેમને ફરીથી વિનંતી કરું છું અને કહું છું કે હું લાંબા અંતરથી આવી છું, ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે હું ગ્રાહક છું અને તેઓ મને ડ્રગ્સ આપવા માટે સંમત થાય છે. એક યુવાન થોડીવાર માટે નીકળી જાય છે અને સફેદ પાવડરની કેડી લઈને પાછો ફરે છે. મને નોટોને બદલે પડિકી આપીને કહે છે, 'તાત્કાલિક અહીંથી નીકળી જા અને મજા કર.'

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મારા હાથમાં સફેદ પાઉડરની એક પડીકી હતી, જે મેં 100થી વધુ રૂપિયામાં સરળતાથી ખરીદી લીધી હતી. આખું પંજાબ આ સફેદ પાવડરના ધુમાડામાં ઉડી રહ્યું છે. અહીં આ સફેદ પાવડરને ચિટ્ટા કહેવામાં આવે છે, પરંતુ તેનું વધુ લોકપ્રિય નામ હેરોઈન છે. અફીણમાંથી બનેલું આ રસાયણ લોકોને પોતાના નશામાં એવી રીતે બાંધે છે કે તેમાંથી આઝાદી સરળતાથી મળતી નથી.

1803માં જ્યારે જર્મન વિજ્ઞાની સાર્ટનરે અફીણને શુદ્ધ કરીને આ પાવડર બનાવ્યો ત્યારે તેને સપનાના ગ્રીક દેવતા 'મોર્ફસ'ના નામ પરથી મોર્ફિન નામ આપવામાં આવ્યું. આ પાઉડર હાથમાં લેતાં જ મારા મનમાં પહેલો વિચાર આવ્યો કે, 'આ પડીકી પંજાબના સપનાઓને સળગાવી દે છે અને તેની કોઈને પડી નથી.'

આ શ્રેણીના આગળના અહેવાલમાં વાંચો- કેવી રીતે ડ્રગ્સે પંજાબના સપના છીનવી લીધા...

અન્ય સમાચારો પણ છે...