તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • India Has The Fastest Vaccination In The World After China, But Even If The Speed Continues, It Will Take A Year And A Half To Get Herd Immunity With 75% Vaccination.

ભાસ્કર ડેટા સ્ટોરી:ચીન પછી દુનિયામાં સૌથી ઝડપી વેક્સિનેશન ભારતમાં, પણ ઝડપ આવી જ રહેશે તોપણ 75% વેક્સિનેશન સાથે હર્ડ ઇમ્યુનિટી મેળવતાં દોઢ વર્ષ લાગી જશે

4 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક

ભારતમાં કોરોના વેક્સિનના દરરોજ લગભગ 29 લાખ ડોઝ લગાવાઈ રહ્યા છે અને અત્યારસુધી 24 કરોડ ડોઝ આપી દેવાયા છે. આ બધું શક્ય એટલી ઝડપથી હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે કરવામાં આવે છે, પરંતુ જો વેક્સિનેશનની આ જ ગતિ રહેશે તોપણ દેશમાં હર્ડ ઈમ્યુનિટી આવતાં દોઢ વર્ષ લાગી જશે.

કોરોનાની વિરુદ્ધ સમગ્ર દુનિયામાં ઈતિહાસનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. બ્લૂમબર્ગ વેક્સિન ટ્રેકર પ્રમાણે, 178 દેશમાં 219 કરોડ ડોઝ આપી દેવાયા છે. અત્યારે દુનિયામાં રોજ લગભગ 3.54 કરોડ લોકોને રસી લગાવાઈ રહી છે.

ચીન દરરોજ 1.89 રસી લગાવીને ટોચ પર યથાવત્ રહ્યું છે. તે પોતાના લોકોને અત્યારસુધીમાં 80 કરોડ ડોઝ લગાવી ચૂક્યું છે. આ મામલે બીજા ક્રમે ભારત છે.

આ આંકડા મહત્ત્વપૂર્ણ છે, કેમ કે એનાથી જ હર્ડ ઈમ્યુનિટીની આશા બંધાયેલી છે. ભારતના ટોપ વેક્સિન સાયન્ટિસ્ટ ડો. ગગનદીપ કંગ કહે છે કે હર્ડ ઈમ્યુનિટીનો અર્થ છે વધુમાં વધુ લોકો કોરોના વિરુદ્ધ ઈમ્યુનિટી હાંસલ કરીવી. ત્યારે ઈન્ફેક્શનના નવા નંબર ઘટી જશે. એ મેળવવા માટેના બે જ ઉપાય છે - પ્રથમ- નેચરલ ઈન્ફેક્શન અને બીજો, વેક્સિનેશન. હર્ડ ઈમ્યુનિટી માટે 75%-80% લોકોમાં એન્ટિબોડી બનવી જરૂરી છે. વેક્સિનેશન દ્વારા અમે આ ટાર્ગેટ ટૂંક સમયમાં હાંસલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.

બ્લૂમબર્ગ વેક્સિન ટ્રેકર અનુસાર, હાલની ઝડપથી ભારતને 75% વેક્સિનેશન સુધી પહોંચવામાં 20 મહિના લાગી જશે. જ્યારે સરકારનો ટાર્ગેટ આ આંકડા સુધી ડિસેમ્બર સુધી પહોંચવાનો છે.

હાલના સમયે દુનિયાભરમાં શું છે સ્ટેટસ?
ચીન ભલે 80 કરોડની આસપાસની વસતિને વેક્સિનેટ કરવાનો દાવો કરે છે, પરંતુ તેના આંકડા પર આંતરરાષ્ટ્રીય બિરાદરીને ભરોસો નથી. વાસ્તવમાં તે પોઝિટિવ કેસના આંકડાને શેર કરતું નથી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોજેક્ટ ઓવરવર્લ્ડઈનડેટા અંતર્ગત પણ વેક્સિનેશનને સંબંધિત આંકડા અપડેટ કરવામાં આવે છે. એના પ્રમાણે અત્યારસુધીમાં દુનિયાભરમાં 219 કરોડ ડોઝ આપી દેવાયા છે. ચીન પછી અમેરિકા (30 કરોડ ડોઝ), ભારત (24 કરોડ ડોઝ), બ્રાઝિલ (71. કરોડ ડોઝ), યુકે (6.8 કરોડ ડોઝ)માં જ વેક્સિનેશનને ઝડપ મળી શકી છે.

જાણો કયા દેશમાં કેટલા લોકોને મળ્યો ઓછામાં ઓછો એક ડોઝ...

જેમ-જેમ વેક્સિનેશન આગળ વધ્યું, નવા કેસ ઘટતા ગયા
દુનિયાભરના વિશેષજ્ઞો માને છે કે વેક્સિનને લઈને જે આંકડા સામે આવ્યા છે એ ઉત્સાહ વધારનારા છે. જે દેશોમાં વેક્સિનેશને ઝડપ પકડી અને વધુમાં વધુ લોકો વેક્સિનેટ થતા ગયા, એ ઝડપથી નવા પોઝિટિવ કેસમાં ઘટાડો આવ્યો છે.

અમેરિકામાં આ વર્ષે 15 જાન્યુઆરી સુધીમાં 2% વસતિ વેક્સિનેટ થઈ હતી, જ્યારે દસ લાખની વસતિ પર 699 ડેઈલી કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ 8 જૂને જ્યારે 47.4% વસતિ વેક્સિનેટ થઈ ચૂકી છે તો દસ લાખની વસતિ પર ડેઈલી કેસ ઘટીને 43 રહી ગયા છે.

ઈઝરાયેલમાં આ વર્ષે 17 જાન્યુઆરીએ 14.3 ટકા વસતિ વેક્સિનેટ થઈ હતી, જ્યારે દસ લાખની વસતિ પર 902 ડેઈલી કેસ સામે આવી રહ્યા હતા.16 એપ્રિલ સુધી 57% વસતિ વેક્સિનેટ થઈ ચૂકી હતી અને ત્યારે દસ લાખની વસતિ પર ડેઈલી કેસ 20 રહ્યા હતા. 7 જૂને નવા કેસોની ડેઈલી એવરેજ ઘટીને 1.2 રહી ગઈ હતી.

યુનાઈટેડ કિંગ્ડમમાં આ વર્ષે 11 જાન્યુઆરીએ 2% વસતિ વેક્સિનેટ થઈ હતી, જ્યારે દસ લાખની વસતિ પર 868 ડેઈલી કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ 8 જૂને જ્યારે 51% વસતિ વેક્સિનેટ થઈ ચૂકી છે તો દસ લાખની વસતિ પર ડેઈલી કેસ ઘટીને 81 રહી ગયા છે. એ પણ હાલમાં જ ડેલ્ટા વેરિયન્ટના કારણે વધેલા કેસોને કારણે છે, નહીંતર 18 મે સુધી તો દસ લાખની વસતિ પર ડેઈલી કેસ ઘટીને 20ની આસપાસ રહી ગયા હતા.

કેનેડામાં 8 જાન્યુઆરીએ 0.3% વસતિ વેક્સિનેટ થઈ હતી, જ્યારે દસ લાખની વસતિ પર 242 ડેઈલી એવરેજ કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ 8 જૂને જ્યારે 36% વસતિ વેક્સિનેટ થઈ ચૂકી છે તો દસ લાખની વસતિ પર ડેઈલી કેસ ઘટીને 46 રહી ગયા છે.

ફ્રાંસમાં આ વર્ષે 14 એપ્રિલે 13% વસતિ વેક્સિનેટ થઈ હતી, જ્યારે દસ લાખની વસતિ પર 704 ડેઈલી એવરેજ કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ 8 જૂને જ્યારે 31% વસતિ વેક્સિનેટ થઈ ચૂકી છે તો દસ લાખની વસતિ પર ડેઈલી કેસ ઘટીને 95 રહી ગયા છે.

ભારતમાં અત્યારસુધીમાં 8.7% વસતિ જ વેક્સિનેટ થઈ શકી છે. દેશે અત્યારે ભયાનક બીજી લહેર જોઈ છે, જ્યારે નવા પોઝિટિવ કેસ અને મોતના મામલે દુનિયામાં નવા રેકોર્ડ બન્યા. એવામાં હાલ વેક્સિનેશનની અસરનો અંદાજ કરવો મુશ્કેલ છે.

ભારતમાં વેક્સિનેશનની શી સ્થિતિ છે?
ભારતમાં 9 જૂનની સવાર સુધી 23.90 કરોડ ડોઝ આપી દેવાયા હતા. 19.21 કરોડ એટલે કે 20.46% વસતિને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચૂક્યો છે, જ્યારે 4.69 કરોડ એટલે કે લગભગ 5% વસતિને વેક્સિનનાં બંને ડોઝ લાગી ચૂક્યા છે. સરકારે જુલાઈ-ઓગસ્ટમાં 1 કરોડ ડોઝ રોજ લગાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. સરકારી અંદાજ પ્રમાણે, એને ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 210 કરોડ ડોઝ મળી જશે. એનાથી આશા કરવામાં આવે છે કે ડિસેમ્બર સુધીમાં આપણે 75%થી વધુ વસતિને વેક્સિનેટ કરીને હર્ડ ઈમ્યુનિટી હાંસલ કરી લઈશું.