તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • India China Border Face Off Latest News Leh Ladakh Ground Report 8th Update | Gompa Perform PujaAfter Indian Army Jawan Injured In Galwan Valley

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેહથી રિપોર્ટ:ગલવાનના ઘાયલ સૈનિકો માટે 900 વર્ષ જૂના ગોમ્પામાં પૂજા થઈ રહી છે, લામાએ કહ્યું- અમારી પ્રાર્થનાથી તે ઝડપથી સાજા થશે

લેહના સ્પીતુક ગોમ્પાથી5 મહિનો પહેલાલેખક: ઉપમિતા વાજપેયી
10 હજાર ફુટની ઊંચાઈ પર બનાવાયેલા આ સ્પીતૂક ગોમ્પામાં 100થી વધુ લામા રહે છે
  • 10 હજાર ફુટની ઊંચાર પર બનાવાયેલા આ ગોમ્પામાં 100થી વધુ લામા રહે છે, આ લોકો દલાઈ લામાને પોતાના ગુરુ માને છે
  • ગોમ્બી લામા કહે છે, ચીને તિબેટ પર કબ્જો કર્યો અને બાકીના પાડોશી દેશો સાથે પણ સારુ વર્તન નથી કર્યુ

લેહ એરબેઝના ઠીક સામે સ્પીતુક ગોમ્પા છે. ત્યાં પહોંચતા જ સૌથી પહેલા એક પોસ્ટર પર નજર પડી. જેની પર લખેલું હતું કે,એરબેઝની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર કડક પ્રતિબંધ છે.  10 હજાર ફુટની ઊંચાઈ પર બનાવેયા આ ગોમ્પામાં 100થી વધુ લામા રહે છે. આ દલાઈ લામાને પોતાના ગુરુ માને છે. ગોન્બી લામા કહે છે, ચીને તિબેટ પર કબજો કર્યો અને બાકીના પાડોશી દેશો સાથે પણ સારુ વર્તન કર્યું નથી. 

બે દિવસ પહેલા એટલે કે 20 જૂને અહીંયા 25 લામાઓએ એક સાથે ગલવાનમાં શહીદ થયેલા સૈનિકોની આત્માની શાંતિ માટે ખાસ પૂજા રાખી હતી. આ પૂજામાં ઘાયલ થયેલા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈનિકોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ 2 કલાક સુધી ગોમ્પામાં ગલવાનના ભારતીય સૈનિકો માટે બૌદ્ધ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

તિબેટ પર ચીનનો કબજો થયા પછી 1959માં દલાઈ લામાએ ભારતમાં શરણ લીધા હતા. આજે પણ આ લોકો ભારતમાં રહે છે
તિબેટ પર ચીનનો કબજો થયા પછી 1959માં દલાઈ લામાએ ભારતમાં શરણ લીધા હતા. આજે પણ આ લોકો ભારતમાં રહે છે

કહેવામાં આવે છે કે કલાકો સુધી મંત્રોચ્ચાર કરીને લામા જે તંત્ર પૂજા કરતા હતા, તેનાથી એટલી શક્તિ મળતી હતી કે તે હવામાં પણ ઉડી શકે છે. 21 તારાદેવીઓ લામાઓને શક્તિ આપે છે. લામાઓનું કહેવું છે કે આ શક્તિને તેઓ ઘાયલ સૈનિકો સુધી મોકલાવશે અને તેમના ઘા ઝડપથી ઠીક થઈ જશે.  એવું પણ કહેવામાં આવે છે કે પોતાની તંત્ર સાધના દ્વારા આ લામા મોત પછી પણ 40 દિવસ સુધી જીવીત રહી  શકે છે. આટલું જ નહીં આ લોકો તેમના આગામી દલાઈ લામાને દિવ્ય શક્તિથી મળેલા સંકેતોના આધારે પસંદ કરે છે જે એક બાળક હોય છે.

દલાઈ લામા પંસદ કરાયેલા બાળકે 6 વર્ષની ઉમર સુધી પરીક્ષા આપવાની હોય છે અને પછી તેની ટ્રેનિંગ આપવામાં આવે છે
દલાઈ લામા પંસદ કરાયેલા બાળકે 6 વર્ષની ઉમર સુધી પરીક્ષા આપવાની હોય છે અને પછી તેની ટ્રેનિંગ આપવામાં આવે છે

બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ જ્યારે ભારતમાં શરણ લીધા તો ચીન ભડક્યું. ફુંશી લામાએ કહ્યું કે, તે પોતાની શક્તિનો ઉપયોગ ભારતીય સેનાને શક્તિ આપવા અને ચીની સેનાને હરાવવા માટે કરે છે. આ જ કારણે ચીન ભારતને હરાવી નહીં શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો