તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Competitive Examinations Increase The Number Of Students In The Library reading Room, Also Increase The Dominance Of The Arts Faculty

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન્ડ બદલાયો:સ્પર્ધાત્મક પરીક્ષાઓને લીધે લાઈબ્રેરી-રીડિંગરૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી, આર્ટ્સ ફેકલ્ટીનો દબદબો પણ વધ્યો

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
 • કૉપી લિંક
 • વિવિધ જ્ઞાતિમંડળોએ પોતાના સમાજના વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલાં ટ્રેનિંગ સેન્ટર, રીડિંગરૂમને લીધે પણ વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યેનો ઝુકાવ વધ્યો
 • યુનિવર્સિટી, કોલેજની લાઈબ્રેરી ઉપરાંત પ્રાઈવેટ રીડિંગરૂમમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ

બેરોજગારીના આકરા દૌર વચ્ચે સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિદ્યાર્થીઓમાં બહુ મોટી આશા જન્માવતી રહે છે. જેને લીધે છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં પણ ટ્રેન્ડ બદલાયો જણાય છે. મોટાભાગે સૌથી છેલ્લી પસંદગી બની રહેતી આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અન્ય ફેકલ્ટીની સરખામણીએ આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં સરળતા રહેતી હોવાથી વિદ્યાર્થીઓનો આર્ટ્સ ફેકલ્ટી તરફનો ઝુકાવ વધ્યો છે. સમાંતરે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાઈબ્રેરી અને રીડિંગરૂમમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.
ગ્રેજ્યુએશન સ્તરે આર્ટસનો ક્રેઝ વધ્યો
રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીમાં પ્રવેશના આંકડાઓ પર નજર કરીએ તો, આર્ટસ ફેકલ્ટીમાં પાછલા 3 વર્ષથી વિદ્યાર્થીઓનો ઝૂકાવ ધીમે ધીમે વઘી રહ્યો છે. જે માટેનું મુખ્ય કારણ એ છે કે, આર્ટસમાં ભાષા, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો આવરી લેવામાં આવે છે, જે સ્પર્ધાત્મક પરીક્ષામાં બહુ ઉપયોગી છે. વળી, આર્ટ્સ ફેકલ્ટીમાં ભણતાં વિદ્યાર્થીઓ સાથેસાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનો સમય પણ મેળવી શકે છે. રાજ્યની અલગ અલગ યુનિવર્સિીટીમાં પ્રવેશના આંકડા પરથી તેનો અંદાજ લગાવી શકાય છે. ગુજરાત યુનિ.માં બે વર્ષમાં આર્ટ્સમાં 2000 વિદ્યાર્થી વધ્યા છે. જ્યારે મ.સ.યુનિ. વડોદરામાં પણ 2000 અને ભાવનગર યુનિ.માં 1000 વિદ્યાર્થીઓ આર્ટ્સમાં વધ્યા છે.

લાઇબ્રેરી કે રીડિંગરૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ડબલ થઇ
સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્રેઝને લીધે મોટાભાગની યુનિ. કે કોલેજની લાઈબ્રેરી ભરચક રહે છે. ગુજરાત યુનિવર્સિટી સેન્ટ્રલ લાઇબ્રેરીના લાઇબ્રેરિયન ડો. યોગેશ પારેખનું કહેવુ છે કે પાછલા 5 વર્ષથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ લાઇબ્રેરીના એક્સેસ માટે આવે છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય લાઇબ્રેરી અને વાંચનાલાયમાં 400 વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા. જોકે છેલ્લા કેટલાક સમયથી લાઇબ્રેરીમાં 800 વિદ્યાર્થીઓ તૈયારી માટે વાંચવા આવે છે, જેથી આ સંખ્યા ડબલ થઇ છે. વડોદરાની હંસા મહેતા લાઈબ્રેરીમાં પણ આવી જ સ્થિતિ છે. જ્યારે વડોદરાની જાણીતી હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરિયન ડો. મયંક ત્રિવેદીનું કહેવુ છે કે તેમની લાઇબ્રેરીમાં 2 હજારની કેપીસીટીની ધરાવતી લાઇબ્રેરી છે, જે હંમેશા ફૂલ રહે છે, જેમાં મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો હોય છે. જેથી હવે ડિઝીટલ અને વર્ચયુઇલ લાઇબ્રેરી તૈયાર કરી છે, જેથી કોઇપણ અને ગમે ત્યાથી લાઇબ્રેરી એક્સેસ કરી શકે.

ગુજરાત યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીનું વાંચનાલય કેન્દ્ર
ગુજરાત યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીનું વાંચનાલય કેન્દ્ર

જે-તે સમાજના સંગઠનોની લાઇબ્રેરી અને કોચિંગ ક્લાસનો ટ્રેન્ડ વધ્યો
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે વિદ્યાર્થીઓની રૂચિ વધવાનું સૌથી રસપ્રદ અને મહત્વનું પાસુ હોય તો, તે છે અલગ અલગ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી માટે અલાયદી વ્યવસ્થા. પાછલા કેટલાક વર્ષથી આ ટ્રેન્ડ વધ્યો છે, જેમાં પાટીદાર સમાજના યુવાનો માટે ઉમિયા કેરિયર ડેવલમેન્ટ સેન્ટર, જૈન સમાજના યુવાનો માટે JIO ટ્રેઇનિંગ સેન્ટર, રાજપૂત વિદ્યાસભા મારફતે રાજપૂત સમાજના યુવાનો માટે, રબારી અને ભરવાડ, બ્રહ્મ સમાજ વગેરે જ્ઞાતિમંડળો પોતાના સમાજના યુવાઓની કારકિર્દી માટે પ્રયાસો કરતાં થયા છે. જ્ઞાતિમંડળ કે સમાજના ટ્રેનિંગ ક્લાસ અને રીડિંગરૂમનો ટ્રેન્ડ પણ હવે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યો છે. આવા ટ્રેનિંગ ક્લાસમાં ભરતીની જરૂરિયાત પ્રમાણે પ્રેક્ટિકલ અને ઇન્ટરવ્યુની અંગે પણ માર્ગદર્શન આપવામાં આવતુ હોય છે. આ બાબતે UCDCના ચિફ કોર્ડિનેટર દેવાંગ દવેનું કહેવુ છે કે જાહેર ક્ષેત્રમાં યુવાનો રસ લેતા થાય અને સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણની ભાવના સાથે સમાજીક સંગઠનો આગળ આવી રહ્યાં છે. આ પ્રકારના સેટઅપમાં યુવાનોને પરવડે તેવી ફિ સાથે તૈયાર કરવામાં આવે છે.

અમદાવાદના સોલા ખાતે સ્થિત UCDCનું વાંચનાલય કેન્દ્ર
અમદાવાદના સોલા ખાતે સ્થિત UCDCનું વાંચનાલય કેન્દ્ર

પરીક્ષા તૈયારી માટેના કોચિંગ સેન્ટર, વાંચનાલયની સંખ્યા વધી
અગાઉની સરખામણીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ખાનગી કોચિંગ સેન્ટરની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. અમદાવાદમાં આશરે 10 જેટલા નાનાંકિત કોંચિગ સેન્ટર સેન્ટર કાર્યરત છે, જ્યારે આ સિવાય નાના અનેક કોચિંગ સેન્ટર જોવા મળે છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓ આવે છે, જેના કારણે હવે શહેરોમાં લાઇબ્રેરી, વાંચનાલયની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત 46 વાંચનાલય છે, જ્યાં વર્ષ દરમિયાન પરીક્ષાની તૈયારી કરતા યુવાનોથી ભરાયેલ હોય છે. જેના લીધે જ કોર્પોરેશન આગામી સમયમાં 7 ઝોનમાં એમ.જે લાઇબ્રેરી માફક મોટી લાઇબ્રેરી શરૂ કરાવાનો લક્ષ્યાંક રાખી રહ્યુ છે. જાણકારોના મત મુજબ અમદાવાદ, ગાંધીનગર જેવા મહાનગરોમાં ખાનગી વાંચચનાલયની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે.

વડોદરાની હંસા મહેતા લાઇબ્રેરીનું વાંચનાલય કેન્દ્ર
વડોદરાની હંસા મહેતા લાઇબ્રેરીનું વાંચનાલય કેન્દ્ર

વર્ષ 2014 બાદ ભરતી પ્રક્રિયાને વેગ મળ્યો
2014થી રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગમાં ભરતીની જાહેરાત નિકળી, જેના કારણે મોટા પ્રમાણમાં એન્જિનિયરિંગ કરેલ વિદ્યાર્થીઓ કે જેઓ બેરોજગારીની સમસ્યાથી પરેશાન છે, તેઓ પણ હવે સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારીઓમાં લાગ્યા છે. જોકે રાજ્યમાં જ્યારે જ્યારે સરકારી ભરતી માટે ફોર્મ ભરાવવાની વાત આવે છે, ત્યારે બેરોજગારીની સમસ્યા ચર્ચાનો વિષય બને છે. જોકે સરકારી નોકરીમાં સુરક્ષિત નોકરી હોવાથી પણ યુવા વર્ગની પહેલી પસંદ બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો