• Gujarati News
  • Dvb original
  • Increase Score By Rapidly Increasing Vocabulary (word Knowledge); A Word In The Same Language As Bricks In A Building

કરિયર ફન્ડા:ઝડપથી વોકેબ્યુલરી (શબ્દ જ્ઞાન) વધારીને સ્કોર વધારો; બિલ્ડિંગમાં બ્રિક્સની જેમ હોય છે ભાષામાં શબ્દો

એક મહિનો પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

"शब्द हमारे जीवन में बहुत बड़ी भूमिका निभाते हैं और इसलिए इनका गहन अध्ययन किया जाना चाहिए।" ~ एल्डस हक्सले (इंग्लिश ऑथर)

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

જીવનમાં, પ્રોફેશનલ કરિયરમાં, અને હવે એક્ઝામ્સમાં, અંગ્રેજી વોકેબ્યુલરી (શબ્દ જ્ઞાન)નું મહત્વ છે. જેટલાં વધુ શબ્દો પર તમારી પકડ રહેશે, તેટલી ઝડપથી સવાલના જવાબ મળશે, વાત સમજાશે અને બોલવામાં પણ સહેલાય રહેશે. શું તમે તમારું ઈંગ્લિશ વર્ડ્સ નોલેજ વધારવા માગો છો?

અંગ્રેજી વોકેબ્યુલરી (શબ્દ જ્ઞાન) સારું હોવાનો અર્થ શું છે
1) તમને સારા શબ્દોની જાણ છે.
2) તમને તે શબ્દોના મૂળ (root)નો ખ્યાલ છે.
3) તમને તે શબ્દોમાંથી વાક્ય બનાવતા આવડે છે.
4) તમને તે શબ્દોના પર્યાયવાચી અને વિલોમની જાણ છે.
5) તમે તે શબ્દોના ટોન (tone) સમજે છે (પોઝિટિવ, નેગેટિવ, ન્યૂટ્રલ)

વોકેબ્યુલરી ભાષાનો આધાર છે. આ ભાષા નામના બિલ્ડિંગમાં લાગેલી સેંકડો મજબૂત ઈંટ છે. જે વાંચવા, સાંભળવાની સમજ, બોલવા, લખવા, વર્તનથી અને ઉચ્ચારણ તમામનો આધાર છે. ગ્રામર વગર થોડું ઘણું વ્યક્ત તો કરી શકાય છે, પરંતુ વોકેબ્યુલરી વગર કંઈ પણ વ્યક્ત ન કરી શકાય.

આ પાંચ નિયમોને ઉદાહરણથી સમજો
એક સારો ઈંગ્લિશ શબ્દ લઈએ- BENEFACTOR

જેમાં root શબ્દ છે- BENE- જેનો અર્થ થાય છે "સારું" (એક બીજો પણ છે facere પરંતુ હાલ તેને છોડો) તો હવે BENEથી ઘણાં બધાં બીજા શબ્દો પણ બની જાય છે જેમકે- benediction, beneficence, bona fide, benevolent, benign વગેરે. આ બધાંમાં કેટલુંક "સારું" થઈ રહ્યું છે! છે ને જાદૂ?

BENEFACTORથી એક સારું વાક્ય છે "He is my benefactor." (તેઓ મારા શુભચિંતક છે)

BENEFACTORનો પર્યાયવાચી છે well-wisher, helper, supporter.
BENEFACTORનો વિલોમ છે opponent, opposer, enemy.

શબ્દનો ટોન ઘણો જ પોઝિટિવ હોય છે.

વોકેબ્યુલરી અંગે મારા એક ફ્રી ક્લાસ એટેન્ડ કરો- https://bit.ly/vocabwords1

જરા વિચારો જો તમે આટલી યોગ્ય રીતે શબ્દોને શીખશો, તો કેટલા આગળ જશો?

વોકેબ્યુલરી ડેવલપમેન્ટની ચાર સ્ટ્રોંગ ટિપ્સ
1) વધુને વધુ વાંચો અને નવા શબ્દોને અંડરલાઈન કરી લો- પ્રોબ્લમ એ છે કે સ્કૂલ અને કોલેજ પૂરી થયા પછી આપણને પ્રેક્ટિસ અને હોમવર્ક અસાઈનમેન્ટ નથી મળતા જે નવા શબ્દો શીખવા માટે મજબૂત કરે છે. વાંચવાનું બંધ કરવું સહેલું હોય છે. જો તમે તમારી વોકેબ્યુલરી સ્ટ્રોંગ બનાવવા માગો છો તો વાંચવાની ટેવ ન છોડો અને જો વાંચવાની આદત નથી તો તેને વિકસિત કરો. અને દરેક પ્રકારની વસ્તુઓ વાંચો- પેપર, મેગેઝીન, ફિક્શન, નોન-ફિક્શન- અને કઠિન શબ્દોને અંડરલાઈન કરતા જાવ. જ્યારે હું બાળક હતો, તો મારા પરિવારમાં ડેડી અને મમ્મીએ અનેક પેપર અને મેગેઝીન્સ મગાવતા હતા, અને કોમિક બુક્સ પણ ઘણી આવતી હતી. તે ટેવ આજ દિવસ સુધી નબળી નથી પડી.

2) ઈંગ્લિશ સાંભળો- જેવું જ તમે નવી વોકેબ્યુલરી શીખો છો, તે જાણવું મહત્વપૂર્ણ હોય છે કે પ્રત્યેક શબ્દનો ઉચ્ચારણ કઈ રીતે કરીએ. અનેક ઓનલાઈન ડિક્શનરીમાં શબ્દોની સાથે તમારી મદદ કરવા માટે સાઉન્ડ રેકોર્ડિંગ હોય છે. તમે મૂવી કે ટ્યૂટોરિયલ જોઈને નવી વોકેબ્યુલરી શીખી શકો છો અને ઈંગ્લિશના કેપ્શન ઓન રાખવાથી તમે એક જ સમયમાં સ્પેલિંગ પણ શીખી શકો છો. નાની નાની વાત પર ધ્યાન આપો.

3) વર્ડ ગેમ્સ રમો- સ્ક્રેબલ અને બોગલ જેવી ક્લાસિક ગેમ તમારી અંગ્રેજી વોકેબ્યુલરીને વધારવા માટે એક મજેદાર રીતે કાર્ય કરી શકે છે. ક્રોસવર્ડ પઝલ પણ રમી શકો છો. જો તમે વાસ્તવમાં કુશળ બનવા માગો છો, તો આ શબ્દો સાથે રમો અને રાઉન્ડને થોડું નોટ-ટેકિંગની સાથે ફોલો કરો. રમત રમતી વખતે તમારા દ્વારા શીખવાડવામાં વિભિન્ન શબ્દોની એક યાદી રાખો અને પછી સમયાંતરે તે સૂચીનું અધ્યયન કરો.

4) ફ્લેશકાર્ડનો ઉપયોગ કરો- એક મોટી વોકેબ્યુલરી બનાવવાની એક ત્વરિત રીત છે ફ્લેશકાર્ડના માધ્યમથી નવા શબ્દોનું અધ્યયન કરવાનું છે. આજના ડિજિટલ યુગમાં, સ્માર્ટફોન એપ્સની એક વિસ્તૃત શ્રૃંખલા ફ્લેશકાર્ડને સુવિધાજનક અને વ્યવસ્થિત કરવામાં આસાન બનાવે છે. એક દિવસમાં એક નવો શબ્દનું લક્ષ્ય બનાવવું યોગ્ય છે. તમે હંમેશા અધિક માટે જઈ શકો છે, પરંતુ ત્યારે જ જ્યારે તમે તેને યાદ રાખી શકો.

તો આજનું કરિયર ફન્ડા એ છે કે ઈંગ્લિશ વર્ડ્સ જેટલાં વધુ શીખશો, અને ઊંડાણપૂર્વક શીખશો, તેટલી વધુ તમારી ભાષા પર પકડ મજબૂત બનશે.

કરીને દેખાડિશું!