તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાત બરાબરીની:પુરુષોની દુનિયામાં સ્ત્રીઓએ હંમેશાં પોતાને સાબિત કરવા માટે પુરુષો કરતાં દસ ગણી વધુ મહેનત કરવી પડે છે

નવી દિલ્હી8 દિવસ પહેલાલેખક: મનીષા પાંડેય
  • કૉપી લિંક
  • સૌમ્યા પાંડેની તસવીર પર સલામ ઠોકી રહેલા પુરુષો એ જ છે, જેમને એ ક્યારેય નહીં સમજાય કે એક માણસે હમણાં એક મહિના પહેલાં પોતાના શરીરથી એક આખો માણસ પેદા કર્યો છે.
  • પુરુષો તો બાળક પેદા પણ કરતા નથી, દર મહિને શરીરમાંથી લોહી પણ વહેતું નથી, તેમ છતાં ઓફિસથી આવીને એક ગ્લાસ હલાવી શકાતો અને સ્ત્રી પાસે એવી આશા હોય છે કે તે બાળક પેદા કરીને તરત કામ પર પરત આવે.

થોડા દિવસો અગાઉ મીડિયા અને સોશિયલ મીડિયા પર એક તસવીર વાઇરલ થઈ રહી હતી. ગાઝિયાબાદના મોદીનગરના એસડીએમ સૌમ્યા પાંડેની તસવીર હતી. એક મહિનાના બાળકને ગોદમાં લઈને તેઓ પોતાના ડેસ્ક પર કામ કરી રહ્યાં છે. તેમની પ્રશંસામાં લખ્યું હતું કે તેઓ ઈચ્છે તો છ મહિનાની મેટરનિટી લીવ લઈ શકતાં હતાં, પણ કામ પ્રત્યેનું સમર્પણ જુઓ કે એક મહિનામાં જ કામ પર પરત આવી ગયાં.

મોટા ભાગના પુરુષો અને કેટલીક મહિલાઓ પણ પ્રશંસાનાં ફૂલ વરસાવી રહી હતી. એક તરફ માતૃત્વનું મહિમાગાન થઈ રહ્યું હતું, બીજી તરફ કામ પ્રત્યેના સમર્પણનું અને મને લાગ્યું કે બંને કિસ્સાઓમાં મહિલાઓને ભારે ચાલાકીથી મૂર્ખ બનાવવામાં આવી રહી છે અને આપણે સહસ્મિત બની પણ રહ્યા છીએ.

એ તસવીરના ઊંડાણમાં ઊતરતાં પહેલાં આ બે કિસ્સા સાંભળો. દિલ્હીની એક ભીડવાળા મેટ્રો સ્ટેશન પર મેટલ-ડિટેક્ટર પાસે એક મહિલા ઊભી રહીને સ્ત્રીઓનું ચેકિંગ કરી રહી હતી. તેનું ફૂલેલું પેટ બતાવતું હતું કે તે પ્રેગ્નન્ટ છે. વચ્ચે થોડો મોકો મળે એટલે તે બેસવાની કોશિશ કરતી, પણ ત્યાં કોઈ આવી જતું અને તેને ઊભા થવું પડતું હતું. હું ઘણા સમય સુધી ત્યાં ઊભી રહીને તેને જોતી રહી. પછી પૂછ્યું, આપ આ સાત મહિનાનું પેટ લઈને આઠ કલાક ઊભા રહો છો. તેણે હામાં માથું હલાવ્યું. મેં પૂછ્યું, આપનો ડિપાર્ટમેન્ટ તમને કોઈ એવું કામ આપી શકતો નથી, જેમાં તમે ખુરશી-ટેબલ પર બેસીને કામ કરી શકો. તેનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે કહ્યું, એમ કહો તો પુરુષોને લાગે છે કે મહિલાઓ કામચોર હોય છે.

અનેક વર્ષ અગાઉ મેં જૂનના તપતા બપોરના સમયે એક ગર્ભવતી ટ્રાફિક-પોલીસને પ્રગતિ મેદાનના ભીડવાળા ચાર રસ્તે ટ્રાફિક કંટ્રોલ કરતાં જોઈ. એ મહિલાના ડિપાર્ટમેન્ટના પુરુષોને પણ લાગતું નથી કે કંઈ નહીં તો પોતાના પેટમાં બાળક ધરાવતી સ્ત્રીને તો ભરબપોરે આઠ કલાક ચાર રસ્તા પર ઊભા ન રહેવું જોઈએ.

સૌમ્યા પાંડેની તસવીર પર સલામ ઠોકી રહેલા પુરુષો એ જ છે, જેમને કદાચ એ ક્યારેય નહીં સમજાય કે એક માણસે હાલમાં પોતાના શરીરથી એક આખો માણસ પેદા કર્યો છે. નવ મહિના સુધી તેને પોતાના ગર્ભમાં રાખ્યું હતું, આ દરમિયાન શરીરમાં એટલા ઉતારચડાવ, હોર્મોનલ ફેરફાર થયા હશે. એ શરીરને ફરી પોતાની જૂની અવસ્થામાં આવવા, પોતાની ગુમાવેલી તાકાત હાંસલ કરવામાં સમય લાગશે. તેને એ સમયે પ્રેમ અને આરામની જરૂર છે. એક મહિનાના નવજાતને ગોદમાં ઉઠાવીને કામ પર પરત આવવાની નહીં, કેમ કે પુરુષોની દુનિયામાં તેને એ સાબિત કરવાનું છે કે તે કામચોર નથી, કેમ કે સ્ત્રીઓએ હંમેશાં ખુદને સાબિત કરવા માટે પુરુષો કરતાં દસ ગણી વધુ મહેનત કરવી પડે છે. દરેક ઓફિસમાં મેટરનિટી લીવ લેનારી મહિલાઓ માટે પુરુષો એમ કહેતા જોવા મળે છે કે આ તો મજાની રજાઓ વિતાવીને આવી છે. આખો સમય મફતનો પગાર લેતી રહી. આપણા દેશમાં આજે પણ પુરુષોને લાગે છે કે મેટરનિટી લીવ મહિલાઓની જરૂરિયાત નહીં, પણ તેના પર કરાયેલો કોઈ અહેસાન છે.

આ સમજવા માટે રોકેટ સાયન્ટિસ્ટ હોવાની જરૂર નથી કે પોતાના ગર્ભમાં નવું જીવન ધારણ કરેલી સ્ત્રી દસ મહિના પછી બાળકને છોડીને કામ પર આવી શકે નહીં. તેણે ન આવવું જોઈએ. તે હજુ પણ પોતાના બાળકને દૂધ પીવડાવી રહી છે અને એમ કરવું કામચોરી નથી કે મફતનો પગાર નથી. ઈઝાડોરા ડંકને પોતાની આત્મકથામાં લખ્યું હતું કે સંસારની તમામ માતાઓને ધરતીના સૌથી સુંદર ખૂણાઓમાં છોડી દેવી જોઈએ. સંસારના સૌથી મજાનાં પુસ્તકો, સૌથી મીઠું સંગીત, સૌથી ઉન્નત કલાઓ, તેમના માટે હોવાં જોઈએ. આ તો કોઈ સપના જેવી વાત લાગે છે. આટલું ન થાય તોપણ ઓછામાં ઓછું એટલું તો થાય કે પોતાના પેટમાં બાળક માટે એક મહિલાના મનમાં એ ડર ન હોય કે લોકો તેને નબળી સમજશે, કામચોર કહેશે. તેના માથે એ સમયે પણ ઓફિસમાં ખુદને સાબિત કરવાનો બોજ ન હોય, મનમાં નોકરી ખોઈ બેસવાનો ડર ન હોય, કરિયરમાં પાછળ રહી જવાની ચિંતા ન હોય.

બાળક પેદા કરવું કોઈ ખાનગી કામ નથી, એ એક સામાજિક કર્મ છે. આ માત્ર એક સ્ત્રી-પુરુષ અને તેના પરિવારની ચિંતાનો સવાલ નથી. આ સમગ્ર સમાજની ચિંતાનો સવાલ છે. ધરતી પર જન્મ લેનાર દરેક મનુષ્ય કાલે આ દેશનો, આ સમાજનો નાગરિક હશે. પોતાના સારા-ખરાબ દરેક સ્વરૂપમાં તે આ સમાજમાં પોતાનું યોગદાન આપશે. કોઈ બાળકને માતા-પિતા પેટીમાં બંધ કરીને રાખતા નથી. તે આ દુનિયામાં જાય છે અને દુનિયાનો બને છે, આથી આ દુનિયાની પણ જવાબદારી છે કે જન્મના પ્રથમ દિવસથી નહીં પણ ગર્ભમાં આવવાના દિવસથી તેની ફિકર કરવામાં આવે.

સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ, જર્મની અને ક્રોએશિયા જેવા દેશોમાં 14 મહિનાથી લઈને 24 મહિના સુધીની મેટરનિટી લીવની જોગવાઈ છે અને એટલી જ રજા પિતાને પણ મળે છે. એ દેશ માત્ર પોતાની મહિલાઓ જ નહીં પણ પોતાના નાગરિકો પ્રત્યે વધુ જવાબદાર છે. બાળક ઘરનો સોફાસેટ નથી. બાળક ભવિષ્યનો નાગરિક છે. તેનું માનસિક, શારીરિક સ્વાસ્થ્ય, તેનું ઉત્તમ જીવન સમગ્ર જીવનની જવાબદારી છે.

સૌમ્યા પાંડેની એ તસવીર અનેક સ્તરે તકલીફજનક છે. એક તો કોરોના મહામારીના સમયે એક મહિનાના બાળકને પોતાની સાથે ઓફિસ લઈને આવવું એકદમ બેજવાબદારીભર્યું છે. બીજું તેઓ બાકીની મહિલાઓ માટે ખોટું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે, જે સમાજમાં તેમની જેમ પ્રિવિલેજ્ડ નથી. જેમની પાસે ડ્રાઈવરવાળી કાર, બાકી કામો માટે દસ નોકર-ચાકર નથી. જેમને ઓફિસથી ઘરે જઈને ઘરના કામ કરવા પડે છે, રડતા બાળક સાથે આખીને આખી રાત જાગવું પડે છે અને સવારે ઊંઘરેટી, અધમરી હાલતમાં ઓફિસે જવું પડે છે.

અને આ તમામ સચ્ચાઈઓને પૂરેપૂરી બેશર્મી સાથે વણદેખ્યું કરીને પુરુષો એ તસવીર પર સલામ ઠોકવા, નમન કરતા રહે છે. પુરુષ તો બાળક પણ પેદા કરતા નથી, દર મહિને તેમના શરીરમાંથી લોહી વહેતું નથી, તેમ છતાં ઓફિસથી ઘરે પહોંચ્યા પછી એક ગ્લાસ પાણી પણ આપી શકતા નથી. અને ઘર-બહારનો તમામ બોજ એકલા ઉઠાવી રહેલી મહિલા પાસે એવી આશા રખાય છે કે તે બાળક પેદા કરીને તરત કામ પર પરત આવી જાય. થોડા ઈમાનદાર, થોડા સંવેદનશીલ, બસ માણસ બનો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો