• Gujarati News
  • Dvb original
  • In The Middle Of The Night I Fall Asleep Among The Corpses; Even Water Is Not Swallowed By Looking At Many Bodies

બ્લેકબોર્ડ:અડધી રાતે હું મૃતદેહો વચ્ચે ઊંઘી જાઉં છું; બાળકોના ફૂલ જેવા શરીરનું પોસ્ટમોર્ટમ કરતાં હાથ ધ્રૂજવા માંડે છે

17 દિવસ પહેલાલેખક: મૃદુલિકા ઝા
  • મૃતદેહો સાથે ડીલ કરવાનો અમને પગાર મળે છે
  • દારૂથી બગડેલા લિવર અમે જોયા છે, તેથી અમે કદી દારૂ નથી પીતા

એક વખત કોઈ દુર્ઘટનામાં દાઝેલો મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યો. પોસ્ટમોર્ટમ કરતાં મારા હાથ એક બોડી પર રોકાઈ ગયા. ગંભીર રીતે દાઝેલા તેના શરીરમાંથી અતિશય દુર્ગંધ આવી રહી હતી. શરીર પીગળી રહ્યું હતું, ગમે-તેમ કરીને ચીરફાડ કરી. જમવાનું તો દૂર, એ દિવસે મેં ગળેથી પાણી પણ ના ઉતાર્યું. ઘણા દિવસો સુધી તો ઊંઘમાં પણ એ ગંધ આવતી હતી. વ્યક્તિ જતી રહે છે, ગંધ રહી જાય છે.

મડદાંઘરમાં કામ કરવું, દરરોજ એક નવી દુર્ઘટના સાથે જીવવા બરાબર છે. ક્યારેક બળેલો મૃતદેહ આવે છે, તો ક્યારેક પાણીમાં ડૂબીને ફૂલેલો આવે છે. ઝેરથી ભરાયેલું શરીર પણ આવે છે અને ક્યારેક એવો ફૂલ જેવો નાજુક મૃતદેહ આવે છે કે એને કાપવાનું તો દૂર, ટાંકણી અડાડવાનું પણ મન ન થાય, પરંતુ અમે બધું જ કરીએ છીએ. ચીરફાડથી લઈને બોડીની દેખરેખ અને એને ઘરવાળાઓને સોંપવા સુધી. અમને મૃતદેહો સાથે ડીલ કરવાનો પગાર મળે છે.

સંજય જણાવે છે, તેમણે પહેલીવાર ડેડબોડી અડ્યા બાદ ઘસી-ઘસીને હાથ ધોયા. સૂંઘીને જોયું કે કોઈ ગંધ તો નથી આવી રહી ને!
સંજય જણાવે છે, તેમણે પહેલીવાર ડેડબોડી અડ્યા બાદ ઘસી-ઘસીને હાથ ધોયા. સૂંઘીને જોયું કે કોઈ ગંધ તો નથી આવી રહી ને!

આ બોલતાંની સાથે જ સંજયનો અવાજ બિલકુલ શાંત થઈ જાય છે. દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલની મોર્ચ્યુરીમાં 12 વર્ષથી કામ કરતા સંજયને મળવા અમે પહોંચ્યા, તે કોઈ પોસ્ટમોર્ટમના કામમાં વ્યસ્ત હતા. આ દરમિયાન અમે હોસ્પિટલમાં થોડા ચક્કર લગાવી આવ્યા. 1500 બેડના લાંબા હોસ્પિટલના છેલ્લા ખૂણા પર છે મોર્ચ્યુરી.

સામે નાનકડું બોર્ડ લટકાવેલું હતું, જેના પર લાલ અક્ષરોમાં કોઈ ચેતવણીની જેમ જ શબગૃહ લખેલું છે. હોસ્પિટલની ભીડ અહીં જોવા નથી મળતી. માત્ર પોલીસ, એમ્બ્યુલન્સ અને રોવાના અવાજો સંભળાય છે. આ બધાની વચ્ચે કે જ્યાં આપણે 5 મિનિટ ઊભા ન રહીએ ત્યાં સંજય પોતાના રાત-દિવસ વિતાવે છે.

થોડી રાહ જોયા બાદ તેમની સાથે મુલાકાત થાય છે. તેઓ માફી માગવાના અંદાજમાં કહે છે- ખરાબ કેસ હતો, પતાવવો જરૂરી હતો. અમે પૂછ્યું કેવો ખરાબ કેસ? તેમણે કહ્યું, ક્યારેય રસ્તા પર મરેલું પ્રાણી જોયું છે! એમાંથી કેવી ગંધ આવે છે? બસ, એવી જ ગંધમાં કલાક વિતાવીને આવી રહ્યો છું.

મોર્ચ્યુરીની અંદર જવાની તો મનાઈ હતી, તેથી અમે નજીકની એક ઓફિસમાં બેસી જઈએ છીએ અને સંજય એક પછી એક કહાની સંભળાવે છે.

દિલ્હીના રામમનોહર લોહિયા હોસ્પિટલની મોર્ચ્યુરીમાં સંજય દરરોજ ચારથી પાંચ મૃતદેહની ચીરફાડ કરે છે. આ દરમિયાન મૃતદેહ સાથે આવેલા લોકો કલાકો સુધી હોસ્પિટલમાં રાહ જુએ છે.
દિલ્હીના રામમનોહર લોહિયા હોસ્પિટલની મોર્ચ્યુરીમાં સંજય દરરોજ ચારથી પાંચ મૃતદેહની ચીરફાડ કરે છે. આ દરમિયાન મૃતદેહ સાથે આવેલા લોકો કલાકો સુધી હોસ્પિટલમાં રાહ જુએ છે.

હોસ્પિટલના અન્ય વોર્ડમાં કામ કરતો હતો, 12 વર્ષ પહેલાં જ્યારે એક દિવસ અચાનક મોર્ચ્યુરીમાં બદલી થઈ ગઈ. રોજની જેમ જ હું ડ્યૂટી પર પહોંચ્યો, પરંતુ બધું જ બદલાયેલું હતું. અહીં દર્દીઓની ચીસો નહોતી સંભળાતી, પણ એકદમ સન્નાટો હતો. હું ડરી ગયેલો, વારંવાર બહાર નીકળી જતો. બહારની દુનિયાના અવાજો સાંભળતો, આવી રીતે દિવસો નીકળી જતા હતા. પછી એક દિવસ અસલી પરીક્ષા આવી. મારે એક બોડીની ઓળખાણ કરાવીને તેને ઘરવાળાઓને દેવાની હતી.

કોલ્ડરૂમ પહોંચ્યો. ત્યાં 7 મૃતદેહ રાખેલા હતા, એમાંથી જ એકને કાઢીને મારે પરિવારને સોંપવાનો હતો. એકદમ ઠંડો રૂમ લગભગ માઈનસ 4 ડીગ્રી તાપમાન! થોડી જ મિનિટોમાં શરીર તો છોડો, મારા શર્ટનો કોલર પણ ઠંડીથી જામી ગયો હતો.

થોડીક ઠંડી અને થોડી ગભરામણને કારણે હાથ ધ્રૂજી રહ્યા હતા. નામ અને ID જોઈને બોડી કાઢી અને ચેઈન ખોલીને પરિવારને બતાવી. એકદમ વાતાવરણ બદલાઈ ગયું, બધા જ રડવા લાગ્યા, એક યુવતી તો બેભાન જ થઈ ગઈ. ચારેબાજુ આક્રંદ છવાઈ ગયો, હું આ બધું નિ:શબ્દ થઈને જોઈ રહ્યો હતો.

તેમના ગયા પછી મોજા ઉતાર્યા. હાથ બરાબર ધોઈ નાખ્યા, વારંવાર સાબુ લગાવતો જ રહ્યો, તેમ છતાં લાગ્યું કે હાથમાં કંઈક ચોંટેલું છે. સૂંઘીને જોયું, કોઈ ગંધ ન હતી. તેમ છતાં ચીતરી ચઢવા લાગી. જમવાનું તો દૂર, હું પાણી પણ ન પી શક્યો. શરૂઆતમાં એવું સતત થવા લાગ્યું, પછી આદત પડી ગઈ.

સંજય પોતાની જાતને જ કહે છે- ક્યાં સુધી ભૂખ્યા રહેત, ક્યાં સુધી ચમચીથી જમવાનું જમત. એકના એક દિવસે તો રૂટિનમાં આવવાનું જ હતું.

સંજય તો રૂટિનમાં પરત ફરી ગયા, પરંતુ શું તેમના પરિવાર માટે આ એટલું સરળ હતું! આ વિશે તેઓ યાદ કરે છે- શરૂઆતના દિવસોમાં તો ખરેખર ખૂબ જ મુશ્કેલીઓ આવી હતી. પત્ની ગુસ્સો કરતી હતી કે મડદાંઘરમાં કામ કરશો તો ઘર-સમાજમાં ઈજ્જત શું રહેશે? આ કામ છોડી દો, બાળકો નાનાં હતાં, વધુ સમજતાં ન હતાં. ધીમે-ધીમે પત્નીને આદત થઈ ગઈ અને બાળકો સમજુ થઈ ગયાં. હવે મારું મોર્ચ્યુરીમાં કામ કરવા મારા માટે એવું છે જાણે કોઈ ઓફિસમાં કોમ્પ્યુટર પર કામ કરવું.

સંજય કહે છે-મોર્ચ્યુરીમાં રહેવું, ભૂતો પર વિશ્વાસ પૂરો કરી દે છે. મડદાં બિચારાં પોતાની મરજીથી આંગળી પણ હલાવી નથી શકતાં, તેઓ શું કોઈને ડરાવવાનાં.
સંજય કહે છે-મોર્ચ્યુરીમાં રહેવું, ભૂતો પર વિશ્વાસ પૂરો કરી દે છે. મડદાં બિચારાં પોતાની મરજીથી આંગળી પણ હલાવી નથી શકતાં, તેઓ શું કોઈને ડરાવવાનાં.

જે ભૂત-પ્રેતોની કહાનીઓ આપણે ડરી ડરીને સાંભળીએ છીએ, સંજયને એવી વાર્તાઓ જોક્સ લાગે છે. તેઓ કહે છે, મોર્ચ્યુરીમાં રહીને ભૂતો પર વિશ્વાસને પૂરો કરી દે છે. મડદું તો બિચારું એની મરજીથી પોતાની આંગળી પણ હલાવી નથી શકતું, એ શું કોઈને ડરાવવાનું!

અમે તેમને પૂછ્યું કે તમને ક્યારેક તો ડર લાગ્યો હશે ને રાતે ઊંઘતી વખતે ક્યારેક તો તમને અનુભવ થયો હશે ને, તેઓ ફરી જવાબ આપે છે-ક્યારેય નહીં.

મૃતદેહો સાથે રહેવું જીવતા લોકો સાથે રહેવા કરતાં વધુ સેફ છે. મૃતદેહો તમારા પર હુમલા નથી કરતા, બસ, ચૂપચાપ પડ્યા રહે છે. હા, કોઈકવાર બોડી આવી જાય છે કે જોઈને હૃદય થંભી જાય છે. ફૂલ જેવા નાજુક શરીરનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવાનું આવે છે, હાથ કાંપવા લાગે છે. કડકડતી ઠંડીમાં પણ પરસેવો આવી જાય છે. બસ, એવા કિસ્સાઓમાં જ ડર લાગે છે.

મૃતદેહો માટે કામ કરવું દર્દીઓની સંભાળ રાખવા કરતાં પણ ધીરજવાળું કામકાજ છે. સંજય કહે છે- પોસ્ટમોર્ટમમાં બે મોટા કટ લગાવવામાં આવે છે, એક પેટથી છાતી સુધી અને બીજો માથાની આરપાર. ચીરફાડ બાદ જો ચીલાચાલુ ટાંકા લઈને બોડી છોડી દઈએ તો ઘરવાળાઓની તકલીફ વધી જાય છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે મૃતદેહ શરીર પણ એકદમ જીવિત જેવું લાગે. ખૂબ જ ઝીણવટથી ટાંકા લઈએ છીએ. લોહી સાફ કરીએ છીએ. વાળને પણ વ્યવસ્થિત ગોઠવી દઈએ છીએ. બધું જ જોડીને બોડીને એવી બનાવી દઈએ છીએ કે બસ આંખો ખોલવાની જ બાકી રહે.

રડતાં પરિવારજનોને સહાનુભૂતિ આપવાની અમને મનાઈ હોય છે, તેમના ખભે પ્રેમનો હાથ પણ નથી મૂકી શકતા, પરંતુ અમે માત્ર તેમના પરિવારના સભ્યનું શરીર ચીરફાડ વગર તેમની પાસે પહોંચે એનું ધ્યાન રાખીએ છીએ.

મોર્ચ્યુરીમાં કામ કરનારા પોતાના ગુસ્સા અને નશાના કારણે બદનામ હોય છે. તેમણે કહ્યું હતું કે અમે કદી નશો નથી કરતા. જે એકવાર મડદાંઘરમાં કામ કરી લેશે તે કદી નશો નહીં કરે. અમે દારુ પીને સુકાઈ ગયેલા લિવર જોઈએ છીએ. ઝડપી ગતિએ કાર ચલાવીને તડબૂચની જેમ ફાટેલા માથા જોઈએ છીએ. બે મિનિટના ગુસ્સાનું પરિણામ જોઈએ છીએ. અમને પોતાની જાતને કંટ્રોલ કરતા આવડે છે.

આ જગ્યાએ કામ કરવું બધું જ બદલી દે છે. અહીં માણસને જે વસ્તુ દેખાય છે, જે બીજે ક્યાંય નહીં દેખાય-મોત. તમે કરોડપતિ હોવ કે રોડપતિ, આવવાનું તો અહીં જ છે.

માહોલને હળવો કરતાં અચાનક તેઓ હસતાં-હસતાં કહે છે, OPDમાં ભાઈ લોકો પરેશાન રહે છે. દર્દી રડતો હોય છે, પરિવાર બૂમો પાડતો હોય છે. અહીં અમને કોઈ પરેશાન નથી કરતું, તેઓ પણ ચૂપ, અમે પણ ચૂપ.

મુડદાંઘરમાં ઘરથી વધુ સમય વિતાવતા સંજયને એક જ દુ:ખ છે કે તેઓ ઘરે પહોંચીને પોતાનાં બાળકોને અન્ય પિતાઓની જેમ ગળે ભેટી નથી શકતા. તેઓ જણાવે છે કે ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર છે. હોસ્પિટલ આવતાં સામેના દરવાજેથી નીકળું છુ, પરંતુ ઘરે જતી વખતે પાછળના દરવાજાથી અંદર જઉં છું. ત્યાંથી સીધો બાથરૂમમાં. નાહ્યા-ધોયા પછી જ પરિવારને મળી શકું છું. આવું ન કરું તો ખબર નહીં કંઈ ખતરનાક બીમારી અજાણતાં હું મારા પરિવારને આપી દઉં.

સડેલા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરતાં ઈન્ફેક્શનનો ડર રહે છે. આમ તો સંપૂર્ણ સેફ્ટી રાખવામાં આવે છે. ગલ્વ્સ, ચશ્માં, ગાઉન બધું જ પહેરીએ છીએ. વાપરેલી વસ્તુઓ ફેંકી દઈએ છીએ, ત્યારે પણ ડર લાગે છે. દરરોજ કેટલાય મૃતદેહો આવતા હતા અને દરેકનું મોઢું ફેમિલીને બતાવવું પડતું હતું. હું ડરતો હતો પરંતુ ઉપરવાળાએ રક્ષા કરી.

પત્ની પહેલાં રડતી હતી કે ટ્રાન્સફર કરાવી લો. મડદાં સાથે રહેવું સલામત નથી. હવે દીકરી ટોકી રહે છે કે પપ્પા કામ બદલી લો. હું તેની સાથે-સાથે પોતાને પણ મનાવી લઉં છું કે બેટા! હવે આગલા જન્મમાં જ બીજું કામ મળી શકશે, અત્યારે આ જ કરવા દો.

અન્ય સમાચારો પણ છે...