'પુષ્પા: ધ રાઈઝ' ફિલ્મ પાંચ ભાષામાં 17 ડિસેમ્બર, 2021એ રિલીઝ થઈ. તમિળ, મલયાલમ, કન્નડ, તેલુગુ અને હિન્દી એમ પાંચ ભાષામાં આ ફિલ્મે વિશ્વભરનાં થિયેટરોમાં પહેલા દિવસથી જ ધૂમ મચાવી. સૂર્યવંશી, સ્પાઈડરમેન સહિતની ફિલ્મોને કમાણીમાં પાછળ છોડી. 'પુષ્પા' ફિલ્મ જબરદસ્ત હિટ થઈ. હવે તો ઓટીટી પ્લેટફોર્મ પર પણ આ ફિલ્મ આવી ગઈ. 'પુષ્પા' ફિલ્મ સુપર-ડુપર હિટ શા માટે થઈ? શું એ સાઉથ ઈન્ડિયાની ફિલ્મ છે એટલે હિટ થઈ, શું એમાં અલ્લુ અર્જુન લીડ રોલમાં છે, એટલે હિટ થઈ, કદાચ આ બધાના જવાબ 'ના' હોઈ શકે છે. આ ફિલ્મ હિટ થવાનું એેકમાત્ર કારણ એનો વિષય હોઈ શકે. આ વિષય છે-લાલ ચંદનની દાણચોરી. વિશ્વમાં એકમાત્ર દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશનાં જંગલોમાં જ લાલ ચંદનનાં વૃક્ષો ઊગે છે. લાલ ચંદનનું લાકડું તમામ કુદરતી હોનારત સામે બાથ ભીડી શકે છે. તેને રેડિયેશનની પણ અસર થતી નથી એટલે એ અતિકીમતી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં એની કરોડો રૂપિયા કિંમત છે. મળતી ઊંચી કિંમતને કારણે ચાર દાયકાથી લાલ ચંદનની દાણચોરી થઈ રહી છે. કહેવાય છે કે આંધ્રપ્રદેશનાં જંગલોમાંથી લાલ ચંદનનાં વૃક્ષો સમાપ્ત થઈ રહ્યાં છે. દાણચોરી એટલી હદે વધી છે કે ભારતની આ ધરોહરને કુદરત સિવાય કોઈ બચાવી શકે એમ નથી. 'પુષ્પા' ફિલ્મ તો અરીસો બતાવતી સ્ટોરી માત્ર છે, પણ લાલ ચંદનની દાણચોરીનો કદાચ અંત નથી. આખરે શું છે લાલ ચંદન? શું છે દાણચોરીની મોડેસ ઓપરેન્ડી? આવો, જાણીએ ગ્રાફિક્સમાં...
ગ્રાફિક્સ : વિનોદ પરમાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.