તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • In Surat, 3 Youngsters Started A Start up After Seeing People Sitting On The Road Side Enjoying The Taste Buds, Delivering In Half An Hour And Selling 3 Lakh Food Per Month.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:સુરતમાં ફૂટપાથ પર બેસીને સ્વાદની મહેફિલ માણતા લોકોને જોઈને 3 યુવકે શરૂ કર્યું સ્ટાર્ટઅપ, અડધા કલાકમાં ડિલિવરી કરી મહિનામાં 3 લાખના ફૂડનું વેચાણ

સુરત25 દિવસ પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરનાર બે યુવક સહિતના ત્રણ યુવકની શરૂઆત
  • બડા બક્સા સ્ટાર્ટઅપને સફળતા મળ્યા બાદ અન્ય શહેરમાં વિસ્તારિત કરાશે

સફળતાની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોતી નથી, પરંતુ નવતર વિચારો અને કંઈક અલગ કરવાની લગની તથા હિંમત ધરાવતા યુવાનો આજે પોતપોતાનાં ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ શરૂ કરીને નામ અને દામ બંને મેળવી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ 3 યુવકે સુરતી કલ્ચરને અનુરૂપ બડા બક્સા નામે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જેમાં રાજમાર્ગ, પીપલોદ સહિતના ફૂટપાથ પર પરિવાર સાથે બેસીને સુરતી સ્વાદનો ચસકો માણનારાં શહેરીજનોને અડધો કલાકમાં જ ફૂટપાથ પર ભોજન આપવાની શરૂઆત કરી છે. આઠથી દસ લાખના રોકાણ સાથે શરૂઆત કરનારા હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થી સાથે ત્રણ યુવકે શરૂ કરેલી સર્વિસને લોકો આવકારી રહ્યા છે, કારણ કે બડા બક્સામાંથી ચાર લોકો ભરપેટ જમી લે એટલું ફૂડ, પાણી, ડિસ્પોઝેબલ ડિશ અને હાથ સાફ કરવાના ટિસ્યૂથી લઈને મુખવાસ પણ આપવામાં આવે છે. યુવકાના સ્ટાર્ટઅપને લોકોએ વધાવ્યું હોય તેમ શરૂઆતના પહેલા જ મહિને લગભગ ત્રણેક લાખ રૂપિયાનો વેપાર પણ થયો છે. હાલ સ્ટાર્ટઅપ થકી 20 લોકોને રોજગારી મળી રહી છે. સફળતા બાદ આગામી સમયમાં બિઝનેસ વિસ્તારવાની યોજના યુવકો ધરાવી રહ્યા છે.

ટૂંક સમય પહેલાં જ શરૂ કરેલા સ્ટાર્ટઅપને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ટૂંક સમય પહેલાં જ શરૂ કરેલા સ્ટાર્ટઅપને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ફૂટપાથ પર ભોજન કરતા લોકોને જોઈને સ્ટાર્ટઅપ શરૂ કર્યું
નવસારી ગામના 2 યુવાનો આકાશ અને શિવમ, જેમણે માસ્ટર્સ ઈન હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. સુરતમાં લારી કલ્ચરની સાથે સાથે રસ્તાના ફૂટપાથ પર બેસીને ભોજન માણતાં શહેરીજનોની પરંપરાને જોઈને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો હતો. બન્નેએ તેમના સુરતના મિત્ર વિશ્વાને સાથે રાખીને આ વિચારને આગળ વધાર્યો અને એક સ્ટાર્ટઅપની શરૂઆત કરી દીધી હતી. દર શનિ અને રવિવારે સુરત જેવા મહાનગરના પરિવારોને એવો કોઈ વિકલ્પ મળે, જેમાં પેટીપેક બક્સા હોય અને જમવા સાથે પ્લેટ, ચમચી, પાણીની બોટલ, મુખવાસ અને હાથ સાફ કરવા માટે વેટ ટિસ્યૂ પણ એમાં જ આપેલાં હોય. આ વિકલ્પનું નામ તેમણે બડા બક્સા આપી દીધું છે.

પરિવાર સાથે ભોજન મગાવનારા લોકોને સમયસર સુવિધા સાથેનું ભોજન મળી રહે છે.
પરિવાર સાથે ભોજન મગાવનારા લોકોને સમયસર સુવિધા સાથેનું ભોજન મળી રહે છે.

ફૂટપાથ પર ભોજનની મજા માણતા પરિવારો માટે ફૂડનો વિકલ્પ
શિવમ દેસાઈએ જણાવ્યું હતું કે આ બડા બક્સા એટલે બીજું કઈ નહીં, પણ પરિવારો માટે ફૂડનો એવો વિકલ્પ કે, જેને લઇને તેઓ અસલ સુરતીની જેમ ફૂટપાથ ઉપર બેસીને સાદડી પાથરીને મજા પણ માણી શકે. ઘરે જ જમતા અને ટીવી પર ફિલ્મ કે મેચ જોતા પણ મજા માણી શકાય. બડા બક્સા એટલે બધું જ આવી ગયું, એટલે ઘરની મહિલાઓને વાસણ ધોવાની પણ કોઈ જ ચિંતા નહીં અને હા,ફાર્મ હાઉસ પાર્ટી કે વીકેન્ડ પર બધા ભેગા થયા હોય તો ફક્ત કેટલા બડા બક્સા મગાવાના એ જ ગણવાનું એટલે જલસો પડી જાય.

ત્રણ મિત્રો સાથે શરૂ થયેલા સ્ટાર્ટઅપમાં 20 લોકો રોજગારી મેળવી રહ્યા છે.
ત્રણ મિત્રો સાથે શરૂ થયેલા સ્ટાર્ટઅપમાં 20 લોકો રોજગારી મેળવી રહ્યા છે.

દરેક પ્રકારના ક્યુસિન માટે એના સ્પેશિયાલિસ્ટ શેફ રાખ્યા
આ સ્ટાર્ટઅપના શિવમ દેસાઈ અને આકાશ ગાંધીએ બડા બક્સા અંગે જણાવ્યું હતું કે સૌથી પહેલું તો અમે ફૂડની ગુણવત્તામાં કોઈપણ પ્રકારનું સમાધાન કર્યું નથી. બીજી મુખ્ય વાત એ છે કે દરેક પ્રકારના ક્યુસિન માટે એના સ્પેશિયાલિસ્ટ શેફ જ રાખેલ છે. જેથી શ્રેષ્ઠ સ્વાદ મળી શકે. ત્રીજી અને ચોથી અગત્યની બાબત જે બડા બક્સાને એના સેગ્મેન્ટમાં પહેલું સાહસ કરનાર વેન્ચર બનાવી રહ્યું છે.

પ્રોપર પ્લાનિંગ અને લોકોની જરૂરિયાત પ્રમાણે સ્ટાર્ટઅપ આગળ વધી રહ્યું છે.
પ્રોપર પ્લાનિંગ અને લોકોની જરૂરિયાત પ્રમાણે સ્ટાર્ટઅપ આગળ વધી રહ્યું છે.

બોક્સને ઈકો ફ્રેન્ડલી બનાવાયું છે
આખું બડા બક્સા ઇકો ફ્રેન્ડલી છે, એટલે કે એમાં વપરાયેલું તમામ મટીરિયલ એક ખાસ પ્રકારના પેપરમાંથી બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકનો બિલકુલ પણ ઉપયોગ કર્યો નથી. એટલું જ નહીં, પણ તમામ ફૂડ આઇટેમ્સ જે પેકિંગમાં આપી રહ્યા છીએ એ ઓવન પ્રુફ છે, એટલે કે સીધેસીધું ઓવનમાં મૂકીને તેને ગરમ કરી શકાય. માત્ર 999 રૂપિયામાં 4 વ્યક્તિને આટલી બધી સુવિધા સાથે બડા બક્સા ઓફર કરવાનું મુખ્ય કારણ છે કે લોકોને એકદમ વાજબી ભાવે ખૂબ જ સુવિધાસભર ફૂડ આઇટેમ્સ મળી રહે.

આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ સ્ટાર્ટઅપને વિસ્તારિત કરવામાં આવશે.
આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ સ્ટાર્ટઅપને વિસ્તારિત કરવામાં આવશે.

ગુણવત્તાસભર ખોરાક આપવાનો આગ્રહ
સ્ટાર્ટઅપની ફૂડ વેરાઇટીઝ વિશે વાત કરતાં આકાશે જણાવ્યું હતું કે બડા બક્સા હેઠળ 7થી 8 અલગ અલગ ઓપશન્સ ઓફર કરીએ છીએ, જેમાં પંજાબી, પંજાબી-ચાઇનીઝ, ચાઇનીઝ અને મિક્સ બક્સા એટલે કે ઇટાલિયન અને મેક્સિકનનો પણ સમાવેશ થશે. ફક્ત 999 રૂપિયાથી શરૂ થતી નજીવી કિંમતે 4 વ્યક્તિનો પરિવાર અથવા 4 મિત્રો અલગ પ્રકારના ગુણવત્તા સભર ખોરાકનો આનંદ પણ માણી શકશે અને એ પણ દરેક પ્રકારની સુવિધાઓ સાથે. જેથી તેમણે કિટી પાર્ટી, ફેમિલી પાર્ટી કે મહેફિલ એન્જોય કરવા સિવાય બીજી કોઈ વ્યવસ્થા કરવાની રહેશે નહીં.

લોકોને ભોજનની સાથે સાથે પાણી અને મુખવાસ સહિતની વસ્તુઓ મળી રહે છે.
લોકોને ભોજનની સાથે સાથે પાણી અને મુખવાસ સહિતની વસ્તુઓ મળી રહે છે.

ફૂટપાથ પર બેસી ઓર્ડર આપો ને 30 મિનિટમાં ફૂડ હાજર
શિવમ દેસાઈએ જણાવ્યું હતું કે બડા બક્સાએ સુરતીઓની ફૂડ એન્જોયમેન્ટની દરેક પ્રકારની જરૂરિયાતનું એકમાત્ર સમાધાન બની રહેશે. બડા બક્સાને સફળતા મળે એટલે આ ત્રણેય યુવા બ્રિગેડ સુરતને સુરતી સ્પેશિયલ મંચિંગ સ્પેશિયલ અને સ્ટાર્ટર બક્સા જેવી નવીન ફૂડ બક્સાની પણ શરૂઆત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. જ્યારે ફૂટપાથ પર બેસી આપવામાં આવતા ઓર્ડરને ફક્ત 30 મિનિટમાં પહોંચાડી દેવામાં આવે છે.

સ્ટાર્ટઅપ કરનારા લોકોને પણ ત્રણેય મિત્રો પ્રોત્સાહિત કરે છે.
સ્ટાર્ટઅપ કરનારા લોકોને પણ ત્રણેય મિત્રો પ્રોત્સાહિત કરે છે.

સુરતીઓનો સાથ મળી રહ્યો છે
બડા બક્સાને મળી રહેલી સફળતા અંગે વિશ્વાએ જણાવ્યું હતું કે અમારી હજુ તો શરૂઆત છે. અમને શરૂઆતમાં જ સુરતીઓનો પ્રેમ મળી રહ્યો છે. અમે આગામી સમયમાં સુરતના અન્ય વિસ્તારોને પણ ક્વર કરવા ઈચ્છીએ છીએ. લોકોની જરૂરિયાત અને માગને ધ્યાનમાં રાખીને એક્સપાન્શન અન્ય શહેરોમાં પણ કરવાનું વિચારી રહ્યા છે, જે થોડા સમયમાં જ સાકાર થશે એમ લાગી રહ્યું છે.

વેબસાઈટ પરથી ઓર્ડર કરી શકાય છે
શિવમભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, બડા બક્સાની વેબસાઈટ પરથી ઓર્ડર કરીને ફૂડ મંગાવી શકાય છે. સાથે જ ઝોમેટો પરથી પણ ઓર્ડર લેવામાં આવતાં હોય છે. ઈન્ક્વાયરી માટે મોબાઈલ નંબર પરથી પણ વિગતો આપવામાં આવે છે. સાથે બોક્સ પર એક ક્યૂ કોડ મૂકવામાં આવ્યો છે. જેના આધારે સ્કેન કરીને લોકો ફૂડ અંગેનો તથા સર્વિસ લગતો રિવ્યૂ આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો