તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને દેશની બહાર વસતા શીખ સમુદાયના લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે. કેનેડાના વૈંકુવરમાં તો ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન પણ થયાં છે. યુરોપ, અમેરિકા, કેનેડા અને દુનિયાના અન્ય ભાગમાં વસતા લોકો ખેડૂતોના સમર્થનમાં એકજૂથ થઈ રહ્યા છે. એ આંદોલન માટે આર્થિક મદદ મોકલી રહ્યા છે.
અમેરિકાના ડેનવરમાં રહેતા કિરનપાલ સિંહ સિદ્ધુએ ખેડૂતોના આંદોલન માટે ઘણી વખત પૈસા મોકલ્યા છે. સિદ્ધુ કહે છે, અમને મીડિયા દ્વારા ખેડૂતોના આંદોલનની ખબર પડી છે. હવે હું દરરોજ ઓછામાં ઓછી બે વખત પ્રદર્શનમાં સામેલ લોકો સાથે વાત કરું છું. કોલોરાડો અને ડેનવરના શીખ અને ઈન્ડિયન કોમ્યુનિટી દરેક પ્રકારે આંદોલનમાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સિદ્ધુ આગળ કહે છે, હું મારા મિત્રો દ્વારા ઘણી વખત પૈસા મોકલી ચૂક્યો છું. આગળ પણ જરૂર જણાશે તો મોકલીશ. અમારો ભલે ગમે તેટલો ખર્ચ થઈ જાય, અમે પાછળ નહીં હટીએ. હું પોતે એક ખેડૂતનો દીકરો છું અને તેમના દુઃખને સમજી રહ્યો છું.
એક નવયુવાન પંજાબના હોશિયારપુરથી આંદોલનમાં જોડાવા માટે દિલ્હી આવ્યો છે. તેનું કહેવું છે કે કેનેડામાં મારા ભાઈ રહે છે. તે ખેડૂત આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે. તેણે કહ્યું હતું કે બદામ-દૂધ પીતા રહો અને ધરણાં પર અડગ રહો, પૈસાની ચિંતા ન કરશો.
વિદેશમાં રહેતા ભારતીય મીડિયા રિપોર્ટ, સોશિયલ મીડિયા અને પોતાના પારિવારિક મિત્રો દ્વારા આંદોલન વિશે માહિતી લઈ રહ્યા છે. બ્રિટનના લીડ્સમાં રહેતા જસપ્રીત સિંહ ઓફિસ આવતી-જતી વખતે રસ્તામાં તેમના સોશિયલ મીડિયા ફીડ પર માત્ર આંદોલન વિશે જ વાંચે છે. જસપ્રીત ભારત આવીને આંદોલનમાં સામેલ થવા માગે છે, પણ તેમના ઘરના લોકોએ ના પાડી દીધી છે.
જસપ્રીત કહે છે, ‘મારા પરિવારના લોકો ધરણાં પર બેઠા છે. હું બ્રિટનમાં બેસીને જ્યારે વૃદ્ધ ખેડૂતોની તસવીર જોઉં છું તો મન વિચલિત થઈ જાય છે. ખેડૂત તેમના હક માટે આંદોલન કરી રહ્યા છે, પણ મીડિયાના અમુક ભાગમાં એની નકારાત્મક તસવીર રજૂ કરવામાં આવી રહી છે. મારી ઘણી ઈચ્છા છે કે ભારતમાં આવીને આ ધરણાંમાં જોડાઈ જાવ’
મિત્રો-સગાંવહાલાં દ્વારા નાણાં આપવામાં આવી રહ્યાં છે
જસપ્રીતના જણાવ્યા પ્રમાણે, બ્રિટનના શીખ સમુદાયના લોકો પણ આંદોલન માટે પૈસા મોકલી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ આની સાથે જોડાયેલી પોસ્ટને શેર કરી રહ્યા છે. વિદેશમાં રહેતા શીખ સમુદાયના લોકો NGO દ્વારા પૈસા મોકલવાની જગ્યાએ તેમના મિત્ર અને સગાંવહાલાં દ્વારા પૈસા મોકલી રહ્યા છે. પ્રદર્શનમાં સામેલ લુધિયાણાથી આવેલા ખેડૂતના જણાવ્યા પ્રમાણે, તેમના મિત્રએ કેનેડાથી 20 હજાર રૂપિયા મોકલ્યા છે. તેઓ કહે છે, મારા મિત્રએ આંદોલન માટે ગુપ્ત દાન કર્યું છે. તે પોતાનું નામ જાહેર કરવા માગતા નથી.
કિરનપાલ સિદ્ધુ કહે છે, આટલું મોટું આંદોલન દિલ્હીમાં ચાલી રહ્યું છે. અમને એ જોઈને ખુશી થાય છે કે આટલા લોકો ભેગા થયા છે. માત્ર ખેડૂત જ આ ધરણાંમાં સામેલ નથી. અમે અહીં અમેરિકાથી દરેક પ્રકારનો સપોર્ટ કરવા માટે તૈયાર છીએ. જો આ કાયદો પાછો નહીં લેવામાં આવે તો અમે અમારા ગામને દત્તક લઈ લઈશું અને ખેડૂતોની મદદ કરીશું.
હરિયાણાથી આવેલા દેખાવકારી અનુપ ચનૌતના જણાવ્યા પ્રમાણે, અમેરિકા અને કેનેડામાં રહેતા તેમના ઘણા મિત્રોએ આંદોલનમાં મદદ કરવા માટે સંપર્ક કર્યો છે. ચનૌત કહે છે, વિદેશમાં રહેતા અમારા સાથી આંદોલનમાં દરેક પ્રકારની મદદ કરવા માટે તૈયાર છે. તે એકજૂથ થઈને મિત્રો દ્વારા પૈસા પણ મોકલી રહ્યા છે.
કેનેડાની વસતિમાં લગભગ 1.4 ટકા શીખ છે અને અહીંના રાજકારણમાં શીખોનો પ્રભાવ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ ખેડૂતોના આંદોલનને સમર્થન કર્યું છે. આને પણ કેનેડામાં શીખોના પ્રભાવના પુરાવા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ટ્રેક્ટર2ટ્વિટર કેમ્પેન દ્વારા પણ લોકો આંદોલનમાં જોડાઈ રહ્યા છે. આ કેમ્પેનમાં ખેડૂતોના મુદ્દા પર સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. આ કેમ્પેન દ્વારા વિદેશમાં રહેતા ભારતીયોએ સોશિયલ મીડિયા પર ગ્રુપ પણ બનાવ્યા છે અને તે એકબીજાનો સંપર્ક કરી રહ્યાં છે.
આ ગ્રુપમાં ખેડૂતોને દિલ્હી પહોંચવામાં પડી રહેલી તકલીફો અંગે ચર્ચા થઈ રહી છે. કેવી રીતે આંદોલનની આર્થિક મદદ કરવામાં આવે એ અંગે પણ લોકો વાત કરી રહ્યા છે. તે સોશિયલ મીડિયા પર આંદોલન સાથે જોડાયેલા ટોપિક ટ્રેન્ડ કરાવવા અંગે પણ કામ કરી રહ્યું છે.
ખેડૂતોના સમર્થનમાં કેનેડામાં પ્રદર્શન
સાથે જ દુનિયાભરમાં શીખોનાં મોટાં સંગઠન પણ આંદોલનમાં મદદ માટે આગળ આવ્યાં છે. કેનેડાના વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશને ખેડૂતોના આંદોલનનું સમર્થન કર્યું છે. વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ અધ્યક્ષ જસકરણ સંધુએ એક નિવેદનમાં કહ્યું હતું કે કેનેડામાં રહેતા મોટા ભાગના શીખો પાસે પંજાબમાં જમીન છે અથવા તેમના પરિવાર ત્યાં રહે છે. આ જ કારણે કૃષિ કાયદાથી તેઓ સીધી રીતે પ્રભાવિત થઈ રહ્યા છે.
કેનેડાના બ્રેન્પટનમાં ગુરુવારે ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તાના કાંઠે ઊભા રહેલા લોકોએ ગાડીઓમાંથી પસાર થઈ રહેલા લોકોને હોર્ન વગાડવાની અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિડિયોમાં સતત હોર્નનો અવાજ સંભળાઈ રહ્યો છે, જે જણાવે છે કે ખેડૂતોનું આ આંદોલન દેશ અને વિદેશમાં મજબૂત થઈ રહ્યું છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.