તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પુડુચેરીમાં આજે કોંગ્રેસ સરકારે બહુમતી સાબિત કરવાની છે. ઉપ-રાજ્યપાલ ડો. તમિલીસાઈ સુંદરરાજને સાંજે 5 વાગે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યએ રાજીનામાં આપ્યાં છે અને એક ધારાસભ્યને ગેરલાયક ઠરાવવામાં આવ્યા બાદ વી. નારાયણસામીની સરકાર સંકટમાં છે. 33 ધારાસભ્યવાળી વિધાનસભામાં અત્યારે 28 ધારાસભ્ય છે. એમાં સત્તા પક્ષ પાસે 12 અને વિપક્ષ વિપક્ષ પાસે 14 ધારાસભ્ય છે, જોકે નારાયણસામી હજુ પણ બહુમતી હોવાનો દાવો કરી રહ્યા છે.
ચાલો જાણીએ છેવટે પુડુચેરીમાં થઈ શું રહ્યું છે? રાજકીય સંકટ વચ્ચે ઉપ-રાજ્યપાલ કિરણ બેદીને શા માટે હટાવવામાં આવ્યાં? અને નવા ઉપ-રાજ્યપાલ તમિલીસાઈ કોણ છે? નારાયણસામીની સરકાર જો બહુમતી સાબિત કરી શકતી નથી તો આગામી સમયમાં શું થશે?
શા માટે સંકટમાં આવી નારાયણસામી સરકાર?
16 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ ધારાસભ્ય એ. જોન કુમારે રાજીનામું આપી દીધું હતું. નારાયણસામીના નજીકના ગણાતા કુમાર રાજીનામું આપનાર કોંગ્રેસના ચોથા ધારાસભ્ય હતા. આ અગાઉ એ નમસ્સિવમ, મલ્લાદી કૃષ્ણા રાવ અને ઈ થેપયન્થન પણ રાજીનામાં આપી ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય એ. ધનવેલીનું સભ્યપદ પક્ષવિરોધી પ્રવૃત્તિઓને લીધે સમાપ્ત કરવામાં આવ્યું હતું.
શા માટે હટાવવામાં આવ્યાં કિરણ બેદી?
કિરણ બેદી અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસામી વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો હતો. સામી આ વખતે પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કરી ચૂક્યા છે. નારાયણસામી મોટા ભાગે કિરણ બેદી પર ચૂંટાયેલી સરકારના દૈનિક કામકાજમાં દરમિયાનગીરી કરવાનો આરોપ લગાવતા રહ્યા છે; ત્યાં સુધી કે વર્ષ 2019માં ફેબ્રુઆરીમાં નારાયણસામી ઉપ-રાજ્યપાલના રહેઠાણ રાજ નિવાસની બહાર મંત્રીઓ સાથે ધરણાં પર બેસી ગયા હતા.
જોકે આ સાથે એવું કહેવામાં આવે છે કે કેન્દ્રએ નારાયણસામીની ફરિયાદને લીધે નહીં, પણ પુડ્ડુચેરીના ભાજપ તથા સહયોગી AIADMK નેતાઓ પાસેથી મળેલા પ્રતિભાવોના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. પુડ્ડુચેરીના ભાજપ અને AIADMK નેતાઓને ડર હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કિરણ બેદીને ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બનાવી શકે છે. હકીકતમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કિરણ બેદીએ પ્રજાને નારાજ કરતા અનેક નિર્ણયો લીધા છે.
રાહુલ ગાંધીના પુડ્ડુચેરી પ્રવાસ અગાઉ કિરણ બેદીને હટાવવાનો નિર્ણય સામે આવ્યો છે. કેટલાક નિષ્ણાતોનુ કહેવું છે કે રાહુલ પોતાના પ્રવાસ દરમિયાન કિરણ બેદી પર આકરા પ્રહારો કરવાની તૈયારીમાં હતા. જોકે બેદીને હટાવવામાં આવતાં મુખ્યમંત્રી નારાયણસામીએ દાવો કર્યો કે તેમના દબાણને લીધે ભારત સરકારે કિરણ બેદીને પદ પરથી હટાવ્યાં છે, કારણ કે તેઓ કલ્યાણલક્ષી યોજનાઓમાં અવરોધ ઊભો કરતાં હતાં.
Dr. Kiran Bedi removed as the Lieutenant Governor of Puducherry
— ANI (@ANI) February 16, 2021
Dr. Tamilisai Soundararajan, Governor of Telangana, given additional charge as Lieutenant Governor of Puducherry pic.twitter.com/pSOoIgcCJK
કોણ છે તમિલીસાઈ કે જેમને ઉપ-રાજ્યપાલ બનાવવામાં આવ્યા?
તેલંગાણાના ગવર્નર ડો.તમિલીસાઈ સુંદરરાજનને પુડુચેરીના LGનો વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે. તમિલીસાઈ કોંગ્રેસના સિનિયર લીડર અને ભૂતપૂર્વ સાંસદ કુમારી અનંતનની દીકરી છે. અલબત્ત, તેમનું સંપૂર્ણ રાજકીય કરિયર ભાજપનું જ રહ્યું છે.
ચેન્નઈના શ્રી રામચંદ્રન મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂકેલા તમિલીસાઈએ પાંચ વર્ષની નોકરી બાદ રાજકારણમાં જોડાયા હતા. વર્ષ 1999માં ભાજપની સાઉથ ચેન્નઈ મેડિકલ વિંગની સેક્રેટરી બન્યા. આશરે 20 વર્ષના રાજકારણમાં તેઓ તામિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ, ભાજપના રાષ્ટ્રીય સચિવ જેવાં પદો પર રહ્યા હતા.
જોકે તેઓ ક્યારેય ધારાસભ્ય કે સાંસદ બની શક્યા ન હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કરુણાનિધિની દીકરી કનીમોઝી સામે હારી ગયા હતા. ત્યાર બાદ તેમણે તેલંગાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.