વીડિયો એક્સક્લૂઝિવ:હિમાચલમાં દરરોજ 24 જંગલોમાં લાગે છે આગ, રાજસ્થાનના સરિસ્કામાં 90 કલાક સુધી આગ ચાલુ રહી; જાણો કેમ

એક મહિનો પહેલા

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઓડિશા, દેશનાં ઘણાં રાજ્યો જંગલમાં લાગેલી આગની ઝપેટમાં છે. એકલા રાજસ્થાનના સરિસ્કા ટાઈગર રિઝર્વમાં 90 કલાક સુધી આગ લાગી હતી. જો છેલ્લા એક મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો માત્ર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના જંગલોમાં 87 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં આગ લાગી છે. જેમાં 15,000 ફૂટબોલના મેદાન પણ તેમાં સમાઈ જાય. માત્ર માર્ચ 2021માં એકલા ઉત્તરાખંડના જંગલોમાં આગથી 2 ટન કાર્બન નીકળ્યું.

એક ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે. 95% જંગલોમાં માનવજાતના કારણે આગ લાગે છે. ક્યારેક પ્રવાસીઓ તો ક્યારેક સ્થાનિક લોકો આ માટે જવાબદાર હોય છે. અને પછી હીટવેવના કારણે તાપમાન વધી જાય છે. હીટ વેવની સ્થિતિ એ છે કે દેશના ઘણા રાજ્યોમાં માર્ચ મહિનાથી તાપમાનમાં સરેરાશ કરતાં 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.

જંગલમાં આગ કેમ લાગી રહી છે? તેનું હીટ વેવ કનેક્શન શું છે? આ ભીષણ આગ કેવી રીતે બુઝાવી શકાય? આવા જ કેટલાક સવાલોના જવાબ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ માટે તમારે ઉપર જઈને વીડિયો પર ક્લિક કરવાનું રહેશે.