કરિયર ફન્ડા:સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્વલંત સફળતા માટેના સોનેરી સૂત્રો; આ ત્રણ પ્રેક્ટિકલ વાતને હંમેશા યાદ રાખો

15 દિવસ પહેલા
  • શિક્ષણશાસ્ત્રી સંદીપ માનુધનેની ટિપ્સ

નિષ્ફળતા ભૂલો કરવાથી નહીં પણ તેનું પુનરાવર્તન કરવાથી મળે છે-સર જ્યોર્જ બર્નાર્ડ શૉ

કરોડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દર વર્ષે અનેક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે. આ માટે એટલે કે સફળતા માટે યોગ્ય વ્યૂહરચના ઘડવી ખૂબ જરૂરી હોય છે.

જીત અગાઉ થશે હાર- પોતાની જાતને તૈયાર કરો
જ્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરે છે તો "સફળતા", એટલે કે પરીક્ષામાં સફળતા મેળવી પોતાની સીટ કન્ફર્મ કરવાનું સપનું ધરાવે છે. હવે ક્લાસિસના સમય દરમિયાન 'મૉક ટેસ્ટ' સૉલ્વ કરવી એ સૌથી મહત્વનું હોય છે, જેથી વિદ્યાર્થીને વાસ્તવિક પરીક્ષનો અહેસાસ થાય, અને સમયસીમામાં તે પૂરી કરવાને લગતી યોગ્ય તાલીમ મળી રહે.

બસ અહીં જ તકલીફની શરૂઆત થાય છે! કેવી રીતે?
જ્યારે મૉક ટેસ્ટમાં પ્રશ્ન ખોટા પડવા લાગે છે તો વિદ્યાર્થીઓ નિરાશ થવા લાગે છે, અથવા તો ડરવા લાગે છે, પરીક્ષાલક્ષી પોતાની તૈયારી તથા યોગ્યતા અંગે આશંકા જન્મે છે. કેટલાક વિદ્યાર્થીઓ તો એવું જ વિચારે છે કે મારાથી કંઈ જ નહીં થાય કારણ કે મૉક ટેસ્ટમાં સફળતા મળતી નથી તો જ્યારે વાસ્તવિક પરીક્ષા યોજાશે ત્યારની તો વાત શું કરવી. આ બાબત વર્ગખંડ પૂછવામાં આવતા પ્રશ્નોને પણ લાગૂ થાય છે- શિક્ષક કોઈ પ્રશ્ન પૂછે છે અને તમે જવાબ આપી શકતા નથી, તેમ જ અન્ય કોઈએ તેનો ખરો જવાબ આપ્યો. તો તમે નિરાશ થઈ જાવ છો.અને જો આવો અનુભવ કેટલીક વખત થશે તો તમે લડવાનું જ છોડી દેશો ('લડવું' એટલે સ્પર્ધામાં આગળ વધવા માટે પ્રયત્ન કરવા).

ખોટું, ખોટું, ખોટું!
મનનું હારવું તે હાર છે, મનનું જીતવું તે જીત છે! જીવન આપણને શીખવે છે કે સફળતાનો માર્ગ નિષ્ફળતા વચ્ચેથી જ પસાર થાય છે. આ વાત તમે ક્યાંક સાંભળી પણ હશે! પણ યુવા વિદ્યાર્થીઓ આ અંગે સારી રીતે વાકેફ હોવા છતાં તેનું પાલન કરી શકતા નથી.

ત્રણ પ્રેક્ટિકલ વાતને હંમેશા યાદ રાખો
(1) સ્માઈલ ડોન્ટ ક્રાઈ- દરેક પ્રશ્ન કે જે ખોટો પૂરવાર થયો તે અંગે સ્મિત આપો, રડશો નહીં-તમારી જાતને કહો 'ચલો સારું થયું, આ ભૂલને યાદ રાખીશ અને વાસ્તવિક પરીક્ષામાં તે નહીં કરું'
(2) એનાલિસિસ કરો અને શીખો- નિરાશ અને ઉદાસ થવાને બદલે પોતાની જાતને પૂછો " ભૂલ ક્યાં થઈ ગઈ છે? અને દરેક ખોટા પડેલા પ્રશ્નને બે-બે વખત તપાસો, અને તેના પ્રત્યે વિશ્વાસ કેળવી લો.
(3) પોતાની જાતને કમિટમેન્ટ કરોઃ હું કોઈ પણ સંગોજોમાં હિંમ્મત હારીશ નહી, હું મારો વિશ્વાસ ગુમાવીશ નહીં- એક-એક બૂંદથી જ ઘડો ભરતો રહીશ-આ ત્રણ વાત તમારે દરરોજ કરવાની છે, અને તે અન્ય કોઈ નહીં કરે.

તો ચાલો હવે આપણે પરીક્ષાની તૈયારીમાં કરવામાં આવતી ત્રણ સૌથી મોટી ભૂલો અંગે વાત કરીએ. આ વાતનું પુનરાવર્તન નહીં કરીને સફળતાને સરળ બનાવી શકાય છે.

ભૂલ નંબર.1- તમારી શક્તિ અને નબળાઈને ખરા સ્વરૂપમાં ન ઓળખવી
સફળતા માટે આપણે આપણા મજબૂત પાસા તથા નબળાઈને લગતો બિલકુલ ખરો અંદાજ હોવો જોઈએ. આ ઉપરાંત પોતાની નબળાઈઓને સહજ રીત સ્વીકારવી તે એટલું જ જરૂરી છે. જેમ કે ગણિતના વિષયને સમજવામાં તમને કોઈ સમસ્યા છે, અને તે વિષયના કેટલાક જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાના છે તો તે અંગે પૂરી સમજણ કેળવીને યોજના ઘડો કે તમે પરીક્ષામાં આ પ્રશ્નો તરફ બિલકુલ ધ્યાન નહીં આપો, તેના અભ્યાસ પાછળ સમયનો કોઈ વ્યય નહીં કરો, અને તે બચેલા સમયને અન્ય પ્રશ્નોને વધારે સારી રીતે ઉકેલવા પાછળ લગાવશો. આ તમારી વ્યૂહરચના તમારી જીત હશે. આમ પણ, કોઈ 100% પ્રશ્ન ખરી રીતે કરી શકાતા નથી, અલબત સાચો ઉકેલ મેળવવામાં સમયનો બગાડ કર્યાં બાદ તેને ખોટો કરી નાંખવો તે તમારી હાર છે. આ વાત તમામ પ્રકારના વિષયોને એટલી જ લાગૂ પડે છે.

ભૂલ નંબર.2- મૉક અને પ્રોક્ટિસ ટેસ્ટનું પર્ફેક્ટ એનાલિસિસ ન કરવું
તૈયારી કરતી વખતે અન્ય સૌથી મોટી ભૂલ આપવામાં આવેલી મૉક ટેસ્ટનું યોગ્ય રીતે વિશ્લેષણ નહીં કરવું તે છે. ફક્ત મૉક ટેસ્ટમાં અપીયર થવું તે પૂરતું નથી. જો બે કલાકની ટેસ્ટ છે તો ત્રણથી ચાર કલાક તેના એનાલિસિસ પાછળ ખર્ચ કરવો જોઈએ. ત્રણ પ્રકારની ભૂલો થાય છે (i) નૉલેજ સાથે સંકળાયેલી એટલે કે એવા પ્રશ્ન ખોટા થઈ જાય અથવા છૂટી જાય કે જેના વિષે તમને કોઈ જાણકારી (નૉલેજ) ન હતું, (ii) સ્કિલ્સ બેઝ્ડ એટલે કે તમને ચોક્કસ કન્સેપ્ટ આવડ તો હતો પણ તમે એવા પ્રશ્નને ઉકેલવાની પ્રક્રિયામાં ક્યાંક ભૂલ કરી દીધી (ગણતરીમાં ભૂલ કરવી) (iii)વ્યૂહરચના સંબંધિત એટલે કે ઉકેલ મેળવવા અનુક્રમાંકને યોગ્ય રાખવો.

ભૂલ નંબર.3- સંપૂર્ણ પ્રયત્ન નહીં કરવા
કચવાતા મનથી કરવામાં આવેલા કાર્યોમાં સફળતા ઓછી મળે છે. સૌ પ્રથમ તો એક નિર્ણય કરી લો કે તમારો ઉદ્દેશ શું છે. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં 100% લાગી જશે. કોઈ કારણ વગર વારંવરા યોજનામાં ફેરફાર કરવો, સમયનો દુરુપયોગ, પરીક્ષા સંબંધિત સિલેબસ પૂરો ન કરવો અથવા અધવચ્ચે છોડી દેવો, આ તમામ તેના લક્ષણો છે. આ માટે યોગ્ય નિષ્ણાતો પાસેથી જ યોગ્ય માર્ગદર્શન મેળવો. સંપૂર્ણ અભ્યાસક્રમને ઓછામાં ઓછા બે વખત પૂરો કરો, યોગ્ય સંખ્યામાં મૉક અને પ્રેક્ટિસ ટેસ્ટ આપો, તે અંગે યોગ્ય એનાલિસિસ કરો. અને ખુશ રહો, હસતા રહો અને આગળ વધતા રહો.

જીત અગાઉ થશે હાર-પોતાની જાતને તૈયાર કરીને દેખાડશું!

અન્ય સમાચારો પણ છે...