• Gujarati News
  • Dvb original
  • In April May, Facebook Sent False Information To 100 Million Indians And Twitter To 35 Lakh Indians, No Ban On Money.

ચોંકાવનારો ઘટસ્ફોટ:એપ્રિલ-મેમાં ફેસબુકે 10 કરોડ અને ટ્વિટરે 35 લાખ ભારતીયો સુધી ખોટી માહિતી પહોંચાડી, પૈસાના પગલે નથી લાગી રહ્યો પ્રતિબંધ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં જાહેરાતથી મળનારી રેવન્યુ ઓછી હોવાને પગલે કંપનીઓ અહીં ફેક્ટ ચેક કરાવી રહી નથી
  • બાબા રામદેવની પોસ્ટ ભ્રામક હોવા છતાં કરોડો ડોલરની કમાણી કરવાની લાલચમાં એને હટાવાઈ નથી

ભારતમાં ફેસબુક અને ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કોરોનાની સારવારને લઈને ભ્રામક દાવાઓની ભરમાર છે. આવા દાવાઓ હિન્દીમાં વધુ છે, કારણ કે આ કંપનીઓની પાસે હિન્દી ભાષા સાથે જોડાયેલી ફેક્ટ ચેકિંગની કોઈ ઠોસ સિસ્ટમ નથી. આ ઘટસ્ફોટ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝમના રિપોર્ટમાં થયો છે.

ફેસબુકે 7 ટકા પોસ્ટ હટાવી, કંપનીની પાસે હિન્દી ફેક્ટ ચેકર નથી
આ રિપોર્ટ મુજબ, એપ્રિલથી મેની વચ્ચે 150 એવી પોસ્ટ પ્રકાશમાં આવી, જેમાં કોરોનાની સારવારની દેશી રીતો બતાવવામાં આવી છે. મોટી વાત એ છે કે આ પોસ્ટની રીચ એટલે કે આવી પોસ્ટ દેખનારાઓની સંખ્યા 10 કરોડથી વધુ થઈ ચૂકી છે. આમાંથી કરોડો લોકો આવી પોસ્ટને લાઈક અને શેર કરી રહ્યા છે. ઘણા લોકો કમેન્ટમાં પોતાનો મત પણ આપી રહ્યા છે.

જ્યારે ડોક્ટર્સ અને WHO સતત આવી કોઈપણ સારવાર કરવાથી લોકોને બચવાની સલાહ પણ આપી રહ્યા છે, જોકે તેમ છતાં ફેસબુક જૂનના પહેલા સપ્તાહ સુધી આ ભ્રામક પોસ્ટના 7 ટકાને જ પોતાના પ્લેટફોર્મ પરથી ડિલિટ કરી ચૂકી છે, એટલે સુધી કે પોસ્ટ ભ્રામક હોવાનું લેબલ પણ લગાવ્યું નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ-મેમાં 10 કરોડ લોકોને ખોટી જાણકારીથી પ્રભાવિત કરનારી આ 150 ભ્રામક પોસ્ટમાંથી માત્ર 10 પોસ્ટને જ હટાવવામાં આવી છે અથવા તો તેમની પર ખોટી માહિતી ફેલાવવાનું લેબલ લગાવવામાં આવ્યું છે.

ફેસબુકની તુલનામાં ટ્વિટરની અફવાની રીચ 3.5%, જોકે એ પણ બેદરકાર
ટ્વિટર ઈન્ડિયા પોલિટિકલ પોસ્ટ પર કાર્યવાહીને લઈને મોટા ભાગે ચર્ચામાં રહે છે, જોકે છેલ્લા બે મહિના દરમિયાન કોરોનાની સારવારને લઈને ફેલાવવામાં આવી રહેલા ભમ્ર પર ત્યાં પણ બેદરકારી છે. જ્યારે ટ્વિટર પર બે મહિના દરમિયાન લગભગ 65 ભ્રામક પોસ્ટ કરવામાં આવી, જેની પહોંચી 35 લાખ લોકો સુધી રહી. તેમાંથી કોઈપણ પોસ્ટને હટાવવામાં આવી હોય તેવા સમાચાર હજી સુધી આવ્યા નથી.

એપ્રિલમાં ટ્વિટરે જણાવ્યું હતું કે સરકારે ઘણાં ટ્વીટ્સને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો. સરકારે મીડિયાના, કોંગ્રેસના લોકસભા સાંસદ રેવંત રેડ્ડી, બંગાળના મંત્રી મલય ઘાટક, એક્ટર વિનીત કુમાર સિંહ અને બે ફિલ્મ મેકર્સનાં ટ્વીટને ફેક ગણાવ્યા હતા, ત્યારે એને હટાવી નાખવામાં આવ્યા હતા, જોકે અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યાં ન હતાં. બાદમાં ઘણાં અન્ય અકાઉન્ટમાંથી ઘણી પોસ્ટ શેર થઈ, જોકે એને લઈને ટ્વિટરે શું કર્યું, એની માહિતી હાલ ઉપલબ્ધ નથી.

નફો કમાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી હટાવી રહી પોસ્ટ
ફેક્ટ ચેક સાઈટ ઓલ્ટ ન્યૂઝના પ્રતીક સિન્હાના જણાવ્યા અનુસાર, ફેસબુક અને અન્ય કંપનીઓએ ખોટી માહિતી સામે લડવા માટે વધુ સ્ટાફની જરૂર છે. જોકે વધુ નફો કમાવવા માટે આવું કરવામાં આવ્યું નથી. ભારત અને અમેરિકામાં જાહેરાતોની કિંમતમાં અંતર છે. અહીં એટલા પૈસા મળતા નથી, આ કારણે કંપની સ્ટાફમાં રોકાણ કરવામાં રસ ધરાવતી નથી. એને કારણે પોસ્ટ ફિલ્ટર થઈ શકતી નથી.

બાબા રામદેવની પોસ્ટ પણ ભ્રામક, જોકે કોઈ કાર્યવાહી નહિ, કરોડો ડોલરનો મામલો છે
બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝ્મના રિપોર્ટ મુજબ બાબા રામદેવ કોરોનિલ કિટથી કોરોનાની સારવારનો દાવો કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં સારી રીતે શ્વાસ ન લઈ શકનાર લાખો લોકોએ તેમનો વીડિયો જોઈ ચૂક્યા છે, જોકે તેમની કોઈ પોસ્ટને લઈને સોશિયલ મીડિયામાં કોઈ કાર્યવાહી થઈ નથી.

ઓક્સફોર્ડની રિસર્ચ ફેલો સુમિત્રા બદ્રીનાથન કહે છે, ફેસબુક પર બાબા રામદેવની ઉપસ્થિતિ કરોડો ડોલરનો સવાલ છે. આ કારણે ફેસબુક તેમની ભ્રામક પોસ્ટ હટાવી રહ્યું નથી. વાસ્તવિક રીતે બાબા રામદેવના આવા દાવાઓ બીજો લોકો માટે પ્રેરણા પણ બની રહ્યા છે. યુટ્યૂબમાં આવા ઘણા વીડિયો દેખાઈ રહ્યાં છે.

યુટ્યૂબ પર માસ્ક-સેનિટાઇઝર વગર કોરોનાથી સાજા કરનારા ઘણા સ્વામી ઉપસ્થિત છે
યુટ્યૂબ પર એવા ઘણા બાબાઓ છે, જે પોતાની રીતે કોરોનાની સારવાર બતાવી રહ્યા છે. આ પૈકીના એક સ્વામી ઈન્દ્રદેવજી મહારાજ પણ છે, જેમનો વીડિયો ઘણો શેર થયો છે. એમાં તેમણે કહ્યું છે કે નાસ લેવાથી ક્યારે પણ કોરોના થતો નથી. તેમણે દાવો કર્યો છે કે જો આખો પરિવાર નાસ લેશે તો માસ્ક અને સેનિટાઈઝર ન પહેરવા અને ન લગાવવા પર પણ કોરોના થશે નહિ, કારણ કે તે તમારા શરીરને અંદરથી સેનિટાઈઝ કરે છે અને ફેફસાં સારા રહે છે. જ્યારે WHOએ ગત વર્ષે જ આ અંગે ચેતવણી બહાર પાડી હતી અને આવા ઉપાયો કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવાનું પણ કહ્યું હતું. ઘણા અલગ-અલગ અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડોક્ટરની સલાહ વગર નિયમિત નાસ લેવો એ ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...