તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બિહારના હાજીપુરમાં રહેતા રોહિત સિંહે હિમાચલ પ્રદેશની એક સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પિતા ઈચ્છતા હતા કે તે લશ્કરમાં અધિકારી બને, પણ રોહિત કંઈક અલગ જ કરવા માગતો હતો. તે નોકરી ઈચ્છુકને બદલે નોકરી દાતા બનવા ઈચ્છતો હતો.
ચાર વર્ષ અગાઉ ગામમાં પરત આવ્યો અને ખેતી કરવાની શરૂઆત કરી. આજે તે તરબુચ, કાકડી, કેળા અને અનેક પ્રકારના શાકભાજીની ખેતી કરી રહ્યો છે. એક સીઝનમાં તેની કમાણી રૂપિયા 40 લાખથી વધારે છે.
26 વર્ષનો રોહિત કહે છે કે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે બિહારના લોકો અન્યત્ર રોજગારી માટે જતા હોવા અંગે મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો. હું હંમેશા વિચારતો હતો કે એક નોકરી માટે લોકો પોતાના ઘર પરિવારને છોડીને મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર બનવું પડે છે. લોકો ખેતીવાડીને લઈ નિરાશ થઈ ગયા હતા. મારે આ ધારણાને બદલવી હતી.
તે કહે છે કે વર્ષ 2015માં ધોરણ-12 બાદ પરત ફર્યો હતો. ઘરના લોક તે સમયે ઘણો વિરોધ કરતા હતા. પણ મે નક્કી કર્યું હતું કે ખેતીને ફક્ત આજીવિકા નહીં પણ બિઝનેસ મોડલ બનાવવી છે. તે કહે છે કે મારી પાસે પૂરતા પ્રમાણમાં જમીન હતી. ખેતીવાડીને લઈ પૃષ્ટભૂમિ પણ હતી.
પિતાજી ખેતી કરતા હતા. હું પરંપરાગત ખેતીને બદલે નવી ટેકનોલોજીથી કોમર્શિયલ ફાર્મિંગ કરવાનો નિર્ણય કર્યો. હું તરબૂચ, કેળા, સંતરા, દાડમ અને શાકભાજીની ખેતીની શરૂઆત કરી. સિંચાઈ માટે ડ્રીપ ઈરિગેશન ટેકનોલોજી અપનાવી.
રોહિત અત્યારે 100 એકર જમીન પર ખેતી કરી રહ્યો છે. બિહાર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ તે પોતાની કૃષિ પેદાશોનો પુરવઠો ઉપલબ્ધ કરાવે છે. અત્યારે તે બાંગ્લાદેશમાં પણ પોતાના ઉત્પાદનો મોકલવાની શરૂઆત કરી છે. 200થી વધારે ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે. 100 લોકો તો તેની સાથે કામ કરી રહ્યા છે. તે મોટાભાગે તાલીમ કેમ્પ લગાવી લોકોને તાલીમ આપે છે.
રોહિત એગ્રો ક્લિનિક શરૂ કરવા જઈ રહ્યો છે. જેમાં ખેડૂતોને તાલીમ સાથે પાકોની કેવી રીતે દેખરેખ રાખવી તથા જાળવણી સંબંધિત માહિતી આપી રહ્યો છે. આ માટે તેણે નિષ્ણાત લોકોની ભરતી પણ કરી છે, જેથી ખેડૂતો પાકોની યોગ્ય ટ્રીટમેન્ટ કરી શકે.
ડ્રીપ ઈરિગેશન શુ છે
એ ઈઝરાયેલની એક જાણીતી ટેક્નિક છે. તેનાથી પાણી અને ખાતર બન્નેની યોગ્ય બચત થાય છે. તેમા પાણીના ટીંપા પડે છે અને પાકના મૂળમાં જાય છે. તેમા માનવ શ્રમની પણ બચત થાય છે. અત્યારે દેશના અનેક ભાગોમાં આ પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવી રહી છે.
તરબૂચની ખેતી કેવી રીતે કરશો
તરબૂચની ખેતી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં શરૂ થાય છે. તેની ખેતી માટે 10થી 12 ફૂટના અંતરે નહેરો તૈયાર કરવામાં આવે છે. નહેરોની બન્ને બાજુએ પર આશરે એક ફૂટ અંતર પર બિયારણનું વાવેતર કરવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો મલ્ચિંગનો ઉપયોગ કરે છે, જેને લીધે ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. સારી ઊપજ માટે જમીનમાં છાણિયા ખાતરને સારી રીતે મિશ્રિત કરવામાં આવવું જોઈએ. તે સાથે નિંદણ અને કીટકોથી પણ પાકને બચાવવા જોઈએ. એક એકર જમીનમાં આશરે રૂપિયા 25000 ખર્ચ આવે છે.
ખેતીમાંથી કેવી રીતે નફો રળશો
રોહિત કહે છે કે ખેડૂતોએ કોમર્શિયલ ફાર્મિંગ અપનાવવું જોઈએ. ત્યારે જ તેમને નફો મળી શકે છે. એ બાબત જરૂરી નથી કે તરબૂચ અથવા પાકોની જ ખેતી કરવામાં આવે. જે પણ પાક લો તેના લોકેશનની દ્રષ્ટિએ હોવા જોઈએ. આપણે એ પણ જોવું જોઈએ કે કઈ સિઝનમાં કયા ઉત્પાદનની માંગ વધારે હોય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને પાકની પસંદગી કરવી જોઈએ. જે લોકો ખેતીમાં આવવા ઈચ્છે છે તેમણે શરૂઆત નાના સ્તરેથી કરવી જોઈએ અને ત્યારબાદ તેનો વ્યાપ વધારવો જોઈએ. આ સાથે જ આપણે ઉત્પાદનને લગતી પ્રોસેસને લઈ પણ કામ કરવું જોઈએ.
તે કહે છે કે માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાની મદદ લઈ શકાય છે. આ સાથે શરૂઆતમાં મંડીઓમાં જઈને ઉત્પાદન વેચી શકાય છે. જો તમારા ઉત્પાદનો સારા હશે તો લોકો વચ્ચે લોકપ્રિય થવા લાગશે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.