• Home
  • Dvb Original
  • In 2017, the Ministry of Defense asked troops stationed on the Chinese border to delete 42 Chinese apps following the Doklam dispute.

સુરક્ષાને ખતરો / સરકારે 2017માં ડોકલામ વિવાદ બાદ ચીનની સરહદ પર તૈનાત સૈનિકોને 42 ચાઇનીઝ એપ ડિલીટ કરવા કહ્યું હતું, તેમાંથી 38 નવા લીસ્ટમાં પણ છે

X

  • 2017માં આપવામાં આવેલી 42 એપ્સમાં વિબો, વી ચેટ મેસેંજર, શેરઇટ, યુસી બ્રાઉઝર જેવા નામ શામેલ છે, જે ગઈકાલની યાદીમાં પણ છે
  • 2015માં, ચીનના હેકરોથી સુરક્ષાને ખતરો હોવાથી દિલ્હીના સાઉથ બ્લોકમાં વાઇ-ફાઇ અને બ્લુ ટૂથ ડિવાઇસના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો હતો

ઉપમિતા વાજપેયી

ઉપમિતા વાજપેયી

Jun 30, 2020, 05:05 PM IST

નવી દિલ્હી. સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. 2017માં ડોકલામ વિવાદ દરમિયાન સંરક્ષણ મંત્રાલયે ચીનની સરહદ પર તૈનાત સૈનિકો અને અધિકારીઓને 42 ચાઇનીઝ એપ્લીકેશન્સ ડિલીટ કરવા માટે આદેશ આપ્યો હતો. આ એપ્સને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવી હતા.

સંરક્ષણ મંત્રાલયે 24 નવેમ્બર 2017ના રોજ એક આદેશ જારી કર્યો હતો. તેમાં 42 એપ્સની સૂચિ હતી. સૈનિકો અને અધિકારીઓને આ એપ્લિકેશનને તાત્કાલિક સત્તાવાર અને વ્યક્તિગત બંને ફોનથી કાઢી નાખવા કહેવામાં આવ્યું હતું. આ સાથે જ ફોનને ફોર્મેટ કરવા પણ કહેવાયું હતું.

ઇન્ટેલિજન્સ ઇનપુટ
2017માં, ભારત અને ચીન વચ્ચે જૂનથી ઓગસ્ટ દરમિયાન ડોકલામ વિવાદ થયો હતો. આ દરમિયાન ચાઇનીઝ એપ્લિકેશનથી સંબંધિત ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યું હતું. આ પછી એપ્લિકેશનને ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ચીન ડોકલામમાં સરહદની ખૂબ નજીકમાં એક રોડ બનાવતું હતું. ભારતીય સૈનિકોએ તે કામ બંધ કરાવ્યું હતું.

2017માં સંરક્ષણ મંત્રાલયે જાહેર કરેલી સૂચિમાં 42 એપ્સ હતી. આમાં વિબો, વી ચેટ મેસેંજર, શેરઇટ અને યુસી બ્રાઉઝર શામેલ છે. સોમવારે જે એપ્સ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં આ નામ પણ શામેલ છે. આ વર્ષે જૂનના પ્રારંભમાં, ગૃહ મંત્રાલયે એક એડવાઇઝરી જારી કરી હતી. તે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO)ના ઇનપુટ્સના આધારે બનાવવામાં આવ્યું હતું. સરકારે જે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં એન્ટીવાયરસ અને બ્રાઉઝર પણ છે.

આ એપ્સને કાઢી નાખવા કહેવામાં આવ્યું હતું
બીગો લાઇવ, વી ચેટ , શેરઈટ, ટ્રુ કોલર, યુસી ન્યૂઝ, યુસી બ્રાઉઝર, બ્યુટી પ્લસ, ન્યૂઝ ડોગ, પેરેલલ સ્પેસ, વીવા વિડિઓ, ક્યૂ ક્યૂ ઇન્ટરનેશનલ, ક્યૂ ક્યૂ સિક્યુરિટી સેન્ટર, ક્યૂ ક્યૂ લોંચર, ક્યૂ ક્યૂ પ્લેયર, ક્યૂ ક્યૂ મ્યુઝિક, ક્યૂ ક્યૂ ન્યૂઝફીડ, એપયુઝ બ્રાઉઝર, પરફેક્ટ કોર્ફ, વાયરસ ક્લીનર, સીએમ બ્રાઉઝર, એમઆઈ કોમ્યુનિટી, ડીયુ રેકોર્ડર, વોલ્ટ હાઇડ, યુકેમ્પ મેકઅપ, એમઆઈ સ્ટોર, કેશ ક્લિયર ડીયુ એપ સ્ટુડિયો, ડીયુ ક્લીનર, ડીયુ બ્રાઉઝર, ડીયુ પ્રાઈવસી, ડીયુ બેટરી સેવર, 360 સિક્યોરિટી, ક્લીન માસ્ટર, બાયડુ ટ્રાન્સલેશન, બાયડૂ મેપ, વન્ડર કેમેરા, ઇએસ ફાઇલ એક્સ્પ્લોરર, ફોટો વન્ડર, ક્યૂ ક્યુ મેઇલ, મેઇલ માસ્ટર, એમઆઈ વિડિઓ કોલ, સેલ્ફ સિટી, વી સિંક.

2015માં પણ પગલા લેવામાં આવ્યા હતા
ડિસેમ્બર 2015માં, સંરક્ષણ મંત્રાલયે ચાઇનીઝ હેકરોથી જોખમ ઉભું થતા દિલ્હીના સાઉથ બ્લોક મુખ્યાલયમાં વાઇ-ફાઇ અને બ્લુ ટૂથ ડિવાઇસના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. સિંગાપોર સ્થિત એક કંપનીએ ચાઇનીઝ બગથી દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતીય નેવીના યુદ્ધ જહાજની હિલચાલ સંબંધિત માહિતી અને ચીન સરાહદ સંબંધિત માહિતી લીક થવાની આશંકા દર્શાવી હતી. ચાઇનીઝ સ્માર્ટફોનના વધતા ઉપયોગ વચ્ચે, સેનાને ડર હતો કે પ્રતિબંધિત ઘણી એપ્લિકેશન્સ પહેલાથી જ ફોન્સ પર ઇન્સ્ટોલ થઈ ગઈ છે. કેટલીકવાર તેમને અનઇન્સ્ટોલ કરવું શક્ય નથી.

સોમવારે સરકારે આ 59 એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી