તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:શા માટે રાફેલની જેમ પહેલા મિગ 21 અને જગુઆર પણ અંબાલામાં તહેનાત હતા અને તેનો મુકાબલો કરવા ચીન પાસે કોઈ ફાઈટર નથી

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • અહીંયા તહેનાત કરવાથી પશ્વિમ સરહદ પર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપથી એક્શન લઈ શકાશે, રસપ્રદ વાત તો એ પણ છે કે અંબાલા એરબેઝ ચીનની સીમાથી 200 કિમી દૂર છે
  • મિરાજ 200 જ્યારે ભારત આવ્યું હતું તો ઘણી જગ્યાઓએ રોકાયું હતું, પરંતુ રાફેલ એક સ્ટોપ પછી સીધા અંબાલા એરબેઝ પર ઉતરશે

 ભારતને 27 જૂલાઈ સુધી ફ્રાન્સથી 6 રાફેલ ફાઈટર જેટ મળવાના છે. આ ફાઈટર જેટને અંબાલા એરબેઝ પર તહેનાત કરવામાં આવશે. ભારત રાફેલ બનાવનારી ફ્રેન્ચ કંપની દસો એવિએશન સાથે 36 ફાઈટર જેટ ખરીદશે. આશા છે કે 2022 સુધી આ તમામ ફાઈટર જેટ મળી જશે. 

LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રાફેલ આપણા માટે જરૂરી પણ હતુ. ભારતીય વાયુસેનાએ પહેલા પણ ફ્રાન્સ, રશિયા અને બ્રિટન જેવા દેશો પાસેથી ફાઈટર જેટ ખરીદ્યા છે. ફ્રાન્સ પાસેથી આપણે જેટલા પણ ફાઈટર જેટ ખરીદ્યા છે, એ તમામ દસો એવિએશનના છે.  જેમાં 1953 થી 1965 વચ્ચે 10 એમડી 450 ઓરાગેન(ભારતમાં આને હરિકેન કહે છે) ખરીદ્યા હતા. 1957 થી 1973 વચ્ચે 100 MD 454 મિસ્ટેરે-5 ખરીદ્યા હતા. 1985માં મિરાજ 2000 ખરીદ્યા હતા. મિરાજનો ઉપયોગ આપણે કારગિલની લડાઈ અને બાલાકોટમાં એરસ્ટ્રાઈકમાં પણ કરી ચુક્યા છીએ.

27 જૂલાઈએ ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટ જેટનો પહેલો જથ્થો મળશે. જેમાં 6 વિમાન ભારત પહોંચશે.
27 જૂલાઈએ ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટ જેટનો પહેલો જથ્થો મળશે. જેમાં 6 વિમાન ભારત પહોંચશે.

રાફેલ ફાઈટર જેટના આવ્યા પછી ભારતની કેટલી શક્તિ વધશે? ચીનના વિમાનોની તુલનામાં કેટલું શક્તિ શાળી હશે? આ બધુ સમજવા માટે વાંચો રિટાયર્ડ એર માર્શલ અનિલ ચોપડાનું એક્સપ્લેનર...

ભારતીય પાયલટ રાફેલ લઈને ભારત પહોંચશે
રાફેલને ભારતીય વાયુસેનાના ફાઈટર પાયલટ જ ફ્રાન્સથી લઈને ભારત પહોંચશે. ભારત આવ્યા પહેલા પાયલટ ફ્રાન્સમાં જ ઉડાન ભરીને પ્રેક્ટિસ કરશે. ફ્રાન્સ બોર્ડેક્સ મેરિગ્નેક એરફીલ્ડથી ભારતીય પાયલટ 25 જૂલાઈએ ઉડાન ભરી શકે છે. 6 એરક્રાફ્ટ ત્રણ ત્રણ વિમાનના ગ્રુપમાં વહેંચાશે. આ વિમાનો સાથે C-70 અથવા IL-76 જેવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ હશે. આ એરક્રાફ્ટ એન્જિનીયર્સ, ટેક્નીશિયન અને સ્પેર પાર્ટ્સ લઈને આવશે.

જેના માટે મોટા વિમાનની જરૂર છે, કારણ કે એક વિશેષ લોડિંગ ટ્રોલી સાથે એક સ્પેર એન્જિન પણ હશે. હાલ રાફેલ અનઆર્મર્ડ હશે, એટલા માટે એક્સટર્નલ ફ્યૂલ ટેન્કની પણ જરૂર પડશે. ફ્રાન્સથી ભારત પહોંચવામાં માત્ર એક જ સ્ટોપ હશે. પહેલા તો ફ્રાન્સની વાયુસેના તેમા ફ્યૂલ ભરવાની સુવિધા આપશે. લગભગ 4 કલાક સુધી ઉડાન ભર્યા પછી રિફ્યૂલિંગ માટે અને પાયલટના આરામ માટે તેને રોકવું પડશે. મિરાજ 2000 જ્યારે ભારત આવ્યું હતું તો ઘણી જગ્યાએ રોકાયું હતું. પણ રાફેલ એક સ્ટોપ પછી સીધુ અંબાલા એરબેઝ પર ઉતરશે.

તસવીર ગત વર્ષની છે જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલ વિમાન લાવવા માટે ફ્રાન્સ ગયા હતા
તસવીર ગત વર્ષની છે જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલ વિમાન લાવવા માટે ફ્રાન્સ ગયા હતા

ફ્રાન્સમાં રાફેલના પાયલટ્સને ટ્રેનિંગ અપાઈ 
રાફેલ ઉડાવવા માટે ભારતીય વાયુસેનાના પાયલટ્સની ટ્રેનિંગ ફ્રાન્સના મોન્ટ-ડે-માર્સન એરબેઝ પર થઈ હતી. અહીંયા મિરાજ 2000ની ટ્રેનિંગ પણ થઈ હતી. ભારતીય વાયુસેનાના પાયલટ્સ જ નહીં પણ એન્જિનીયર્સ અને ટેક્નીશિયન્સને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ લોકો ભારત આવીને અન્ય સાથીઓને પણ ટ્રેનિંગ આપશે. 

17માં સ્ક્વાડ્રન ગોલ્ડન એરોજ રાફેલની પહેલી સ્ક્વાડ્રન હશે. ખાસ વાત તો એ છે કે પૂર્વ એર ચીફ બીએસ ધનોઆએ કારગિલ યુદ્ધ દરમિયાન આ સ્ક્વાડ્રનની કમાન સંભાળી હતી. એક વર્ષ પછી જ્યારે હાશમીરામાં રાફેલની બીજી સ્ક્વાડ્રન તૈયાર થશે, ત્યારે ત્યાં પાયલટનું એક ગ્રુપ વહેંચાઈ જશે.

મિગ 21 અને જગુઆર પણ અંબાલામાં જ તહેનાત કરાયા હતા 
શરૂઆતમાં જગુઆર અને મિગ-21 બાઈસન જેવા ફાઈટર પ્લેનને પણ અંબાલા એરબેઝ પર જ તહેનાત કરવામાં આવ્યા હતા. આ એરબેઝ ભારતની પશ્વિમ સરહદથી 200 કિમી દૂર છે અને પાકિસ્તાનના સરગોધા એરબેઝની નજીક છે. અહીંયા તહેનાત કરવાથી પશ્વિમ સીમા પર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપથી એક્શન લઈ શકાશે. રસપ્રદ વાત તો એ પણ છે કે અંબાલા એરબેઝ ચીનની સીમાથી પણ 200 કિમી દૂર છે. અંબાલા એરબેઝથી 300 કિમી દૂર લેહની સામે ચીનનું ન્ગારી ગર ગુંસા એરબેઝ છે.

રાફેલને તહેનાત કરવા માટે અહીંયા ઈન્ફાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવ્યું છે. સ્પેશ્યલ બ્લાસ્ટ પેન એવિયોનિક્સ અને ઈલેક્ટ્રોનિક્સ વારફેયર સિસ્ટમ લેબ, હથિયાર તૈયાર કરનારા વિસ્તારમાં ટેક્નીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે અને પછી તેને રિડેવલપ કરવામાં આવ્યું છે. જો કે, એન્જિનને ટેસ્ટ કરવા માટે વધુ સુવિધાની જરૂર પડી શકે છે. પછી આવું જ ઈન્ફ્રાસ્ટક્ચર હાશિમારામાં પણ તૈયાર કરવામાં આવશે.

સૌથી શક્તિશાળી વિમાન જેનાથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે 
રાફેલ DH(ટુ સીટર) અને રાફેલ EH(સિંગલ સીટર) બન્ને ટ્વિન એન્જિન, ડેલ્ટા વિંગ સેમી સ્ટીલ્થ કેપેબિલિટીઝ સાથે ચોથી જનરેશનનું વિમાન છે. આ વિમાનથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે.
આ ફાઈટર જેટને રડાર ક્રોસ-સેક્શન અને ઈન્ફ્રા રેડ સિગ્નેચ સાથે ડિઝાઈન કરાયું છે. જેમાં ગ્લાસ કોકપિટ છે. આ સાથે જ એક કોમ્યુટર સિસ્ટમ પણ છે, જે પાયલટને કમાન્ડ અને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેમાં શક્તિશાળી M 88 એન્જિન લાગેલું છે. રાફેલમાં એક એડવાન્સ એવિયોનિક્સ સૂટ પણ છે. જેમાં લાગેલું રડાર, ઈલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેલ્ફ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટનો ખર્ચ આખા વિમાનની કુલ કિંમતનો 30% છે.

આ જેટમાં RBE 2 AA એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે(AESA) રડાર લાગેલું છે જે લો ઓબ્ઝર્વેશન ટાર્ગેટને ઓળખવામાં મદદ કરે છે. જેમાં સિંથેટિક અપરચર રડાર(SAR) પણ છે, જે સરળતાથી જામ નહીં થઈ શકે. જ્યારે આમા લાગેલુ સ્પેક્ટ્રા લાંબા અંતરના ટાર્ગેટને પણ ઓળખી શકે છે.

તસવીર ગત વર્ષ ઓક્ટોબરની છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે, એક બાજુ ભારતના સૈન્ય અધિકારી તથા બીજી બાજુ ફ્રાન્સના
તસવીર ગત વર્ષ ઓક્ટોબરની છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે, એક બાજુ ભારતના સૈન્ય અધિકારી તથા બીજી બાજુ ફ્રાન્સના

આ ઉપરાંત કોઈ પણ ખતરાની આશંકા વાળી સ્થિતિમાં આમા લાગેલુ રડાર વોર્નિંગ રિસિવર લેજર  વોર્નિંદ અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ એલર્ટ થઈ જાય છે અને રડારને જામ થતા બચાવે છે. આ ઉપરાંચ રાફેલની રડાર સિસ્ટમ 100 કિમી વિસ્તારમાં પણ ટાર્ગેટને ડિટેક્ટ કરી લે છે.  રાફેલમાં આધુનિક હથિયાર પણ છે, જેમ કે આમા 125 રાઉન્ડ સાથે 30MMની કેનન છે. જે એક વખતમાં 9 હજાર કિલો વજન લઈ જઈ શકે છે. જેમાં હવાથી હવામાં પ્રહાર કરનારી મેજિક-2,MBD મીકા IR અથવાEM અને MBDA મીટિયર જેવી મિસાઈલ છે. આ મિસાઈલ હવામાં 150 કિમી સુધીના ટાર્ગેટને મારી શકે છે. જેમાં હવાથી જમીન પર પ્રહાર કરવાની શક્તિ પણ છે. જેની રેન્જ 560 કિમી છે. આ એરક્રાફ્ટનો ઉપયોગ ઈરાક, અફઘાનિસ્તાન, લીબિયા, માલી અને સીરિયામાં થઈ ચુક્યો છે. આ ફાઈટર જેટના આવવાથી ભારતની શક્તિ હિન્દ મહાસાગરમાં પણ વધશે.

રાફેલ સામેના મુકાબલા માટે ચીન પાસે કોઈ ફાઈટર નથી 
ચીન પાસે હાલ ચેંગડૂ જે-10 વિમાન છે, જે ઈઝરાયલના લાવી એરક્રાફ્ટનું મોડિફાઈડ રૂપ છે. ચીનનું આ વિમાન અમેરિકાના F-16 A/Bના બરાબર જ છે. ચીન પાસે આવા 400 વિમાન છે. આ વિમાનમાં 100 કિમી સુધીની રેન્જમાં પ્રહાર કરનારી PL-12 BVR મિસાઈલ છે. આ ઉપરાંત ચીન પાસે શેન્યાંગ જે -11 પણ છે, જે સુખોઈ 27ની કોપી છે. જેમાં PL-12 મિસાઈલ લાગેલી છે. જે ભારત પાસેના સુખોઈ 30 MKIની જેમ જ છે. 

આ ઉપરાંત ચીને એક શેન્યાંગ J-16 ફાઈટર જેટ પણ બનાવ્યું છે, જે રશિયાના સુખોઈ 30 MKKનું મોડિફાઈડ વર્ઝન છે. ચીન પાસે આવા 130 ફાઈટર જેટ છે. આ વિમાનમાં 150 કિમી સુધી પ્રહાર કરનારી PL15 મિસાઈલ પણ તહેનાત હોઈ શકે છે. ચીન પાસે સુખોઈ 30 MKK પણ છે, જે સુખોઈ 30ની તુલનામાં એડવાન્સ વેરિયન્સ છે. આ ઉપરાંત ચીન પાસે 5મી પેઢીનું J-20 ફાઈટર જેટ પણ છે. જે હાલ ઓપરેશનલ નથી.

ગત વર્ષે રક્ષામંત્રી રાજનાથ સિંહ રાફેલમાં સવાર થયા હતા. તેમણે લગભગ 30 મિનિટ સુધી ઉડાન ભરી હતી
ગત વર્ષે રક્ષામંત્રી રાજનાથ સિંહ રાફેલમાં સવાર થયા હતા. તેમણે લગભગ 30 મિનિટ સુધી ઉડાન ભરી હતી

 જ્યારે ભારતીય વાયુસેના પાસે રાફેલ, સુખોઈ, 30MKI, મિરાજ 2000 અને મિગ 29નું એક શાનદાર કોમ્બિનેશન છે. આ ઉપરાંત જગુઆર, મિગ 21 બાઈસન અને સ્વદેશ LCA અને MK1 પણ છે. ભારતને જે રાફેલ મળવાનું છે, તેનો મુકાબલો કરવા માટે ચીન પાસે કોઈ ફાઈટર જેટ નથી.

 સાથે જ પાકિસ્તાન પાસે સૌથી સારુ ફાઈટર જેટ F-16 બ્લોક 52 છે, જેની મિસાઈલની મારક ક્ષમતા 120 કિમી સુધીની છે. એટલે કે પાકિસ્તાન અને ચીનની તુલનામાં ભારતીય વાયુસેના પાસે સારા ફાઈટર જેટ છે.

આધુનિક હથિયારોથી સજ્જ રાફેલ સૌથી શ્રેષ્ઠ ફાઈટર જેટ છે, જેમાં જમીન પર હુમલો, એન્ટી શિપ સ્ટ્રાઈક અને પરમાણુ હુમલાની શક્તિ છે. દસોનું બનાવાયેલુ આ ફાઈટર જેટ એક ઓમ્નીરોલ વિમાન છે. જેમાં AESA રડાર, IRTC, એવિયોનિક્સ ફ્યૂસ્ડ ડેટા, સ્ટીલ્થ ફીચર્સ, સ્પેક્ટ્રા પ્રોટેક્શન સૂટ છે. સૌથી ખાસ વાત તો એ છે કે આની બન્ને બાજુ હથિયાર રાખી શકાય છે, આપણી પાસે 36 રાફેલ વિમાન હશે. જો કે, આટલા વિમાન બે સ્ક્વાડ્રન પણ નથી બનાવતા. ભારતે પણ પહેલા આવું કર્યુ છે અને પછી 36 વિમાનનો ઓર્ડર આપ્યો છે. 
(એર માર્શલ અનિલ ચોપડા, રિટાયર્ડ ફાઈટર પાયલટ છે, તેઓ એર ઓફિસર ઈન્ચાર્જ પર્સનલ 2012માં રિટાયર્ડ થયા હતા) 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser