બ્લેકબોર્ડકાશ્મીર ગયો હતો પૈસા કમાવવા, કોન્ટ્રેક્ટરે બંધક બનાવી લીધો:પૈસા માગતાં તો માર મારતો, કહેતો- તારી પત્નીને ઉઠાવી લઈશું

છત્તીસગઢના જાંજગીરથી3 દિવસ પહેલાલેખક: મૃદુલિકા ઝા

તાવમાં પટકાયેલી 9 મહિનાની દીકરી માટે હું આજીજી કરતો હતો, કે મને ઘરે જવા દો. પરંતુ તેમને મને 10 રૂપિયાની નોટ આપીને સરકારી હોસ્પિટલ જવાનું કહ્યું. સાથે તેનો એક માણસ હતો, જે 24 કલાક નજર રાખતો હતો. કોઈ અમારી ગરદન ઉડાવી દેવાની ધમકીઓ આપતા, કોઈ મારતા. અન્ય લોકો માટે કાશ્મીર ભલે જ સ્વર્ગ હોય, અમારા માટે નર્કથી ઓછું ન હતું.

છત્તીસગઢી- મિલી હિન્દીમાં વાત કરતા ભોજરામ બંજારે આ વાત કરતા કરતા દીકરીને ઉંચકી લે છે. તેઓ વારંવાર એક જ વાત કરે છે- ભૂખે મરી જઈએ પણ હવે કાશ્મીર નહીં જઈએ.

આ મહિનાની 17 તારીખે તેઓ બડગામથી છત્તીસગઢ પરત ફર્યા. તો બડગામ, જ્યાં સુખનાગ નદી વહે છે. સુખનાગ એટલે કે ખુશીઓ આપનારી નદી. કહેવાય છે કે, એક સમયે આ નદીનું પાણી એટલું પારદર્શક હતું કે લોકો અરીસો વસાવતા જ ન હતા. ભોજરામને પારદર્શક નદીની ઝલક ન મળી.

તેમને વેલીઓમાં ખળખળ વહેતા ઝરણાં કે બરફ ન જોયો. તેઓ ઈંટ ભટ્ઠીની પાસે ઘાસની ઝુંપડીમાં રહેતા, જ્યાં સાંકળવાળા દરવાજાને હવા પણ અડકે તો 24 વર્ષના આ યુવકની છાંતી જોરજોરથી ધડકવા લાગતી હતી. જેને આવનારા અનેક મહિના સુધી પૈસા વગર કામ કરવાનું હતું.

સપ્તાહ પહેલા કાશ્મીરથી એક વીડિયો વાયરલ થયો, જેમાં છત્તીસગઢના મજૂર ઘર પરત ફરવાની આજીજી કરતા હતા. વાત વધી તો બંને રાજ્યોએ દરમિયાનગીરી કરી અને તેમને કેદમાંથી છોડાવીને ઘર મોકલવાનું શરૂ થયું.

પરત ફરેલા આ લોકો સાથે મળવા માટે હું સક્તી પહોંચી. રાયપુરથી લગભગ 250 કિલોમીટર દૂર આ જિલ્લો આ મહિને જ જાંજગીરથી અલગ થયો.

ચોરભટ્ટી ગામ ઘણું જ પછાત છે. અહીં એક વખત વરસાદ પડી જાય પછી કીચડવાળા રસ્તાઓ જ જોવા મળે છે.
ચોરભટ્ટી ગામ ઘણું જ પછાત છે. અહીં એક વખત વરસાદ પડી જાય પછી કીચડવાળા રસ્તાઓ જ જોવા મળે છે.

રસ્તાના નામે નાના-મોટા ખાડાઓ અને ઘરની જગ્યાએ કાચા મકાન. એડ્રેસ પૂછતાં પૂછતાં ચોરભટ્ટી ગામ પહોંચી. સામે જ એક દુકાન પર કેટલાંક લોકો પત્તા રમી રહ્યાં હતા. કાશ્મીરથી પરત ફરેલા મજૂર કહ્યું તો એક વ્યક્તિ કેટલાંક કાચા મકાનો તરફ ઈશારો કર્યો.

હું આગળ વધતી ગઈ, તે પહેલાં બીજાએ મને ટોકી- 'પગપાળા જવું, ગજબની હિંમતનું કામ છે.' પગપાળા ન જાવ, ઘણો જ કાદવ છે. પત્તા રમતા લોકોને એક અજાણી વ્યક્તિ માટે ચિંતા હતી. હું માત્ર અંદાજો લગાવી શકી કે આવા ભોળા લોકોની મુશ્કેલી ત્યારે કેવી રહી હશે, જ્યારે તેમના પોતાના કાશ્મીરમાં ફસાયેલા હતા.

કાચી વસાહતના તે ઘરોની આગળ ભીડ લાગેલી હતી. સ્ત્રી સુંદર સાડી અને પુરુષો પોતાના સૌથી સારા કપડાંમાં હંસીને વાતો કરી રહ્યાં હતા. હું પહોંચી તો સન્નાટો છવાઈ ગયો. આવવાનો હેતુ જાણીને એક વ્યક્તિએ કહ્યું- 'પરત આવી ગયા તેટલું ઘણું છે. જણાવીશું તો શું અમારી ઈજા પર મલમ લાગશે.'

થોડાં સમય પછી કેટલાંક લોકો વાત કરવા રાજી થઈ ગયા. ભોજરામ તેમાંથી જ એક હતો.

બીમાર દીકરી તરફ ઈશારો કરતા કહ્યું- આને તાવ હતો. શરીર તપતું હતું પરંતુ અમે ઈંટ બનાવતા રહ્યાં.પત્ની રડતી હતી. અનેક વખત દુર્ઘટના ઘટતાં ઘટતાં બચી. જેમતેમ કરીને ઠીક થઈ, તો ગામમાં પિતાજીને લકવો થઈ ગયો.

પરત ફરવાની તૈયારીઓ કરવા લાગ્યા, ત્યારે કોન્ટ્રાક્ટરે બંધક બનાવી લીધા. તેમ કહેતા કે બાજુમાં પડેલા પલંગને જુએ છે, જ્યાં એક જર્જરિત શરીર પડેલું છે. તે તેમના પિતા છે, જે હરીફરી નથી શકતા.

ઘરમાં લગભગ અંધારું જ રહેતું હતું. પલંગથી દવાઓની ગંધ અને કણસવાનો અવાજ આવે છે. હું સવાલ કરું છું- મેં સાંભળ્યું છે કે તમે લોકો એડવાન્સ લઈને કામથી બચવા માટેના બહાનાઓ કરો છો?

સવાલ શંકાથી ભરેલો હતો, પરંતુ અકળાવવાની જગ્યાએ જવાબ આવે છે- તમે પોતે જ જોઈ રહ્યાં છો, પિતાજીની સ્થિતિ શું છે. રહી એડવાન્સની વાત, તો અમે જાણીએ છીએ કે એડવાન્સ લીધા પછી ગુલામ બની જઈએ, તેથી એક રૂપિયો પણ ન લીધો.

વાત થઈ હતી કે ત્યાં રોજ બે હજાર ઈંટ બનાવવાના બદલામાં દર અઠવાડીયે પૈસા મળશે, પરંતુ જૂનથી સપ્ટેમ્બર આવી ગયો, હાથમાં એક પૈસા ન આવ્યો. માગતા તો માર મળતો. તેઓ અમારા બૈરાઓને ગાળો આપતા અને તેને ઉઠાવવાની ધમકી આપતા.

આ વાત કરતા ભોજરામ અનેક વીડિયોઝ દેખાડે છે, જેમાં તેના સાથી મજૂર ગંભીર રીતે ઘાયલ છે.

જો કે વીડિયો શેર ન કરી શકાય, કેમકે મારના નિશાન શરીરના ગુપ્ત ભાગોમાં છે. કેટલાંક 'નોર્મલ' વીડિયો આપવાની વાત પર કહે છે- કાશ્મીરથી લેબર ઓફિસર આવ્યા હતા, તેમને લાઈનમાં ઊભા રાખીને એક-એકના મોબાઈલમાંથી તમામ વીડિયો ડિલીટ કરી દીધા. માત્ર આ જ બચ્યો.

લોકો શહેરથી પરત ફરે છે તો ત્યાંની યાદભરી ક્ષણ સાથે લાવે છે. અમે પહેલા ક્યાંય જતા તો મસ્ત-મસ્ત કપડાં લાવતા. શહેરી રંગે રંગાયેલા હોઈએ. વાળ ઓળેલા. પરંતુ આ વખતે પરત ફર્યા તો મોઢું છુપાવીને બેસવું પડે છે. શરમ આવતી હતી કે પૈસા વગર પરત ફર્યા છીએ અને તે પણ માર ખાઈને. સંબંધીઓને મળવા બીજા ગામ પણ નથી જતા.

પાસે જ તેની પત્ની છે. નકલી સિલ્કની ઝરીદાર ગુલાબી સાડીમાં સજ્જ સજનીના હાથમાં અનેક બંગડીઓ છે. વાતાવરણને હળવું બનાવવા માટે હું હંસતા હંસતા પૂછું છું- તમારી પાસે આટલી સુંદર સાડી છે, પછી ગરીબ કઈ રીતે થઈ. તાત્કાલિક જવાબ આવે છે- હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે. ઘરમાં પૂજા હતી, તો દીદીએ પોતાની સાડી પહેરાવી દીધી.

સજની બંજારે જણાવે છે કે બાળકોને ત્યાં જમીન પર સૂવડાવીને તે કામ કરતી હતી. એના માટે ન તો કોઈ સુરક્ષિત રૂમ હતો, ન તો સારું વાતાવરણ.
સજની બંજારે જણાવે છે કે બાળકોને ત્યાં જમીન પર સૂવડાવીને તે કામ કરતી હતી. એના માટે ન તો કોઈ સુરક્ષિત રૂમ હતો, ન તો સારું વાતાવરણ.

વીસેક વર્ષની આ માના ચહેરા પર ભાવ છે. તે કાશ્મીરથી તો બચીને આવી પરંતુ દીકરીની બીમારી અને વિતેલા સમયનો ડર હજુ પણ તેના મોઢા પર જોવા મળે છે.

દીવાલમાં બનાવેલા કબાટમાં દવાઓની શીશીઓ છે. તો એક બંધ ઘડિયાળ લટકેલી છે, જે લગ્નના સમયે ખરીદવામાં આવી હતી. સાથે જ બે પલંગ. આ વસ્તુ જ આ પરિવારની પૂંજી છે. થોડીવાર પછી હું પૂછું છું- હવે શું કરશો?

કોઈ બીજા રાજ્ય જતા રહીશું, કેમકે કમાશું નહીં તો ખાશું શું.

આ ગામમાં જ રહેતા અનુજ ભારદ્વાજ પણ પરિવાર સાથે કાશ્મીર ગયો હતો. તે જણાવે છે, દૂરના ગામડાંના લોકો અમને ખોટી ખોટી વાત કરીને ત્યાં લઈ જાય છે અને પછી લોકલ કોન્ટ્રાક્ટરની પાસે છોડી દે છે. તે પછી તેઓ અમને મારે કે ખાવાનું પણ ન આપે કોઈ જ સાંભળવાવાળું નથી હોતું. ગમે તેટલી મોટી જરુરિયાત આવી પડે, પૈસા માગીએ તો માત્ર 10 રૂપિયા જ આપે છે.

10 રૂપિયા કેમ?

વધુ આપે તો ટિકિટ લઈને અમે પાછી ભાગી જઈશું?

અનુજ ચાર મહિનાની ગર્ભવતી પત્નીને લઈને બડગામ ગયો હતો, કેમકે ઈંટ બનાવવાનું કામ એક માણસથી નથી થતું. તેઓ કહે છે- સામાન્ય કામ અને બાળકોની સારસંભાળ તે કરતી, બાકીનું કામ હું સંભાળતો. વિચાર્યું હતું, પરત ફરીશું તો હાથમાં પૈસા હશે. પછી આરામથી ડિલિવરી થઈ જશે. પરત ફર્યાં તો ખરા પરંતુ ખાલી હાથ અને માર ખાઈને.

ચોરભટ્ટીનું આ તળાવ અને શિવ-પ્રતીક પ્રત્યે ગ્રામવાસીઓમાં ઘણી માન્યતા છે. બીજા રાજ્યમાં જતા લોકો અહીં માથું ટેકવીને સલામત રીતે પાછા ફરીએ તે માટે પ્રાર્થના કરે છે.
ચોરભટ્ટીનું આ તળાવ અને શિવ-પ્રતીક પ્રત્યે ગ્રામવાસીઓમાં ઘણી માન્યતા છે. બીજા રાજ્યમાં જતા લોકો અહીં માથું ટેકવીને સલામત રીતે પાછા ફરીએ તે માટે પ્રાર્થના કરે છે.

લોકલ પોલીસ પાસે કેમ ન ગયા? પોલીસ શું, અમે તો આર્મીવાળા પાસે પણ ગયા હતા. તેમને કહ્યું કે સરપંચ કહે તો અમે તેમની વાત માની લઈશું. સરપંચે કોન્ટ્રાક્ટરના પક્ષમાં કહ્યું અને સેનાના લોકો પરત ફરી ગયા.

શું તમને લોકોને કોઈ બિલ્ડિંગમાં કેદ રાખવામાં આવ્યા હતા?

બિલ્ડિંગ નહીં, ઈંટ-ભઠ્ઠીમાં. અમે તે વિસ્તારથી ક્યાંય બહાર ન જઈ શકીએ. ચાર લોકો વાત ન કરી શકે. મોઢું પર કપડું બાંધીને લોકો સતત ચોકીદારી કરતા. કોઈના પર શંકા જાય તો તેને માર મારતા અને પછી તે ગાયબ થઈ જતો.

તસવીર 19 સપ્ટેમ્બરની છે. કાશ્મીરના મજૂર પોતાના પરિવારની સાથે છત્તીસગઢ પરત ફર્યા છે.
તસવીર 19 સપ્ટેમ્બરની છે. કાશ્મીરના મજૂર પોતાના પરિવારની સાથે છત્તીસગઢ પરત ફર્યા છે.

અહીં અવારનવાર મજૂરો પર આતંકી હુમલાઓ થાય છે. આ વર્ષે જૂનમાં બે લોકો માર્યા ગયા, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. ગરીબ રાજ્યોના અનામ ગામમોમાં વસતા આ ચહેરા વેલીમાં કીડા-મકોડાથી પણ ઓછી ઔકાત ધરાવે છે.

દક્ષિણની ફિલ્મના અભિનેતા જેવા ચહેરાવાળા અનુજનું દર્દ કાશ્મીર સુધી સીમિત નથી. તેને પોતાના 8 વર્ષના પુત્રનું સ્કૂલમાં એડમિશન તો કરાવ્યું પરંતુ સ્કૂલે નથી મોકલી શકતો.

પુત્ર ત્યાં જ ઊભો છે. માઈક તરફ જોયા રાખે છે. છત્તીસગઢીમાં બોલતા પિતાને વચ્ચે વચ્ચે ટોકીને તે હિન્દી પણ કરે છે. દેશની કેટલીક સ્કૂલમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, પરંતુ આ બાળક માટે સ્કૂલ સુધી પહોંચવું જ મોટી પરીક્ષા સમાન છે.

વાતચીત કરતા હું જાંજગીરના શ્રમ વિભાગ પહોંચી, જ્યાં લેબર ઓફિસર ઘનશ્યામ પાણિગ્રહી સાથે મુલાકાત થઈ. તેઓ જણાવે છે કે વર્ષ 2001થી લઈને 2022 સુધી કુલ 977 લોકો ફોર્સ્ડ લેબરના શિકાર થયા. એટલે કે તેમને પરાણે પકડીને કામ કરાવવામાં આવ્યું.

તેમના જ આંકડા પર જ્યારે હું બંધક શબ્દનો ઉપયોગ કરું છું, તો વાત એકાએક બદલાય જાય છે. બ્લેક ટીનો ઘુંટડો ભર્યા પછી અવાજ આવે છે- મોટા ભાગના કેસ તો નકલી છે. મજૂર એડવાન્સ લઈને જાય છે અને પછી ભાગી જવા માટે આવું બધું કરે છે. ઘણાં પ્રયાસો પછી પણ માહિતી નથી મળતી.

તો ફોન પર નિર્મલ ગોરાના સાથે વાત થાય છે, જેઓ નેશનલ કેમ્પેઇન ફોર ઈરેડિકેશન ઓફ બોન્ડેડ લેબરના કન્વેયર છે. તેઓ સવાલ કરે છે- તેમનો પૂછો કે જો મજૂર બંધક ન હતા, તો તેમને છોડાવીને ટ્રેનની ટિકિટ કપાવીને કેમ મોકલવામાં આવ્યા. દુનિયામાં કરોડો મજૂરો છે. શું તેઓ દરેકને છોડાવીને ઘરે મોકલે છે.

મજૂરોની ગરીબી જેટલાં જ ઠોસ સવાલ વચ્ચે અમે ઝાંઝગીર સ્ટેશન પહોંચ્યા, જ્યાં અન્ય બંધક પણ પરત ફરી રહ્યાં હતા. સ્ટેશન સૂમસામ હતું. માહિતી મળી કે કેટલાંક પૈસા આપીને તેઓ મોટા સ્ટેશન (બિલાસપુર) પર જ છોડવામાં આવ્યા કે ત્યાંથી ઈચ્છે ત્યાં જતા રહે.