કાયદાકીય આંટીઘુંટીમાં ફસાયું મહારાષ્ટ્રનું રાજકારણ:જો શિંદે 37 ધારાસભ્યો નહીં સાધી શકે તો બળવાખોરો સભ્યપદ ગુમાવશે, જાણો નિષ્ણાતો પાસેથી સંપૂર્ણ ગણિત

નવી દિલ્હી11 દિવસ પહેલાલેખક: વૈભવ પલનીટકર
  • શિંદેનું વલણ એવું લાગે છે કે તેઓ શિવસેનાના ચૂંટણી ચિન્હ, ધ્વજ અને પક્ષના નામ પર પણ દાવો કરી શકે છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ધ ગ્રેટ પાલિટિકલ ડ્રામા ચાલુ છે. ડ્રામાની શરુઆત મુંબઈથી થઈ, પછી સુરત થઈને ગુવાહાટી પહોંચ્યું છે અને હવે મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. SCમાં અરજી કરીને પક્ષપલટો કરનારા ધારાસભ્યોને 5 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ શિંદે પણ તૈયારી કરીને બેઠા છે. તેમણે કહ્યું કે તેની પાસે પણ40 વકીલોની ટીમ છે.

અહેવાલો અનુસાર, શિવસેનાના 55માંથી 33 ધારાસભ્યો શિંદે સાથે ઉભા છે, જ્યારે 7 અપક્ષ ધારાસભ્યોનું પણ શિંદેને સમર્થન છે. પરંતુ સવાલ એ છે કે શું શિંદેનો બળવો મહારાષ્ટ્ર સરકાર પડી જશે? શિવસેનાની સરકાર જશે? કાયદાકીય બાબતોના એક્સપર્ટનું કહેવું છે કે જો શિંદે શિવસેનાના બે તૃતિયાંશ ધારાસભ્યોને પોતાની તરફેણમાં એકત્રિત કરવામાં અસમર્થ રહેશે તો તે ફરીથી કાયદાકીય દાવપેચ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં શું શિવસેના રાજ્યપાલને ગૃહને વિસર્જન કરવાનો પ્રસ્તાવ મોકલશે? શું રાજ્યપાલ ગૃહનું વિસર્જન કરી શકે છે? જો વાત બહુમતી પુરવાર કરવા સુધી જાય છે તો બહુમતી કેવી રીતે સાબિત થશે?

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આવા જ અનેક સવાલો છે, જેના જવાબ કાયદાકીય ગૂંચવણોમાં છુપાયેલા છે. મહારાષ્ટ્રની હાલની વર્તમાન પરિસ્થિતિ પર અમે સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા અને રાજકીય વિશ્લેષક રાશિદ કિદવાઈ સાથે ચર્ચા કરીને રાજકીય ગણિતને સમજ્યું છે..

આ છે પરિસ્થિતિઓ અને તેના કાયદાકીય દાવપેચ-

જો શિંદે જૂથ પોતાને મુખ્ય શિવસેના હોવાનો દાવો કરે છે તો…

શું શિવસેનાના બળવાખોર ધારાસભ્યો તેમના જૂથને મુખ્ય શિવસેના માનીને ચાલી રહ્યા છે? શિંદેના નિવેદનોને જોતા તો એવું જ લાગે છે. જો એમ હોય તો, તેમની પાસે બે તૃતીયાંશ બહુમતી એટલે કે શિવસેનાના 37 ધારાસભ્યો હોવા જરૂરી છે. આથી તે ધારાસભ્યો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરવાથી બચી જશે. જો શિંદેના પક્ષમાં 37 ધારાસભ્યો છે તો બળવાખોર જૂથ પાસે બે વિકલ્પો હશે - પ્રથમ, કાં તો તેઓ સૌ સંમત થઈને અન્ય રાજકીય પક્ષ સાથે સામેલ થઈ જાય, કે પછી શિવસેનામાં જ જોડાઈ રહે. શિંદેનું વલણ એવું લાગે છે કે તેઓ શિવસેના તોડીને ચૂંટણી પંચમાં જઈને શિવસેનાના ચૂંટણી ચિન્હ, ધ્વજ અને પક્ષના નામ પર પણ દાવો કરી શકે છે. આ પછી ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચ સુધી પણ જવું પડશે. આ પછી, અસલી શિવસેના કોણ છે, તેને તેનો ચુકાદો આપવાનો અધિકાર માત્ર ચૂંટણી પંચને જ હશે.

પરંતુ તેમનો દાવો ત્યારે જ મજબૂત રહેશે જ્યારે શિંદે બળવાખોરોનાં આંકને બે તૃતીયાંશથી વધુને જાળવી રાખવામાં સક્ષમ હોય. આમાં સૌથી મોટો મુદ્દો એ છે કે શિંદેને શિવસેનાના જરૂરી 37 ધારાસભ્યોનું સમર્થન છે કે નહીં. આ સંજોગોમાં પક્ષપલટા વિરોધી કાયદાની ભૂમિકા અને ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય સૌથી મહત્વપૂર્ણ રહેશે. જો સંખ્યા 37 થી ઓછી રહી તો પછી કાયદાકીય લડાઈ નક્કી છે, જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે. આવી સ્થિતિમાં બળવાખોરોસભ્યપદ પણ ગુમાવી શકે છે.

જો MVA સરકાર રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાનું કહે છે તો..

જો મહાવિકાસ આઘાડી સરકાર રાજ્યપાલ સમક્ષ માંગ કરે છે કે વર્તમાન ગૃહને વિસર્જન કરવામાં આવે, તો આ સંજોગોમાં રાજ્યપાલ તેને સ્વીકારવા બંધાયેલા નથી. ધારો કે ઉદ્ધવ સરકાર વિધાનસભા ભંગ કરવાની માંગ કરે તો તે મંત્રીમંડળની માંગનો સ્વીકાર કરવો તે રાજ્યપાલ માટે જરૂરી નથી. રાજ્યપાલ સરકાર પણ બરતરફ કરી શકતા નથી. રાજ્યપાલે તેમના વિવેકબુદ્ધિથી જોવું પડશે કે સરકારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી છે તે પોતાની બહુમતી ગુમાવવાના ડરને કારણે તો નથી કરી? શું વર્તમાન સરકાર પાસે બહુમતી છે?

આવી સ્થિતિમાં, રાજ્યપાલ વિધાનસભા ભંગ કરવાને બદલે અન્ય સંભવિત વિકલ્પો પર વિચાર કરી શકે છે. એટલે કે ભાજપ રાજ્યપાલની સામે બળવાખોર ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી શકે છે.

શું વર્તમાન પરિસ્થિતિમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે?

મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની નક્કર શક્યતા દેખાઈ રહી છે. જો ઉદ્ધવ સરકાર તરફથી ગૃહને વિસર્જન કરવાની માંગ કરવામાં આવી અને રાજ્યપાલને લાગ્યું કે સરકાર બહુમતી ગુમાવી ચુકી છે. જો અન્ય કોઈ જૂથ બહુમતીની નજીક દેખાતું નથી, તો આવી સ્થિતિમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ પણ કરી શકે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો રાજ્યપાલ ગૃહનું વિસર્જન કરે છે, તો તેની અસર રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા પર પડશે, ત્યારે જો રાષ્ટ્રપતિ શાસન લાગૂ થશે તો ધારાસભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકશે.

બહુમતી કેવી રીતે નક્કી કરશે?

MVA સરકારને પાડવી હોય અથવા નવી સરકાર બનાવવી આ બંન્ને કામ કરવા માટે ભાજપને ગૃહમાં બળવાખોર ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બહુમતીના નિર્ણય રાજભવનના બદલે ગૃહમાં થશે. બહુમતીની જરૂરી બે રીતે પડે છે, જો અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે છે તો ઉદ્ધવ સરકારે પોતાની સરકાર બચાવવા માટે બહુમતી સાબિત કરવી પડે છે. બીજું, જો કોઈ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે, તો તેણે પણ પોતાની બહુમતી સાબિત કરવી પડશે.

જો એકનાથ શિંદે ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માંગે છે તો...

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને નવી પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવતી નથી અને જો તેઓને ગેરલાયક ઠેરવવામાં આવે છે તો સત્તાના સપના જોઈ રહેલી ભાજપ માટે આ સૌથી મોટો અવરોધ હશે. જો ધારાસભ્યોના નિવેદનોના આધારે ભાજપને સરકાર બનાવવાની તક મળે છે, તો નવી સરકારે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે.

નવી સરકાર બન્યા બાદ જો સ્પીકર તેમની તરફેણમાં નહીં આવે તો સ્પીકરને બદલવામાં આવશે. આ બાબતે પણ વિવાદ થવાની શક્યતા છે. આ સ્થિતિમાં મામલો કોર્ટમાં પણ જશે.

બળવાખોર ધારાસભ્યોની યોગ્યતા પર નિર્ણય ડેપ્યુટી સ્પીકરે કરવાનો છે...

મહારાષ્ટ્રમાં બે વર્ષથી કાયમી સ્પીકરની ચૂંટણી થઈ નથી. હાલમાં કાર્યકારી અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા ભજવે છે. ડેપ્યુટી સ્પીકર એનસીપીના ધારાસભ્ય છે. જો શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો 37નો આંકડો પાર કરી શકતા નથી. તો આ બળવાખોર ધારાસભ્યો પર પક્ષપલટા વિરોધી કાયદો લાદવામાં આવશે અને ધારાસભ્યો સભ્યપદ ગુમાવી શકે છે. હવે સ્પીકરે જ આ બળવાખોર ધારાસભ્યોની યોગ્યતા અને ગેરલાયકાત અંગે નિર્ણય લેવાનો રહેશે. જો કે ડેપ્યુટી સ્પીકર એનસીપીના છે, તેથી આ બળવાખોર ધારાસભ્યો અંગે તેઓ શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.

સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાના જણાવ્યા અનુસાર હવે સમગ્ર મામલો મહારાષ્ટ્રના રાજ્યપાલ, ડેપ્યુટી સ્પીકર અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...