• Gujarati News
  • Dvb original
  • If Not Selected In UPSC, The Three Friends Started Cultivating Military Mushrooms Together, Today The Earnings Are In Lakhs.

આજના પોઝિટિવ સમાચાર:UPSCમાં પસંદગી ન થઈ તો ત્રણેય મિત્રોએ મળીને મિલિટરી મશરૂમની ખેતી શરૂ કરી, આજે લાખોમાં છે કમાણી

ગંગાનગર, રાજસ્થાન2 વર્ષ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના રહેવાસી અભય, સંદીપ અને મનીષ ત્રણેય મળીને મિલિટરી મશરૂમની ખેતી કરી રહ્યા છે. - Divya Bhaskar
રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના રહેવાસી અભય, સંદીપ અને મનીષ ત્રણેય મળીને મિલિટરી મશરૂમની ખેતી કરી રહ્યા છે.

રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના રહેવાસી અભય બિશ્નોઈ, સંદીપ બિશ્નોઈ અને મનીષ બિશ્નોઈ ત્રણેય દોસ્ત છે. અભય અને મનીષે એન્જિનિયરીંગ કર્યુ છે. જ્યારે સંદીપે એમસીએની ડિગ્રી લીધી છે. અભ્યાસ પૂરો કર્યા પછી ત્રણેયે વર્ષો સુધી UPSCની તૈયારી કરી, પરંતુ સફળતા ન મળી. તેના પછી ત્રણેયે મળીને 2019માં મિલિટરી મશરૂમની ખેતી કરવાનું શરૂ કરી દીધું. હવે તેમણે ખુદની બ્રાન્ડ પણ તૈયાર કરી લીધી છે. દર મહિને 50થી 60 ઓર્ડર આવે છે. તેનાથી દર વર્ષે 15થી 20 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.

29 વર્ષના અભય કહે છે કે એન્જિનિયરિંગ કર્યા પછી દિલ્હીમાં મને નોકરી મળી હતી, પરંતુ સેલેરી ઓછી હતી અને ગ્રોથની સંભાવના પણ ઓછી નજરે પડતી હતી. આથી હું ફરી રાજસ્થાન ચાલ્યો ગયો અને સરકારી નોકરીની તૈયારી કરવા લાગ્યો. એક-બે વાર પ્રી એક્ઝામ ક્વોલિફાઈ પણ કરી પણ આગળ કંઈ ખાસ ન કરી શક્યો. મને લાગ્યું કે ક્યાંક અમે સમય તો વેડફી રહ્યા નથી. તેના પછી મેં કંઈ નવું કરવાનું વિચારવાનું શરૂ કર્યુ. આ દરમિયાન મને મિલિટરી મશરૂમ અંગે ખ્યાલ આવ્યો. જ્યારે ઈન્ટરનેટથી જાણકારી મેળવી તો ખ્યાલ આવ્યો કે એ ખૂબ મોંઘું વેચાય છે અને તેનાથી સારી કમાણી થઈ શકે છે.

દર વર્ષે 15થી 18 કિલો મશરૂમ તૈયાર કરી રહ્યા છે
અભય કહે છે કે તેના પછઈ મેં સંદીપ અને મનીષને આ આઈડિયા શેર કર્યો. તેમને પણ મારો વિચાર સારો લાગ્યો. તેના પછી 2018માં અમે નૈનિતાલની એક સંસ્થામાંથી મિલિટરી મશરૂમની ખેતીની ટ્રેનિંગ લીધી. અને માર્ચ 2019માં પોતાના ગામમાં જેબી કેપિટલ નામથી પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યુ. લેબ તૈયાર કરવામાં લગભગ 10 લાખ રૂપિયા ખર્ચ થયા હતા. અત્યારે અમે દર વર્ષે 15થી 18 કિલો મશરૂમ તૈયાર કરી રહ્યા છે. માર્કેટિંગ માટે અમે સોશિયલ મીડિયાની પણ મદદ લીધીય. જેના માધ્યમથી લોકો ઓર્ડર કરે છે. તેના પછી અમે પેકેટ્સમાં તૈયાર કરીને મશરૂમ સપ્લાઈ કરીએ છીએ. રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ અમે અમારી પ્રોડક્ટ સપ્લાઈ કરીએ છીએ. ટૂંક સમયમાં અમે અમારૂં પોર્ટલ પણ લોન્ચ કરીશું અને એમેઝોન પર પણ પોતાની પ્રોડક્ટ લાવવાની છીએ.

મિલિટરી મશરૂમ શું છે?
મિલિટરી મશરૂમ એક મેડિસિનલ પ્રોડક્ટ છે. એ પહાડી વિસ્તારોમાં કુદરતી રીતે મળી આવે છે. ચીન, ભૂટાન, તિબેટ, થાઈલેન્ડ જેવા દેશોમાં તેની ખેતી થાય છે. તેને ‘કીડા જડી’ પણ કહે છે કેમકે આ એક ખાસ પ્રકારના કીડા Cordycepsથી તૈયાર થાય છે.

ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)એ તેને રેડ લિસ્ટમાં રાખેલ છે. આથી હવે મોટા લેવલ પર તેને લેબમાં તૈયાર કરવામાં આવે છે. અભય તેના કલ્ચરને મલેશિયાથી મગાવે છે.

મિલિટરી મશરૂમના ફાયદા

મિલિટરી મશરૂમને પાણીને ઉકાળીને પીવું જોઈએ. એક વ્યક્તિએ દરરોજ એક ગ્રામ મશરૂમ લેવું જોઈએ.
મિલિટરી મશરૂમને પાણીને ઉકાળીને પીવું જોઈએ. એક વ્યક્તિએ દરરોજ એક ગ્રામ મશરૂમ લેવું જોઈએ.

મિલિટરી મશરૂમ હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે. એ હાઈ એનર્જેટિક હોય છે. એથ્લેટ્સ અને જિમ કરનારા લોકો મોટાપાયે તેનો ઉપયોગ કરે છે. એ આપણા શરીર માટે એડિનોસિન ટ્રાઈફોસ્ફેટ(એટીપી) પ્રોડક્શનનો પણ મોટો સોર્સ છે. ડાયાબિટીસ, થાઈરોઈડ,અસ્થમા, ટ્યુમર જેવી અનેક બીમારીના ઈલાજમાં પણ તે લાભદાયી હોય છે. તેમાં મળી આવતા કોર્ડિસેપીન અને એડિનોસિન એલિમેન્ટ્સલ આપણી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.

કઈ રીતે થાય છે ઉપયોગ?
મિલિટરી મશરૂમ ઘણાખરા અંશે કેસર જેવું દેખાય છે. એક વ્યક્તિએ એક દિવસમાં 1 ગ્રામ મિલિટરી મશરૂમનું સેવન કરવું જોઈએ. તેના માટે સવારનો સમય સૌથી યોગ્ય હોય છે. સૌપ્રથમ એક નાના વાસણમાં પાણી સાથે એક ગ્રામ મશરૂમ નાખીને તેને ઢાંકીને ઉકાળવાનું હોય છે. તેના પછી ઠંડું થયે મધની સાથે તેનું સેવન કરવું જોઈએ. ધ્યાન રાખવું કે એક ગ્રામથી વધુ માત્રાનું સેવન ન કરવું જોઈએ, કેમકે તેની બોડી પર નેગેટિવ અસર પણ થઈ શકે છે.

મિલિટરી મશરૂમની ખેતી કેવી રીતે કરી શકાય?
તેની ખેતી માટે કોઈ મોટા ખેતર કે પ્લોટની જરૂર નથી. 15X15ના રૂમમાં તેની ખેતી થઈ શકે છે. તેના માટે સૌપ્રથમ એક લેબ તૈયાર કરવાની રહે છે. જેમાં લાઈટ, ટેમ્પરેચર કંટ્રોલ, કાચની બરણી, ઓટો ક્લે, લેમિનાર ફ્લો, રોટરી શેકર જેવા ઉપકરણોની જરૂર પડે છે. આ ઉપકરણોને માર્કેટમાંથી ખરીદી શકાય છે. મિલિટરી મશરૂમ તૈયાર કરવા માટે સૌપ્રથમ કાચની જારમાં બ્રાઉન રાઈસ નાખીને 120 ડિગ્રી ટેમ્પરેચર પર ઓટોક્લે કરવામાં આવે છે, જેથી તે બેક્ટેરિયા ફ્રી થઈ જાય.

તેના પછી જારમાં એસ્ટ્રોડ, પેક્ટોન જેવા એલિમેન્ટસ મેળવીને Cordyceps Mushroomsના લિક્વિડ સ્ટ્રેનને નાખવામાં આવે છે. તેના પછી તેને લેમિનારની અંદર 12 કલાક માટે રાખવામાં આવે છે. જ્યાં યુવી લાઈટ લાગેલી હોય છે. તેના પછી જારને એક સપ્તાહ સુધી અંધારામાં રખાયછે. તેના પછી ફરીથી લાઈટમાં લાવવામાં આવે છે જેથી ફોટો સિન્થેસિસ થઈ શકે અને મશરૂમ ગ્રો કરી શકે. આ દરમિયાન તાપમાન 18થી 22 ડિગ્રી વચ્ચે રહેવું જોઈએ. સાથે જ 24 કલાક તેનું મોનિટરીંગ પણ આવશ્યક હોય છે. લગભગ ત્રણ મહિના પછી મિલિટરી મશરૂમ તૈયાર થઈ જાય છે. એક 400 ગ્રામની જારમાં 1.5-2 ગ્રામ મશરૂમનું ઉત્પાદન થાય છે.

ક્યાંથી લેવી આની ટ્રેનિંગ?
દેશમાં અનેક સંસ્થાઓ છે જ્યાં આની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ માટે સર્ટિફિકેટ અને ડિપ્લોમા લેવલના કોર્સ થાય છે. આ સાથે જ અનેક ખેડૂત વ્યક્તિગત રીતે પણ તેની ટ્રેનિંગ આપે છે. અનેક લોકો ઈન્ટરનેટ દ્વારા પણ જાણકારી મેળવે છે. જો કે લેબ તૈયાર કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે.

દર વર્ષે 10થી 12 લાખ રૂપિયા કમાઈ શકાય છે નફો
અભય કહે છે કે લેબને તૈયાર કરવા અને તેમાં જરૂરી પ્રોડક્ટને ખરીદવામાં ઓછામાં ઓછો 8 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. એકવાર લેબ તૈયાર થયા પછી તેની જાળવણીમાં થોડા પૈસા ખર્ચ થાય છે. તેના પછી વારો આવે છે મશરૂમ તૈયાર કરવાની. અભયના અનુસાર, 1 કિલો મશરૂમ તૈયાર કરવામાં 70 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યારે બે લાખ રૂપિયાના દરે વેચી શકાય છે. એટલે કે પ્રતિ કિલો મશરૂમ સવા લાખ રૂપિયા સુધી કમાવી આપે છે. જો તમે દર વર્ષે 8થી 10 કિલો મશરૂમ તૈયાર કરો છો તો 10થી 12 લાખ રૂપિયાનો નફો આસાનીથી કમાઈ શકો છો.