તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ફૈઝાબાદ રોડ પર મટિયારી ગામની પહેલા બાલાજીપુરમ કોલોનીના એક 2બીએચકે ઘરમાં ઓપ્ટિકલ કંપનીની ઓફિસ બનેલી છે. બહારથી જોવામાં લાગશે નહીં કે આ કોઈ કંપનીની ઓફિસ છે, પરંતુ અહીં કંપનીના એમડીથી લઈને અકાઉન્ટન્ટ સુધી બેસે છે અને એક નાના રૂમમાં પોતાનું આઉટલેટ પણ ચાલી રહ્યું છે. ઓપ્ટિકલ પોઈન્ટ કંપનીના એમડી પ્રશાંત શ્રીવાસ્તવ કહે છે, ઓફિસ અત્યારે ભલે નાની લાગી રહી હોય, પરંતુ અમારું પ્લાનિંગ છે કે વર્ષ 2025 સુધીમાં દેશના મોટા શહેરમાં અમારી એક ઓફિસ ખોલીએ. એટલું જ નહીં, પ્રશાંતની કંપનીમાં સમગ્ર પ્રદેશમાં અત્યારે 22 લોકોની ટીમ કામ કરી રહી છે.
50 હજારની નોકરી ગઈ તો ખુદનો બિઝનેસ કરવાનું રિસ્ક લીધું
પ્રશાંતે કહ્યું, ‘હું મૂળ મહારાજગંજ જિલ્લાના એક નાના ગામનો રહેવાસી છું. વધારે જમીન-મિલકત નથી, તેથી હું થોડા સમયમાં જ નોકરી માટે શહેરમાં આવી ગયો. જોકે કોઈ પ્રેશર નહોતું પણ 4 બહેનોનાં લગ્નનો બોજ અને પપ્પા એકલા કમાનારી વ્યક્તિ, જેથી નાની વયમાં જ હું સમજદાર બની ગયો હતો. મેં શરૂઆતથી ઓપ્ટિકલ કંપનીમાં જ કામ કર્યું. 16 વર્ષ કામ કર્યા પછી કોરોનાને કારણે લોકડાઉનમાં મારી નોકરી જતી રહી. જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં મારો 50 હજાર રૂપિયા પગાર હતો. નોકરી ગયા પછી સમજાયું કે પોતાનો બિઝનેસ હોવો જોઈએ.
હવે પોતાનો બિઝનેસ શું કરવો એના વિશે વિચારવા લાગ્યો. ખાસ વધુ મૂડી નહોતી અને જવાબદારી ઘણી હતી. કંઈ સૂઝતું નહોતું, કેમ કે કોરોનાકાળમાં કોઈપણ બિઝનેસ કરવો એ સમયે રિસ્ક જ લાગી રહ્યું હતું. સમય નીકળી રહ્યો હતો અને હું પરેશાન થઈ રહ્યો હતો.’
ડેરીથી લઈને ફાર્મિંગ સુધી વિચાર્યું, પણ ક્યાંય મન માન્યું નહીં
પ્રશાંત કહે છે, લોકડાઉન દરમિયાન તેમણે અનેક અલગ-અલગ બિઝનેસ વિશે વિચારવાનું શરૂ કરી દીધું. ગામ સાથે જોડાયેલા હતા તો ડેરી અને ફાર્મિંગ વિશે પણ વિચાર્યું, પરંતુ સામે બાળકોનું ભવિષ્ય હતું. ગામમાં શિફ્ટ થવાથી પરિવારને મુશ્કેલી થઈ હોત. એવામાં કંઈ સમજાતું નહોતું. એના પછી જે લોકો તેમની સાથે કંપનીમાં અગાઉ કામ કરી રહ્યા હતા તેમની સાથે ચર્ચા કરી તો બધાએ કહ્યું કે ઓપ્ટિકલમાં જ કંઈક આપણું કરવું જોઈએ, કેમ કે અનુભવ તો હતો, પણ એક કંપની શરૂ કરવા માટે મૂડીની જરૂર હોય છે. આ સાથે જ તેમને રિસ્ક લેવામાં પણ ડર લાગતો હતો. એવા સમયમાં તેમણે તેમના પિતા સાથે વાત કરી.
પિતાએ કહ્યું-જેમાં પરફેક્ટ છો એ જ કામ કરો
પ્રશાંતના પિતા ઓમપ્રકાશ લાલ શ્રીવાસ્તવ કહે છે, ‘એ સમયે લોકડાઉન ચાલી રહ્યું હતું. હું અને મારી પત્ની ગામમાં જ હતાં. પ્રશાંતની નોકરીનું વિચારીને અમે બધા ટેન્શનમાં હતા. જ્યારે લોકડાઉનમાં થોડી છૂટ મળી તો અમે પણ લખનઉ આવી ગયા. એ પછી મેં કહ્યું કે જેમાં પરફેક્ટ છો એ જ કામ કરો. ઓપ્ટિકલની પોતાની કંપની શરૂ કરો. હજુ 2 વર્ષ અગાઉ જ રિટાયર થયો હતો. થોડુંઘણું મારી પાસે ફંડ હતું, એ મેં પ્રશાંતને આપી દીધું. આ સાથે જ હું પણ રિટાયર થઈ ગયો હતો. તેથી મેં વિચાર્યું કે આ બહાને હું પણ બિઝી થઈ જઈશ અને ઉંમરના આખરી તબક્કામાં કંઈક શીખવાનો મોકો મળશે.’
FD તોડાવી, વાઈફની બચત લીધી, ઉધાર પૈસા લીધા, ત્યારે શરૂ થઈ કંપની
પ્રશાંતે કહ્યું, જ્યારે બિઝનેસ કરવાનું એકદમ નક્કી કરી લીધું ત્યાં સુધીમાં જૂન આવી ચૂક્યો હતો. અનેક લોકોએ એ દરમિયાન કોઈ બિઝનેસ શરૂ કરવાની ના પણ પાડી, પણ મેં નક્કી કરી લીધું હતું. પૈસા વધુ નહોતા, પિતાના રિટાયરમેન્ટનું ફંડ હતું, કેટલીક FD કરાવી હતી, એ તોડાવી અને પત્નીની બચત પણ લીધી અને સાથે થોડા પૈસા ઉધાર લઈને જુલાઈથી પોતાની કંપની શરૂ કરી દીધી.
મારી સાથે જેઓ બેકાર થયા તેમને પોતાની કંપનીમાં મોકો આપ્યો
પ્રશાંતે કહ્યું, અગાઉની કંપનીમાં હું UP બિઝનેસ હેડની ભૂમિકામાં કામ કરતો હતો. ત્યારે મારી ટીમમાં 20-22 લોકો કામ કરતા હતા. બધાએ મારા કહેવાથી અલગ-અલગ કંપનીની નોકરી છોડીને એ કંપનીને જોઈન કરી હતી. તેમણે પણ કોરોનાકાળમાં નોકરી ગુમાવવી પડી. એવામાં મેં જ્યારે પોતાની કંપની શરૂ કરી તો પ્રથમ પોતાના ટીમ મેમ્બર્સને કંપની જોઈન કરવાની ઓફર આપી. નવી કંપની હતી તેથી મેં કોઈના પર પ્રેશર કર્યું નહોતું, પણ એ લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો અને મારી સાથે જોડાયા.
દર મહિને 25 લાખ રૂપિયાનું વેચાણ અને સવા લાખ રૂપિયાની બચત
પ્રશાંત કહે છે, ‘અલગ-અલગ શહેરોમાં પોતાના પરિચિત ડોક્ટર્સ સાથે વાત કરીને તેમનાં ક્લિનિક, હોસ્પિટલમાં પોતાનું આઉટલેટ ખોલ્યું. લગભગ અડધો ડઝન શહેરોમાં અમારા આઉટલેટ્સ છે. એ આઉટલેટ્સ પર ડોક્ટર દ્વારા લખી અપાયેલા ચશ્માં દર્દીઓને વેચવામાં આવે છે.
અમે બજારમાં ઊતરવા માટે સારી ક્વોલિટી અને ઓછા ભાવમાં ચશ્માં આપવાની કોશિશ કરી. એનાથી ડોક્ટર પર દર્દીઓનો ભરોસો વધે છે અને અમને પણ નવા કસ્ટમર મળે છે. હવે દર મહિને લગભગ 22થી 25 લાખનું વેચાણ ચશ્માં અને લેન્સનું થાય છે. બધાનો સેલેરી, કંપનીનો ફાયદો અને તમામ ખર્ચ કાઢીને મારી પાસે સવા લાખ રૂપિયા બચે છે. હવે વિચારું છું કે આ નિર્ણય મેં અગાઉ કેમ ન લીધો.’
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.