• Gujarati News
  • Dvb original
  • I Got A Husband Bigger Than Abbu, I Had To Stop Crying While Sleeping With Him, Otherwise I Would Have Been Brutally Beaten

બ્લેકબોર્ડ:અબ્બુ કરતાં મોટો પતિ મળ્યો, સાથે સૂતી ત્યારે રડવાનું પણ રોકવું પડતું હતું, નહીં તો નિર્દયતાથી માર મારવામાં આવતો હતો

હરિયાણાના નૂહથી7 મહિનો પહેલાલેખક: મૃદુલિકા ઝા
  • બંગાળ, બિહાર, ઝારખંડ,આસામ જેવાં રાજ્યોમાંથી છોકરીઓને ખરીદીને લાવવામાં આવે છે.
  • આ યુવતીઓને એક વાર નહીં, ઘણી વખત વેચવામાં આવે છે.
  • યુવતીનીં ઉંમર જેટલી નાની તેટલી તેની કિંમત વધારે હોય છે.
  • જ્યારે પુરુષનું મન ભરાઈ જાય ત્યારે તે યુવતીને અન્ય પુરુષને વેચી દેવામાં આવે છે.

લગ્ન થયા ત્યારે તે પંદર વર્ષની હતી. નિકાહ પછી ખબર પડી કે પતિની ઉંમર મારા પિતા કરતા થોડી વધારે છે. ત્યારબાદ એક પછી એક રહસ્યો ખૂલતા રહ્યા. તે જોઈ શકતો નહતો તેમજ કોઈ કામ-કાજ પણ કરતો નહતો. ગામમાં છોકરી ન મળી ત્યારે તેણે મને ખરીદી હતી.

મારા પોતાના પિતાએ રૂપિયા માટે થોડા હજારમાં મારો સોદો કર્યો હતો. હું રડી, રોષે ભરાઈ, પરંતુ બધું નિરર્થક. હવે હું પારો છું. ખરીદવામાં આવેલી દુલ્હન, જેને બીજી- ત્રીજી વખત પણ વેચવામાં આવશે, જ્યાં સુધી શરીર સારું રહેશે.

અચકાતા-અચકાતા મુર્શીદાએ તેની અટકેલી કહાની સંભળાવી. કૅમેરો જોઈને તે હસી પણ પડે છે- એ હાસ્ય, જેનું હસવાનું દિલ નથી, ભયભીત હોય છે.

જો દર્દનો કોઈ ચહેરો હોત તો કદાચ મુર્શીદા જેવો હોત. ઉતરેલો રંગ. સુદર પણ સપનાઓથી ખાલી નિર્જીવ આંખો અને ઉંમરથી ઢળી ચુકેલો દેહ. તે હરિયાણાના નૂહનું એ સત્ય છે જે ત્યાંની સૂકી જમીન કરતાં પણ ડરામણું છે.

ભારે વાહનોની અવર-જવરને કારણે દિલ્હી-નૂંહ- અલવર હાઈ-વે પર અનેક વખત અકસ્માત થાય છે, પરંતુ નૂંહમાં થતી દુર્ઘટના કરતા ઓછા છે.
ભારે વાહનોની અવર-જવરને કારણે દિલ્હી-નૂંહ- અલવર હાઈ-વે પર અનેક વખત અકસ્માત થાય છે, પરંતુ નૂંહમાં થતી દુર્ઘટના કરતા ઓછા છે.

દિલ્હીથી રોડ માર્ગે ચાલીએ તો લગભગ અઢી કલાકમાં નૂહ પહોંચી જઈશું. જેમ જેમ મંજીલ નજીક આવે છે તેમ તેમ નેશનલ હાઈવે-48નું ચિત્ર બદલાવા લાગે છે. છાંયડો આપતાં વૃક્ષોની જગ્યાએ કાંટાવાળી ઝાડીઓ જોવા મળે છે. ખાવા-પીવાનું મળવામાં ઘટાડો થતો જશે. જ્યારે તમે કારમાંથી ઉતરો છો, ત્યારે ગરમ લુ નું મોજું તમારા ચહેરા પર થપ્પડ મારી દે છે. શહર-એ-નુહમાં આવું ઘણું બધું છે, જે આપણી આરામદાયક વિચારસરણીને મૂળમાંથી હચમચાવી નાખે છે. એક એવી બાબત પણ છે- ખરીદવામાં આવતી દુલ્હન.

દર 1000 પુરુષોએ 912 મહિલાઓ છે. કુલ 88 ઓછી મહિલાઓ. આ ઓછી છોકોરીઓની અછત અન્ય ગરીબ રાજ્યો દ્વારા પૂરી કરવામાં આવે છે. બંગાળ, બિહાર, ઝારખંડ અને આસામ જેવા રાજ્યોમાંથી છોકરીઓને ખરીદીને અહીં લાવવામાં આવે છે, અને અહીં પુરુષો સાથે લગ્ન કરાવવામાં આવે છે. 13 થી 25 વર્ષની આ છોકરીઓને પારો અથવા મુલ્કી કહેવામાં આવે છે, એટલે કે, તેને ખરીદવામાં આવેલી છે. મુર્શીદા એવી જ એક યુવતી છે.

નૂંહનાં ઘાગસ ગામમાં કાચા-પાકા મકાન છે. અમે જ્યારે, ત્યાં પહોંચીએ છીએ, તે તે પોતાના ઠેકાણાના બદલે ક્યાંક બીજે મળવા માટે કહે છે. ત્યાં ખુલ્લા મનથી વાત કરી શકાતી નથી. આછો ઓરેન્જ કલરનો જુનો દુપટ્ટો અને મુર્શિદા બે બાળકો સાથે ત્યાં પહોંચી, જ્યાં અમે રોકાયા હતા.

બે બાળકો ઘરે છે, પિતાની સંભાળ રાખવા- તે મેવાતીમાં કહે છે. અંધ પતિને થોડા સમય માટે પણ એકલો છોડી શકાતો નથી, પરંતુ તેના પર તેને ઘણો ગુસ્સો પણ આવે છે. કારણો જ કારણો છે, જે 20 વર્ષની શરૂઆતનાં પડાવ પર ઉભેલી યુવતીને ઘરડી બનાવી દે છે.

એક દાયકા પહેલા બિહારના કટિહારથી આવેલી આ યુવતી પોતાની બાળપણની બોલી ભૂલી ગઈ છે. 'અંગીકા!' હું યાદ કરાવું છું. તે કહે છે- મને યાદ નથી. 'હિન્દી!' મને યાદ નથી. મુર્શીદા બધું ભૂલી ગઈ છે. પોતાનું ગામ, ગામની નદી, બાળપણ, વાણી અને પોતાને પણ.

મેવાતીમાં યાદ કરે છે- તે ગામથી અહીં આવી જ્યારે તેના પંદર વર્ષ પણ નહોતા થયા. ભાઈ-ભાભીએ પિતાને કહ્યું હતું કે તેઓ તેમની છોકરીના લગ્ન કરાવી દેશે. લગ્ન થયા પણ, પરંતુ પોતાનાથી ત્રીસ વર્ષ મોટા પુરુષ સાથે. તે જોઈ પણ શકતો પણ નથી અને લંગડાતો લંગડાતો ચાલે છે.

આજુબાજુના ગામમાંથી પણ જ્યારે કોઈએ છોકરી ન આપી, ત્યારે તે વૃદ્ધે મારા પિતાને 15 હજાર આપીને મને ખરીદી લીધી હતી. આ બધું મને લગ્ન પછી ખબર પડી.

હું રડી રહી હતી. માતાનો અબ્બુ સાથે પણ ઘણી વખત ઝઘડો પણ થતો હતો. તે કલ્પના કરી રહી હતી કે આનાથી વધુ સારું, તો તેઓ તેમની પુત્રીને નદીમાં ફેંકી દીધી હોત.

અબ્બુ ગુસ્સે થયા હતા. બુમો પાડવા લાગ્યા હતા. નદીમાં ફંકી દેવાથી પૈસા મળતા નથી એવું તેઓ કહી શકતા નહતા. તેમને લગ્ન માટે 15 હજાર રૂપિયા મળ્યા હતા. આ પૈસા એક મજૂર માટે ઘણાં તો નથી, પરંતુ બે-ત્રણ મહિનાનો ખર્ચ નીકળી જાય છે.

મુર્શીદા 15 કે 20 હજાર વચ્ચે અટકી જાય છે. ગુણાકાર કરવાનું લાગે છે. તે સમજાવા માંગે છે કે સ્વપ્નશીલ આંખોવાળી 15 વર્ષની છોકરીની કિંમત કેટલી હોવી જોઈએ. મારો જન્મ મારા પિતાના બે-ત્રણ મહિનાના ખર્ચાને કાઢવા માટે થયો હતો- મુર્શીદાની આંસુ ભરેલી આંખો જાણે ફરિયાદ કરતી હતી.

કબરમાં રહેલો માણસ વિરોધ કરતો નથી, તે ફક્ત તેની આંખો બંધ રાખે છે. મેં પણ મારા ભૂતકાળના જીવન પરથી નજર ફેરવી લીધી. આ બીજું જીવન છે.

હવે મને અઘરા પ્રશ્નો તરફ આગળ વધું છું. હું પતિના પ્રેમની વાત પૂછું છું, હું પૂછું છું કે પતિ પ્રેમ કરે છે કે નહીં!

આ પાયલ મુર્શિદાનું એક જ ઘરેણું છે. પતિએ પહેલા સોનાના કુંડળ અપનાવી વાત કરી હતી, પરંતુ ન તો તે મળ્યા કે ન તો પ્રેમ મળ્યો.
આ પાયલ મુર્શિદાનું એક જ ઘરેણું છે. પતિએ પહેલા સોનાના કુંડળ અપનાવી વાત કરી હતી, પરંતુ ન તો તે મળ્યા કે ન તો પ્રેમ મળ્યો.

ખાલી આંખે હસે છે. મુર્શીદા કહે છે, ઈદ આવી રહી છે. આખા ગામની મહિલાઓ શણગાર કરે છે. દરેક વ્યક્તિ સુંદર કપડાં પહેરે છે. જ્વેલરી પહેરે છે. મારી પાસે કંઈ જ નથી. નવી હતી ત્યારે પણ હું પારો હતી, દુલ્હન નહોતી. પતિએ પહેલા સોનાના કુંડળ આપવાનું વચન આપ્યું હતું. જ્યારે મેં તેમને યાદ કરાવ્યું ત્યારે કહ્યું- બાપનાં ઘરે જતી રહે. તે જ પહેરાવશે. મારી પાસે જે છે તે પહેરીને હું ઈદની ઉજવણી કરું છું.

હું ધ્યાનથી જોઈ રહી છું. મુર્શીદાએ પગમાં પાયલ પહેરી છે. મેં તેને ઈશારો કર્યો. તે કહે છે- તે નકલી છે.

હવે તે પરત ફરવા માંગે છે. પતિ ગુસ્સે થાય છે. ઘરમાં રહી ગયેલા બાળકોને બિનજરૂરી માર મારવામાં આવશે. હું જતા-જતા પૂછું છું - જો તમારી પાસે તમારા પતિ સાથેનો કોઈ ફોટો હોય, તો તે મને મોકલી શકશો! તે ફરીથી હસવા લાગે છે, તે જ નર્વસ હાસ્ય. 'ના! અમારો કોઈ ફોટો નથી.’ એક બાળકને ખોળામાં ઉઠાવીને, બીજાને ખેંચીને તે જતી રહે છે.

હું બહાર જઈને મુર્શીદાનું ઘર જોઉં છું. અડધું પ્લાસ્ટર, અડધું કાચું લાગતું આ ઘર એ છોકરીના સપનાનું તે ગીત છે, જે કોઈ ગાશે નહીં.

અરાવલીની ટેકરીઓથી ઘેરાયેલું એ ગામ છોડ્યા પછી અમારું આગલું સ્ટોપ મઢીં ગામ છે. મારા સ્થાનિક મિત્ર રાજુદ્દીન જંગ રસ્તામાં ઘણી બધી વાતો કહે છે. રાજુદ્દીનના કહેવા મુજબ, જો કોઈ કારણસર પુરુષને પત્ની ન મળે તો તે ગરીબ રાજ્યોમાંથી યુવતીને ખરીદીને લાવે છે. આ યુવતીઓને એક વાર નહીં, ઘણી વખત વેચવામાં આવે છે. ઘણી વખત તો તે પાંચ કે તેથી વધુ વખત વેચાય છે. દર વખતે તેના નિકાહ પણ કરાય છે, જેથી તેઓ કહેવાતા પતિની દરેક જરૂરિયાત પૂરી કરી શકે. તેના માચે રસોઈ બનાવવી અને પશુઓને પાળવાથી લઈને તેના બાળકોને ઉછેરવા અને સાથે સુવા સુધી.

ઉજ્જડ રસ્તાઓમાંથી પસાર થઈને અમે મઢીં પહોંચીએ છીએ, જ્યાં અમારી મુલાકાત સલીમ સાથે થઈ. તેમના પિતા સરપંચ હતા. આવી સ્ત્રીઓને જોઈને જીવન પસાર થઈ ગયું. સલીમને મળતા એક પછી એક બધુ સામે આવવા લાગે છે કે કેવી રીતે દલાલ યુવતીઓના પરિવારને અથવા સીધી જ યુવતીઓને લાલચ આપીને અહીં વેચી દે છે. 13 વર્ષની કોઈ છોકરી દિલ્હી ફરવાના સપના સાથે આવે છે અને ગુલામ બનીને રહી જાય છે.

સલીમ કહે છે - તમે ક્યારેય પશુ બજાર જોયું છે? ત્યાં તેનું શરીર જોઈને ભાવ લાગે છે કે આ પશું કામનું છે, કે આ પશું કામનું નથી. એ જ રીતે છોકરીઓની પણ બોલી લાગે છે. ઉંમર જેટલી નાની તેટલી કિંમત વધારે. આવી છોકરી લાંબા સમય સુધી યુવાન રહી શકશે, તે લાંબા સમય સુધી શારીરિક જરૂરિયાતો પૂરી કરી શકશે.

ચૌદ વર્ષની છોકરીના નિકાહ એંસી વર્ષના પુરુષ સાથે થાય છે. જ્યારે તેનું મન ભરાઈ જાય છે અથવા તે નકામી થઈ જાય છે, ત્યારે તે યુવતીને અન્ય પુરુષને વેચી દેવામાં આવે છે. તે એક પુરુષથી બીજા પુરુષમા હાથમાં જતા વૃદ્ધ થઈ જાય છે. પારો તેની માતાના ઘરે ક્યારેય પરત ફરી શકતી નથી.

હું પૂછું છું- પણ નિકાહ તો થાય છે! તો પછી પતિની જવાબદારી ન બની જાય? સલીમ કહે છે- નિકાહ તો થાય છે, પણ સામાનની જેમ જ રહે છે. જેને રૂપિયાની જરૂર પડશે, તે વેચશે. જેને નવું શરીર જોઈતું હશે તે ખરીદશે.

ઈન્ટરવ્યુ પછી સલીમ મને તેના ગામ લઈ જાય છે. ત્યાં કોઈ પારો વિશે વાત કરવા તૈયાર નહોતું. પાછા ફરતી વખતે તેઓ પરેશાન છે- દરેકને સારું દેખાવાની જ પડી છે, પછી ભલે છોકરીઓ નરકમાં જાય.

છેવટે ફિરોજપુર કોર્ટમાં પહોંચીએ છીએ, જ્યાં ગૌસિયા ખાન આમારી રાહ જોઈ રહીં છે. હૈદરાબાદથી ચૌદ વર્ષની ઉંમરમાં લગ્ન કરીને માવાત આવેલી ગૌસિયા નસીબવાળી છે, જે તેની બોલીમાં હજી પણ હૈદરાબાદી લહેકો જાળવ્યો છે.

અરાવલીની પર્વતોની તરફ જોઈને તે યાદ કરે છે. હું પહાડીઓ જોતી અને વિચારતી હતી કે ગમે તેમ કરીને પણ અહીંથી ભાગી જાઉ. ત્યાંથી ટ્રેન પસાર થતી હતા, હું દરરોજ તેનો અવાજ સાંભળતી હતી અને ભાગી જવાના સપના જોતી હતી. દિવસ દરમિયાન કેટલીયે વાર આવું થતું હતુ.

ઘણા વર્ષો વીતી ગયા. પછી હું એક છોકરાની માતા બની. તે બે વર્ષનો થયો, પછી પ્રથમ વખત મને મારી માતાના ઘરે જવાની મંજૂરી મળી. તે પહેલા કુરાન પર હાથ મુકીને વચન લેવડોવવામાં આવ્યું હતું કે હું મેવાત પાછી આવીશ. હું નસીબદાર હતી કે હું મારી માતાને મળી શકી. મોટાભાગની છોકરીઓ અહીં એકવાર પહોંચી જાય છે, તે ક્યારેય નીકળી જ શકતી નથી. અહીં જ મૃત્યુ પામે છે અને કોઈને ખબર પણ નથી પડતી.

પંખી મરી જશે ત્યારે પણ આના કરતાં વધુ અવાજ આવતો હશે- ચાલતી વખતે ગૌસિયા કહે છે.

અન્ય સમાચારો પણ છે...