16 પાનાંના પત્રથી પિતાને જણાવી ઓળખ:મને છોકરાઓ પસંદ નથી, છોકરીઓ ગમે છે; માતાને આ વાત સ્વીકારતાં 4 વર્ષ લાગ્યાં

19 દિવસ પહેલા

એ 2017-18નું વર્ષ હતું. મેં પપ્પાને મુંબઈમાં ચાના સ્ટોલ પર બોલાવ્યા. મેં તેમને 16 પાનાંનો પત્ર આપ્યો. પત્રમાં મેં મારી ઓળખ વિશે લખ્યું હતું. પિતાને પત્ર આપતાં કહ્યું, 'આ વાત યાદ રાખજો કે હું તમારી દીકરી છું…. તેમને આઘાત લાગ્યો કે મને ખબર નથી કે મેં પત્રમાં શું લખ્યું છે. ચા પીતાં-પીતાં તેમણે પાનાં ફેરવવાનું શરૂ કર્યું. થોડાં પાનાં ફેરવ્યાં પછી તેઓ રડવા લાગ્યા. તેઓ એકવાર મારી સામે જોતા અને બીજી વાર પત્રોમાં લખેલા અક્ષરો વાંચતા.'

23 વર્ષની ઉંમરે રાજસ્થાનના જોધપુરની અંકિતા મહેરાએ દુનિયાને કહ્યું હતું કે તે LGBTQ+ સમુદાયની છે. ​​​​​​​અંકિતા હાલ બેંગલુરુમાં રહે છે અને તે પોતાની ઓળખ માટે શરમ નહીં, પણ ગર્વ અનુભવે છે. તે કહે છે- ઘણી હિંમત પછી મેં VOOT પર આવેલા ટીવી શો દ્વારા દુનિયાને કહ્યું હતું કે હું લેસ્બિયન છું. મને છોકરાઓ નહીં, પણ છોકરીઓ ગમે છે.

હું આ ઓળખ સાથે જીવવા માગતી હતી. મને સ્વીકારવામાં મારી માતાને 4 વર્ષ લાગ્યાં. જોકે પિતા અને બહેને પૂરો સાથ આપ્યો.

આ તસવીરમાં અંકિતા મેહરા તેની માતા સાથે છે. અંકિતા નાની હતી ત્યારે સંબંધીઓ તેની જાતિયતાની મજાક ઉડાવતા હતા.
આ તસવીરમાં અંકિતા મેહરા તેની માતા સાથે છે. અંકિતા નાની હતી ત્યારે સંબંધીઓ તેની જાતિયતાની મજાક ઉડાવતા હતા.

વાસ્તવમાં સમલૈંગિકોના સમુદાય (સમાન લિંગ પ્રત્યે આકર્ષણ)ને LGBTQ+ સમુદાય કહેવામાં આવે છે. LGBTQ+ એટલે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યૂઅલ અને ટ્રાન્સજેન્ડર સહિત વિવિધ અભિગમ ધરાવતા લોકો.

અંકિતા કહે છે, હું પણ સામાન્ય બાળકોની જેમ જ જન્મી છું. પત્ર વાંચીને પિતાએ તેને ગળે લગાડી. કહ્યું, તું જે પણ છે, આખરે મારી દીકરી છે. તેઓ એરફોર્સમાં હતા. દર બે-ત્રણ વર્ષે તેમની બદલી થતી હતી. ​​​​​​​મારી ઓળખ સાથે હું છેલ્લાં 6 વર્ષથી બેંગલુરુમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરું છું. મારા સમુદાય વિશે લોકોને જાગ્રત કરું છું. અત્યારસુધીમાં મેં વિવિધ કંપનીઓમાં 300થી વધુ સેશનને સંબોધિત કર્યા છે.

અંકિતા તેના નાનપણના દિવસો યાદ કરે છે. તે કહે છે, નાનપણમાં સિરિયલ કે ફિલ્મ જોતી તો એક્ટર કરતાં એકટ્રેસ વધારે ગમતી હતી. મને લાગતું હતું કે ધીરે ધીરે તે સામાન્ય થઈ જશે, પણ એવું ન થયું. શાળાએ જવાનું બિલકુલ મન નહોતું થતું. આખો સમય મારી જાતને ઓળખવામાં વીતી ગયો કે હું કોણ છું? મારી ઓળખ શું છે?

અંકિતા તેના જીવનમાં આગળ વધે છે. તે આગળ કહે છે, જ્યારે તે મોટી થઈ ત્યારે તે ડિપ્રેશનમાં રહેવા લાગી. તેને હંમેશાં એવું લાગતું હતું કે જો આ વાતો કોઈને કહેશે તો સમસ્યા થઈ શકે છે. થોડી આશા અને હિંમત સાથે તેણે પોતાની વાત શાળાના મિત્રોને પણ કહી, પરંતુ તેમણે કહ્યું, 'તને કોઈ સમસ્યા છે, અમારાથી દૂર રહે.'

જ્યારે અંકિતા 14 વર્ષની હતી ત્યારે તેણે સૌથી પહેલા પોતાની બહેનને પોતાના વિશે જણાવ્યું હતું. આજે પણ કોલેજના દિવસો યાદ આવતાં તે ડરી જાય છે. તે કહે છે, નાસિકની એક કોલેજમાં બી.કોમમાં એડમિશન લીધું. પહેલા દિવસે જ્યારે હું કોલેજ ગઈ ત્યારે છોકરાઓએ મારા પર અભદ્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. તેઓ મને કહેતા, 'કાલથી છોકરી બનીને આવજે,' જોકે કેટલાક મિત્રો એવા હતા, જેમણે મને સમજી.

હું હંમેશાં કૉલેજ જવામાં ડરતી હતી. મેં મારાં 3 વર્ષ ડરમાં વિતાવ્યાં. અનેકવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. પછી જ્યારે મને લાગ્યું કે મારા દુનિયામાંથી ગયા પછી પણ આ સમસ્યાનો અંત નથી આવવાનો. મારા જેવી ઘણી અંકિતા હશે. તેમના વિશે વિચારીને સમાજમાં પરિવર્તન લાવવાનું વિચાર્યું.

એવું નથી કે અંકિતાની મુસીબતો માત્ર કોલેજ સુધી જ સીમિત રહી. તે પોતાની પ્રથમ જોબના અનુભવ વિશે જણાવે છે, જ્યારે હું ઈન્ટરવ્યુ માટે જતી ત્યારે લોકો મને અલગ રીતે જોતા હતા. મારા અલગ-અલગ કપડાં જોઈને તેઓ વિચિત્ર પ્રશ્નો પૂછતા. પાસ આઉટ થયા પછી મારી પહેલી નોકરી કોલ સેન્ટરમાં હતી.

અંકિતા કહે છે, ફિલ્મોએ LGBTQ+ સમુદાયને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. સમાજમાં અમારી છબિ ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.
અંકિતા કહે છે, ફિલ્મોએ LGBTQ+ સમુદાયને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. સમાજમાં અમારી છબિ ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

તેણે એક વાક્યનું પુનરાવર્તન કર્યું. તે કહે છે, ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, 'તમારા વાળ આટલા ટૂંકા કેમ છે? શું તમને નાનપણથી આવા વાળ છે? આજે પણ ઘણીવાર એવું થાય છે કે મારા અથવા મારા સમુદાયના લોકોને અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે.

અંકિતા કહે છે, ‘My sexuality is my identity, not my introduction (મારી સેક્સ્યૂઆલિટી મારી ઓળખ છે, પરિચય નહીં). આજે હું ચેન્જમેકર છું, પીડિત નથી.

અંકિતા છેલ્લે કહે છે, હું એરપોર્ટ, મોલ સહિત અનેક જાહેર સ્થળોએ જેન્ડર ન્યૂટ્રલ વોશરૂમ માટે અભિયાન કરી રહી છું.

અંકિતા હવે પબ્લિક સ્પીકર તરીકે જાણીતી છે. કંપનીઓમાં જઈને તે LGBTQ+ સમુદાય વિશે જાગૃતિ ફેલાવે છે.

અન્ય સમાચારો પણ છે...