કરિયર ફન્ડા:કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં મેથ્સ કેવી રીતે કરશો, જાણો ઉપયોગી ટિપ્સ

3 મહિનો પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

મેથ્સ બહુ ખતરનાક સબ્જેક્ટ છે અને ટીચર્સ તેનાથી પણ ખતરનાક.

એકવાર હિસ્ટ્રી અને મેથ્સના ટીચર્સનો ઝઘડો થઈ ગયો. હિસ્ટ્રી ટીચરે મેથ્સના ટીચરને ધમકી આપી કે જો તમે મારી વાત ના માની તો હું અકબરની સેના સાથે હુમલો કરી દઈશ. મેથ્સના ટીચરે કહ્યું, કોઈ વાંધો નહીં. હું એ સેનાને બ્રેકેટમાં બંધ કરીને ઝીરો સાથે ગુણી નાંખીશ. કરિયર ફન્ડામાં સ્વાગત! કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્ટુડન્ટ્સને મનમાં મેથ્સ અંગે ઘણીબધી શંકા હોય છે. આજે આપણે એપ્ટીટ્યૂડ મેથ્સ (આઈ.આઈ.ટી વાળું નહીં) વિશે વાત કરીશું.

ફાસ્ટ સ્પીડથી મેથ્સ ક્વેશ્ચન સોલ્વ કરવાની ટિપ્સ
1. પાવર ઓફ વન - કોઈ એક પ્રશ્નને સોલ્વ કરવા માટે ઘણીબધી ટેકનિક્સ ના શીખો પણ એક પદ્ધતિ શીખીને તેમાં માસ્ટરી મેળવી લો. મેથ્સના શોર્ટકટ્સ શીખતી વખતે ઘણા સ્ટુડન્ટ્સ વિચારે છે કે જો એકથી વધારે પદ્ધતિ શીખીશું તો ફાયદો થશે. પણ આ એક ભ્રમ છે. એક જ પ્રશ્ન માટે એકથી વધારે પદ્ધતિ શીખવામાં કન્ફ્યૂઝન વધે છે. એક ઉદાહરણ જોઈએ. માની લો કે તમે નંબર્સને મલ્ટીપ્લાઇ કરવા માટે ત્રણ અલગ અલગ પદ્ધતિઓ જાણો છો, તેમાંથી કોઈની પણ પ્રેક્ટિસ વધારે નથી તો એક્ઝામના પ્રેશરવાળા માહોલમાં થશે એવું કે તમારો સમય વિચારવામાં જ ચાલ્યો જશે. અને એ જ વિચારતા રહેશો કે કઈ નેથડનો ઉપયોગ કરવાનો છે. તેના બદલે મેથડ શીખીને તેમાં માસ્ટરી મેળવો જેથી તે તમારા 'સબ કોન્સીયસ'નો હિસ્સો બની જાય. લેસન-વધારે ટેકનિક્સ હમેશાં સારી ટેક્નિક નથી હોતી.

2. ટેબલ્સ, સ્ક્વેયર્સ, ક્યૂબ્સ અને પરસેન્ટેજ, ફ્રેક્શન્સના ટેબલ યાદ રાખો- કોમ્પિટિટિવ એક્ઝામના મેત્સ સેક્શનમાં ટેબલ્સ (પાડા), સ્કેવર્સ (વર્ગ), ક્યૂબ્સ (ઘન)ને યાદ ન રાખવું તે તમને નુકસાન કરી શકે છે. તેને યાદ રાખ્યા વગર મેથ્સ કરવું એવું છે કે કોઈ હાથ-પગ બાંધી દે અને ચાલવાનું કહે. કેટલીક એક્ઝામમાં આજકાલ કેલ્ક્યુલેટર એલાઉ કરવામાં આવ્યા છે, પણ પ્રેક્ટિકલ રૂપમાં ટાઇમ બચાવવા તે ઉપયોગી સાબિત થતા નથી. માની લો કે તમને ચાર આંકની એક સંખ્યાને બીજી ચાર અંકોની સંખ્યા સાથે જોડવી છે તો તમારે કેલ્ક્યુલેટર પર લગભગ 10 બટન દબાવવા પડે છે. (અથવા ક્લિક કરવું પડે છે), પણ મેન્ટલ કેલ્ક્યુલેશન તેનાથી ઝડપી બની શકે છે. (બટન દબાવવામાં ભૂલ થવાની પણ સંભાવના રહે છે).

3. કોન્સ્પ્ટસને પકડો, ફોર્મૂલ્યા ન ગોખો- એક મોટી ભૂલ જે માટાભાગના સ્ટુડન્ટ્સ કરે છે તે એ કે દરેક સ્થિતિ માટે એક ફોર્મૂલ્યા ગોખી લે છે. ફોર્મૂલ્યા સાથે સમસ્યા એ છે કે તેનો સ્પાન બહુ નાનો હોય છે, એટલે કે જો પ્રશ્નને થોડો પણ બદલી નાંખવામાં આવે તમે ગોખેલી ફોર્મૂલ્યા કામ નથી આવતી. તેના કરતાં આખા ટોપિકના કોન્સેપ્ટને સમજો અને કોઈ ટોપિકના એક કે બે થમ્બ રૂલ યાદ રાખો. તેમાં પહેલીવાર સમય જરૂર વધારે લાગશે પણ કોન્ફિડેન્સ જબરદસ્ત રહેશે. લેસન-ઊંડાઈથી વસ્તુઓને ગ્રાસ્પ કરો.

4. વર્કિંગ બેકવર્ડ્સ ફ્રોમ ઓપ્શન્સ- પ્રશ્નને સીધો જ હલ કરવાના બદલે, ઓપ્શન્સનો ઉપયોગ કરીને હલ કરવો કેટલાક સવાલોમાં સારૂં રહે છે. આ પ્રશ્ન ધ્યાનથી સમજો- Q. બે બોક્સ છે જેમાં કેટલાક પેકેટ રાખ્યા છે. જો 10 પેકેટને પહેલેથી જ બીજા બોક્સમાં મૂકવામાં આવે તો બંને બોક્સમાં એકસરખી સંખ્યામાં પેકેટ હશે. જો 20 પેકેટને બીજા બોક્સમાંથી પહેલા બોક્સમાં મૂકવામાં આવે છે તો પહેલા બોક્સમાં બીજા બોક્સ કરતાં પેકેટની સંખ્યા ડબલ હશે. પહેલા બોક્સમાં કેટલા પેકેટ છે? (એ) 40 (બી) 60 (સી) 80 (ડી) 100 (ઈ) 120. હવે આ પ્રશ્નને હલ કરવાના બદલે ઓપ્શનમાંથી હલ કરી શકાશે. જવાબ છે- (ડી) 100. લેસન-કેટલાક સવાલોમાં ઊંધેથી ગણતરી કરવી જોઈએ.

5. ઇક્વેશ્ચન સેટિસ્ફાય કરાવવા- ઇક્વેશ્ચન સોલ્વ કરવાના બદલે આપવામાં આવેલા ઓપ્શનથી વેલ્યૂઝ ઇક્વેશ્ચનમાં રાખીને સેટ્સફાઇ કરવું તે ઉપયોગી પદ્ધતિ છે. ઉદાહરણ જોઈએ તો- X પક્ષી એક વૃક્ષની એક નિશ્ચિત સંખ્યામાં ડાળીઓ પર બેઠા છે. જો દરેક ડાળી પર 16 પક્ષીઓને બેસવું હોય તો 8 બેસવાથી વંચિત રહેશે અને જો દરેક ડાળી પર 20 પક્ષીઓને બેસવું હોય તો 2 ડાળીઓ ખાલી રહેશે. હવે X ને શોધો. (એ) 200 (બી) 260 (સી) 100 (ડી) 50 (ઈ) 20. તો 16 B+ 8 = X અને 20 (B-2)=X, આમાં વેલ્યૂઝને રાખીને જવાબ શોધવો સરળ બનશે. ખાસ કરીને જો દ્વિઘાત સમીકરણ (કાડ્રટિક ઇક્વેશ્ચન) હશે તો વધારે સારૂં રહેશે. લેસન-ઈક્વેશ્ચનને દરેક વખતે સંપૂર્ણ સોલ્વ કરવું જરૂરી નથી.

6. રૂલિંગ આઉટ ધ ઓપ્શન્સ- સાચા જવાબને શોધવાના બદલે, ખોટા જવાબોને દૂર કરતાં જવું એ પણ એક ટિપ છે. ઘણીવાર, પ્રશ્ન વાંચતાં વાંચતાં સમજમાં આવવા લાગે છે કે શું જવાબ ક્યારેય હોય જ ના શકે. ચાર ઓપ્શનના પેપરમાં જો તમે ત્રણ ઓપ્શન દૂર કરવામાં સફળ થાવ છો તો તમારી સામે સાચો જવાબ આવશે. એટલે ક્યો સાચો જવાબ છે તે વિચારવા કરતાં ક્યા ઓપ્શન ખોટા છે તે પહેલાં વિચારો. લેસન-પ્રશ્ન વાંચતા વાંચતાં વિચારો કે ક્યા ઓપ્શન ઊડી જશે

તો આજનું કરિયર ફન્ડા એ છે કે મેથ્સને સમજવું અને એપ્ટીટ્યૂડ ટેસ્ટમાં મેથ્સ ફટાફટ સોલ્વ કરવું એ બંને અલગ અલગ છે.

કરીને બતાવશું!

અન્ય સમાચારો પણ છે...