• Gujarati News
  • Dvb original
  • How To Delete You With In Just 2 Minutes If You Watching Child Pornography, Videos photo's, State Cyber Crime Cell Team In 24X7 Action Mode

અશ્લીલ ફોટો-વીડિયો જોવાથી કોઈને ખબર પડે?:મોબાઇલ-લેપટોપમાંથી ડિલિટ કરશો તોય બે મિનિટમાં તમારી કુંડળી નીકળી જશે, ગાંધીનગરમાં થાય છે આની સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ

એક મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

જો કોઈ વ્યક્તિ બિનધાસ્ત તેના મોબાઇલમાં વ્હોટ્સએપ, ટેલિગ્રામ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ચાઇલ્ડ પોર્ન કે અશ્લીલ ફોટો-વીડિયો જોતું હોય, શેર કરતું હોય કે અપલોડ કરતું હોય અને એવું સમજતી હોય કે એની કોઈને ખબર પડશે નહીં તો હવે એવું જરાય સમજવું નહીં. દરેક વ્યક્તિની તમામ હલચલ પર ગાંધીનગર CID ક્રાઇમની સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમ 24X7 મોનિટરિંગ કરીને નજર રાખી રહી છે.

સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કેવી રીતે આવા લોકો પર મોનિટરિંગ કરી કાર્યવાહી કરવામાં આવે છે, એની સૌથી પહેલા સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ દિવ્ય ભાસ્કર તમને બતાવે છે. દિવ્ય ભાસ્કરની ટીમ સ્ટેટ સાયબર સેલના મોનિટરિંગ રૂમમાં પહોંચીને તમને આ બતાવી રહ્યું છે. આ આખી પ્રોસેસ સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટર મનીષ ભાખરિયા અને PSI સુનીલ ચૌધરીએ સ્ટેપ ટુ સ્ટેપ સમજાવી છે.

શું છે ટિપલાઇન?
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા જણાવ્યા મુજબ, ટિપલાઇન ડેટામાં ચાઇલ્ડ પોર્ન જોનારા, શેર કરનારા અને અપલોડ કરનારી વ્યક્તિનાં નામ, નંબર, ઇમેઇલ આઇડી, કયા પ્લેટફોર્મ પર જોયું છે, શેર કર્યું છે એની તમામ માહિતી MHA દ્વારા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલને મોકલવામાં આવે છે.

જો કોઈ હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કે અશ્લીલ ફોટો વીડિયો જોતું હોય, શેર કરતું હોય અને અપલોડ કરતું હોય તો તેને સાવચેત કરો. આવા ગંભીર કૃત્યની જાણ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર દ્વારા પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...