તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • How This Woman Entrepreneur Started A YouTube Channel For Competitive Exam Aspirants And Built A Business Worth Rs 1 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:પાંચ વર્ષ પહેલાં ઓનલાઇન કોચિંગ શરૂ કર્યા, હવે 2.5 લાખ સબ્સ્ક્રાઇબર્સ; વાર્ષિક એક કરોડનું ટર્નઓવર

કોચ્ચી2 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
કેરળનાં રહેવાસી આશા બિનીશ ઓનલાઇન કોમ્પિટિશન પરીક્ષાનું કોચિંગ કરાવે છે. તેઓ ઇનોવેટિવ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવે છે. - Divya Bhaskar
કેરળનાં રહેવાસી આશા બિનીશ ઓનલાઇન કોમ્પિટિશન પરીક્ષાનું કોચિંગ કરાવે છે. તેઓ ઇનોવેટિવ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવે છે.

આજના પોઝિટિવ સમાચારમાં મળો કેરળની રહેવાસી આશા બિનીશને.આશા ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ કરાવે છે. પાંચ વર્ષ પહેલાં એક-બે વિદ્યાર્થીઓથી શરૂ થયેલી તેમની સફર આજે 5 હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ છે. તેમની ચેનલના હવે 2.5 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર છે, સાથે જ વાર્ષિક ટર્નઓવર એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

34 વર્ષનાં આશા સોફ્ટવેર એન્જિનિયર છે. 2006માં એન્જિનિયરિંગ પછી તેમણે એક કંપનીમાં અમુક વર્ષ કામ કર્યું. બાળકના જન્મ પછી જોબ છોડીને તેની સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો. તેઓ કહે છે, ઘરે રહેતી વખતે કંઈક નવું કરવાનો પ્રયાસ કરતી રહેતી હતી. આ દરમિયાન મેં અમુક વિડિયો લેક્ચર યુટ્યૂબ પર અપલોડ કર્યા.

આશાના શરૂઆતના બે વિડિયોને કંઈ ખાસ રિસ્પોન્સ ન મળ્યો, પણ ત્રીજા વિડિયોને ઘણા લોકોએ જોયો અને પ્રશંસા પણ કરી. ત્યાર પછી તેમણે અન્ય વધુ વિડિયો અપલોડ કર્યા. લોકોએ તેમને મેસેજ અને ફોન કરીને કોચિંગ શરૂ કરવાની સલાહ આપી. ત્યાર પછી તેમની સફર શરૂ થઈ. તેઓ ઈનોવેટિવ રીતે ભણાવે છે. તેમણે ભણાવેલા ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ પરીક્ષામાં સફળતા મેળવી ચૂક્યા છે.

આશા પોતે બેન્કિંગની તૈયારી કરી ચૂક્યાં છે અને સફળ પણ થઈ ચૂક્યાં છે. જોકે તેમણે કેરળથી બહાર સર્વિસ લોકેશન હોવાને કારણે બેન્ક જોઈન ન કરી. તેઓ કહે છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઘણાં ઓછાં ઓનલાઈન પ્લેટફોર્મ છે, જ્યાં યોગ્ય પદ્ધતિ દ્વારા અને ઓછા ખર્ચે તૈયારી કરાવવામાં આવે છે. એટલા માટે મેં નક્કી કર્યું કે હવે હું ઓનલાઈન બાળકોને ગાઈડ કરીશ.

હાલ આશાની સાથે 25 લોકોની ટીમ કામ કરી રહી છે, જેમાંથી ટીચર્સથી માંડી માર્કેટિંગ અને અકાઉન્ટનું કામ સંભાળનાર લોકો પણ સામેલ છે.
હાલ આશાની સાથે 25 લોકોની ટીમ કામ કરી રહી છે, જેમાંથી ટીચર્સથી માંડી માર્કેટિંગ અને અકાઉન્ટનું કામ સંભાળનાર લોકો પણ સામેલ છે.

આશાએ 2016માં કોમ્પિટિટિવ ક્રેકર નામથી ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા. તેમણે લેપટોપ અને ઈન્ટરનેટ કનેક્શન માટે લગભગ 35 હજાર ખર્ચ કર્યા. ઓનલાઈન પ્લેટફોર્મ પર પોપ્યુલર થયા પછી તેમણે એર્નાકુલમમાં ભાડાની જગ્યા પર કોચિંગ ક્લાસ શરૂ કર્યા. જે બાળકોએ યુટ્યૂબ પર તેમનું લેક્ચર જોયું હતું તેઓ હવે અહીં એનરોલ થઈ ગયા. આ વર્ષે કોરોનાને કારણે જ્યારે તમામ જગ્યાએ ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા, તો તેમની ચેનલના સબ્સ્ક્રાઈબર પણ વધી ગયા.

શરૂઆતમાં એક વર્ષ સુધી તેમણે એકલાએ જ બધું કામ સંભાળ્યું. ભણાવવાથી માંડીને યુટ્યૂબ વિડિયો બનાવવા સુધીનું, અપલોડ કરવાનું, માર્કેટિંગ જેવાં ઘણાં કામ તેઓ જાતે જ કરતાં હતાં. ત્યાર પછી તેમના પતિએ નોકરી છોડી દીધી અને આશાના સ્ટાર્ટઅપ સાથે જોડાઈ ગયા. હાલ આશા સાથે 25 લોકોની ટીમ કામ કરી રહી છે, જેમાં ટીચર્સથી માંડી માર્કેટિંગ અને અકાઉન્ટનું કામ સંભાળનાર લોકો પણ સામેલ છે.

લોકડાઉન દરમિયાન આશાએ ઘણા નવા અને ઈનોવેટિવ ક્લાસ લોન્ચ કર્યા. હવે તેમને રેવન્યુનો 70 ટકા ભાગ ઓનલાઈન પ્લેટફોર્મથી જ મળે છે. તેઓ વિડિયો લેક્ચર, ઓનલાઈન કન્ટેન્ટ, ટેસ્ટ સિરીઝ જેવી ફેસિલિટી ઉપલ્બ્ધ કરાવે છે. તેમણે એક મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે. બધાને સાથે લઈને તેમના બિઝનેસનું ટર્નઓવર વાર્ષિક એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આશા UPSC,KPSC,SSC અને બેન્ક જોબ્સની તૈયારી કરાવે છે. તેમના પેકેજ અને મોડ્યુલની પ્રાઈસ લેક્ચર્સની સંખ્યાના આધારે અલગ અલગ હોય છે. તેમના કોર્સ એક હજાર રૂપિયાથી શરૂ થાય છે, સાથે જ અમુક નોટ્સ અને લેક્ચર્સ મફતમાં પણ ઉપલ્બ્ધ છે. આશા અને તેમની ટીમનો એક બ્લોગ પણ છે, જેની પર કોમ્પિટિટિવ એક્ઝામની તારીખ, સિલેબસ અને સિલેક્શન પ્રોસેસ વિશે માહિતી હોય છે.

ત્રણ વર્ષ પહેલાં આશાના પતિએ પણ નોકરી છોડી દીધી અને તેમના કામમાં મદદ કરવા માંડ્યાં

આશા ઘરનું કામ સંભાળતા ક્લાસ લે છે. ઘણી વખત તેઓ જમવાનું બનાવતાં બનાવતાં પણ લેક્ચર લે છે. તેઓ જણાવે છે કે બાળકોને પ્રેક્ટિકલી વસ્તુ વધારે મગજમાં ઊતરી જાય છે અને એ લાંબા સમય સુધી યાદ રહે છે. એટલા માટે તેમનો પ્રયાસ હોય છે કે જમવાનું બનાવતી વખતે એવા ઉદાહરણ આપે જેનાથી બાળકોને ઝડપથી સમજણ પડે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો