વ્લાદિમીર પુતિન 70 વર્ષના થયા:16 વર્ષની ઉંમરે KGB એજન્ટ બનવા ગયેલા છોકરાના ઈશારે જાણો કેવી રીતે નાચી રહી છે દુનિયા

2 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • 1991માં પુતિન સેન્ટ પીટર્સબર્ગના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે 70 વર્ષના થયા છે. તેઓ 2012થી સતત રાષ્ટ્રપતિપદે રહ્યા છે અને રશિયામાં તેમને પડકારનારું કોઈ નથી. ટાઈમ મેગેઝિન દ્વારા ચાર વખત વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ જાહેર કરાયેલા પુતિનની તાકાતને આખી દુનિયા અનુભવી રહી છે.

સેન્ટ પીટર્સબર્ગ (લેનિનગ્રાડ) સ્ટેટ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરનારા પુતિને 1991માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં તેઓ 16 વર્ષ સુધી રશિયન ઈન્ટેલિજન્સ એજન્સી KGBના એજન્ટ રહ્યા હતા. પૂર્વ જર્મની (ડ્રેસડેન)માં 6 વર્ષ સુધી જાસૂસ તરીકે કામ કર્યું. જ્યારે સોવિયત સંઘ તેના અંતિમ દિવસોમાં હતું ત્યારે તેમને મોસ્કો પાછા બોલાવવામાં આવ્યા હતા.

ગેંગ કલ્ચરમાં ઊછરેલા, તાકાત માટે માર્શલ આર્ટની તાલીમ લીધી
7 ઓક્ટોબર 1952ના રોજ પુતિનનો જન્મ થયો ત્યારે તેમના શહેરનું નામ લેનિનગ્રાદ રાખવામાં આવ્યું હતું. સોવિયેત સંઘના પશ્ચિમી છેડા પર સ્થિત આ શહેર બીજા વિશ્વયુદ્ધના સૌથી ગાઢ નિશાનો ધરાવે છે. આ યુદ્ધની સૌથી ભીષણ લડાઈઓમાંથી એક લડાઈ અહીં થઈ હતી. આ લડાઈના નિશાને પાછળથી પુતિનના વ્યક્તિત્વ પર પણ છાપ છોડી હતી.

જ્યારે પુતિન મોટા થઈ રહ્યા હતા ત્યારે તેમનું શહેર લેનિનગ્રાડ ગેંગ કલ્ચરથી ઘેરાયેલું હતું. શક્તિ મેળવવાની ખેવના તેમનામાં બાળપણથી જ હતી. તે તેમને રશિયન સેના સેમ્બોની માર્શલ આર્ટ તરફ ખેંચી ગઈ. ત્યાર બાદ તેઓ જુડો શીખ્યા અને 18 વર્ષની ઉંમરે બ્લેક બેલ્ટ મેળવ્યો.

એવું કહી શકાય કે પુતિન યુવાન થતાં જ જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ પાઠ શીખી ગયા હતા. તેમના શબ્દોમાં કહયું- 'પહેલી ઈજા તમારે જાતે કરવી જોઈએ અને એવી જોરદાર ઈજા કરવી જોઈએ કે વિરોધી સ્તબ્ધ થઈ જાય અને પછી બેઠો જ ન થાય.'

2014માં ક્રિમિયાના જોડાણ અને ફેબ્રુઆરી 2022માં યુક્રેન પરના હુમલા પહેલાં પુતિને પણ આવું જ વિચાર્યું હશે. એ અલગ વાત છે કે આ વખતે તેનો દાવ તેને જ ભારે પડી રહ્યો છે.

સિક્રેટ એજન્ટ રહેલા પુતિનની મોટા ભાગની માહિતી પણ ગુપ્ત
ગુપ્ત એજન્ટ રહેલા પુતિનના જીવનની સામાન્ય બાબતો સિવાયની મોટા ભાગની માહિતી પણ ગુપ્ત છે. હા, ત્યાં કેટલીક કિસ્સા અને કહાનીઓ જરૂર છે, પરંતુ એ ક્યાંથી આવી છે એ કોઈને ખબર નથી. જો કે લોકો તેમનામાં વિશ્વાસ કરે છે.

આવી જ એક કહાની એવી છે કે જ્યારે પુતિન માત્ર 16 વર્ષના હતા ત્યારે તેઓ એજન્ટ તરીકે નોકરી માટે લેનિનગ્રાદની KGBના બિલ્ડિંગમાં ગયા હતા. તેમણે રિસેપ્શન પર રેડ કાર્પેટ પર બેઠેલા ઓફિસરને કહ્યું કે તે એજન્ટ બનવા માગે છે. અધિકારીએ તેને ડીગ્રી મેળવવાની સલાહ આપી. પુતિને પૂછ્યું કઈ ડીગ્રી, તો જવાબ મળ્યો કાયદાની ડીગ્રી.

પુતિન પછી કાયદાની ડીગ્રી માટે સીધા જ લેનિનગ્રાદ સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને 1975માં ડીગ્રી મેળવ્યા પછી KGB ઇન્ટેલિજન્સ એજન્ટ બન્યા. જર્મન શીખ્યા પછી પુતિનને 1985માં પૂર્વ જર્મની (એ સમયે સોવિયેત યુનિયનનો ભાગ) ડ્રેસ્ડેનમાં KGB ઑફિસમાં તહેનાત કરવામાં આવ્યા હતા. પુતિન અહીં વિશ્વમાં સોવિયેત સંઘના ઘટતા પ્રભાવને નજીકથી જોઈ રહ્યા હતા.

પુતિન વિશેનો અન્ય એક પ્રસિદ્ધ કિસ્સો એ છે કે 5 ડિસેમ્બર, 1989ના રોજ જ્યારે KGB ઓફિસને સોવિયેતવિરોધી ટોળાએ ઘેરી લીધી હતી, ત્યારે પુતિન વારંવાર નજીકના રેડ આર્મી યુનિટને ફોન કરીને મદદ માટે બોલાવી રહ્યા હતા. તેમના સુધી કોઈ મદદ પહોંચી નહોતી. જવાબ મળ્યો હતો, 'મોસ્કોના આદેશ વિના અમે કંઈ કરી શકીએ એમ નથી અને મોસ્કો હજુ મૌન છે.'

કાયદાના શિક્ષક પાસેથી રાજકારણ શીખ્યા
1991માં સોવિયેત યુનિયનના તૂટ્યા પછી લેનિનગ્રાદ ફરીથી સેન્ટ પીટર્સબર્ગ બન્યું. પુતિન 1991માં અહીં આવ્યા હતા અને યુનિવર્સિટીના વાઈસ રેક્ટરના ડેપ્યુટી બન્યા હતા. બાદમાં તેઓ યુનિવર્સિટીમાં તેમના પ્રોફેસર એનાતોલી સોબચાકના આસિસ્ટન્ટ બન્યા, જેઓ યુનિવર્સિટી છોડીને લેનિનગ્રાદ સિટી કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા.

પુતિને તેમનો ચૂંટણીપ્રચાર સંભાળ્યો અને સફળ રહ્યા. તેમણે રાજકારણની યુક્તિઓ પણ શીખી હતી
જૂન 1991માં પુતિન સેન્ટ પીટર્સબર્ગના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. આ વર્ષે ઓગસ્ટમાં તેમણે સત્તાવાર રીતે KGBથી અલગ થઈ ગયા હતા. 1996માં જ્યારે સોબચાક મેયરની ચૂંટણી હારી ગયા, ત્યારે પુતિન મોસ્કો ગયા હતા. ત્યાં તેઓ ક્રેમલિનમાં રાષ્ટ્રપતિની મિલકતોની સંભાળ રાખતા વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

જુલાઈ 1998માં સોવિયેત KGBનું સ્થાન લેનારી રશિયન એજન્સી FSB (ફેડરલ સિક્યોરિટી સર્વિસ)ના વડા બનતાં પહેલાં તેમણે ક્રેમલિનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.

રાજકારણમાં ઝડપથી ઊભરી આવ્યા, 2000માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા
પુતિન રાજકારણની સીડી ખૂબ ઝડપથી ચઢી ગયા. તત્કાલીન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિને ઓગસ્ટ 1999માં તેમને ડેપ્યુટી પીએમ બનાવ્યા હતા. એ જ વર્ષે તેઓ રશિયાના વડાપ્રધાન પણ બન્યા.

31 ડિસેમ્બર 1999ના રોજ જ્યારે યેલ્તસિને રાજીનામું આપ્યું, ત્યારે પુતિનને તેમના સ્વાભાવિક ઉત્તરાધિકારી ગણવામાં આવ્યા અને તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા. માર્ચ 2000માં પુતિન રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. ત્યારથી તેઓ રશિયામાં સત્તાનું કેન્દ્ર છે.

પુતિન 2004માં ફરીથી રાષ્ટ્રપતિ બન્યા, પરંતુ 2008માં તેમને પદ છોડવું પડ્યું, કારણ કે રશિયાના બંધારણ હેઠળ કોઈ વ્યક્તિ સતત ત્રણ ટર્મ સુધી રાષ્ટ્રપતિ બની શકતી નથી.

2008થી 2012 સુધી વડાપ્રધાન પદ સંભાળ્યા પછી તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા અને અત્યારસુધી આ પદ પર રહ્યા છે. 2008માં રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ રશિયાના બંધારણમાં ફેરફાર કરીને રાષ્ટ્રપતિની મુદત 4 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવી હતી. તેથી નક્કી કરવામાં આવ્યું હતું કે પુતિન લાંબા સમય સુધી દેશ પર રાજ કરી શકશે.

ભ્રષ્ટાચારની તપાસ દબાવી દેવામાં આવી
પુતિને 1983માં લ્યુડમિલા સાથે લગ્ન કર્યા અને 2014માં છૂટાછેડા લીધા. તેમની બે પુત્રી મારિયા અને યેકાટેરીનાનો જન્મ 1985 અને 1986માં થયો હતો. પુતિનનો પરિવાર લાઈમલાઈટથી દૂર રહ્યો છે. 1990ના દાયકામાં પુતિન સેન્ટ પીટર્સબર્ગમાં ખાદ્યકૌભાંડમાં ફસાયા હતા. હવે તેના વિશેની તમામ માહિતી ગુમ છે.

1992માં જ્યારે રશિયાની અર્થવ્યવસ્થા પડી ભાંગી રહી હતી ત્યારે પુતિનને સેન્ટ પીટર્સબર્ગના લોકોને ખોરાક પૂરો પાડવાના કાર્યક્રમની કમાન સોંપવામાં આવી હોવાનું કહેવાય છે. શહેરે આ માટે 100 કરોડ ડોલરની જોગવાઈ કરી હતી.

તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈ ખાદ્યપદાર્થો આવ્યા નથી. પુતિન અને તેના મિત્રોએ આ પૈસા પચાવી પાડ્યા. આ અંગેની તપાસ ટૂંક સમયમાં રદ કરવામાં આવી હતી અને માહિતીને દબાવી દેવામાં આવી હતી.

તે એક રહસ્ય છે કે કેવી રીતે સેન્ટ પીટર્સબર્ગમાં સાધારણ રાજકીય સ્થિતિ ધરાવતા KGB એજન્ટ માત્ર અઢી વર્ષમાં ક્રેમલિન પહોંચીને દેશના સૌથી શક્તિશાળી લોકોમાંના એક બન્યા. તેમણે એવું શું કર્યું કે યેલ્તસિન તેનેપહેલા ડેપ્યુટી પીએમ અને પછી થોડા મહિનામાં જ વડાપ્રધાન બનાવી દીધા. અંતે રાષ્ટ્રપતિનું પદ પણ તેમના માટે છોડી દેવામાં આવ્યું હતું.

રાજકારણમાં જાસૂસી યુક્તિઓ લાગુ કરવામાં આવી
પુતિન, એક KGB એજન્ટ, ભ્રામક માહિતીની અસરને સમજતા રહ્યો છે. તેમના ફાયદા માટે તેનો ઉપયોગ કરતા આવ્યા છે. આ જ કારણ છે કે તેણે પોતાની આસપાસ રહસ્યની એવી જાળી બનાવી દીધી છે કે લોકો તેના વિશે ગમે તેટલા જાણતા હોય, બહુ ઓછું જ જાણી શકતા.આનાથી તેમની એક એવી ઇમેજ ઊભી થઈ જે જીદ્દ અને ઈરાદાની ખાતરી છે અને તેને પૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.

પુતિનનું વ્યક્તિત્વ નબળા પડી રહેલા સોવિયેત યુનિયનની છાપ ધરાવતું હોવાનું માનવામાં આવે છે. તેઓ રશિયાની જૂની સત્તા પાછી મેળવવાની ઘેલછાની હદ સુધી પ્રતિબદ્ધ છે. પુતિન સત્તાના કેન્દ્રીકરણમાં માને છે અને તેથી જ તેઓ પોતે રશિયામાં સત્તાનું કેન્દ્ર બન્યા છે. લગભગ સાડા 14 લાખની વસ્તી ધરાવતું રશિયા તેમના વ્યક્તિત્વની આસપાસ ફરે છે. તેમના નિર્ણયો અહીંના લોકોના જીવનના દરેક પાસાઓ પર અંકિત છે.

પુતિનને જ્યારે પણ તક મળી ત્યારે તેમણે રશિયાની સૈન્ય તાકાત બતાવી છે. 2008 માં, જ્યોર્જિયા પર હુમલો હોય કે પશ્ચિમી દેશોની ધમકીઓને સાઈડમાં કરીને, 2014 માં યુક્રેનના ક્રિમીયાને જોડીને "ઐતિહાસિક ભૂલોમાં સુધારો" કરવો.

કોઈ નથી જાણતું કે પુતિનના મગજમાં શું ચાલે છે

પશ્ચિમી દેશો, નાટો અને અમેરિકાની તમામ ચેતવણીઓને અવગણીને પુતિને ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો હતો. આવી પરિસ્થિતિઓ પેદા કરી છે કે, જેની અસર યુરોપની સમગ્ર વસ્તી પર થવી નક્કી છે.

જેમ-જેમ શિયાળો નજીક આવશે તેમ યુક્રેન રશિયાની લશ્કરી શક્તિને અનુભવશે. બીજી તરફ, રશિયામાં ગેસના અછતના કારણે યુરોપ ઠંડીમાં ધ્રુજશે. ઘણા લોકોને લાગશે કે પુતિને યુક્રેન પર હુમલો કરીને તેના તમામ પત્તા રમ્યા છે, પરંતુ જેઓ તેને માને છે કે અત્યારે તે આવશ્યક છે, તો ટ્રમ્પ કાર્ડ તેમના હાથમાં હોય.

પુતિનના વિશે એક વાત બધા જ જાણે છે કે તેમના મગજમાં શું ચાલે છે એ કોઈ જાણતું નથી. પુતિનના વિશે એક વાત ખાસ કહી શકાય છે કે તેમણે પોતાનું ભાગ્ય જાતે જ લખ્યું છે. જ્યાં તેઓ છે ત્યાં પોતાની શક્તિ પર છે, દુનિયાના બાકીના સફળ લોકોની જેમ તેમણે સમય-સમય પર લોકોનો ઉપયોગ કર્યો અને તેમની તાકાતથી પોતાની શક્તિમાં વધારો કર્યો છે.

8 હજાર કરોડ રૂપિયાના મહેલના માલિક

પુતિનને બ્લેક સીમાં બનેલા 16 માળના મહેલના માલિક હોવાનું કહેવાય છે. તેના સૌથી મોટા વિરોધી એલેક્સેઈ નવેલનીની ટીમે તેની તસવીર ઓનલાઈન શેર કરી છે. આ મહેલની કિંમત એક અબજ ડોલર અથવા 8 હજાર કરોડ રૂપિયા છે. એના મોટા ભાગના માળ અંડરગ્રાઉન્ડ છે. 170 એકરમાં ફેલાયેલા આ મહેલ પરિસરમાં કુલ 40 બગીચા છે.

10 બાળક પેદા કરવા બદલ અવોર્ડની જાહેરાત

રશિયાની ઘટતી જતી વસતિથી પરેશાન વ્લાદિમીર પુતિને મહિલાઓને 10 બાળક પેદા કરવાનું કહ્યું છે. આમ કરવાથી મહિલાઓને 1 અબજ રુબલ એટલે કે 13 લાખ રૂપિયા મળશે. 10 બાળકને જન્મ આપનારી મહિલાઓને 'મધર હિરોઈન' અવૉર્ડ આપવામાં આવશે. આ એવૉર્ડ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ આપવામાં આવ્યો હતો. રશિયાએ 1991માં સોવિયત સંઘ વિભાજિત થતાં તેને બંધ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...