તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી મીડિયા પર સરકારનો પ્રહાર:જાણો PM મોદી પર પબ્લિશ થયેલા આર્ટિકલ વિરુદ્ધ લખાયેલા લેટરમાં કહેવામાં આવેલી વાતો અને વાસ્તવિકતા

ભોપાલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી મીડિયાએ PM મોદી અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી, તેમને દેશની ભયાનક સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા

વિદેશી મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. વિશ્વના ટોપ મીડિયા હાઉસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની ભયાનક સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા. ઓસ્ટ્રેલિયાના જાણીતા મીડિયા હાઉસ ધ ઓસ્ટ્રેલિયને પણ આવો જ આર્ટિકલ થોડા દિવસો પહેલા છાપ્યો હતો. તે પછી ઓસ્ટ્રેલિયાના કેનબરા સ્થિત ઈન્ડિયન હાઈકમીશન હરકતમાં આવ્યું. તેણે ન્યુઝપેપરના એડિટર-ઈન-ચીફન નામનો પત્ર લખ્યો. કમીશને આર્ટિકલને તાત્કાલિક દૂર કરવા અને મીડિયા હાઉસને માંફી પત્ર પબ્લિશ કરવા માંગ કરી.

તે લેટરના કેટલાક ભાગમાં કહેવામાં આવેલી વાતો અને તેની સામે દેશની વાસ્તવિકતાની સરખામણી કરવાની કોશિશ કરી રહ્યાં છે. તો ચાલો જાણીએ લેટરમાં શું લખવામાં આવ્યું અને વાસ્તવિકતા શું છે.

લેટરમાં કહેવામાં આવ્યું- તથ્યોથી દૂર છે આર્ટિકલ
આ લેટરમાં લખવામાં આવ્યું છે કે ધ ઓસ્ટ્રેલિયન તરફથી આવેલો આર્ટિકલ તથ્યોથી દૂર છે. તેમાં ભારત સરકારના કોઈ અધિકારી સાથે વાતચીત પણ કરવામાં આવી નથી. આ આર્ટિકલ ભારત સરકારને બદનામ કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. તેમાં કોરોનાને લઈને ભારત તરફથી ઉઠાવવામાં આવેલા પગલાઓની અવગણના કરવામાં આવી છે.

વાસ્તવિકતાઃ તે દિવસથી 3 લાખથી વધુ કેસ મળી રહ્યાં છે. શુક્રવારે નવા દર્દીઓની સંખ્યા 4 લાખને વટાવી ગઈ. સરકારી આંકડાઓના જણાવ્યા મુજબ શુક્રવારે કોરોનાથી જીવ ગુમવનારાઓની સંખ્યા 3500ને વટાવી ગઈ. એક્ટિવ કેસના મામલામાં ભારત બીજા નંબરે છે.

લેટરમાં કહેવામાં આવ્યું- કોરોના માટે દરેક પગલા લેવામાં આવ્યા
શરૂઆતમાં લોકડાઉનથી લઈને હવે વેક્સિનેશન અભિયાન સુધી, ભારતીય સરકારે કોરોનાની વિરુદ્ધ શકય તેટલા તમામ પગલા ઉઠાવ્યા છે. કોરોના ટેસ્ટની ગતિ વધારવાની સાથે ટ્રીટમેન્ટ મજબૂત કરીને લાખો જીંદગીઓને બચાવવામાં આવી છે.

વાસ્તવિકતાઃ ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો 30 એપ્રિલે 19.5 લાખ ટેસ્ટ થયા. અત્યાર સુધીમાં લગભગ 29 કરોડ લોકોનું ટેસ્ટિંગ થયું છે. એટલે કે ભારતની કુલ વસ્તીના 20 ટકા લોકોનું જ ટેસ્ટિંગ થયું છે. ઓક્સિજનની અછત અને હોસ્પિટલોમાં બેડ ન હોવાની સમસ્યાનો સમગ્ર દેશને ખ્યાલ છે. સ્થિતિ એ છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈન્સમાં હોમ આઈસોલેશન અને ઘરેલુ ઉપચારોને સામેલ કરવાની ફરજ પડી છે.

લેટરમાં લખવામાં આવ્યું- વેક્સિનેશન પર ઝડપી કામ
સરકારે વેક્સિન મૈત્રી પહેલના ભાગરૂપે 80થી વધુ દેશો સુધી 6.6 કરોડ વેક્સિન પહોંચાડી છે. 150 દેશોને બીજી દવાઓ અને PPE કિટ પહોંચાડવામાં આવી છે.

વાસ્તવિકતાઃ સરકારે 1 મેથી 18+નું વેક્સિનેશન કરવાની જાહેરાત તો કરી દીધી, જોકે તે કઈ રીતે થશે, તેની કોઈ જાણ નથી. પરિણામ એ આવ્યું કે દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ,રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, આંધપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ગોવા, છત્તીસગઢે 18+ને વેક્સિન આપવાથી ઈન્કાર કર્યો અથવા તો તેમાં મુશ્કેલી પડવાની વાત કહી. આ તમામ રાજ્યોમાં વેક્સિનની અછત છે. હાલ વેક્સિન દેશની 10 ટકા વસ્તી સુધી પહોંચી ગઈ છે. ઓગસ્ટ સુધીમાં 30 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય છે. કાચો માલ ન મળવાને કારણે કંપનીઓ દર મહિને 8 કરોડ ડોઝના પ્રોડક્શનમાં પણ મુશ્કેલી થઈ રહી છે.

લેટરમાં લખ્યું- સરકાર યુદ્ધસ્તરે કામગીરી કરી રહી છે
ઝડપથી વધતા સંક્રમણને રોકવા માટે સરકારે યુદ્ધસ્તરે પગલા ઉઠાવ્યા છે. અમને ભરોસો છે કે સંક્રમણને ઝડપથી રોકી શકાશે. દરેક નાગરિકની સુરક્ષાની પ્રાથમિકતા છે. અમારા ડોક્ટર અને સાયન્ટિસ્ટ એ શોધવાની કોશિશ કરી રહ્યાં છે કે સંક્રમણ આટલુ ઝડપથી શાં માટે ફેલાઈ રહ્યું છે. એ પણ જાણવાની કોશિશ ચાલુ છે કે ભારતની બહાથી આવેલા સ્ટ્રેનની સંક્રમણ વધારવામાં શું ભૂમિકા છે, જોકે આર્ટિકલમાં ડાયરેક્ટ એ જ આરોપ લગાવવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદીના ચૂંટણી પ્રચાર અને ધાર્મિક આયોજનથી કોરોના ફેલાયો છે.

લેટરની અંતિમ લાઈનો
આવા રિપોર્ટ જુઠ્ઠાણું ફેલાયું છે. તેના કારણે મહામારી સામે લડવાની લડાઈ પણ નબળી પડી રહી છે. આ વાત તમારા પબ્લિકેશન માટે સારી વાત નથી. તેના માટે માફીપત્ર છાપવામાં અને ભવિષ્યમાં આ પ્રકારના આર્ટિકલ છાપવા ન જોઈએ.

બીજા વિદેશી મીડિયાએ આ લખ્યું

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો