તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ અગ્નિકાંડ પર સવાલ:ક્યાં સુધી હૉસ્પિટલોમાં લોકો ભડથું થશે?, ઢગલાબંધ નિયમો પણ; વાસ્તવિકતા વરવી

એક મહિનો પહેલા

મધરાતનો સમય હતો અને મુંબઈનો ભાંડુપ વિસ્તાર કોરોનાના દર્દીઓની મરણચીસોથી ગુંજી ઉઠ્યો. ડ્રીમ મોલમાં આગ લાગી અને જોતજોતામાં ત્રીજા માળે આવેલી સનરાઈઝ હૉસ્પિટલમાં 10 લોકો જીવતાં જ ભડથું થઈ ગયા.

અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, ગ્વાલિયર, વિજયવાડા સહિત અનેક શહેરોમાં આવું બની ચૂક્યું છે. જીવ બચવાની આશાએ હૉસ્પિટલમાં દાખલ થયેલા સંખ્યાબંધ દર્દીઓ આગમાં હોમાઈ ગયા છે.

જો કે, અહીં સૌથી મોટો સવાલ એ છે કે, આ હૉસ્પિટલ મોલમાં ચાલતી હતી. આ મોલમાં એક હજાર જેટલી દુકાનો અને બે બેન્ક્વેટ હોલ પણ છે.

દર વખતે હૉસ્પિટલમાં આગે છે, ફાયર સેફ્ટી અંગે એક-બે દિવસ બૂમબરાડા થાય છે, અને ત્રીજા દિવસે બધુ ભૂલાય જાય છે. પણ આજે આપણે સમજવું છે કે, હૉસ્પિટલ માટે ફાયર સેફ્ટીના માપદંડો ખરેખર શું છે, અને તેનું કેવું પાલન થાય છે?

આ માટે બિલ્ડિંગ પાસે ફાયરનું NOC હોવું જોઈએ. હૉસ્પિટલના દરવાજાની પહોળાઈ ઓછામાં ઓછા દોઢ મીટર હોવી જોઈએ. બિલ્ડિંગ પર ઓવરહેડ ટાંકી હોવી જોઈએ. આ ટાંકી હંમેશા પાણીથી ભરેલી હોવી જોઈએ. બિલ્ડિંગના દરેક માળ પર હોઝ રીલ હોવી જોઈએ. અને દરેક જગ્યાએ અગ્નિશામક યંત્ર હોવા જોઈએ. આ ઉપરાંત ઈમર્જન્સી સંકેત આપે તેવા મશીન પણ હોવાં જોઈએ. આ સિવાય બેઝમેન્ટ અને બિલ્ડિંગમાં સ્પ્રિંકલર સીસ્ટમ જરૂરી છે. સાથેસાથે ફાયર એલાર્મ પણ લાગેલ હોવો જોઈએ. નિયમ મુજબ કોઈ હૉસ્પિટલ બેઝમેન્ટમાં ચાલતી જોઈએ નહીં. એટલું જ નહીં હૉસ્પિટલમાં વિવિધ જગ્યાએ ફાયર, પોલીસ અને ઈમર્જન્સી નંબર્સના ડિસ્પ્લે લાગેલા હોવા જોઈએ.

ધ નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ હૉસ્પિટલ કે, નર્સિંગ હોમનો ફ્લોર 300 મીટરનો હોય તો દરેક ફ્લોર પર એક એક્ઝિટ ગેટ જરૂરી છે. એક્ઝિટ માટેનો રેમ્પ 2.4 મીટર એટલે કે, લગભગ પોણા આઠ ફૂટ પહોળો હોવો જોઈએ. ફ્લોર પર ફાયર એક્ઝિટનું ડિસ્ટન્સ 24 મીટરથી વધુ ના હોવું જોઈએ. લાઈટના કેબલ અને વાયર માટે સેપરેટ ડક્ટ હોવા જોઈએ. આ ડક્ટ જ્વલનશીલ ન હોવા જોઈ. આ ઉપરાંત ટેલિફોન વાયર પણ ગેસ અને વોટર લાઈનથી અલગ હોવા જોઈએ.

પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે, હૉસ્પિટલો માટે ફર્નિચર અને ઈન્ટિરિયર મટીરિયલ માટે કોઈ સ્ટાન્ડર્ડ નથી

આ તો થઈ ફાયર સેફ્ટીની વાત. હવે સમજીએ કે, આ ફાયર સેફ્ટી ઓડિટ ખરેખર કેવી રીતે થાય છે? આ માટે સેફ્ટી ઈન્સ્પેક્ટર તપાસ કરે છે. ઓફિસર બિલ્ડિંગની જાત મુલકાત લે છે, અને સાધનોનું નિરીક્ષણ તથા તપાસ કરે છે. આ ઓફિસર તમામ ડૉક્યુમેન્ટ્સ ચકાસે છે અને જરૂર પડે તો કર્મચારીની પૂછપરછ પણ કરી શકે છે.

આપના માટે એ સમજવું પણ જરૂરી છે કે, આ ફાયર સેફ્ટી ઓડિટ ક્યારે થાય છે?
જ્યારે કોઈ બિલ્ડિંગમાં આગ લાગી હોય, કોઈએ કમ્પલેઈન કરી હોય, ઓડટનું ફોલોઅપ કરવાનું હોય, ઓનરે રિક્વેસ્ટ કરી હોય કે પછી પ્રિમાઈસીસના લાઈસન્સ માટે અરજી કરી હોય. આ બધા સંજોગોમાં ફાયર સેફ્ટી ઓડિટ થાય છે.

હવે જોઈએ કે, ફાયરના ઓડિટ સમયે શું જરૂરી છે?.
ફાયર સેફ્ટી ઓફિસરને ફાયર રિસ્ક એસેસમેન્ટ ઉપરાંત આગથી બચવાના માટે શું વ્યવસ્થા છે તે બતાવવું પડે છે. આ ઉપરાંત ફાયર ડ્રિલનો રેકોર્ડ, સ્ટાફની ફાયર ટ્રેનિંગનો રેકોર્ડ, મેઈન્ટેનન્સનું ચેકલિસ્ટ, પ્રિમાઇસમાં રહેલ જોખમી વસ્તુઓનું લિસ્ટ, ઈક્વિપમેન્ટ્સનું લિસ્ટ ફાયર ડિટેક્શન અને વોર્નિંગ સીસ્ટમ, ઈમર્જન્સી લાઈટ, સ્પ્રિંકલર સીસ્ટમ, વેન્ટિલેશન સીસ્ટમ, ઈલેક્ટ્રિક વાયરિંગ અને પોર્ટેબલ એપ્લાયન્સીસ સહિતની તમામ રેકર્ડ બતાવવા પડે છે.

અને સૌથી મોટો સવાલ, ફાયર સેફ્ટી ઓડિટ પછી શું થાય છે?
ફાયર સેફ્ટી ઓડિટ બાદ ઓફિસર ઓનરને તેના ફાઈન્ડિંગ્સ અંગેનો રિપોર્ટ આપે છે. જેમાં તેની ભલામણની સાથેસાથે એક્શન પ્લાન પણ જણાવે છે.

આ બધી જ પ્રક્રિયામાં છતાં તેમાં કેટલાક હર્ડલ્સ પણ છે.
જેમ કે, મોટા ભાગની બિલ્ડિંગોમાં ફાયર એક્ઝિટનો જે રસ્તો છે તે સ્ટોરેજ એરિયા બની ગયો હોય છે. આ રેમ્પમાં બોક્સ, કાર્ટુન અને મેટ્રેસીસ પડેલા હોય છે. મોટા ભાગે સલામતીના કારણોથી ફાયર એરિયા લોક કરી દીધો હોય છે. જેને કારણે આગ લાગે ત્યારે લોકો ફસાઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો