તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઓરિજિનલ:‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ માટે બજેટમાં અડધો ડઝનથી વધુ પ્રસ્તાવ, એમ છતાં ભારતમાં બિઝનેસ કરવો સરળ નથી

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારત ઝડપથી ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રેન્કિંગમાં પ્રગતિ કરી રહ્યો છે, જેનું એક મુખ્ય કારણ પહેલાંની ગંચવણ ભરેલી કાગળિયાની નિયમ-કાયદાની પ્રક્રિયાની જગ્યાએ ઓનલાઈન અને સરળ પદ્ધતિ છે. ગ્લોબલ કન્સલ્ટન્સી મેકેન્જીના રિપોર્ટ પ્રમાણે, 2016માં ભારતની ગ્લોબલ રેન્કિંગ 130 હતી, જે 2019માં 63મા રેન્ક સુધી પહોંચી ગઈ છે. દિલ્હીમાં ટ્રેડમાર્ક એટર્ની તરીકે કામ કરી રહેલા શિવ મિશ્રા કહે છે, કંપનીના રજિસ્ટ્રેશનથી માંડી ટેક્સ ભરવા, રિટર્ન મેળવવાની પ્રક્રિયા પારદર્શી અને સરળ થઈ છે. કંપનીની રજિસ્ટ્રેશન ફી સમાપ્ત કરીને માત્ર લીગલ ડ્યૂટી અને સ્ટેમ્પ ડ્યૂટી શુલ્ક જ લેવામાં આવે છે. માઈક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈઝીઝ(MSME)નું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવે છે. ભલે તેમને ટ્રેડમાર્ક લેવા માટે 50%ની છૂટ આપવામાં આવી હોય કે પછી ઓનલાઈન રિફંડ અને રિટર્ન ક્લેઇમ કરવાની સુવિધા હોય. પહેલાં કંપનીઓના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ(PF)થી માંડી ISO સર્ટિફિકેટ માટે અલગ વિભાગોમાં જઈને લાઈન લગાવવી પડતી હતી. હવે આ બધાં કામ ઘરે બેઠા ઓનલાઈન થઈ જાય છે. જોકે હાલ પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને વકીલની સલાહ વગર કંપની ચલાવવી શક્ય નથી.

ઘણા ઈન્ટરનેશનલ ક્લાયન્ટ સંભાળનાર ઈ-સોલ્યુશન કંપની આઈડ્રીમબિજના કો-ફાઉન્ડર સંચિત ગોયલે જણાવ્યું હતું કે મેં મારું કામ 2009માં શરૂ કર્યું હતું. ત્યારે એક એક કાગળ લઈને હું અહીં ત્યાં ડિપાર્ટમેન્ટમાં ફાંફાં મારતો હતો. કોઈ ટ્રેકિંગ સિસ્ટમ ન હતી, ના ડેડલાઈન હતી. છ મહિનાથી વધુ બધા અપ્રૂવલ લેવામાં લાગી ગયા હતા. પહેલાં અમે કમ્પ્યુટર ખરીદવા અંગે વેલ્યુ એડેડ ટેક્સ(VAT) ચૂકવતા હતા અને ક્લાયન્ટ પાસેથી સર્વિસ ટેક્સ લેતા હતા. ક્લાયન્ટને આ ટેક્સ ચૂકવવા માટે તૈયાર કરવા મોટો પડકાર હતો. હવે GST આવ્યા પછી કોઈ પડકાર નથી. GST ફોર્મ પણ સરળ થઈ ગયું છે. જોકે હાલ પણ ટેક્સેશનની ભાષા સરળ નથી.

ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
જે 10 ધોરણના આધારે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસની રેન્કિંગ નક્કી કરવામાં આવે છે, એમાં વીજળી કનેક્શન લેતા લાગતો સમય, કોન્ટ્રેક્ટ લાગુ કરવાનો, બિઝનેસ શરૂ કરવાનો, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, દેવાદાર થવાના મામલાનો નિવેડો લાવવાનો, કન્સ્ટ્રક્શન સર્ટિફિકેટ, લોન લેવામાં લાગતો સમય, માઈનોરિટી ઈન્વેસ્ટર્સનાં હિતોની રક્ષા, ટેક્સ પેમેન્ટ અને ટ્રેડિંગ અક્રોસ બોર્ડર જેવા માપદંડ સામેલ છે. એક 11મો માપદંડ ‘શ્રમબજારના નિયમ’ પણ હોય છે.

સોમવારે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021માં ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવાની ઘણી જાહેરાત કરાઈ છે..

10 કરોડ સુધી ટર્નઓવરવાળી કંપનીઓને ટેક્સ ઓડિટમાંથી છૂટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે જે કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડ છે અને જેમના 95% ટ્રાન્જેક્શન ડિજિટલ મોડમાં થયા હોય તો તેમને ટેક્સ ઓડિટ કરાવવાની જરૂર નથી. પહેલાં આ લિમિટ 5 કરોડ હતી. ડિજિટલ ટ્રાન્જેક્શનનો રેકોર્ડ પહેલાંથી જ સરકાર પાસે હોય છે. એવામાં ઓડિટ કરાવવા અને CAને ફી આપવાથી કંપનીઓ બચી જશે.

એક માલિકીવાળી કંપનીઓને છૂટ
સરકારે એક માલિકીવાળી કંપનીઓના શેરધારકો પાસેથી મળેલા પૈસા અને ટર્નઓવર પર ટેક્સમાં છૂટ આપી છે. સ્ટેક ટેક્નોલોજીસના CEO અતુલ રાયના જણાવ્યા પ્રમાણે, ‘સ્ટાર્ટઅપ્સને મળેલી આ છૂટ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપશે’

વીસ કરોડ સુધી ટર્નઓવરવાળી કંપની નાની કહેવાશે
નાની કંપનીની પરિભાષા બદલવાનો પ્રસ્તાવ પણ બજેટમાં છે. અત્યારસુધીમાં 50 લાખ રૂપિયા સુધીના રોકાણ અને બે કરોડ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી કંપની નાની કહેવાતી હતી. આનાથી નાની કંપનીઓને ફાયદો થશે, જેમાં વ્યાજ વગેરેમાં છૂટ મળશે. MSME માટે 15,700 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, જે ગત વર્ષ કરતાં બેગણી છે.

ઘણા નિયમ-કાયદાને ભેગા કરીને એક નિયમ બનાવવાની જાહેરાત
સરકાર SEBI એક્ટ, 1992, સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટ્સ(રેગ્યુલેશન) એક્ટ, 1956 અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ એક્ટ, 2007ને ભેગા કરીને ‘સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ’ નામથી એક કાયદો બનાવશે. રિલાયન્સ સિક્યોરિટીઝના ED અને CEO લવ ચતુર્વેદીના જણાવ્યા પ્રમાણે, ‘સિંગલ સિક્યોરિટીઝ માર્કેટ કોડ ભારતીય નાણાબજારમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની શક્યતા વધારશે’

બિઝનેસની મંજૂરી માટે AI પર આધારિત પ્રક્રિયા
કોર્પોરેટ મામલાના મંત્રાલયની વેબસાઈટ પર ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરાશે, જેથી બિઝનેસ અને સ્ટાર્ટઅપને કાયદાકીય મંજૂરી મળવામાં સરળતા રહે. સરકારે કહ્યું છે કે મંત્રાલય MCA-21માં AI આધારિત હશે, જ્યારે તેનું 3.0 વર્જન લોન્ચ કરાશે.આનાથી ઘણી મંજૂરીઓ જાતે જ મળી જશે, જેની પર અલગ અલગ સ્ટેકહોલ્ડર્સ, જેવા કે નિયામકો, રોકાણકારો અને કંપનીને મહત્ત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ મળી જશે.

LLP કંપનીમાં ગરબડ ગુનાહિત શ્રેણીમાં નહીં
LLP એવી કંપનીઓ હોય છે, જેમાં એક પાર્ટનરને કોઈ બીજાની ગરબડ માટે જવાબદાર નથી ગણવામાં આવતો. હવે કંપનીઓની આર્થિક ગરબડને ગુનાની શ્રેણીમાંથી બહાર રાખવામાં આવશે, જેનાથી ઝડપથી વધુ કંપનીઓ ખૂલશે.

NRIsને કંપની ખોલવામાં સગવડ
સરકારે વિદેશોમાં રહેતા ભારતીય નાગરિકોના વન-પર્સન કંપની ખોલવા માટે દેશમાં રહેવાની મર્યાદાને 182 દિવસથી ઘટાડીને 120 દિવસ કરી દીધા છે, એટલે કે 120 દિવસ દેશમાં રહેતાં વેપારીઓને દેશી વેપારીઓ જેવી છૂટ મળશે.

નાણામંત્રી તરફથી લેવામાં આવેલાં પગલાંની પ્રશંસા કરતાં ટ્રાન્જેક્શન ટેક્સ, BDO ઈન્ડિયાના એસોસિયેટ પાર્ટનર હેરી પારીખે જણાવ્યું હતું કે મૂળભૂત સુવિધાઓમાં રોકાણ, કાયદાને એકસાથે લાવવો, ઘણાં ક્ષેત્રોમાં ડિજિટલીકરણ કરવાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઈન્ડિયાની રેન્કમાં સુધારો આવવો જોઈએ.

હાલ પણ ભ્રષ્ટાચાર મોટી સમસ્યા, ફંડ ભેગું કરવું મોટો પડકાર
રેન્કિંગમાં સુધારો અને બજેટમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સાથે જોડાયેલી ઘણી જાહેરાત પછી પણ ભારતમાં ઝડપથી બિઝનેસ વધશે, એવું ન કહી શકાય. શિવ મિશ્રાએ જણાવ્યું હતું કે કોઈપણ બિઝનેસ માટે સૌથી જરૂરી છે ફંડ. ફંડ માટે મોટા ભાગના લોકો બેન્ક તરફ જુએ છે, પણ એની પાસેથી લોન મળવી હાલ પણ સરળ નથી. ઘણી કંપનીઓના કો-ફાઉન્ડર મને ત્યાં થતા ભ્રષ્ટાચાર વિશે જણાવે છે, જેનાથી જરૂરિયાતવાળા બિઝનેસમેનની જગ્યાએ તેને લોન મળી જાય છે, જે વધુ લાલચ આપે છે.

શિવ મિશ્રા ઉપાય પણ જણાવે છે, કંપની રજિસ્ટ્રેશન વખતે જ્યારે ઉદ્દેશ જણાવવામાં આવે છે ત્યારે સરકારે કંપનીઓ માટે જરૂરી ફંડની વ્યવસ્થા બેન્ક તરફથી કરાવી દેવી જોઈએ. નાની લોન ઓનલાઈન જ આપવામાં આવી શકે છે. વીજળી, પાણી માટે કનેક્શન વગેરેની વ્યવસ્થા ઓનલાઈન જ થવી જોઈએ. હાલ બિઝનેસમેનને આનાથી ઘણા પ્રોબલેમ થાય છે.

કંપનીઓની સુવિધા માટે કેન્દ્ર-રાજ્યનું એકસાથે આવવું જરૂરી
કંપનીઓ પેમેન્ટમાં મોડું, આયાત-નિકાસમાં સમસ્યા, કેન્દ્ર અને રાજ્ય સરકારના ડબલ નિયમો અથવા ટેક્સ વગેરેનો સામનો કરતી રહે છે. ડેલોઈટના રિપોર્ટ પ્રમાણે, જો સરકાર દુનિયાના અન્ય દેશોથી શીખ લઈને સુધારા કરે તો ઘણી મુશ્કેલીઓને સરળ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ટેક્સ ફાઈલ કરવા માટે ઈલેક્ટ્રોનિક સિસ્ટમને મજબૂત કરવી. ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર કેઆર સેકરનું કહેવું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ એકસાથે આવવું જોઈએ, જેનાથી બ્યુરોક્રેસીના કારણે થઈ રહેલા વિલંબને ઘટાડી શકાય.

જમીન માટે માલિકી હકના ટ્રાન્સફરની પ્રક્રિયા ઘણી લાંબી અને ધીમી
કેપીએમજીના પાર્ટનર વિવેક અગ્રવાલનું કહેવું છે કે ભારત સામે સૌથી મોટો પડકાર બ્રિટિશરાજ સિસ્ટમમાંથી બહાર નીકળવાનો છે. ભારતમાં જમીનનો માલિકી હક ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઘણી ધીમી અને લાંબી છે. જમીનના રેકોર્ડ પણ મેન્યુઅલી રાખવામાં આવે છે, જેને ડિજિટલ કરવાની પ્રક્રિયા ઘણી ધીમી છે.

ભારત ઝડપથી સુધારાના મામલામાં ચીન, કુવૈત, નાઈજીરિયા કરતાં પાછળ
ટેક્સ-એક્સપર્ટ ગૌરી ચડ્ઢાએ જણાવ્યું હતું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાતો હાલ પણ હવામાં જ છે. ધરતી પર એની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. માત્ર એક રેસ્ટોરાં ચલાવવા માટે 12 લાઈસન્સ લેવા પડે છે. પ્રાઈવેટ લિમિટેડ ચલાવનારને તો દર મહિને ઘણાબધા કાગળિયાની કામગીરી કરવી પડે છે, તેમની એક ગરબડ પર ભારે પેનલ્ટી લગાડવામાં આવે છે. ભલે વર્લ્ડ બેન્કની 190 દેશની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની રેન્કિંગમાં ભારત 63મા સ્થાન પર આવી ગયું હોય, પણ હાલ પણ ભારત રેન્કિંગમાં સૌથી ઝડપથી સુધારાના મામલામાં ચીન, કુવૈત અને નાઈજીરિયા જેવા દેશોથી ઘણો પાછળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો