• Gujarati News
  • Dvb original
  • How Is A Heart Transplant Done? When Does The First Beat Come? Dr. Understand The Importance Of Every Minute From Dhiren Shah

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું A TO Z:આ વીડિયો જોઈને તમારૂં હૃદય પણ ધબકારો ચૂકી જશે, ડૉ. ધીરેન શાહ પાસેથી જાણો કેમ વોર રૂમ જેવી સ્થિતિ હોય?

4 મહિનો પહેલા

મેડિકલ સાયન્સ ભલે ગમે તેટલું આગળ આવ્યું હોય પણ કુદરતને ક્યારેય કળી શકશે નહીં. હાર્ટ, બ્રેઈન, કિડની, લીવર જેવા અંગોને તે ક્યારેય રિપ્લેસ કરી શકશે નહીં. આ શબ્દો છે જાણીતા કાર્ડિયાક સર્જન, ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને CIMS હૉસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ધીરેન શાહના. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે તેમણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અંગે A TO Z માહિતી આપી. આ ઈન્ટર્વ્યૂમાં ડૉ. ધીરેન શાહ બ્રેઈન ડેડ વ્યક્તિ વિશેના ફોનથી લઈને અન્ય વ્યક્તિના શરીરમાં હૃદય કેવી રીતે ધબકે છે ત્યાં સુધીની વાત કરે છે.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સમયે કેટલાક કલાકો સુધી વૉર રૂમ જેવી સ્થિતિ હોય

ડૉ. શાહ કહે છે કે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સમયનો સ્ટ્રેસ અને એનર્જી કંઈક અલગ જ હોય છે. આ સમયે એક એક મિનિટ મહત્ત્વની હોય છે. કેટલાક કલાકો માટે હૉસ્પિટલમાં રીતસરની વૉર રૂમ જેવી સ્થિતિ હોય છે. એટલું જ નહીં જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ રહે છે એ આનંદને પણ વર્ણવી શકાય નહીં. આ વાતચીત દરમિયાન ડૉ. શાહ પ્રિઝર્વેટિવ સોલ્યુશન અંગે પણ વાત કરે છે. આ સોલ્યુશન વગર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શક્ય નહીં. જ્યારે કોઈ વ્યક્તિની છાતીમાંથી હાર્ટ બહાર કાઢવાનું હોય ત્યારે દર્દીની છાતીમાં 3 લીટર જેટલું આ સોલ્યુશન રેડવું પડે છે. હાર્ટને બહાર કાઢ્યા પછી ટ્રાન્સપ્લાન્ટ સુધી તેને આ સોલ્યુશનમાં જ રાખવું પડે છે. કારણ કે, આ સોલ્યુશન હાર્ટને સુષુપ્ત અવસ્થામાં રાખવા મદદ કરે છે.

જાણો હૃદય કેવી રીતે ફરીથી ધબકવા લાગે છે

આ સિવાય ડૉ. શાહ હાર્ટ કેવી રીતે ફરીથી ધબકતું થઈ જાય તે અંગે પણ વાત કરે છે. તેઓ કહે છે કે, ધમનીઓ અને અન્ય નસોને જોડ્યા પછી બધું જ કામ કુદરતી રીતે થાય છે. લોહીનો ફ્લો ફરી શરૂ થતાંની સાથે જ હૃદય ધબકવા લાગે છે. આ કામ કુદરત જ કરી શકે છે. આ ઉપરાંત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછીનું એક વર્ષ ખુબ જ મહત્ત્વનું હોવાનું કહે છે. કારણ કે, આ દરમિયાન ઈન્ફેકશનનું જોખમ વધુ રહે છે. જો કે, એક વર્ષ બાદ કોઈ ખાસ કોમ્પ્લીકેશન થતાં નથી. અને કોઈ પણ વ્યક્તિ નોર્મલ લાઈફ જીવી શકે છે. અને 15થી 20 વર્ષનું નવું આયુષ્ય મળે છે.

માત્ર ભારતમાં જ 1000 કરતાં વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે

ડૉ. શાહ કહે છે કે, દુનિયામાં સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વર્ષ 1967માં થયું હતું. આજ સુધીમાં દુનિયામાં સવા લાખ જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે. ભારત દેશની વાત કરીએ તો અહીં 1,100થી 1,200 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. ગુજરાતમાં એક માત્ર CIMS હૉસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. અહીં અત્યાર સુધીમાં 17 જેટલા સક્સેસફુલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...