• Home
  • Dvb Original
  • How Corona reached 1 to 10 million in 6 months, the epidemic trending from China to every country in the world

4 ઈન્ફોગ્રાફિકમાં સમજો / 6 મહિનામાં 1માંથી 1 કરોડ સુધી કઈ રીતે પહોંચ્યો કોરોના, આ મહામારીનો ચીનમાંથી વિશ્વના દરેક દેશ સુધી પહોંચવાનો ટ્રેન્ડ

X

  • કોરોનાવાઈરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં આવ્યો હતો, ફેબ્રુઆરીના અંતિમ દિવસ સુધીમાં દર્દીઓની સંખ્યા 85 હજારથી વધુ અને માર્ચના અંતિમ દિવસ સુધીમાં 7.5 લાખને વટાવી ગઈ
  • 26 જૂન સુધીમાં વિશ્વમાં એક્ટિવ કેસની સંખ્યા 40 લાખ 49 હજાર 28 છે અને સાજા થયેલા દર્દીઓનો આંકડો 53 લાખ 53 હજાર 440 છે

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 04:49 PM IST

વોશિંગ્ટન. વિશ્વનો કદાચ જ કોઈ એવો દેશ હશે કે જ્યાં કોરોના ન પહોંચ્યો હોય. ચીનના વુહાનથી લઈને અરબ દેશો, આફ્રીકા સહિતના વિવિધ દેશોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ કોરોનાવાઈરસ વિશ્વના 206 દેશો સુધી પહોંચી ગયો છે. વિશ્વમાં 6 મહીનામાં 1થી લઈને 1 કરોડ માણસો સુધી કોરાનાનું સંક્રમણ ફેલાયું છે. અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં ચીને કોરનાવાઈરસની માહિતી આપી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં વિશ્વની 0.1 ટકા વસ્તી આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂકી છે. જોકે અત્યાર સુધીમાં જેટલા લોકોને સંક્રમણ થયું છે, તેમાંથી 55 ટકા લોકો સાજા થઈ ચૂક્યા છે. ડેથ રેટ પણ 5 ટકાની આસપાસ છે. 

2003માં ફેલાયેલા સાર્સનો ડેથ રેટ 15 ટકાથી વધુ હતો અને 2015માં આવેલા મર્સનો લગભગ 35 ટકા હતો.

1. કઈ રીતે વિશ્વમાં ફેલાયો કોરોના ?
કોરોનાવાઈરસનો પ્રથમ મામલો ડિસેમ્બર 2019માં પ્રકાશમાં આવ્યો હતો. જોકે અત્યાર સુધીમાં એ વાતનો ખ્યાલ આવ્યો નથી કે ક્યાં દિવસે પ્રથમ દર્દી મળ્યો હતો. પછીથી જાન્યુઆરીના અંતિમ દિવસ સુધીમાં 10 હજારથી પણ ઓછા દર્દીઓ મળ્યા હતા. જોકે ફેબ્રુઆરીના અંતિમ દિવસ સુધીમાં દર્દીઓની સંખ્યા 85 હજારથી વધુ અને માર્ચના અંતિમ દિવસ સુધીમાં 7.5 લાખને વટાવી ગઈ છે. 

પછીથી એપ્રિલ સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 લાખથી વધુ થઈ ગઈ છે. 31 મે સુધીમાં લગભગ 60 લાખ દર્દીઓ થઈ ગયા અને 27 જૂન સુધીમાં વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 1 કરોડને વટાવી ગયો.

આ 6 મહીનામાં કોરોના સંક્રમણ ચીનના વુહાન શહેરથી આગળ વધીને વિશ્વના 206 દેશોમાં ફેલાયું.

2. કોરોનાથી કઈ રીતે વિશ્વમાં વધતો રહ્યો મોતનો આંકડો ?
કોરોનાના સંક્રમણથી પહેલું મોત 9 જાન્યુઆરીએ વુહાન શહેરમાં થયું હતું. ચીન બહાર પ્રથમ મોત ફિલીપાઈન્સમાં 1 ફેબ્રુઆરીએ થયું હતું. જ્યારે એશિયાની બહાર પ્રથમ મોત ફ્રાન્સમાં 14 ફેબ્રુઆરીએ થયું હતું.

31 જાન્યુઆરી સુધીમાં મોતનો આંકડો લગભગ 300 હતો. જોકે 4 મહીનાની અંદર જ આ આંકડો 5 લાખને વટાવી ગયો છે.

3. 6 મહિનામાં એક્ટિવ કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી
શરૂઆતમાં કોરોનાવાઈરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હતો પરંતુ તેટલી ઝડપથી દર્દીઓ સાજા થતા ન હતા. મેના અંત સુધીમાં 30 લાખ 21 હજાર 245 એક્ટિવ કેસ હતા. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા 28 લાખ 59 હજાર 906 હતી.

જોકે જૂનના પ્રથમ સપ્તાહથી ભલે દર્દીઓની સંખ્યા વધી રહી હતી પરંતુ સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધવા લાગી. 3 જૂને પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસથી વધુ થઈ ગઈ.

તે દિવસે 30 લાખ 32 હજાર 811 એક્ટિવ કેસ હતા. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા 31 લાખ 78 હજાર 746 હતી. 26 જૂન સુધીમાં વિશ્વમાં એક્ટિવ કેસની સંખ્યા 40 લાખ 49 હજાર 28 છે. જ્યારે સાજા થયેલા દર્દીઓનો આંકડો 53 લાખ 53 હજાર 440એ પહોંચી ગયો છે.

4. ભારતમાં કઈ રીતે ફેલાયો કોરોના ?
આપણા દેશમાં કોરોનાવાઈરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં પ્રકાશમાં આવ્યો હતો. પછીથી 2 ફેબ્રુઆરી સુધીમાં જ કેરળમાં 3 કોરોના સંક્રમિતો પ્રકાશમાં આવ્યા હતા. આ ત્રણે ચીનના વુહાન શહેરમાંથી પરત આવ્યા હતા.

પછીથી લગભગ 1 મહિના સુધી દેશમાં કોરોનાનો એક પણ દર્દી મળ્યો ન હતો. જોકે 2 માર્ચ પછી સંક્રમિતોની સંખ્યા રોજ વધવા લાગી.

30 એપ્રિલે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના સંક્રમિતોની સંખ્યાના આધારે દેશના તમામ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન જિલ્લાઓમાં વિભાજિત કર્યા હતા. તે સમયે દેશના 733માંથી 319 જિલ્લા ગ્રીન ઝોનમાં હતા. એટલે કે આ જિલ્લાઓમાં 30 એપ્રિલ સુધી કોરોનાનો એક પણ દર્દી મળ્યો ન હતો.

જોકે 26 જૂન સુધીમાં દેશમાં 20થી પણ ઓછા જિલ્લા એવા બચ્યાં જ્યાં અત્યાર સુધીમાં એક પણ કોરોના સંક્રમિત વ્યક્તિ મળી નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓના જણાવ્યા મુજબ, 27 જૂન સુધીમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખ 8 હજાર 953 થઈ છે. જ્યારે 15 હજાર 685 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે તેમાંથી 2 લાખ 95 હજાર 881 દર્દીઓ સાજા થયા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી