તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • How Can Men Who Are Not Willing To Give Basic Human Rights To Women To Choose A Life Partner, Advocate For Equal Rights For Women In Property Power?

વાત સમાનતાની:જે પુરૂષ મહિલાઓને જીવનસાથી પસંદ કરવાનો બુનિયાદી માનવીય હક આપવા તૈયાર નથી, તેઓ તેમને સંપતિ-સત્તામાં બરાબરી આપવાની તરફેણ કેવી રીતે કરી શકે?

નવી દિલ્હી13 દિવસ પહેલાલેખક: મનીષા પાંડેય
  • કૉપી લિંક
  • પુખ્ત સ્ત્રીને જીવનસાથી પોતાની મરજીથી પસંદ કરવાનો અધિકાર છે, પછી ભલે તે કોઈપણ જાતિ અને ધર્મની કેમ ન હોય પરંતુ નહીં, આટલી નાની વાત આ પુરૂષોના દિમાગીમાં ઘૂસતી નથી
  • રાજનીતિમાં સ્ત્રીઓ માટે અનામતનો મુદ્દો છેલ્લા 45 વર્ષથી લટકેલો છે, આઝાદ ભારતના ઈતિહાસમાં અન્ય કોઈ બિલ નથી કે જેના પર 45 વર્ષથી પુરૂષ નેતાઓ એકમત ન થઈ શક્યા હોય

આપણે વાત કરીએ છીએ મહિલાઓની બરાબરીની, પરંતુ આ બરાબરી કેવી રીતે મળશે. માત્ર સ્ત્રીનું સન્માન કરવાથી મળશે? બિલકુલ ખોટો જવાબ. માત્ર સન્માન કરવાથી નહીં મળે. મહિલાઓને બરાબરી મળશે, સત્તા, નોકરી અને સંપત્તિમાં બરાબરની ભાગીદારીથી. સમાનતા સાથે કામ માટે સમાનતા સાથે પગારથી, બરાબરીની તકો અને બરાબરીની જગ્યાથી.

અને જેવી આ નક્કર અધિકારોની વાત કરો, મોટાભાગના પુરૂષોની પ્રતિક્રિયા શું હોય છે. તેમને એવું લાગે છે, જાણે કોઈ તેમની ગરદન પર કુહાડી રાખી દીધી છે. તેઓ બબડાટ શરૂ કરી દે છે. પંજાબ સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની ઘોષણા કરી છે અને અત્યારથી તેમના મોં મચકોડાવાનું શરૂ થઈ ગયું છે.

મોં તો તેમના નાની નાની વાતથી મચકોડાય છે. મહિલાઓને કંઈક એકસ્ટ્રા મળી જાય અને પછી જૂઓ તેમનું રૂદન. દિલ્હીમાં જ્યારે ઓડ-ઈવન શરૂ થયું તો દિલ્હી સરકારે એકલી અને સાથે નાનું બાળક ધરાવતી મહિલાઓને આ નિયમમાંથી છૂટ આપી. મારી ઓફિસમાં પુરૂષો ફરિયાદ કરતા જોવા મળ્યા. મહિલાઓને સારૂં છે . તેમને કોઈ નિયમ લાગુ પડતો નથી.

મને ગુસ્સો તો ખૂબ આવ્યો પણ મેં અવાજ ધીમો રાખીને પાંચ માળની એ ઓફિસમાં ઉપરથી લઈને નીચે સુધી કામ કરતી ઓછામાં ઓછી 30 મહિલાઓના નામ ગણાવ્યા, જે ઓફિસે આવતા પહેલા પોતાના નાન બાળકને સ્કૂલ, ઘોડિયાંઘર કે તેમના નાનીના ઘરે મૂકીને પછી કામ પર આવે છે. ઓફિસથી પરત જતા પહેલા બાળકોને લઈને, પછી ઘરે જાય છે. આ તમામ મહિલાઓ છૂટાછેડા લીધેલી કે સિંગલ મધર નહોતી. પરંતુ, બાળકને સંભાળવાની જવાબદારી એકલા તેમના માથે જ આવી હતી.

આખી ઓફિસમાં એક પણ પુરૂષ નહોતો કે જે ઓફિસ આવતા પહેલા કે પછી બાળકની કોઈ જવાબદારી ઉઠાવતો હોય. એવામાં મહિલાઓને આ સુવિધઆ આપવી કોઈ અહેસાન નહીં પણ તેમની થોડી પરવા કરી લેવી, થોડા જવાબદાર, થોડા સંવેદનશીલ હોવું છે.

પુરૂષોએ મોં ત્યારે પણ મચકોડ્યા હતા જ્યારે મહિલાઓને દિલ્હીની બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવી હતી. પુરૂષોએ કહ્યું - ‘આ મફતખોર મહિલાઓ’ તેમને બધું મફતમાં જોઈએ. આ અંતર્વિરોધ કેટલો મારક છે કે સંસારના 90 ટકા ધન, જમીન, સંપદા પર એકલો કબજો જમાવીને પુરૂષ એક બસ ટિકિટ મળી જવાથી મહિલાઓને મફતખોર કહેવા લાગે છે. ખબર નહીં, આ માત્ર મૂર્ખતા છે કે અસલમાં ધૂર્તતા છે.

રાજનીતિમાં મહિલાઓ માટે અનામતનો મુદ્દો છેલ્લા 45 વર્ષથી લટકેલો છે. આઝાદ ભારતના ઈતિહાસમાં કોઈ અન્ય બિલ એવું નથી કે જેના પર 45 વર્ષથી પુરૂષ નેતાઓ એકમત નથી શક્યા હોય. 1974માં પ્રથમવાર એ સવાલ ઉઠ્યો કે રાજનીતિમાં મહિલાઓની સમાન ભાગીદારીને સુનિશ્ચિત કરવી જરૂરી છે. સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ ત્યારે જ સુધરશે, જ્યારે સત્તા અને નીતિ નિર્ધારક પદો પર તેમની હાજરી હશે.

1996માં પ્રથમવાર દેવગૌડા સરકારના સમયે સંસદમાં મહિલા અનામત બિલ રજૂ થયું, જે મોટાભાગના પુરૂષ નેતાઓને પસંદ ન આવ્યું. સંસદમાં હોબાળો મચી ગયો. મજાની વાત એ હતી કે સમાજના અન્ય પછાત વર્ગો માટે અનામતની લડાઈ લડી રહેલા પછાત વર્ગના નેતા પણ આ બિલનો આકરો વિરોધ કરી રહ્યા હતા. શરદ યાદવે સંસદમાં કહ્યું કે ‘આનાથી માત્ર પાંખ વિનાની મહિલાઓને લાભ થશે.’ તેના પછી 1998, 1999, 2002 અને 2003માં ફરીથી તેને સંસદમાં રજૂ કરાયું, પણ પરિણામ એ જ રહ્યું. 2010માં મનમોહન સિંહની સરકાર વખતે રાજ્યસભામાં આખરે બિલ પાસ થયું પણ લોકસભામાં તો અટકેલું જ રહ્યું. આજ સુધી અટકેલું છે. આગળ પણ અટકેલું જ રહેશે, કેમકે અમને મહિલાઓને પુરૂષોના બાહુબળવાળી આ સંસદ અને વ્યવસ્થા પાસેથી ન્યાય અને બરાબરીની વધુ આશા પણ નથી. જે રીતે ડંડાના જોરે જોર-જબરદસ્તીથી ભાજપ પણ સંસદમાં તમામ બિલ પાસ કરાવતો જોવા મળે છે, મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરાવાનારા બિલને પ્રેમથી પણ પાસ કરાવવા રાજી નથી. તેને પડી જ નથી, કોઈને પડી નથી.

તેમને તનિષ્કની જાહેરાત બંધ કરાવવાની વધુ પડી છે, જેનો એક ઘણો સીધો અને સ્પષ્ટ સંદેશ એ પણ છે કે દરેક પુખ્ત મહિલાને પોતાનો જીવનસાથી મરજીથી પસંદ કરવાનો અધિકાર છે, પછી ભલે તે કોઈપણ જાતિ કે ધર્મની કેમ ન હોય. તેને આ અધિકાર ભારતનું બંધારણ આપે છે. પરંતુ નહીં, આટલી મામૂલી વાત આ પુરૂષોના મગજમાં ઘૂસતી નથી. જે આટલો બુનિયાદી માનવીય હક આપવા તૈયાર નથી, તે સંપત્તિ અને સત્તામાં સ્ત્રીઓને બરાબરીનો હક આપવાની તરફેણ કેવી રીતે કરશે.

નવરાત્રી ચાલી રહી છે. ઘર-ઘરમાં પુત્રીઓનાં પગ ધોવા, તેમની પૂજાનો ઉપક્રમ શરૂ થઈ જશે. તમામ નવ દિવસ દેવી દુર્ગાના બહાને સ્ત્રી શક્તિના ગુણગાન થશે. પરંતુ, સત્ય સૌ જાણે છે. યુવતીઓને પણ બરાબર ખબર છે કે તેમની ઈજ્જત ત્યાં સુધી છે, જ્યાં સુધી તે દેવી છે, મૂર્તિઓમાં બિરાજમાન છે, શ્રદ્ધા સ્વરૂપા છે. જેવી તે મૂર્તિમાંથી બહાર નીકળીને હાડ-માંસની માણસ બને છે, પોતાનો હક માગે છે, દુનિયા તેમને પીંખી નાખવા-ખાઈ જવા તૈયાર થઈ જાય છે.

બે મિનિટમાં તે દેવીના સ્તરેથી ઉતરીને ડાકણ થઈ જાય છે. ફેમિનાઝી કહેવાય છે. પુરૂષો તેમને નફરત કરે છે, તેમને મફતખોર કહે છે. તેમના અધિકારોવાળા બિલ પર સાપની જેમ કુંડળી મારીને બેસી જાય છે. યુવતીઓ, આ દુનિયા તમારા માટે નથી. તમે તેના દગામાં ન આવતી. તેમના પૂજા-પાઠના દંભને સમજજો. અસલી સવાલ કરજો. અસલી હક માગજો, ત્યાં સુધી ન આવશો, જ્યાં સુધી આ મર્દાનગીના શિખર પરથી ઉતરીને ઈન્સાનિયતની જમીન પર ન આવી જાય, મનુષ્ય ન બની જાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો