તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Home Buyers Will Have To Wait For 2 3 Months For Possession As The Construction Activities Hit By Covid

રિયલ એસ્ટેટ:નવા ઘરનું વાસ્તુ કરવાનું વિચારતા હોય તો માંડી વાળજો, કોરોનાને કારણે પઝેશન માટે 2-3 મહિના રાહ જોવી પડશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • પાર્ટલી લોકડાઉન જેવી સ્થિતિએ કારીગરોની સંખ્યા ઘટી
  • ગુજરાતમાં કન્સ્ટ્રક્શનની કામગીરી 90% ધીમી પડી ગઈ

જો તમે નજીકના દિવસોમાં નવા ઘરમાં શિફ્ટ થવા અંગે વિચારી રહ્યા હોય તો હાલ પૂરતો આ વિચાર છોડી દેવો પડશે. કોવિડના કારણે ગુજરાતમાં સરકારે ઘણા નિયંત્રણો મૂક્યા છે અને અન્ય ઉદ્યોગોની જેમ રિયલ એસ્ટેટમાં પણ તેની અસર જોવા મળી રહી છે. બિલ્ડર્સના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાર્ટલી લોકડાઉન જેવી સ્થિતિએ કન્સ્ટ્રક્શનની કામગીરી ધીમી પડી ગઈ છે. આનાથી ચાલુ પ્રોજેક્ટ્સમાં વિલંબ થઈ રહ્યો છે.

મોટાભાગની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ બંધ છે અથવા તો ધીમા છે (ફાઇલ ફોટો).
મોટાભાગની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ બંધ છે અથવા તો ધીમા છે (ફાઇલ ફોટો).

નવા ઘરની ડિલિવરીમાં મોડું થઈ શકે છે
ક્રેડાઈના પૂર્વ ચેરમેન અને સાવી ઇન્ફ્રાસ્ટ્રકચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહે જણાવ્યું કે, કોરોનાને કારણે કન્સ્ટ્રક્શન સાઇટ પર કારીગરો ઓછા આવે છે અને તેના લીધે કામ ધીમા પડી ગયા છે. આ સંજોગોમાં જે લોકોએ ઘર બૂકિંગ કરાવ્યા છે તેમને ઘરની ડિલિવરીમાં 2-3 મહિના મોડું થવાની શક્યતા છે. જોકે, સારી વાત એ છે કે ગત વર્ષની જેમ આ વર્ષે રો-મટિરિયલની સપ્લાયમાં કોઈ મુશ્કેલી આવી નથી રહી.

ગુજરાતમાં 90% કન્સ્ટ્રક્શન કામ બંધ છે
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ પટેલે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, આ વર્ષની શરૂઆતથી જ કામ ધીમા હતા પણ પરિસ્થિતિ બગાડતાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી સાવ ઠપ્પ થઈ છે. સરકારી કામ હોય કે ખાનગી પ્રોજેક્ટ્સ, કારીગરોના અભાવથી 90% કામકાજ બંધ છે. અને નજીકના ભવિષ્યમાં તેમ સ્પીડ આવવાની સંભાવના નથી.

બિલ્ડરોએ ડિલિવરી મોડી થવાની જાણ ગ્રાહકોને કરી
વડોદરાના બિલ્ડર જતીન અમિને જણાવ્યું કે, રેરા આવ્યા પછી નિયમો કડક બન્યા છે. હાલના સંજોગોએ પ્રોજેક્ટ તેની નિયત સમય મર્યાદામાં પુરા કરવા શક્ય નથી અને આ અંગે બિલ્ડરોએ ઘર બૂક કરાવનાર ગ્રાહકોને પણ કરી રહ્યા છે અને તેમની પાસેથી સહમતી પત્ર પણ લઈ રહ્યા છે. આ ઉપરાંત બિલ્ડરો રેરા ઓથોરિટીને પણ પ્રોજેક્ટ પૂરો થવામાં મોડું થશે તે અંગે જાણકારી આપી રહ્યા છે જેથી આવતા દિવસોમાં કોઈ લીગલ ઇશ્યૂ ઊભો ન થાય.

રિયલ એસ્ટેટમાં બહારના રાજ્યોના કારીગરો વધુ

ગુજરાતમાં કન્સ્ટ્રક્શન વર્કર્સ બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજયોમાંથી આવે છે.
ગુજરાતમાં કન્સ્ટ્રક્શન વર્કર્સ બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજયોમાંથી આવે છે.

અરવિંદ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં કન્સ્ટ્રક્શન લાઇન સાથે 50 લાખથી વધુ કારીગરો જોડાયેલા છે. આમના 80%થી વધુ બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજયોમાંથી આવે છે. ગુજરાતમાં દાહોદ અને ગોધરા તરફથી કારીગરો આવે છે. કોરોનાની બીકે ધૂળેટી પછી આમના મોટાભાગના કારીગરો પાછા આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...