10 સાક્ષીઓ જે આફતાબને સજા અપાવશે:તેમના નિવેદન શ્રદ્ધા સાથે ટોર્ચર થયાના પુરાવા, નોન-વેજ ખાવા માટે મજબૂર કરતો હતો

11 દિવસ પહેલાલેખક: આશીષ રાય

મુંબઈની રહેવાસી શ્રદ્ધા વાલકરની હત્યા કેસમાં તેનો લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલા પોલીસ કસ્ટડીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આફતાબે કોર્ટમાં પહેલીવાર પોતાનો ગુનો કબૂલ કર્યો. તેણે કહ્યું કે તેણે ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી હતી. જો કે, આફતાબના વકીલે હત્યાની વાત કબૂલાત કરવાની વાતનો ઈનકાર કર્યો હતો.

આ દરમિયાન મુંબઈમાં રહેતી શ્રદ્ધાની મિત્ર પૂનમ બિડલાને દાવો કર્યો છે કે આફતાબ શ્રદ્ધાને નોન-વેજ ખાવા માટે મજબૂર કરતો હતો. બંને વચ્ચે આ વાત પર પણ ઝઘડો થતો હતો. સામાજિક કાર્યકર પૂનમે દિલ્હી પોલીસને આપેલા પોતાના નિવેદનમાં આ વાત જણાવી છે.

દિલ્હી પોલીસ આ કેસમાં 5 રાજ્યો દિલ્હી, મહારાષ્ટ્ર (મુંબઈ), હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તપાસ કરી રહી છે. પોલીસ શ્રદ્ધા અને આફતાબ સાથે સંકળાયેલા લોકોની સતત પૂછપરછ કરી રહી છે. અમે તમને કેસ સાથે જોડાયેલાં આવાં 10 પાત્રો વિશે જણાવી રહ્યા છીએ, જેની જુબાનીથી આફતાબને સજા મળી શકે છે.

વિકાસ વાલકર: શ્રદ્ધાના પિતા
પોલીસે શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરના ડીએનએ સેમ્પલ લીધા છે જેથી તેના શબના ટુકડાઓ ઓળખ થઈ શકે. તેને શબના ટુકડાના ડીએનએ સાથે મેચ કરવામાં આવશે. આના પરથી ખબર પડશે કે પોલીસને જે શરીરના ટુકડા મળ્યા છે તે શ્રદ્ધાના છે કે નહીં.

વિકાસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આફતાબ ઘણીવાર તેની પુત્રીને મારતો હતો. ઘણી વખત તે શ્રદ્ધાને તેના વાળ પકડીને ખેંચતો હતો. તે પછી તેમણે શ્રદ્ધાને આફતાબનો સાથ છોડીને ઘરે આવવા જણાવ્યું હતું, પરંતુ તે માનતી નહોતી. પિતાનું નિવેદન અને ડીએનએ સેમ્પલ આફતાબ વિરુદ્ધ સૌથી મોટો પુરાવો સાબિત થશે.

ગોવિંદ યાદવ મુંબઈમાં ગુડલક નામથી પેકર્સ એન્ડ મૂવર્સ સર્વિસ ચલાવે છે. 18 મેના રોજ શ્રદ્ધાની હત્યાના 18 દિવસ બાદ 5 જૂને આફતાબે પોતાનો સામાન મુંબઈથી દિલ્હી શિફ્ટ કર્યો હતો. તેમની ટીમે આફતાબ સાથે ફોન પર ડીલ કરી હતી. તેણે 37 બોક્સમાં સામાન પેક કર્યો હતો.

ગોવિંદે જણાવ્યું કે જ્યારે તેમનો સ્ટાફ આફતાબના ઘરે પહોંચ્યો ત્યારે તેનાં માતા-પિતા ત્યાં હાજર હતાં. આનાથી પ્રશ્ન થાય છે કે શું આફતાબ પરિવારને શ્રદ્ધાની હત્યાની જાણ થઈ ગઈ હતી.

દિલ્હી શિફ્ટ થયા બાદ આફતાબ અને શ્રદ્ધા જે પ્રથમ વ્યક્તિ મળ્યાં તે રાજેશ કુમાર હતા. વ્યવસાયે પ્લમ્બર રાજેશે બંનેને સમજાવ્યાં હતાં કે ઘરમાં પાણી ક્યાંથી ચાલશે અને મોટરનું બટન ક્યાં છે.

રાજેશે કહ્યું- 'જ્યારે તે લોકો આવ્યા ત્યારે મેં બંનેને પહેલી અને છેલ્લી વાર સાથે જોયા. આ પછી હું ઘણી વખત તેમના ઘરે ગયો, પરંતુ શ્રદ્ધાને ક્યારેય જોઈ નહોતી. આફતાબ ઘણીવાર બહારથી ખાવાનું મંગાવતો હતો, આ વાત પણ રાજેશે પોલીસને જણાવી હતી.

મુંબઈમાં રહેતા શ્રદ્ધાના મિત્ર રાહુલ રાયે દિલ્હી પોલીસને જણાવ્યું કે 2020માં આફતાબે શ્રદ્ધાને ખરાબ રીતે માર માર્યો હતો. શ્રદ્ધાના ચહેરા અને શરીર પર ઘણી ઈજાઓ હતી. ત્યારબાદ શ્રદ્ધાએ મિત્રો પાસે મદદ માંગી હતી.

રાહુલના કહેવા પ્રમાણે, શ્રદ્ધાની મદદ કરવા માટે તેઓ પોલીસ સ્ટેશન ગયા અને આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તે સમયે શ્રદ્ધાએ પણ મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે આફતાબ તેને વારંવાર મારતો હતો.

મુંબઈમાં રહેતો ગોડવિન શ્રદ્ધાને ઓળખતો ન હતો, પરંતુ તેનો ભાઈ શ્રદ્ધાનો મિત્ર હતો અને તેની ઓફિસમાં કામ કરતો હતો. દિલ્હી પોલીસને જણાવેલ નિવેદનમાં ગોડવિને કહ્યું કે એકવાર આફતાબે શ્રદ્ધા પર હુમલો કર્યો અને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. આ પછી શ્રદ્ધાએ ઓફિસના મિત્રોની મદદ માંગી હતી.

તે સમયે ગોડવિનનો ભાઈ બીજે ક્યાંક હતો, તેથી તેણે ગોડવિનને મોકલ્યો. તેણે જ શ્રદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ગોડવિને શ્રદ્ધાનો ચહેરો જોયો અને શરીરના અનેક ભાગો પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં. તે સમયે ગોડવિન શ્રદ્ધાને પોલીસ પાસે પણ લઈ ગયો હતો. પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શ્રદ્ધાએ ગોડવિનને જણાવ્યું કે આફતાબે તેને પહેલાં પણ આ રીતે માર માર્યો હતો.

24 નવેમ્બર 2020ના રોજ આફતાબે શ્રદ્ધાને ખૂબ માર માર્યો હતો. શ્રદ્ધાએ આ વાત તેના મેનેજર કરણ બારીને વોટ્સએપ પર જણાવી હતી. શ્રદ્ધાએ ચેટમાં કહ્યું હતું કે માર મારવાના કારણે હું ઊભી થઈ શકતી નથી માટે હું કામ કરી શકતી નથી.

શ્રદ્ધાએ લખ્યું કે તે ઘરે ગયા પછી બધું બરાબર થઈ ગયું. તે હવે બહાર જઈ રહી છે. ગઈકાલની લડાઈને કારણે હું આજે કામ કરી શકીશ નહીં કદાચ તેનું બીપી ઘટી ગયું છે. આ નિવેદન આફતાબ સામે મોટો પુરાવો બની શકે છે.

શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબના શરીરને કરવતથી કાપતી વખતે તેના હાથમાં વાગી ગયું હતું. તેની સારવાર દિલ્હીના રહેવાસી ડૉ.અનિલ કુમાર દ્વારા કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તે રાત્રે જ્યારે આફતાબ આવ્યો ત્યારે તે સામાન્ય હતો. જ્યારે તેમણે તેને હાથમાં વાગી જવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે ફળ કાપતી વખતે વાગી ગયું. ડૉ. એનિલે આફતાબની ઓળખ પોલીસ સમક્ષ જાહેર કરી છે.

શ્રદ્ધાએ 2019માં તેના મિત્ર રજત શુક્લાને કહ્યું હતું કે તે આફતાબ સાથે 2018થી રિલેશનશિપમાં છે અને લિવ-ઈનમાં રહે છે. તેઓ શરૂઆતમાં ખુશ હતાં, પરંતુ હવે આફતાબ તેને માર મારે છે. તેનું જીવન નરક બની ગયું છે. તેણી તેને છોડવા માંગે છે, પરંતુ તે કરવું મુશ્કેલ છે.

રજતના કહેવા પ્રમાણે, દિલ્હી આવતાં પહેલાં બંનેએ સંમતિ આપી હતી કે તેઓ અહીં કામ કરશે. દિલ્હી શિફ્ટ થયાં પછી, શ્રદ્ધા સાથે તેનો સંપર્ક લગભગ સમાપ્ત થઈ ગયો હતો.

લક્ષ્મણે પોલીસને જણાવ્યું કે શ્રદ્ધાએ દિલ્હી શિફ્ટ થયાં બાદ તેના મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. થોડા દિવસો પછી તેનો નંબર સ્વિચ ઓફ થઈ ગયો. હવે લક્ષ્મણને શંકા હતી કે કંઈક ગરબડ છે. તેણે શ્રદ્ધાના ભાઈને કહ્યું કે મેં તેની સાથે છેલ્લી વખત જુલાઈમાં વાત કરી હતી. પછી તેણે નક્કી કર્યું કે તેણે પોલીસ પાસે જવું જોઈએ.

લક્ષ્મણે દિલ્હી પોલીસને જણાવ્યું કે, શ્રદ્ધા અને આફતાબ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. એકવાર તેમની લડાઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચવાની હતી, પરંતુ શ્રદ્ધાએ ફરીથી ના પાડી. એક રાત્રે શ્રદ્ધાએ તેને અહીંથી બીજે ક્યાંક લઈ જવાનો મેસેજ કર્યો. જો તે અહીં રહેશે તો આફતાબ તેને મારી નાખશે. અમે તેના ઘરે ગયા અને આફતાબને કહ્યું કે તેઓ પોલીસને જાણ કરશે, પરંતુ શ્રદ્ધાએ તેમ કરવાની ના પાડી હતી.

સુદીપ સચદેવા એ દુકાનનો માલિક છે જ્યાંથી આફતાબે આ આરી ખરીદી હતી. આ આરીથી શ્રદ્ધાના શરીરના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. સચદેવાએ જણાવ્યું છે કે જ્યારે આફતાબ આરી ખરીદવા આવ્યો હતો, તે એકદમ સામાન્ય હતો. પોલીસ તેને તેની દુકાને લાવી ત્યારે પણ તેની આંખોમાં કોઈ પસ્તાવો હોવાનું જણાતું નહોતું.

શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શબના ટુકડા રાખવા માટે આફતાબે છતરપુરની એક દુકાનમાંથી 19મે ના રોજ એક ફ્રિજ ખરિદ્યું હતું. અહીં કામ કરતા કુલદીપ સિંહે જણાવ્યું કે આફતાબે ફ્રિજ માટે 25,300 રૂપિયા ચૂકવ્યા હતા. તે લગભગ અડધો કલાક દુકાન પર રહ્યો. તેણે કુલદીપને વધુ જગ્યા ધરાવતું ફ્રિજ બતાવવા કહ્યું હતું.

આફતાબ અને શ્રદ્ધા દુબઈ જવાનો પ્લાવ બનાવી રહ્યાં હતાં
શ્રદ્ધાના મિત્રોએ દાવો કર્યો છે કે આફતાબ અને શ્રદ્ધા રોજના ઝઘડાથી કંટાળીને ભારત છોડીને દુબઈમાં રહેવાનું વિચારી રહ્યાં હતાં. શ્રદ્ધાએ મિત્રને કહ્યું કે તે બંને દુબઈમાં નવું જીવન શરૂ કરવા માંગે છે. જોકે, શ્રદ્ધાના મિત્રોએ તેને ભારત ન છોડવા માટે સમજાવી હતી.

આફતાબ શ્રદ્ધા પહેલાં ચાર હિન્દુ યુવતીઓ સાથે ડેટ કરી ચૂક્યો હતો
પોલીસ શ્રદ્ધા સાથે સંબંધમાં આવતા પહેલાં આફતાબના જીવન વિશે પણ માહિતી મેળવી રહી છે. મુંબઈ પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા સાથે ઓળખાણ પહેલાં આફતાબ 4 યુવતીઓને ડેટ કરી ચૂક્યો હતો. પોલીસ આમાંથી બે સુધી પહોંચી ગઈ છે, બેનો હજુ સુધી સંપર્ક થયો નથી. પોલીસ તે પણ તપાસ કરી રહી છે કે આફતાબે તેમનું પણ શોષણ કર્યું તો નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચારેય યુવતીઓ હિન્દુ છે.

અન્ય સમાચારો પણ છે...