જ્ઞાનવાપીમાં વાગશે શંખ કે ગુંજશે નમાઝ:હિન્દુ પક્ષનો દાવો-વર્શિપ એક્ટ 1991 હિન્દુઓ અને તેમના ભગવાનના મૌલિક અધિકારોનું હનન કરે છે

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક

જ્ઞાનવાપી મંદિર છે કે મસ્જિદ, આ વિવાદ કોર્ટમાં છે. વારાણસીની કોર્ટના આદેશ પર ત્યાં સર્વે જારી છે, પરંતુ મુસ્લિમ પક્ષકાર ઈચ્છે છે કે આ સર્વે બંધ થાય અને યથાસ્થિતિ જળવાઈ રહે એટલે કે જેમ ચાલતું હતું, એમ જ ચાલતું રહે.

મુસ્લિમ પક્ષકાર અંજુમન ઈંતજામિયા કમિટીના પ્રભારી સચિવ એસએમ યાસીન કહે છે, ‘આ અમે નહીં ભારતનો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ કહે છે-15 ઓગસ્ટ 1947 વખતે જે ધાર્મિક સ્થળ જે સ્થિતિમાં હતા તે એમ જ રહેશે, કોઈ કેસ કરશે તો પણ અદાલતમાં રદ થઈ જશે. સુપ્રીમ કોર્ટમાં આ જ આધારે સર્વે રોકવાની અરજી મુસ્લિમ પક્ષકારે આપી છે.’
પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ પર સવાલ કેમ?

એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ વિરુદ્ધ અરજી દાખલ કરેલી છે. હિન્દુ પક્ષકાર એટલે કે હિન્દુ સેનાએ આ અરજીમાં દખલ કરતાં ઈન્ટરવેન્શન પીઆઈએલ કરી છે. તેના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા કહે છે, ‘આ એક્ટ અમારા માટે કોર્ટના દરવાજા બંધ કરે છે, જો કોર્ટ નહીં જઈએ તો અતીતમાં અમારી સાથે થયેલા અન્યાય વિરુદ્ધ અમે ક્યાં પોકાર કરીશું.’

તો શું આ એક્ટ આપણને લાઠી-ડંડા ઉઠાવવા માટે ઉશ્કેરે છે? જ્ઞાનવાપી પછી શું? ગુપ્તા કહે છે, ‘કુતુબમીનાર, મથુરા, અલીગઢ... એ તમામ ધાર્મિક સ્થળ જેમને તોડવામાં આવ્યા અને કન્વર્ટ કરવામાં આવ્યા.’

‘ભગવાન’ના મૂળ અધિકારનું પણ હનન આ કાયદાથી!
હિન્દુ સેનાના પ્રતિનિધિ તરીકે વર્શિપ એક્ટને રદ કરવા માટે ભાજપાના પૂર્વ પ્રવક્તા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે ડિસેમ્બર 2020માં એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

આ અરજી કહે છે, ‘વર્શિપ એક્ટ-1991 માત્ર હિન્દુઓ નહીં પણ તેમના ભગવાનના પણ મૌલિક અધિકારોનું હનન છે. આ એક્ટ તો અમારા કૃષ્ણ અને રામ, શિવ અને રામ વચ્ચે પણ ભેદભાવ કરે છે.’

એડવોકેટ ઉપાધ્યાયનો દાવો છે કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ ભગવાનને મળેલા બંધારણીય અધિકારોનું હનન કરે છે. તેઓ આની પાછળ બે આધાર જણાવે છે...

પ્રથમ-બંધારણમાં ભગવાનને પણ અધિકાર મળ્યા છે, તેમને જ્યુડિશિયલ પર્સન માનવામાં આવ્યા છે. જેમકે અયોધ્યાનો કેસ રામ લલ્લા વિરાજમાનના નામથી લડવામાં આવ્યો. એ જ રીતે મથુરામાં કૃષ્ણ વિરાજમાન અને કાશીમાં શિવ વિરાજમાન છે. જ્યારે રામને તેમનો અધિકાર મળ્યો તો શિવને કેમ નહીં મળે? શું તેને બંધારણમાં જ્યુડિશિયલ પર્સન કહેવામાં આવ્યા છે એ બંને વચ્ચે ભેદભાવ બંધારણનું ઉલ્લંઘન નથી?

બીજું-આપણા બંધારણમાં અન્ય અનેક જોગવાઈઓ છે, જેના પ્રમાણે ભગવાનને પણ પ્રોપર્ટીનો અધિકાર છે. ઉદાહરણ માટે, જે રીતે અયોધ્યામાં રામ લલ્લા વિરાજમાન છે, એવી જ રીતે જ્યાં પણ જે દેવી-દેવતા છે, જેમની જે જગ્યા છે, તેમને તેનો અધિકાર છે. એવામાં સર્વે રોકવાનું કોઈ કારણ બનતું નથી. શિવ ત્યાં મળ્યા તો પછી તે તેમની પ્રોપર્ટી માનવામાં આવશે.

હિન્દુ-મુસ્લિમ, બંનેએ સાબિત કરવું પડશે કે એ જગ્યા કોની
એડવોકેટ ઉપાધ્યાય કહે છે, ‘વર્શિપ એક્ટ-1991માં સૌપ્રથમ તો એ સાબિત કરવાનું રહેશે કે તે પૂજા સ્થળ કોનું છે?

જ્યારે પૂજા સ્થળ સાબિત કરવાની વાત આવશે તો આપણે એક સેક્યુલર દેશ હોવાથી હિન્દુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ, શિખ સૌના નિયમ કોમન નહીં હોય, તેમની અલગ-અલગ માન્યતાઓ પર આધારિત હશે. જેમ હિન્દુ લૉ કહે છે-જો એકવાર કોઈ જગ્યાએ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ તો પછી એ ત્યાં સુધી મંદિર છે જ્યાં સુધી તેનું વિસર્જન ન થઈ જાય. ગણેશ, દુર્ગા બધાનું વિસર્જન આ જ માન્યતા પર આધારિત છે. જ્યારે ઈસ્લામિક લૉ અનુસાર મસ્જિદ હોવાના 3 આધાર હોય છે-પ્રથમ- મસ્જિદ એ જ જગ્યાએ બની શકે છે જે બિલકુલ વર્જિન હોય, ખેતરની જેમ. બીજું-એક ઈંટનું પણ માળખું ત્યાં ન હોય કે તે જમીન કોઈ પાસેથી ખરીદવામાં ન આવી હોય, કે ત્રીજું- એ જમીન કોઈએ દાનમાં આપી હોય.

એડવોકેટ ઉપાધ્યાય કહે છે, 'હવે મુસ્લિમ પક્ષે સાબિત કરવું પડશે કે આ ત્રણમાંથી કયું આધાર જ્ઞાનવાપીમાં મસ્જિદ હોવાનો આધાર છે. તે પણ સાબિત કરવું પડશે કે જ્યારે આપણે આપણા શિવનું વિસર્જન કર્યું, જે પાછળથી તેની મસ્જિદ બની.

ઈંતજામિયા સમિતિના એસએમ યાસીન કહે છે, 'અમે અમારી અરજી દેશની સર્વોચ્ચ અદાલતમાં મૂકી છે. તેઓએ નક્કી કરવાનું છે. આ દેશ કાયદા પ્રમાણે ચાલશે કે અમુક લોકોના એજન્ડાના આધારે, આ કોર્ટ નક્કી કરશે. આધારનો નિર્ણય કોર્ટમાં થશે, તેની બહાર નહીં.

વર્શિપ એક્ટને પડકારતી અરજીમાં શું આધાર છે?
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય કહે છે, ‘આ કાયદો કહે છે કે 15 ઓગસ્ટ 1947ના સમયે જે સ્થળ પોતાના જે ધાર્મિક સ્વરૂપમાં હતું એ એજ રીતે યથાવત્ રહેશે. તેના વિરુદ્ધ કોઈ કેસ કોર્ટમાં દાખલ થશે તો તે આપોઆપ રદ થઈ જશે. એટલે કે એ કોર્ટના દરવાજા બંધ કરે છે. તેનો અર્થ એ છે કે એ ભીડતંત્રને પ્રોત્સાહન આપે છે. જેની પાસે સંખ્યાબળ હશે, લાઠી-ડંડા હશે, આ કાયદો તેની સાથે હશે.’

પીવી નરસિમ્હા રાવ જ્યારે પીએમ હતા ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકારે આ કાયદો બનાવ્યો હતો. ત્યારે એવી દલીલ કરવામાં આવી હતી કે આ કાયદો જાહેર વ્યવસ્થા જાળવવા માટે બનાવવામાં આવી રહ્યો છે.

પરંતુ બંધારણ કહે છે કે જાહેર વ્યવસ્થા જાળવવાનો મામલો રાજ્યનો છે કેન્દ્રને નહીં. આ કાયદો તેના પ્રથમ પગલામાં જ ખોટો સાબિત થાય છે.

તીર્થસ્થાનો અંગે બંધારણમાં સ્પષ્ટ સૂચનાઓ છે. વિદેશમાં આવેલા ધાર્મિક સ્થળો અંગે કેન્દ્ર કાયદો બનાવશે, પરંતુ રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો અને તીર્થસ્થાનો અંગે રાજ્ય કાયદો બનાવશે.

ઉદાહરણ તરીકે, નનકાના સાહેબ કૈલાશ માનસરોવર સંબંધિત કાયદા કેન્દ્રો બનાવશે, જ્યારે કાશી, જ્ઞાનવાપી, જામા મસ્જિદ, અટાલા, ભદ્રકાલી તેમના માટે રાજ્ય કાયદા બનાવશે. તો એક વાત સ્પષ્ટ છે કે 1991નો કાયદો બંધારણ પ્રમાણે કેન્દ્ર બનાવી શકે નહીં.

સુપ્રીમ કોર્ટમાં હિન્દુ સેના અને પેન્ડિંગ અરજીમાં બંધારણના આ આર્ટિકલ્સનો અપાયો હવાલો

  • કલમ 14 (બંધારણ સમક્ષ બધા માટે સમાન અધિકાર) અને 15 (જાતિ, ધર્મ, લિંગ, જન્મસ્થળ અને વંશના આધારે ભેદભાવ ન કરી શકાય), તો જો ન્યાયિક વ્યક્તિ રામને અધિકાર મળ્યો છે તો શિવને કેમ નહીં મળે?
  • કલમ 21 (કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈને પણ તેના જીવનના અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવી શકે નહીં).
  • અનુચ્છેદ 25 ધર્મની સ્વતંત્રતાનો અધિકાર આપે છે, એટલે કે આપણે જ્ઞાનવાપી મંદિરમાં પ્રાર્થના કરવા, પુષ્પોની માળા ચઢાવવા, શંખ ફૂંકવા અને ઘૂંઘટ ચલાવવા માટે સ્વતંત્ર છીએ.
  • કલમ 26 પૂજા સ્થળની જાળવણીનો અધિકાર આપે છે. જ્ઞાનવાપી જાળવવાનો આપણને અધિકાર છે.
  • કલમ 29 સંસ્કૃતિ અને ભાષાનો અધિકાર આપે છે. જ્ઞાનવાપી એ માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ તે આપણો સાંસ્કૃતિક વારસો છે, તેની જાળવણી કરવાનો આપણો અધિકાર છે.

વર્શિપ એક્ટ બનાવીને કેન્દ્રએ તેના અધિકારક્ષેત્રનું કેમ ઉલ્લંઘન કર્યું?

  • વર્શિપ એક્ટ-1991ને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજીનો પહેલો આધાર એ છે કે શું કેન્દ્રને કોર્ટના દરવાજા બંધ કરવાનો અધિકાર છે.
  • શું કેન્દ્રને ગેરકાયદેસર અતિક્રમણ સામેની ન્યાયિક પ્રક્રિયાને રોકવાનો અધિકાર છે?
  • વર્શિપ એક્ટ-1991 કહે છે કે 15મી ઓગસ્ટ 1947 પહેલા જે કંઈ પણ થયું હતું, તેને ભૂલી જાઓ, જો કોઈએ આપણાં ધાર્મિક સ્થળોનો નાશ કર્યો હોય તો તેને હવેની જેમ અપનાવો. તેની સુનાવણી કરવી કોર્ટના કાર્યક્ષેત્રમાં નથી. એવું શા માટે?

હિંદુ સેનાએ કહ્યું- જે મંદિરો તોડી પાડવામાં આવ્યાં હતાં એ બધાં પાછાં મેળવાશે

હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા કહે છે, "પ્રથમ તો મુસ્લિમ પક્ષે જે એક્ટનો ઉલ્લેખ કર્યો છે તે એક્ટ જ સવાલોમાં ઘેરાયલ છે. અમારી દલીલ બંધારણ અનુસાર છે. અમે જીતીશું, તે નક્કી છે.

સુપ્રીમ કોર્ટમાં 17 મેની સુનાવણી પણ અમારા પક્ષમાં હતી. સર્વે અટકાવવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. ભવિષ્યમાં પણ અમારા પક્ષમાં નિર્ણય આવશે.

તેમનું કહેવું છે કે મુસ્લિમોના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ઉશ્કેરણીજનક વાત ન કરવી જોઈએ. ભૂતકાળમાં થયેલા અન્યાય સામે કાયદાના રસ્તેથી અવાજ ઉઠાવીએ છીએ, તેમણે પણ કાયદાના માર્ગે જવું જોઈએ. અમે લાઠીઓ-ડંડા ઉપાડ્યા નથી. તેથી, તેઓએ પણ એવા કાર્યો ન કરવા જોઈએ જેનાથી દેશનું વાતાવરણ બગડે.

અને એક વાત ચોક્કસ છે કે તે કુતુબમિનાર હોય કે મથુરા. અથવા દેશના તમામ મંદિરો કે જે તોડી પાડવામાં આવ્યા છે, મસ્જિદ, દરગાહ કે અન્ય કંઈપણ બનાવવામાં આવ્યું છે, તે બધું અમે મેળવીને જ રહીશું.

અન્ય સમાચારો પણ છે...