• Gujarati News
  • Dvb original
  • Don't Be Surprised To See! If There Was Twitter, How Could India's Independence Be Trending; Watch The Video To Read The Tweets Of Gandhi, Nehru, Patel And Zina

15 ઓગસ્ટ 1947ની ટ્વિટર ટાઈમલાઈન:ચોંકી ન જશો જોવો! જો ટ્વિટર હોત તો કઈ રીતે ટ્રેન્ડ કરત ભારતની આઝાદી; ગાંધી, નહેરુ, પટેલ અને ઝીણાના ટ્વિટ્સ વાંચવા માટે જોવો વીડિયો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટ્વિટર દ્વારા કહેવાઈમાં આવી રહેલી કહાની 14 ઓગસ્ટ 1947ની સાંજથી લઈને 15 ઓગસ્ટના રોજ કિલ્લા પર ઝંડો ફરકાવવામાં આવ્યો ત્યાં સુધીની છે. કદાચ ખૂબ ઓછા લોકોને એ વાતનો ખ્યાલ છે કે પાકિસ્તાન ભલે 14 ઓગસ્ટે પોતાની આઝાદી મનાવતું પરંતુ વાસ્તવિક રીતે તેને પણ 14 અને 15 ઓગસ્ટ દરમિયાન રાતે 12 કલાકે ભારતની સાથે જ અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી.

બંને દેશોના ઈતિહાસમાં આ બંને દિવસ ખાસ છે. અંતે વાયસરોય માઉન્ટબેટનની પાસે ભારતને આઝાદ કરવાની સાથે તેના બે ભાગ કરીને બનાવવામાં આવેલા પાકિસ્તાનને પણ આઝાદ કરવાની બેવડી જવાબદારી હતી. આ જ કારણે માઉન્ટબેટન એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટ 1947ના રોજ મોહમ્મદ અલી ઝીણાની સાથે કરાચીમાં પાકિસ્તાનને આઝાદ કરવાના સમારંભમાં હાજર રહ્યાં હતા. ઓગસ્ટ 1947ના આ દિવસો ખૂબ જ રસાકસી ભર્યા હતા. તે દિવસો માટે ટ્વિટર ભલે કાલ્પનિક છે, જોકે તેમાં સામેલ તમામ ફેકટ્સ ઐતિહાસિક રીત પરખાયેલા અને વાસ્તવિક છે.

તો ચાલો જોઈએ 14 ઓગસ્ટના સવારના 6 વાગીને 49 મિનિટે ઉગેલા સૂર્યથી લઈને 15 ઓગસ્ટના સાંજના 7 વાગીને 2 મિનિટની વચ્ચે બીજી વખત સૂર્ય ઢળવા સુધીના બે દિવસ દરમિયાન આ ખાસ લોકો શું ટ્વિટ કરત.

તેમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, મોહમ્મદ અલી ઝીણા, માઉન્ટબેટન, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, ડો.આમ્બેડકર, ખુશવંત સિંહ સામેલ છે. તે સમયે આ તમામ વ્યક્તિઓ દિલ્હી અને કરાચીમાં હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...